Quotes by Bhumika Vyas in Bitesapp read free

Bhumika Vyas

Bhumika Vyas

@bhumikavyas1360


કચ્છ માં *બળદિયા* ગામ છે.
ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*બળદિયા* ઊતરો...
બધા " બળદિયાના " ઉતરી જાય,
😂😂
તુલસીશ્યામથી ધારી જતા રસ્તામાં આવે છે 'દોઢી' નેસડો. ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*'હાલો... દોઢીના હોય ઈ ઉતરી જાય..*
અને ત્યાં ઉતરવા વાળા પણ પ્રેમથી હસતા હસતા બસમાંથી ઉતરી જાય...
😂😂
જુનાગઢ ની બાજુ મા
*ભૂતડી* ગામ છે, ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*"ભૂતડી" ના હોય ઇ ઉત્તરી જાય...*
😂😂
પોરબંદર ની બાજુ મા હર્ષદગામ ની બાજુ મા
*ગાંગડીનુ પાટીયુ* ગામ છે.
ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે છે...

*હાલો "ગાંગડીના"હોય ઇ ઉત્તરો*
એટલે મુસાફર હસતા - હસતા ઉત્તરી જાય
😂😂
આ છે ગુજરાતી ભાષા ની મજા.

Read More

ઘંટીએ અનાજ દળાવા આપીને પછી ઘણી બહેનો પોતાનું નામ લખાવે અથવા ડબ્બા પર પોતાના પતિનું નામ લખાવે.

પછી ઘંટીવાળો ભાઈ વિગત આમ લખે:

રમેશભાઈ ઝીણો
સુરેશભાઈ જાડો
ગીતાબેન ફાડિયા
મનોજ ભાઈ ઢોકળા
સુનિતા ભાખરી
રાજુ ભાઈ લાડવા
મીનલ લાપસી
કલ્યાણી કરકરી
😆😆😆

Read More

સમયે - સમયે જ બધું મળે છે,
પરંતુ સમય પહેલા જ બધું મેળવી લેવાની
ઈચ્છા જ દુઃખનું કારણ બને છે.

હે આગ !

તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા બિલ્ડરોની લાલચને કે જેવો એક એક સ્ક્વેર ફૂટ માટે વેચી નાખે છે પોતાના ઝમીરને.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ ભ્રષ્ટાચારને કે જેના કારણે બંધાયા જ કરે છે આવા અસંખ્ય લાક્ષાગૃહો.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ સંચાલકોના લોભને કે જેઓ સરસ્વતીને વેચવા માટે કોઈ પણ જગ્યાએ ખોલી નાખે છે પોતાની ફેક્ટરીઓ.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા મા બાપોની ઘેલછાને કે જેઓ જાણે-અજાણ્યે જ પોતાના સપનાઓને હોમી દે છે હરીફાઈ ની હોડમાં.

હે આગ ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય સળગાવી નાખ એ સત્તાધીશોની ઊંઘ ને કે જેઓ સંવેદનાના બે શબ્દો બોલીને પાછા સરી પડે છે સત્તાના ઘેનમાં.

હે આગ !
સાચું કહેજે તને પણ પરસેવો વળી ગયો હતો ને ? *રમવામાં* મશગુલ થયેલા એ માસૂમોને તારી લપેટમાં લેતા પહેલાં ?

હે આગ !
શું ક્યારેક તું ન બદલાવી શકે ? તારા આ સળગાવી નાખવાના સ્વભાવને ?
#રાજકોટ_આગની_ઘટના
#ગેમઝોન_આગ 🙏🏻
ભગવાન સદગતના આત્મા ને શાંતિ આપે. ઓમ શાંતિ💐 🙏

Read More

*હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાના શોખીન હતા. ખુબ ચા પીએ.*

*કોઈએ તેમને એક વાર કહ્યું : "જ્યોતીન્દ્રભાઈ, ચા તો ધીમું ઝેર છે."*

*જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો, "તે આપણને ક્યાં ઉતાવળ છે!"*

😆😆😆
_*ચા ના શોખીન મિત્રો ને સમર્પિત .*_
*Happy International Tea Day*

Read More

ધોરણ 12 ભણ્યાં હોય તેનું પરિણામ આજે 9 મે ના રોજ આવ્યું છે,

ધોરણ 10 મું ભણતા હોય તેનું પરિમાણ 11 મે ના રોજ આવશે...

અને...


જે નિહાળે (સ્કૂલે) જ નથી ગયા એના પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.. 🤣🤣

Read More