The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નદી બનીને ખળખળ વહેવું છે મારે ને, અનંત દરિયાની ખારાશમાં ભળવું છે મારે. ભીની વરાળ બની નભે ચડવું છે મારે ને, કાળી ડીબાંગ વાદળી બની સુર્યને ઢાંકવો છે મારે. વીજળી બની જોરશોરથી કડકવું છે મારે ને, આખા આકાશને નગારા સમું ધ્રુજાવવું છે મારે. ટહુકતી ઢેલ બની મેઘને આવકારવો છે મારે ને, હર્ષઘેલી ઢેલડીની જેમ થનગનવુ છે મારે. ટીપું બની વાદળીથી વિસર્જિત થવું છે મારે ને, ધરા પર પડી એને લીલવણી કરવી છે મારે. તપીને તરડાયેલી પૃથ્વીની તિરાડોને જળમગ્ન કરવી છે મારે, વર્ષાનું અમૃતથી બની એને તરબોળ કરવી છે મારે. માટી સાથે મળી સુવાસ બની વાતને મહેકાવવું છે મારે, ઠંડી હવા બની મેઘમાં મહાલનારને થીજવવા છે મારે… મેઘધનુષ્યનાં રંગો બની આભને લીપવું છે મારે ને, સુસવાટો પવન બની પર્ણપુષ્પોને જુમાવવા છે મારે… બે ઘડી ભૂલીને સઘળું, પ્રકૃતિમાં ભળવું છે મારે, કંઈક આવી જ રીતે પ્રકૃતિથી સામંજસ્ય સાધવું છે મારે...
"મહાપર્વ દીપાવલીનું મહાત્મ્ય", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક
लब्जो में महफूज रखता हु वो जो जुबा से कह नही पाता, पन्ने पर स्याही से उड़ेल देता हु वो जो दिल में रख नहीं पाता।
ये सबा ,बारिश की बूंदे न जाने क्या एहसास लाती हैं, जब भी छूती हैं मुजे, बदल कर चली जाती हैं। वो एहसास सबसे सुहाने हैं ,जो शब्दों से भी बयान न हो, जी भर के उसे ऐसे जिओ की ,नाम देने की उलजन न हो।
જીવનરસ માણસ એક વિચિત્ર પ્રાણી છે, એની આદતો, વ્યવહાર, અને બીજા લોકો અને પ્રાણીઓ પર ભરોસો ના કરવાની વૃત્તિ વિસ્મય પમાડે એવી છે. કહેવાય છે માણસ બીજા પ્રાણીઓ કરતા થોડો વધુ ભાગ્યશાળી છે કેમકે એને બુદ્ધિ મળી છે ,એને એ સમજ મળી છે જેનાથી એ સાચા અને ખોટા માં ભેદ કરી જાણે છતાં એ કોઈક ને કોઈક કારણસર દુઃખી થવાના રસ્તા શોધી કાઢે છે.એને બીજા પશુ પક્ષીઓ ને જોઈએ થાય કે વાહ આમને તો સારું કશી ઉપાધિ નહીં. મને એ જોઈને આશ્ચર્ય થાય કે ઘણા લોકો ના જીવનમાં મોટાભાગની બાબતો બરાબર હોય છતાં તેઓ પરાણે પરેશાનીઓને ખોદી કાઢીને દુઃખી થતાં રહે. આપણે બધા જાણીએ છીએ કે જીવન ક્ષણભંગુર છે, છતાં એને ખૂબ સસ્તું માનીને વેડફતા કેમ હોઈએ છીએ? શ્રી કૃષ્ણ પાસેથી જીવન કેમ જીવવું એ શીખવા જેવું છે, તમે જુઓ તો કૃષ્ણ જીવનરસ થી છલોછલ છે, જીવનનાં કોઈ ક્ષણ ને ક્યારેય એમણે નહી માણ્યું હોય એવું એમનાં જીવનમાં નહીં દેખાય આપણ ને. કૃષ્ણની લીલાઓને બાદ કરીયે તો પણ પૃથ્વી લોક પર અવતરીને મનુષ્યની માફક ,મનુષ્ય હોવાની સીમાઓને જાણીને પણ એમણે સારું,નરસું બધું કેટલી સહજતાથી સ્વીકાર કર્યું. હું માનું છું કે કલા તમારી અંદરના જીવનરસ ને ઉજાગર કરે છે. કલાથી જેટલા નજીક,જીવનથી એટલા નજીક થઈ શકાય. જીવનરસ મા જીવનથી નજીક લઇ જનાર બધા જ રસ શામિલ છે, જેટલા માણી શકો એટલા ઓછા.ક્યારેક આપના અતિચલિત મન ને આરામ આપી વહેલી સવાર ની શાંતિ ને ખલેલ પહોંચાડીને ને પણ શાંત રાખતા પક્ષીઓને સાંભળ્યા છે? સૂર્ય ને આખા આકાશમાં લાલિમા પ્રસરાવીને દેતા કૂણાં તડકામાં રહેલ હૂંફ ને માણી ખરી?નાના બાળકની ઝીણવટભરી નજરે એને જોયેલ દ્રશ્યનુ એમની કાલીવાલી ભાષામાં વર્ણન સાંભળ્યું ખરું? ક્યારેક ક્ષોભ ના રાખીને મન ખોલીને નાચ્યું કે ગાયું ખરું? કોઈને બતાવવા નહીં પણ જાત સાથે મળવા, ઈશ્વરને મળવા. ખળખળ વહેતી નદીના કિનારે બેસી એના વહેણનાં અવાજને આખો બંદ કરી મન નાં અવજોથી થોડી વાર ધ્યાન હટાવીને સાંભળ્યો ખરો? પ્રકૃતિ ની નીરવતામાં ગજબનો જાદુ હોય છે.ક્યારેક વરસાદમાં બીમાર થવાના ભય કે કિચડની અરુચીને નેવે મૂકી પેલા મેઘના બુંદોનો સ્પર્શ ઝીલ્યો છે? , ભીની માટીની સુગંધ, સુસવાટા મારતો પવન ને નવજીવન પામતી પુરી સૃષ્ટી ને આંખોમાં બે ઘડી સમાવી છે ક્યારેય? માત્ર ભૂખ લાગી છે એટલે જ નહીં પણ ભોજન ના બધા સ્વાદને લેતા , તૃપ્ત થઈને જમ્યુ છે ક્યારેય? કોઈ પ્રેમથી તમારા માટે જમવાનું બનાવે એના દિલથી વખાણ કરી એના ચહેરા પર આવતી મુસ્કાનને ક્યારેય પ્રત્યક્ષ જોઈ છે? કોઈની આંખોમાં આપણા માટેની ભાવનાઓને માત્ર આંખોથી સમજી હૃદયમાં થતી હલચલ અનુભવી છે ક્યારેય? કોઈકે સાચું કહ્યું છે ,દુનિયાનાં શ્રેષ્ઠતમ અનુભવો એટલા તો શ્રેષ્ઠ હોય છે કે એમને શબ્દોમાં વર્ણવી નથી શકાતા, માત્ર જીવી શકાય છે...to be continue...
માતૃત્વ ની જાંખી કહેવાય છે કે કોઈપણ સ્ત્રી એની ઉંમર પ્રમાણે વર્તે, જંખના કરે જેમ યુવાન સ્ત્રી પ્રેમ કરે અને યુવાની ની એક સીમા ને વટાવેલ સ્ત્રીને માં જેવી મમતા આવે કે બાળક વધુ વહાલા લાગવા લાગે. જો કે આ બધી કલ્પના ત્યાં સુધી એટલી યથાર્થ ના કહેવાય જ્યાં સુધી બાળક ને જન્મ આપી એ સ્ત્રી એને પહેલી વાર જુએ,પહેલી વાર ગોદ માં ઉઠાવે, પહેલી વાર એના બાળક ને સ્પર્શે, પહેલી વાર બાળક એની માં સામે જુએ. આ બધા અહેસાસ અદભુત છે અને સ્ત્રી ખૂબ ભાગ્યશાળી કહેવાય કે એને માતૃત્વ નું વરદાન મળેલ છે.એક દિવસ એક બહેને મને કહ્યું કે એમને એક અદભુત સ્વપ્ન આવેલ,જેમાં એમણે ત્રણ બાળકો ને જન્મ આપેલ, બે જોડીયા છોકરા અને એક છોકરી.વાહ ,કેટલું અઘરું, મુશ્કેલ અને પીડા આપનારું કામ આટલું સુંદર ફળ, અનુભવ, અહેસાસ ,મમતા આપે એ વિરોધાભાસ જાણવા અને માણવા જેવો ખરો.એમના સ્વપ્ન ને એ જેટલી ઉત્સાહ થી કહેતા હતા એ જોઈને મને લાગ્યું કે સાચે એમને માતૃત્વ ની જાંખી થઈ હશે.એમનું કહેવું હતું કે આટલો સુખદ અનુભવ એમને જીવનમાં પહેલા ક્યારેય નહીં થયો હોય જાગ્રત અવસ્થા માં પણ જે એ સ્વપ્ન માં થયેલ, તેઓની નિંદ્રા તૂટી છતાં એમને સ્વપ્ન લંબાવવા ફરી સુઈ જવાની ચેષ્ઠા કરી અને સ્વપ્ન આગળ વધ્યું પણ ખરું. આ વિચિત્ર ઈચ્છા ઘણા લોકોને થતી હોય છે,પોતે જ્યારે કોઈ મનગમતું સ્વપ્ન જોતા હોય અને નીંદર ખુલી જાય તો પણ ફરી સુઈ જાય જેથી ફરી એ સપનું આગળ વધે અને એવું થાય પણ છે. ખરેખર તો લોકોને સુખ થી, કે સુખની કલ્પના કે અનુભૂતિઓ થી અજીબ લગાવ હોઈ છે અને દુઃખ કે સંતાપ થી લોકો હંમેશા દૂર ભાગવા માંગતા હોય, ખેર આપણે વાત કરતા હતા એ બહેનનાં સ્વપ્ન ની. તેઓએ પછી કહ્યું કે બે ટ્વીન બાળકો ને જન્મ આપ્યા પછી એમ થયું કે હવે એમને બેબી ગર્લ આવે તો સારું અને ટ્વીન બાળકો વધુ મુશ્કેલી વગર જન્મ્યા પણ 3 જુ બાળક ખૂબ ચિંતા, મુશ્કેલી અને પીડા પછી જન્મ્યું. એ બાળકી હતી. સપનામાં એમને બાળકી ની મનોકામના કરી અને એ પુરી પણ થઈ. શુ આપણું મન આપણી અંદર રહેલી ઊંડી ઊંડી ઇચ્છઓને સપના માં પુરી કરતું જ હશે? મનોવિજ્ઞાન તો કહે છે કે આપણું અનકોન્શિયસ માઈન્ડ આપણને ઊંડેથી ખોળીને ને આપણી ઈચ્છાઓને સપનામાં બહાર લાવે છે. એ બહેને ફરી કહ્યું કે એ પોતે ત્રણ બાળકો ને એકસાથે સાંભળવામાં અસહજતા અનુભવતા હતા અને ક્યારેક એમ પણ વિચારતા હતા કે એ ત્રણ માંથી કોઈને અન્યાય તો નથી કરી બેસતાને? છતાં એ ખૂબ આનંદથી આ બધા નવા અનુભવોને માણતાં હતા.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser