Quotes by Artisoni in Bitesapp read free

Artisoni

Artisoni Matrubharti Verified

@artisoni1209gmail.comarti
(3k)

વિનવશો નહિ હવે
આ પાનખરને,
રવિના તાપ સ્હેમી
શકતા નથી..
ફૂલોને ચાહવાનું
અઘરું કામ કર્યુ,
ને આખર સુધી ટકવા
વાયરાનો માર સ-ત-ત
સહેતી રહી
ધરાનો શણગાર બનવાનો
સંતોષ છે એને..

-આરતીસોની©રુહાના

Read More

https://www.matrubharti.com/novels/9573/koobo-sneh-no-by-artisoni

સ્ત્રી અને સંઘર્ષ એકબીજાના પર્યાય છે. દરેક સ્ત્રીના જીવનમાં નાનો મોટો સંઘર્ષ હોવાનો. દરેક સ્ત્રીનો સંઘર્ષ ઘર સુધી સિમિત થઈ જાય છે પણ અહીંયા કંચનનો સંઘર્ષ ઘરથી લઈને સમાજ સુધીનો છે. એના જીવનમાં મદદરૂપ થવું એજ એક પર્યાય બની ગયું હોય છે. અને એનો આ સંઘર્ષ સઘડીમાં શેકાઈને તપી તપીને એનામાંથી બહાર આવ્યો છે. કેટલી હદ સુધી એક સ્ત્રીને અમુક ઉંમર પછી પણ સંઘર્ષ કરવો પડે છે એનું આલેખન આ વાર્તા માં આત્મસાત કર્યુ છે..
સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

Read More

દોસ્તો મારા
દરિયાવ જેવા
હળવાશ
મહેસૂસ થાય..
બાકી બીજું શું જોઈએ..?
ભીંજાઇ જાય  'તું' ને
હરએક પળ,
બાકી શું રહ્યું..?
અવિરત અહેસાસ
છે વ્હેતો..
હું ભીંજાઉં ને
તું ય ભીંજય..
વર્ષાને લાગી આગ,
કહે બીજું શું..?

  -આરતીસોની© રુહાના

Read More

વરસાદ*

આગાહી વિના ક્યાં આમ વરસે ધોધમાર
માફકસરનું વરસે તો જ ફળશે ધોધમાર

ઉતાવળું ભલેને થાય આંખોમાં ચોમાસું
ઓચિંતું જ અનરાધાર મળશે ધોધમાર

બળવાખોર છે તો શું થયું?બ્હાનું છે એજ!
પડશે એ પગે અનહદ કગરશે ધોધમાર

-આરતીસોની © રુહાના

#બળવાખોર

Read More

પ્રકૃતિ આળસ મરડી બેઠી થઈ વધાવવાને શુભ સવાર🌹❣️💗 -આરતીસોની © રુહાના

❣️બાળપણ❣️

બાળપણ તું
આલેખી ન શકાય એવી ક્ષણ હતી...
બાળપણમાં પતંગ ચગાવવાનો
બહુ શોખ પતંગ ચલાવતાં આવડે નહી.. એટલી સમજ પડે પવન આવે
એવોજ પતંગ પવનના હવાલે
કરી દેતી એટલે જાય છેક
સૂર્યને આંબવા..
પવન ન હોય તો તો ઠુમકા
મારી મારીને થાકી જવાય તોયે
પતંગ અધ્ધર થાય નહી ને
પતંગ ફાટી જાય..
બા પાસે હું પહોંચી જતી..
એક બા જ હતાં, જે કાયમ મને
સાંભળતાં..
હું દોડતી બાને જઈને કહેતી, "બા એ બા જો મારો પતંગ ફાટી ગયો!!"
મારો રડમસ ચ્હેરો ઘડીભર જોઈને બા કહેતી, "અરે મારું દીકરુ એક પતંગ ફાટી જવાથી આટલું બધું ઉદાસ થઈ ગયું.."
જોને પતંગ ચગતો જ નથી.. મને સાંધી દે ને !!"
બા તરત મને કહેતી, "લાય ગુંદર પટ્ટી,
અબસાત સાંધી આપું" ને બા થુંક લગાવી
પટ્ટી મારી દેતાં..

હવે તો નથી પતંગ..
કે નથી એવું ખુલ્લું આકાશ..
કે નથી રખડપટ્ટી..
કે નથી ખેલકુદ..
કે નથી એ માસૂમિયત..
કે નથી મારી બા..
બસ છે ખાલી એ બાળપણની યાદો. .
ઘણું બધું ફાટી ગયું જીવનમાંયે..
પણ એવી ક્યાંય નથી મળતી ગુંદર પટ્ટી..
કે આ જીવનનેય સાંધી શકાય..
કે નથી એ બા..
નથી એ બાળપણ..
બસ અનુભવીના અનુભવો
અનુભવાય, રુહાના.. એવી
ક્ષણિક ક્ષણો રહી ગઈ છે..

-આરતીસોની © રુહાના
અમદાવાદ...
#પતંગ

Read More

🌹ચિત્ર પરથી🌹

પરોઢે આહ્લાદક વાતાવરણમાં 
ગુલાબી ઠંડી પ્રસરી..
કુદરત હસું હસું થઈને 
વાતાવરણમાં હળવો હળવો 
ઉષ્માભર્યો સ્ફૂર્તિદાયક 
સંચાર થઈ રહ્યો છે.. 
ત્યારે સૂર્યના કિરણોથી આકાશી આભા 
કેસરિયા વાઘા પહેરી 
પક્ષીઓ સાથે જાણે વિહરતું ન હોય..!!
ગરમીથી ત્રાહિમામ પક્ષીઓ 
વહેલી પરોઢે આકાશ સામે જોઈ 
હસું હસું થઈ રહ્યાં.. 
એ સૂકી ડાળે ડાળે બેસીને વાદળોમાં જાણે 
પોતાનું પ્રતિબિંબ શોધતાં ન હોય.!!
વૃક્ષ સમાધિમાંથી જાગી 
આકાશ તરફ મીટ માંડીને ઉત્સાહથી 
ઝૂમી રહ્યાં. 
વાદળોને વરસવા જાણે આજીજી કરી રહ્યાં..

અંધારી રાત્રિ પછી 
પહેલા પ્રહરમાં આખી સૃષ્ટિ 
આનંદીત થઈને
નૃત્ય કરી જાણે 
આકાશ પીવા આતુર થઈ રહી છે ..

-આરતીસોની©રુહાના

#આનંદી

Read More

જોવા માટે
આંખો
એક હોય છે..
છતાંય ન્યાય માટે
એ જ આંખોમાં
ક્યાંક સમજ ફેર તો
ક્યાંક નજર ફેર
હોય છે..

-આરતીસોની © રુહાના

#ન્યાય

Read More