Quotes by Zala Aartiba in Bitesapp read free

Zala Aartiba

Zala Aartiba

@artiba
(24)

Time is the coin of your life. It is the only coin you have, and only you can determine how it will be spent. Be careful lest you let other people spend it for you...

હે પ્રભુ!
તારી આ આહ્લાદક સૃષ્ટિ સર્જનની કારીગરી લાગે કામણગારી,
વસંતના આગમનની ઉત્કંઠા વઘારે તારી કલાકારી,
પ્રણયની સોડમ ફેલાવે તારી વરસાદની બુંદો,
કોઈના જીવનની દોરીને મજબૂત બનાવે તારી સર્જકતા,
તો કોઈનો આસરો છીનવે તારી વસંતની રળિયામણી,
પ્રભુ !
અદ્ભૂત છે તારી વાત્સલ્યરચના !
નિ:શબ્દ છું તારી એ વાત્સલ્ય સમી મૂર્તિ સમક્ષ,
દુનિયાની સૌથી અમીર વ્યક્તિ છું એની બાહો માં,
વિશ્વની સૌથી સમ્માનિત વ્યક્તિ છું એની આંખો માં,
સંપૂર્ણ સૃષ્ટિનુ સુખ મળે છે જેની ગોદ માં,
એવી મારી "માં" ની રચના, વાહ ઈશ્વર વાહ!
આપજે મને દુઃખ - દર્દ, સહનશક્તિ એથી ચડિયાતી આપજે,
આપજે મને અસ્તિત્વ ટકાવી રાખવા માટેનુ ભોજન,
પરંતુ સંતુષ્ટિ નો મિઠ્ઠો ઓડકાર દરરોજ આપજે,
છીનવી લે જે દરેક પ્રકારના ભોગ - વિલાસ મારી પાસે થી,
પરંતુ મારી "માં" ની ઓથ નહી છિનવવાની અભિલાષા આ ગરીબની...
🙏🙏🙏

Read More

રાત સામે ધુંટણિયે પડવાનુ નહીં,
સપના જોઈ નાખ્યા પછી ડરવાનુ નહીં...

Helping hand🙏

જુવાન તો,
ભર ઉનાળામાં તપતા સૂર્ય સમો તેજ,
ચિત્તા ની રફતાર સમો ગતિમાન,
ખિલેલા ગુલાબની પંખુડી સમો ઉજ્જવળ,
વહેતી નદીના વેગ સમો ધારદાર,
તેમજ,
રાષ્ટ્રહિત માટે શહીદી વહોરનાર ભગતસિંહ સમો હોવો જોઈએ...
#જુવાન

Read More

बाधाएँ आती हैं आएँ
घिरें प्रलय की घोर घटाएँ,
पावों के नीचे अंगारे,
सिर पर बरसें यदि ज्वालाएँ,
निज हाथों में हँसते-हँसते,
आग लगाकर जलना होगा।
क़दम मिलाकर चलना होगा।

Read More

#આગળ
આગળ થવાના અભરખાં એ આપણ ને આપણાં થી જ અળગા કરી દીધાં...

એમણે લખેલા પત્રો ને ખાલી કાગળ, સમજી ને જ સ્વાહા કરી દીધાં...

આગળ અને અવ્વલ રહેવાની ઘેલછા માં,
પ્રેમ અને લાગણી ના સબંધો ને જ મારી દીધાં...

સઘળું ગુમાવી સાન આવી અહીં દરેક કોઈ ની આગળ છે,
પછી આગળ થવાના અભરખા ને જ વારી દીધાં...

Read More

#આગળ
આગળ વધવાની ચાહ માં ભુલાઈ ગયું પાછળ જોવાનું,
જેના માટે આગળ વધ્યાં હતાં તેમને જ કેમ છો પૂછવાનું રહી ગયું,
અને આખરે સફરમાં આગળ વધ્યાં પરંતુ સંબંધોમાં પાછળ રહી ગયાં...

Read More

#અર્થ
જે સમયે ધમાલ કરવાની હોય,
તે સમયે નાજુક હાથ ફેકટરીનાં મશીનો પર ફરતા હોય,
તો એ બાળપણનો શું અર્થ?
જે હાથે દિવાળીના ફટાકડા પોતે ફોડવાના હોય,
તે હાથ જ ફટાકડા બનાવતા હોય,
તો એ નાજુક - કોમળ હથેળીઓનો શો અર્થ?
જે પગે દોડા - દોડી કરીને પકડદાવ રમવાનુ હોય,
તે પગ ફૂટપાથ પર ભીખ માંગવા દોડતા હોય,
તો એ બાળકની મજબુરીનો શો અર્થ?

Read More

દુનિયાને બદલતા પહેલા પોતે બદલાવુ પડે છે,
સારુ - નરસુ કશુ નથી હોતુ,
રમત તો પોતાના દ્રષ્ટિકોણની હોય છે,
પોતે જ જવાબદાર છીએ, પોતાના ચક્રવ્યૂહના,
છતાં પોતે જ કોશીએ છીએ ખુદના નસીબને,
મેળવવા આગવુ સ્થાન, ઝાંખવુ પડે છે પોતાની ભીતર,
કારણ, હું પોતો જ પોતાની સર્જક અને વિનાશકારી છું..
#પોતે

Read More