Quotes by Ashish Parmar in Bitesapp read free

Ashish Parmar

Ashish Parmar

@ashishparmar5876
(68)

કોઈક પ્રત્યે આવેલી લાગણી સારી જ હોય છે ;
તમારી લાગણીઓને કંઈ કેટેગરીમાં સમાવિષ્ટ કરવી તેનો આધાર સામેની વ્યક્તિ પર હોય છે

-Ashish Parmar

Read More

શરતોમાં ક્યારે બાંધી મેં તને ઓ જીંદગી,

આ તો અપેક્ષાઓનો તાંતણો છે,
ક્યારેક તું નહી તો ક્યારેક હું નહી.

-Ashish Parmar

Read More

કેટલો બધો સમય થઈ ગયો નહીં આપણે મળ્યા તેને...!!
લગભગ 4 થી 5 મહિના જેવો સમય જતો રહ્યો...પણ ઘણો ડિસ્ટર્બ હતો ને હજુ પણ છું. આ કોરોના માં ઘણું બધું ઘણા એ ખોયું જેમાં મેં પણ કંઈક ખોયું અને એ પણ મારું અમૂલ્ય રતન.....મારા પપ્પા....

હા , મેં મારા પપ્પા ખોયા 3 મહિના થઈ ગયા ને આજે ચોથા મહિનાની શરૂઆત...સમય ને જતા વાર નથી લાગતી યાદો વિસરાતા યુગ માંગી લે છે...મારી પાસેથી ઈશ્વરે પપ્પા શબ્દ બોલવાનો અધિકાર જ છીનવી લીધો. હજુ કાઈ એટલો પણ હું જીવનમાં આગળ નહોતો ધપી ગયો કે હું મારું જીવન ખુદ ચલાવી શકું. જે મારો ખભો હતો કે મારો આશરો હતો એ જ છીનવાઈ ગયો...હું આપ બધાને મારુ દુઃખ વ્યક્ત કરી રહ્યો છું એ સાચુ પણ એક સલાહ પણ આપવા માંગુ છું કે તમારું કોઈ પણ નજીક નું વ્યક્તિ હોય તેને સાચવજો સમય વિતાવજો બધું ગૂગલ પર નહીં મળતું...આજનો એ સમય ચાલી રહ્યો છે કે આજે સાથે બેસેલી વ્યક્તિ કાલે નથી રહી એવા સમાચાર પણ મળે...મારી તો દુનિયા જ મારા પપ્પા હતા અને પપ્પા શુ હોય છે આપણા બધા માટે એ તમે બધા સમજી શકો છો...તો પ્લીઝ એક જ રિકવેસ્ટ કરું છું કે જેના જીવવાનું કારણ તમે છો કે તમે જેના માટે જીવો છો તેની સાથે સમય વિતાવો બધું ગૂગલ પર નહિ મળે....ક્યારે તસ્વીર માં સમાય ને ભીત પર લટકી જઈશું કોઈ નહિ જાણતું....તમારા માટે જીવે છે અને તમે જેની માટે જીવો છો એને સમય આપજો...

અંતમાં , ન જાણ્યું જનકીનાથે કાલે સવારે શુ થવાનું છે....પણ મારે સૌથી પહેલા માનસિક સ્વસ્થતા કેળવવી પડશે ...હું જલ્દી જ હાજર થઈશ એક નવા લેખ સાથે...ત્યાં સુધી રજા આપશો...પરિવાર સાથે રહો ...જે તમારા માટે જીવે છે એને સમય આપો..🙏
ધન્યવાદ...

Read More

લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા
ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

ના પાડ્યા પછી પણ
પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
" ખવાય જશે " એવું કહે...
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે -
"ચાલને યાર,
એક વાર પાછા 'મળીએ'..."
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિર માં
એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજા
ની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
જીવવા જેવી
લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર
' મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
જીવવા જેવી
લાગે છે..

👉 આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 😅
'સ્મિત' આવી જાય...
ત્યારે મને
મારી જિંદગી
જીવવા જેવી
લાગે છે...

..ચાલ ને જીવી લઈએ
જિંદગી
🌹કારણ...?.?.?.
જિંદગી
જીવવા જેવી જ છે.🌹
🙏🙏🙏

#પ્રેમ
#લાગણી
#સંવેદના

Read More

ઇચ્છાની અક્કડ પણ ગજબની હોય છે..

ત્યાંથી જ નિકળે જ્યાં રસ્તો નથી હોતો..!

-Ashish Parmar

શરીરની જેમ સંબંધોનાં
અંતિમ સંસ્કાર કરવા સહેલાં નથી હોતાં ;

અંગત સંબંધો છેક
અંદર વસીને શ્વસતા હોય છે
હંમેશાં જીવંત હોય છે

-Ashish Parmar

Read More

સંવેદના માપી લીધી છે....
લાગણીઓ આંકી લીધી છે...

વ્યક્તિ વ્યક્તિથી દૂર ચાલતો આજે હું...
બહુવિધ વ્યક્તિત્વની મેં થાપ ખાધી છે...

#પ્રેમ
#લાગણી
#સંવેદના
#બહુવિધ

Read More

મારે આપ બધા પાસે એક સલાહ જોઈએ છે...

સંબંધોના મહત્વની વ્યાખ્યા શુ હોય શકે ??
તેને જાળવવાનાં અથાગ પ્રયત્નો છતાં સંબંધ પૂર્ણતાને આરે હોય તો આગળના પ્રયત્નો કેવા હોવા જોઈએ એ આગળ ના પ્રયત્નો વિશે આપ બધા મંતવ્ય આપો પ્લીઝ 🙏

Read More

હવે તો ફક્ત હસી લઈએ છીએ...

ખુશ રહેતાં હતાં તેનો જમાનો થઈ ગયો..🙃

#પ્રેમ
#લાગણી
#સંવેદના
#ખુશ

અધૂરા પ્રેમની ફક્ત વાત રહી જાય છે ;

રાધા બનો કે મીરા બસ યાદ રહી જાય છે..❣️

#પ્રેમ
#લાગણી
#સંવેદના