Quotes by Chaitali Kapadia in Bitesapp read free

Chaitali Kapadia

Chaitali Kapadia

@chaitalikapadia3093


લાગણીઓની જવાબદારી ખૂબ હેરાન કરે છે..

-Chaitali Kapadia

પાણીમાં પલળવાની મજા હવે સારી નથી લાગતી..,
વર્તમાનમાં ભૂતકાળની ભીનાશ હવે રાહત નથી આપતી...

-Chaitali Kapadia

અપેક્ષા રાખી એ જ મારી ભૂલ..,
કાંટા જ ઉગ્યા જ્યા વાવ્યા હતા ફૂલ...!

-Chaitali Kapadia

કેમ ભીતરથી ભીંજવે છે યાદ તારી,
દિલને ખબર છે પણ આંખો રાહ જુએ છે તારી..,
વહેતા પવનની જેમ હૃદયમાં તોફાન થાય છે,
વસે છે તું મુજમાં, ધબકે છે તું મુજમાં,
ખુદથી વધારે અંતરના ખૂણામાં યાદ છે તારી..,
જાણું છું સમયનું ચક્ર છે,નસીબના ખેલ છે,
અધૂરા રહી ગયેલા સપના ખુલ્લી આંખોથી
વહી જાય છે જ્યારે યાદ આવે છે તારી..,
કાશ કોઈ સમજી શકે ચૂપ રહેવામાં કેટલીય
યાદો ભરેલી છે તારી...!

- ચૈતાલી કાપડિયા

Read More

ના તકરાર છે ના એકરાર..,
લાગે છે સંબંધ જ બની ગયો છે ખૂબ સમજદાર..!

-Chaitali Kapadia

મનના વળાંકો અને બીજાની સલાહ હંમેશા મનોબળ તોડે છે..

-Chaitali Kapadia

તારો અને મારો વ્યવહાર કેવો અલગ હતો..,
દરેક વાતને હું સમજાઉં એવો ક્યાં કોઈ નિયમ હતો..!

-Chaitali Kapadia

બધાં જ કરે છે અહીં મતલબના સ્મિત.,
બની ગઈ છે હવે આ જ દુનિયાની રીત.

-Chaitali Kapadia

હારી જાઉં પણ ઝૂકી ના શકું..,
આમ જ મારા વ્યક્તિવને હું મૂકી ના શકું..

-Chaitali Kapadia

કેટલીય લાગણીઓ એવી છે
જે શબ્દોમાં રૂપાંતરિત થતી નથી,
અંતરમાં જે વહે છે ક્યારેક
વેદનામાં સહી છે એવી અનુભૂતિ
અહીં લખાતી નથી,
દુનિયામાં અગણિત સંબંધો જોયા પછી
મારા મૌન રહેવાની કળા મને
સમજાતી નથી,
ઉડું છું હું મારા મનના ખુલ્લા આસમાનમાં
આ વાસ્તવિકતાની દુનિયા હવે
મને ગમતી નથી,
અનુભવવા તો માત્ર એક જ એહસાસ
પણ છે પૂરતો
સ્વાર્થના સંબંધોમાં સમય વિતાવવો
જરૂરી નથી,
સ્વયંના અસ્તિત્વ પર ટકી રહું બાકી
ત્યાં પહોંચ્યા જેવી મંઝિલ
બીજી કોઇ નથી..
- ચૈતાલી કાપડિયા

Read More