Quotes by Bhrantiba Vadher in Bitesapp read free

Bhrantiba Vadher

Bhrantiba Vadher

@bhrantibavadher6554


આ જ દ્રશ્ય કેટલું સરસ લાગત નહિ જો આ વાયરો ના હોત તો...!!
પણ આ કહેવાનો હક આપણને નથી કારણકે આ કુદરતની સહુલિયત માટે નથી. આ આપણા દ્વારા,આપણાં માટે અને આપણે જ લગાડેલા દોરડા છે.અને હવે આપણે એનુ અસ્તીત્વ સ્વીકારવું જ રહ્યું.એની જરૂરીયાની અનિવાર્યતા નાબૂદ કરી શકાય તો જ આ દ્રશ્યોમાંથી કાઢી શકાશે. ક્રોપ કરી શકાય ફોનમાં આંખોમાં નહિ☺️-ભ્રાંતિબા

Read More

મને છળી ને હું જઈશ ક્યાં ?
તને ખોટો કળીને હું જઈશ ક્યાં ?

તું,હું અને દોસ્તી...બસ નહીં ?
આપણા વચ્ચે અભિમાન લાવીને તું જઈશ ક્યાં ?

નિર્ભયતા, પોતાપણું અને સલામતી
તારા અલીગનથી છૂટી ને હું જઈશ ક્યાં ?

તને ના હોઈ પરવાહ કોઈની, ના સહી.
પણ જેને તારી છે એનો સંગાથ છોડીને દોસ્ત તું જઈશ ક્યાં ?

વિચારવું,વિનવવું અને અપનાવી લેવું
આ સંબધના પાયારૂપ મૂલ્યો તોડી તું જઈશ કયા ?
-ભ્રાંતિબા

Read More

દોડાવ્યા કરે છે શહેર મને... ગામડાનો હાથ છૂટ્યા બાદ,
ઘણું બધું છૂટી ગયું ત્યાં ને ત્યા
ગામડાનો હાથ છૂટ્યા બાદ...

હજુ પણ મને બોલાવ્યા કરે છે ઘર, ફળિયું,પાણીઆરુ ને સરકારી નિશાળ,
બાળ જીવન મારું છૂટી ગયું છે
ગામડાનો હાથ છૂટ્યા બાદ...

હું જીવું છું ખાબોચિયા રૂપી રોજ બરોજ
મારા પાણીની રેલમછેલમ છૂટી ગયું છે
ગામડાનો હાથ છોડ્યા બાદ...

બાળકોને પ્લાસ્ટિકના રમકડાં,પોસ્ટર અને ટેલિવિઝન માં દેખાડું છું હું ગાયુંના ધણ,
દૂધ,છાશ ને દહીંની દોણીયુ છૂટી ગયું છે
ગામડાનો હાથ છૂટયા બાદ
-ભ્રાંતિબા વાઢેર

pic-dk_hadwani

Read More

નવું છે આ સ્થાન તો ચાલ લાગણીઓ પ્રસરાવીએ
સાચવીએ કશું અને કશું એવું કે જે પ્રસરવીએ
-જીવ