The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
‘સત્યનું સ્થાન આ કળિયુગમાં કળાયું જ નહિ, કારણ શું હશે? એ તો તારણહારને પણ પકડાયું જ નહિ.’ -બિનલ પટેલ
चाँद आज फिर निखर आया है, सुना है ईद भी साथ में लाया है? सभी को ‘ईद मुबारक’। -बिनल पटेल
#શીખો ‘ગણિતની ગણતરી કરતા હું નાનપણમાં શીખી, થોડું અઘરું તો હતું જ એ, ભાઈ સાબ, આ સંબંધોમાં પ્રેમ-સ્નેહ અને પૈસા ના વહીવટ, લાગણીનો વેપાર ને ઉધાર-જમાના હિસાબ, લાગતું નથી કે કોઈ કાળે શીખી શકું.’ -બિનલ પટેલ
રંગ કોઈ બંધ આંખે ફરે ગગન મહીં, કોઈ દેખી અજાણ બની જાય, સોનેરી આ સપનાની સોગાદ, હૂંફના હાલરડાં ને હૈયાની હામ સંગ, ખોલતા ગુલાબની મીઠેરી સુવાસ, મલકાતાં હોઠની મધુર મીઠાશ, સતરંગી રંગોના મિલનની એ વાટ, જિંદગીના એ દરેક અતરંગી રંગોની વાત. -બિનલ પટેલ
#શૂરવીર ‘ક્ષમતા એની સિદ્ધિ હાંસલ કરવાની જરૂર હોય, નીતિ અને સિદ્ધાંતોની નિર્બળતા સંગ, નિર્બળને નીચોવીને વિજયનો શંખનાદ, શું શોભે આ એક ‘શૂરવીર’ને?’ -બિનલ પટેલ
‘શબ્દોની ગોઠવણીની દરેક હરોળ, પોતાના અનુભવ અને વિચારસરણીના, વૈભવથી રચાયેલ હોય, એના ઐશ્વર્યની શું વિસાત!’ -બિનલ પટેલ
#ન્યાય ‘શંખનાદ ફૂંકી શું રણસંગ્રામ કરવો! અધર્મ અને અહિંસાની અંધેરી નગરીમાં, ‘ન્યાય’ની નિયતિના લેખ કોણ લખશે? ‘સમય’ મહા બલવાન, ‘કર્મ’ જ અંકાશે.’ -બિનલ પટેલ
#પાગલ ‘પ્રભુ ભક્તિમાં લિન રાધા-મીરા કે શબરી, પ્રેમની પ્રતિમા સમા પ્રભુને લડી લડી પાય લાગે, અતૂટ શ્રદ્ધા ને વિશ્વાસ સંગ બસ એ જીવન વિતાવે, શું એ અવિરત વિચરતા અને વહેતા પ્રેમને, શંકાની નજરે જોતા આ આધુનિક માનવીને, ‘પાગલ’ કેહવો કે પછી પ્રેમ કરનાર એ પવિત્ર આત્માને?’ -બિનલ પટેલ
#પરિચય ‘સલાહ આપતા એ દરેક સાથીઓના સાથની જયારે જરૂર પડે ત્યારે તેમને સમયની કટોકટીનું બહાનું બનાવતાં જોયા હોય ને ત્યારે સાચી ઓળખાણ અને ‘પરિચય’નો આભાસ થાય એ વાતમાં માલ ખરો ને?’ - બિનલ પટેલ
#શિકાર સિંહણ ‘કાળઝાળ ગરમીમાં ગામની ગલીઓમાં પાણી ભરી આવતી એ ચૌદ વર્ષની ચકોર કન્યા, સૌંદર્યનો શણગાર એટલે કુદરતે દીધેલ ડીલ, ચહેરા પર પડતો ધગધગતો તડકો ને એમાં નિહરતો પરસેવો, એક કાળા તલની તે શોભા અપાર ને ચાલ સિંહણ સમી, સામે ચડી આવ્યો ઘોડેઅસવાર, વળીવળી જુએ ઓલી નવલીનાર, હાલ સાથ છોરી, તારે રેહવું મારે દરબાર, સૂના તે રસ્તે થયો એ ‘શિકાર’, ચકોર કન્યાની એ કેવી વાત! બેહાલ એ ઘોડેઅસવારને જોઈ, કરે સહુ હાહાકાર.’ -બિનલ પટેલ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser