Quotes by A K in Bitesapp read free

A K

A K Matrubharti Verified

@bapu9121
(9.9k)

ના અક્ષર નો અહેસાસ શોધે છે,
શાયર બનવા લોકો ખાલી પ્રાસ શોધે છે 

તૂટેલા દિલને કે તૂટેલા અરીસાને પૂછો, 
એક “કાશ” ને તો એક “કાચ” ને  શોધે છે 

જીવતા જ છીએ એની જાણ કરો, 
અજાણ્યા અમારી મરેલી લાશ શોધે છે 

પહેલા બાળીને બધા વૃક્ષો,
માણસ હવે શુદ્ધ શ્વાસ શોધે છે 

એકાંત જ આવી ગયું માફક, 
AK ના તો હવે સાથ કે સહવાસ શોધે છે  

-Ashvin Kalsariya

Read More

નિહાળી ના શકાય દુરબીન રાખવાથીય,
સાચો ચહેરો થોડો દેખાય નજર નાખવાથીય,
સુંગધ જેટલી અનુભાવય સાચી જ નથી હોતી,
ઉકરડા પણ મહેકે છે અતર છાંટવાથી....

-AK

Read More

જળ નું રણ ને મળવું ખૂબ અઘરું હોય છે,
ઉદાસ સાંજ નું ઢળવું ખૂબ અઘરું હોય છે

મુરઝાયેલા ફૂલ ને દદે વિશે પૂછયું,
ખીલ્યા પછી ખરવું ખૂબ અઘરું હોય છે

ગૂગંણામણ ના ભાર થી શ્વાસ રૂંધાવા લાગે છે,
પલકો ભીંજાવ્યા વીના રડવું ખૂબ અઘરું હોય છે

શાંતરાત્રિ, ચિક્કાર સન્નાટા, ઘડિયાળ ની ટકટકટક,
શૂન્યતા ની ખીણમાં સબડવું ખૂબ અઘરું હોય છે

વિચાર્યું હતું વેદના મારી ગઝલ થકી દુનિયા ને કહીશ,
વ્યથા ઉપર પણ “વાહ વાહ” સાંભળવું ખૂબ અઘરું
હોય

-AK

Read More

ગમતું અણગમતું કરવું પડે છે અને અણગમતું ગમતું કરવું પડે છે,
હરદમ હાસ્ય જ થોડું રહી જાય હોઠો પર કયારેક આંસુને પણ રમતું કરવું પડે છે

-Ashvin Kalsariya

Read More

રિસાય ને બેઠા છે કહે છે મુલાકાત નથી કરવી ,
આ તો કેવું,
વાત તો કરવી છે પણ શરૂઆત નથી કરવી

ઝેર જેવી જીંદગીમાં અમૃત જેવી આશા,
દુઃખમાં દોડી આવે “હર હર” હમેશાં

ભૂતકાળમાં ગવાયેલા ને વર્તમાનમાં વાગોળાતો વેદ છું,
લીપીમાં ઉકેલાણો ને ભાષામાં વંચાતો પાષણ પરનો લેખ છું,
વિવાદ, વખાણ, વાતો ને વિચારોમાં રહેતો સતત
શરાફત અને બદનામી વચ્ચેથી નીકળતા મર્મનો ભેદ છું

Read More

આંગળીઓના ટેરવાથી અક્ષરો રમતાં કર્યો,
અમે ફૂલોની લાલચમાં કાંટાઓને પણ ગમતાં કર્યો