Quotes by Balkrishna Sapariya in Bitesapp read free

Balkrishna Sapariya

Balkrishna Sapariya

@balkrishna1997


પ્રેમની પગથારે

ગયો હું કોલેજ સાવજ કેરો, બની પ્રથમ દિન,
નજર મારી પડી એકાએક , હું થયો તલ્લીન;
બધુ કોલાહલ થયું શાંત, વિશ્વ થયું ગમગીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.

હિંમત જુટાવી કરી વાત, પછી એક દિન,
મિત્રો મને જોઈ ગયા, કર્યો ક્રિએટ સીન;
કરવા ગયા'તા માત્ર કલેવો,મને સમજ્યા રંગીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.

સમય જતાં બની એ, મારા હૈયાની ડીન,
યારોએ ફુલેકે ચડાવ્યો, નથી લાગણી હીન;
ધીરે વાતચીત વધતી ગઈ, બન્યો એનો જીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.

સંગ હોવ ત્યારે સમજુ, પોતાને Bruce Wayne,
યારો કહે થયું ઘણું, પૂછ હવે Mr. Keen;
લાગે છે મને હવે, જગત આખું રંગીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.

કરી સાહસ નું નિરૂપણ, ફૂંકી દીધું બીન,
નકાર આવ્યો'તો બનીશ, પ્રગાઢ શાંતિમાં લીન;
હકાર આવ્યો'તો થઈશ, પ્રથમ પ્રયત્ને વીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.


#Kavyotsav2
#કાવ્યોત્સવ૨

Read More

"પુરુષની વ્યથા", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read unlimited stories, poems, articles in Indian languages for FREE!

પ્રકૃતિ પણ આજે
નવાં રંગો ખીલવતી જાય છે;
ભર શિયાળે માવઠાં આવી જાય છે,

ખબર નહિ પણ
ચૂંટણી ટાણે નેતાઓ ક્યાંથી આવી જાય છે?
ખોટા વાયદાઓથી લોકોને છેતરી જાય છે,

આ કળિયુગમાં આજે
સ્વાર્થી સંબંધો રચાતા જાય છે;
અને નિઃસ્વાર્થ ભૂલાતા જાય છે,

દોસ્તોનું પણ એવું જ છે
નવા દોસ્તો મળતા જાય છે;
' ને જૂના ભૂલાતા જાય છે,

પરિવર્તન સમજીને
મૂળ સંસ્કૃતિ ભૂલાતી જાય છે;
' ને પાશ્ચાત્ય નું આંધળું અનુકરણ થાય છે.
- bK97

Read More

શબ્દોની શ્રદ્ધાંજલિ

For those singles who want to be mingled soon...

keep boosted...


કોણે કીધું સન્યાસી છે,
હું કહું છું, આ એક હાર છે,
"કિશન" આ ગોપીઓ,
સૌ સારી નાર છે;
બસ હવે સિગ્નલ મળે,
એટલી જ તો વાર છે,
કારણ કે મુરતિયો, હવે તૈયાર છે.

Read More

જિંદગી છે દોસ્ત,પણ જિંદગીની પરિભાષા બદલાઈ ગઈ,
તારા આવ્યા પછી, આ મનમાં ઉમંગ છવાઈ ગઈ,
તારા તેજપુંજને જોઈ, કેટલીયે બાળાઓ ઘવાઈ ગઈ,
સ્વર્ગમાં પણ કહીશ કે,તારી સાથે જીવનગાથા ગવાઈગઈ
-bk97

Read More

દોસ્તી કે નામ-

રહીએ એકબીજાના પૂરક, અડચણોની થાય કાપણી,
સંબંધ માં ક્યારેક મધુરતા તો, ક્યારેક સર્જાય તાપણી,
આપના મહાન કર્મોની થાય ઈતિહાસ માં છાપણી,
માપતા મોલ મળે નહિ, એવી દોસ્તી રહે આપણી.
~bK

Read More

"અગાધનો અણસાર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

ખબર નથી,
છે શું આ પળોજણ;
આપ આવ્યાની!!!

- "બાલુ"