Quotes by Bindiya in Bitesapp read free

Bindiya

Bindiya

@bindiajani194gmailco


"જો વાંચી શકો તો
ચહેરો છે
એક
પુસ્તક મારા પ્રેમનું "



બિંદિયા




જીંદગી એક પ્રેમભર્યુ ગીત છે
તેની સામે ઝઝૂમવું મારી રીત છે
ક્યાંક હાર છે તો ક્યાંક જીત છે
તારી હારમાં પણ મારી જીત છે
તારા અધર પર મધૂર સ્મિત છે
એ જ તો આપણા પ્રેમની જીત છે

Read More

'એક ડાળના ફૂલ'

અમે તો છીએ એક જ ડાળના ફૂલ,
તમે કેવી રીતે આંકશો અમારા મૂલ.

ભાઈલો મારો રહે વંશવેલાનું નૂર,
બેની તો છે વંશવેલાનું કોહિનૂર.

લીલીછમ લાગણીનું ઉમટે છે પૂર,
ભાઈબહેન તો એક જ ડાળના ફૂલ.

જીવન બાગમાં છે અનોખા ફૂલ,
સીંચાઈ છે સ્નેહધારા ભરપૂર.

ભાઈબહેનના અમુલ્ય છે મૂલ
અમે તો છીએ એક જ ડાળના ફૂલ


બિંદિયા (તેજબિંદુ)

Read More

ચાલને, આપણે સમયને ડાઉનલોડ કરી લઈએ,
ને પછી "સમય નથી"ની ચિંતાથી દૂર થઈ જઈએ.


બિંદિયા જાની (તેજબિંદુ)
માધાપર - ભુજ

Read More

હૈયે પ્રીતના વાવેતર થયા લાગે છે
એકમેકનો સંગાથ ગમતો લાગે છે
એટલે જ નજરમાં શરમ લાગે છે
જવાની હોય તો બધું રંગીન લાગે છે


બિંદિયા જાની 'તેજબિંદુ'
માધાપર - ભુજ

Read More

જીંદગી


અપેક્ષાઓની ભરમારમા જીવાય છે જીંદગી
ને અધૂરા અરમાનમાં વેડફાઈ છે જીંદગી
અરમાન પુરા કરવાની હોડમાં જીવાય છે જીંદગી
ને પછી યંત્રવત્ બની જાય છે જીંદગી.


બિંદિયા જાની 'તેજબિંદુ'
માધાપર - ભુજ

Read More

"જીવાય ગઈ"

આંખ ખુલી ને બીડાઈ ગઈ,
ને સ્વપ્ન વત જિંદગી જીવાય ગઈ.

અમે ખોવાયા હતા વિચારોમાં ને,
આખે આખી જિંદગી વંચાઈ ગઈ.

અમે સંસ્મરણો વાગોળ્યા કર્યા ને,
ને તેમની દુનિયા બદલાઈ ગઈ.

આપ એમ નહીં કહી શકો કે,
નાદાનિયતમાં જિંદગી જીવાય ગઈ.

સત્ય છે આ જિંદગીનું એવું કહેવામાં,
અમારી આખી જિંદગી ખરચાઈ ગઈ.

જિંદગીના આ ચડાવ ઉતાર માં જ
અમારી રહી સહી જિંદગી જીવાય ગઈ.



બિંદિયા જાની (તેજબિંદુ)

Read More

હ્રદયના તાર

ઝણઝણે

ત્યારે

સંબંધ પોતીકો બને

ઋણાનુબંધ હોય તો જ મળે આ મિત્રતાના સંબંધો,
અલૌકિક અને અતૂટ હોય છે આ મિત્રતાના સંબંધો.

પૂર્વ જન્મની અધૂરી મૂલાકાત હોય છે આ સંબંધો,
વેદના સંવેદના સાચવે છે આ મિત્રતાના સંબંધો.

ભવોભવના બંધને બંધાઈને આવે છે આ સંબંધો,
જીવનપથ ઉજાળનાર છે આ મિત્રતાના સંબંધો.

અકબંધ સંસ્મરણોના સાથી હોય છે આ સંબંધો,
જીવનને સમૃદ્ધ બનાવે છે આ મિત્રતાના સંબંધો.

પરમ સમીપે લઈ જનાર હોય છે આ સંબંધો,
સ્નેહાળ ને વંદનીય હોય છે આ મિત્રતાના સંબંધો.




બિંદિયા જાની (તેજબિંદુ)

Read More

હાસ્યની છોળો
ઉડાવતો જોકર
સુખ દુઃખને
એક ત્રાજવે તોલે
મુખવટો પહેરીને



બિંદિયા જાની
તેજબિંદુ