Quotes by Bharat Ahir in Bitesapp read free

Bharat Ahir

Bharat Ahir

@bkahir5804gmail.com4953


ગુચવાડા

દોરી ના ગુચવાડા જેવી રીતે ગુચવાયા તેમ
સંબંધો ના ગુચવાડા પણ ગુચાઈ ગયાં
ખરાબ દોરી વાળી પતંગો જેવી રીતે કપાઈ ગઈ
સંબંધો પણ ખરાબ આશયવાળા કપાઈ ગયાં
સારી દોરી અને પતંગ નો જેમ સાથ રહ્યો તેમ
વિશ્ર્વાસવાળા સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે
એકબીજા ની કાપા કાપ ની ભાવના ને ભૂલીને
સંબંધો ની સાચી ભાવના સમજી ને ટકાવી રાખજો
દોરી તૂટી જાય તો ગાંઠ મારીને જોડી રખાય તેમ
સંબંધો માં પણ કાંઈ પણ ગાંઠ ન પડે તે ધ્યાન રાખવું
દોરી ના ગુચવાડા શાંતિ થી ઉકેલો તો ઉકલી જાય
તેમ ગુચવાયલા સંબંધો ટકાવી રાખવા ધીરજ રાખવી

Read More

ગઝલ


સખ્ત રેત જેવી તારી આ શક્યતાઓ
મૃગજળ જેવી તારી આ લાગણીઓ

પરિકલ્પનાઓ ની ક્ષણ ધડીક ભાવનાઓ
સ્વચ્છ નિમૅળતા વારા તમારા વિચારઓ

અભિવ્યક્તિ ની આશાઓની ઉંડાણો
કાયમ યાદ અપાવતી તારી શક્યતાઓ

નથી તું ખબર મુજને છતાં દેખતા સ્વપ્નાઓ
ભ્રમિત કરતી મુજને તવ મીઠી ભાવનાઓ

હકીકત ની મુજને ખબર ત્યારે પડી જ્યારે
પલકો ખોલી મુજની તવ યાદો મહી ત્યારે

સખ્ત રેત જેવી તારી આ શક્યતાઓ
મૃગજળ જેવી તારી આ લાગણીઓ

🌺 જય શ્રી કૃષ્ણ 🌺
🌹જય મુરલીધર 🌹

Read More

ઘર *સળગે* તો વીમો લેવાય
*સપના* સળગે તો શું કરવુ?

આભ વરસે તો *છત્રી* લેવાય
*આંખો* વરસે તો શું કરવુ?

સિંહ *ગરજે* તો ભાગી જવાય
*અહંકાર* ગરજે તો શું કરવુ?

*કાંટો* ખટકે તો કાઢી લેવાય
કોઇ *વાત* ખટકે તો શું કરવુ?

પીડા છલકે તો *ગોળી* લેવાય
*વેદના* છલકે તો શું કરવુ?

*એક સારો મિત્ર એક દવા જેવો હોય છે...*

🏵🏵🏵🏵🏵🏵🏵

Read More

" આવડત નથી વખાણ સાંભળવાની
ભાવના તો છે પ્રેમાળતા પાથરવાની
વિચારો નથી બીજા નું ખરાબ કેહવાની
સંસ્કાર છે સૌનું સારૂ વિચારવાની"

🌺🌺 જય મુરલીધર 🌺🌺
🌹🌹🌹🌹

Read More

ગઝલ

સાથ આપીને છોડવો ગમે છે
આસું આપીને વળી હસવું ગમે છે

ખુશી ના દ્વાર પર ખીલવુ ગમે છે
વેદના આપીને મેહકવું ગમે છે

લાગણીઓ સાથે ચેડા કરવું ગમે છે
સબંધો ની સાથે કપટ કરવું ગમે છે

મધદરિયે લાવી ડુબાડવુ ગમે છે
વિશ્વાસ મા વાર કરવો ગમે છે

સપના ને હકીકત બનવું ગમે છે
હકીકત ને હક આપવો ગમે છે

જીવન માં જીતવું ગમે છે
હારીને પણ હસવું ગમે છે

સાથ આપીને છોડવો ગમે છે
આસું આપીને વળી હસવું ગમે છે

Read More

નીતિ ની ભીતિ

સારૂ જીવવા માટે સારો વિચાર
સાચા સંબંધો માટે સારૂ આચરણ
જીવન માં સફળતા મેળવવા માટે
કરવો પડે છે સખ્ત કઠિન પરિશ્રમ
બીજાને મદદરૂપ થવા માટે જોઈએ
સારી ભાવના અને સારા સંસ્કાર
આપણી નીતિ મા નાહોય કોઈ ઉણપ
નસીબ આપણું સદા સાથે રેહશે
નીતિ માં જે આવે ભીતિ તો કામ થાય ખરાબ
નીતિ ની ભાવના તન મનથી સારી રાખવી
આપણી નીતિ ની ભાવના સારી હશે તો
બીજો આપણા પર આંધળો વિશ્વાસ મૂકશે
આપણા પર જો કોઈ વિશ્વાસ મૂકે તેજ
જીવન ની સૌથી મોટી સફળતા મળી કહેવાય
માટે કોઈ ના વિશ્રવાસ ને ઠેસ ન પહોંચે એ માટે
અનીતિ ની નહિં પણ નીતિ ની ભાવના રાખવી

🌺🌺

Read More

🙏🚩🌹
*साथ रह कर जो छल करे*
*उससे बड़ा कोई शत्रु*
*नहीं हो सकता*
*और*
*जो हमारे मुंह पर*
*हमारी बुराइयां कड़वी सच्चाई बता दे,*
*उससे बड़ा कोई*
*मित्र हो नहीं सकता ।*
याद रहे,,,,
*साफ-साफ बोलने वाला*
*कड़वा जरुर होता है*
पर धोखेबाज़ गद्दार
*बिल्कुल नहीं हो सकता*

🙏🏼 જય મુરલીધર🙏🏼

jsk

Read More

*🏹ગીતા જયંતીની શુભેચ્છાઓ..💐*

વેદોનો વિશ્વાસ છે ગીતા..
ઋષિઓ કેરી આશ છે ગીતા...

રમતા રમતા જીવન જીવું..
એ કાવ્યનો પ્રાસ છે ગીતા...

નાચે માથે લઇને ઇમરસન..
સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા...

જન્મદિવસ જેનો માણીએ..
ગ્રંથોમાં એક ખાસ છે ગીતા...

ખેતર છે આ જીવન મારું..
ને વાવણીનો ચાસ છે ગીતા..

જીવ જગત ને જગદીશ તણી..
ઓળખ આપતો પાસ છે ગીતા...

છે જવાબ "જગત"ના પ્રશ્નોના ..
*કૃષ્ણ* તણો એ શ્વાસ છે ગીતા...

Read More

* મંઝિલે મંઝિલે *વિસામો* નથી
હોતો ....
સાથે ચાલનારા *હમસફર* નથી હોતા ........
મળે છે લાખો લોકો આ ટૂંકી *જિંદગી* માં .....
પણ તમને ગમતાં દરેક *તમારા* નથી હોતા .....

Read More

*जिनके पास अपने हैं*,
*वो अपनों से झगड़ते हैं*...
*जिनका कोई नहीं अपना*,
*वो अपनों को तरसते हैं*..।
*कल न हम होंगे न गिला होगा।*
*सिर्फ सिमटी हुई यादों का सिललिसा होगा।*
*जो लम्हे हैं चलो हंसकर बिता लें।*
*जाने कल जिंदगी का क्या फैसला होगा।*

Read More