Quotes by Arvind Parmar in Bitesapp read free

Arvind Parmar

Arvind Parmar

@arvindparmar8150


સાવ ખાલી રસ્તા, ન કોઈ ભીડ,
ના પુલ પરનો લાં..બો ટ્રાફિકજામ,
ન સતત વાગતો પેલો કર્કશ હોર્ન,
ન લાલ બસ કે ન લિલી-પીળી રીક્ષા,
ન રીક્ષા કે બસની પાછળ ભાગતું કોઈ
ચોતરફ ખાલી શાંતિ ને નર્યો સન્નાટો.
આ ખાલીપો કેટલો અખરતો હશે !
આ શહેરનેય એકલું-એકલું લાગતું હશે !

ચારરસ્તે જામતી પેલી નવરાઓની બેઠક,
'ચા' ની ચુસ્કી સાથે દેશ-વિદેશની વાતો,
બાંકડા પર છેડાતી એ ચર્ચા-દલીલો,
નજીવી બાબતમાં થતી લાંબી તકરારો,
પેલા શાકભાજીવાળાની ક્રિએટિવ બૂમો,
ડુંગળી લાયો... બટાટા લાયો .. ટામેટા લાયો ..
ને પેલાં ભંગારીયાની વિચિત્ર એવી બૂમો,
ભંગારી .... આયો .... ભંગારી ...
આ બધા વગર કેમ દિવસ જતો હશે !
આ શહેરનેય એકલું-એકલું લાગતું હશે !

પેઢીઓની પેઢીઓ બદલાતા જોઈ હશે,
લેંઘા-ઝભ્ભાને જીન્સ-ટીશર્ટ થતા જોયું હશે,
રસ્તાઓની વચ્ચે પુલો બનતા જોયા હશે,
ક્યાંક રમખાણો તો ક્યાંય માનવતા જોઈ હશે,
પણ આ શહેરે કદી આવુ નહીં જોયું હોય,
કે, બે હાથ ખોલી દિલથી આવકાર્યા જેને,
એ 'આવજો' કહેવા પણ નથી રહ્યા એને !
ચાલી ને પોળમાં સાથે જ રાખ્યા જેને,
એ કેટલાક છોડીને ચાલ્યાં ગયાં છે એને !
આ બધાય વગર કેમ કરીને ફાવતું હશે !
આ શહેરનેય એકલું-એકલું લાગતું હશે!
- અરવિંદ

Read More

ન કોઈ ચમત્કાર ન કોઈ પરચા કે ન કોઈ અવતાર
હે ઈશ્વર ! બોલ હવે કઈ રીતે સાબિતી આપીશ!

બધું જ ખતમ થઈ જશે, નવી શરૂઆત થઈ જશે
પછી કહેવા ન લાગતો બધું મારી મરજીથી થયું છે!

હજીયે થોડી શ્રદ્ધા બાકી છે, તું આવ ગમે તે રીતે
માની લઈશું કે સાચે જ તું સર્વવ્યાપી નિરાકાર છે!

જો ન જ આવવાનો હોય, તો પછી સાચું કહી દે,
કે આ સાલો માનવી જ ઈશ્વરનો સર્જનહાર છે!!
- અરવિંદ

Read More

તું 'વર્ક ફ્રોમ હોમ' ડયુટી કરતી કર્મચારિણી
ને હું 'ઓન ડ્યુટી કોરોનાં' નો કર્મચારી પ્રિયે ..
- અરવિંદ

(ઘણા કિસ્સામાં આનાથી ઉલટું પણ ખરું, બન્ને માટે સરખુ સમ્માન)

Read More

#કોરોના_વાઇરસ_પછી_શું ?
હવે જ્યારે બધું સારું થઈ જશે ! (હોપ કે જલ્દી થશે) ભારત કોરોનામુક્ત થઈ જશે! ત્યારે શું? ફરી આપણે એ જ ધર્મ, એ જ જાતિ, એ જ પ્રાંતમાં ફેરવાઈ જઈશું. ફરી દેશમાં એક સળગતો પ્રશ્ન રાજનીતિ ઉભો થશે . ફરી એ જ દેશની અડધી જનતા ક્રિકેટમાં ડૂબી જશે ને અડધી ફિલ્લમમાં ખોવાઈ જશે. અમીરો પાછા પૈસા કમાવવા લાગી જશે ને ગરીબો ઘર ચલાવવામાં લાગી જશે !
બધું એમ જ ચાલવા માંડશે જાણે કશું જ ન થયું હોય! આ દેશની જનતા ન કોઈ સવાલો કરશે ન આ દેશનાં નેતાઓ કોઈ જવાબો આપશે. બધું જેમ ચાલતું આવ્યું છે એમ જ ચાલશે. જનતાનાં પૈસે બેફામ ખોટા ખર્ચા થયા રાખશે, મોટી મોટી મૂર્તિઓ બનવા લાગશે, સારું દેખાડવા બુલેટ ટ્રેન લાવવામાં આવશે, મોંઘેરા વિદેશી મહેમાનોને દેશમાં બોલાવવામાં આવશે, સાહેબો વિમાનોમાં બેસી દુનિયા ભ્રમણ કરવા લાગશે. કશું જ નહીં બદલાય.
પછી ફરી જ્યારે થોડા વર્ષો બાદ કોરોના જેવી કોઈ બીજી મુસીબત આવે ત્યારે ... આ જ રીતે હોસ્પિટલના ફાંફા પડશે! દેશમાં સારી લેબોરેટરીની ખોટ પડશે! સારાં મેડિકલ ઈકવિપમેન્ટ નહીં હોય ! કશું બદલાયું નહીં હોય... કારણ તમે બદલાયા નહીં હોવ. તમે બદલાશો તો કંઈક બદલશે.
એક નાગરિક તરીકે તમે સરકાર પાસે સારી સુવિધા માંગો ... સારી સ્કૂલ, સારું શિક્ષણ માંગો.. સારાં હોસ્પિટલ માંગો... સારાં સંસાધનો માંગો ... સારું ભવિષ્ય માંગો....
આ કોરોનાં જેવી મુસીબતમાંથી કંઈક શીખ લો ... કંઈક પોઝિટિવ વિચારો .. ટાઈમ ઘણો છે આપની પાસે .. ખાલી ઘરે બેઠાં શું કરશો ??
- અરવિંદ

Read More

#Kavyotsav2
શીર્ષક :- તારી આદત