Quotes by RaviKumar Aghera in Bitesapp read free

RaviKumar Aghera

RaviKumar Aghera Matrubharti Verified

@araghera
(264)

જૂઠ બોલવું પડે છે,
સાચું છુપાવવું પડે છે,
જિંદગી જીવવા માટે સાહેબ કોઈ પણ રસ્તો અપનાવો પડે છે,

સાથ નથી દેતાં થોડાં દૂર સુધી પણ,
સલાહના પોટલાં મફત આપી જાય છે,
ખરું ખોટું સંભળાવી જાય ત્યારે,
'હાં-હાં' કરીને સાંભળી લેવું પડે છે,

ઘણું સમજુ છું જિંદગીને
ઘણાને જિંદગી સમજાવી છે મેં,
તો પણ કોઈ પોતાનાં મને સમજાવે મારી જિંદગી ત્યારે,
માથું નમાવીને સાંભળી લેવું પડે છે,

સીધા માણસોને જીવવા ક્યાં દે છે દુનિયા સાહેબ,
ક્યારેક ક્યારેક માણસ ખરાબ પણ બનવું પડે છે,

હમણાં છોડી દઉં ફિકર દુનિયાની,
હમણાં બની જાઉં બેફિકરો,
પણ તોય કેટલાક પોતાનાં પાછળ ન છૂટી જાય,
એટલે પાછળ ફરીને જોવું પડે છે...

સાચો હોવ છું મારા માટે,
સાચો હોવ છું મારી જિંદગી માટે,
તો પણ જ્યારે સવાલ ઉઠે મારાં પર તો,
એનાં જવાબ બનવું પડે છે,

થાકી તો રોજ જાવ છું દુનિયાથી,
થાકી જાવ છું રોજ ખુદથી,
પણ આ દુનિયામાં મારી પણ કઈ જવાબદારી હશે,
એમ માનીને જીવવું પડે છે...

-Mr. R

Read More

પ્રેમ સાચો છે એટલે જ તો ઇન્તેઝાર છે,
બાકી આજના જમાનામાં તો એક પછી એક તૈયાર જ છે...
-Mr. R

જીવનમાં એકવાર બધી આશાઓ, ઉમ્મીદો તૂટવી પણ જરૂરી છે,
ખબર તો પડે કે આ દુનિયા કાયમ શેનાં પર છે...!!??
#reborn
-Mr. R

જે ભૂતકાળની કેડીએ ખાધા હતાં મીઠાં બોર,
આજે ત્યાં પાછાં જઈએ તો કાંટા જ વાગે છે...
#bloodypast

-A&R

જિંદગીમાં સારાં માણસોની તલાશમાં ન રખડો,
ખુદ સારાં બની જાવ...
શું ખબર તમને મેળવીને કોઈની તલાશ પુરી થઈ જાય....

Read More

ઉંમર ખર્ચાઈ રહી છે,
ત્રાજવાના કાંટા સરખા કરવામાં,
કયારેક ફરજ ભારે પડે છે
તો
ક્યારેક અરમાનો...
#hecticeve

*પ્રેમની ભીખ*

2 વર્ષ પહેલાં એક કોલેજમાં(મારી જ Ex કોલેજ) ગયો ત્યાં એક નવો મિત્ર મળ્યો, અલમોસ્ટ એક દિવસનું કામ હતું કોલેજ એટલે આમ તો છોકરાં જલ્દી મિત્ર ન બને પણ મને એ વ્યક્તિની નિખાલસતા ગમી.
જ્યારે એને ખબર પડી કે હું લેખક છું(નાનું મોટું લખું ક્યારેક ક્યારેક) તો એને એની પ્રેમકહાની મને કહેવાની ચાલુ કરી, એ બોલતો ગયો, હું સાંભળતો ગયો(મને એવું લાગ્યું કે એના દિલમાં વરાળ ભરાય ગઈ છે એ બહાર નીકળવા દેવી જોઈએ). ચોમાસાનો સમય અને જોરદાર વીજળી એ લાઈટ જવડાવી દીધી હતી, એટલે એનાં ચહેરાના હાવભાવ તો જોઈ ના શક્યો પણ end માં રાતે 2 વાગે એ રડવા લાગ્યો હતો(I Think),પછી એ સુઈ ગયો પણ હું એની કહાનીનું તારણ કાઢતો હતો, બસ એટલું સમજાયું કે ભાઈ છોકરી પાછળ ભિખારી જેવા બની ગયાં હતાં. સવારે એને મને એક request કરી કે હું તેની કહાની કાગળ પર ઉતારું, ત્યારે હું હા સિવાય કંઈ ન કહી શક્યો,પણ જો હું એની કહાની કાગળ પર ઉતારું તો સાચા દિલના હજારો છોકરાંની પરિસ્થિતિ છતી થાય, શાયદ કોઈ રોમિયો type છોકરાંઓ આ બધું નકામું ગણે, અને છોકરીઓ મારો જબરો વિરોધ કરે(જોકે મને કોઈ ફરક ન પડે), પણ સમય આવ્યે એ કહાની પણ કાગળ પર આવશે. એ મિત્રની કહાની પરથી એટલી ખબર પડી કે ઘણાં સીધાં સાફ દિલના(19મી સદી નો પ્રેમ કરવાં વાળા) છોકરાં આજકાલની 95% છોકરીને ફાવતા નથી, બાકીની 5% છોકરીઓને એનાં વડીલો પર ભરોસો હોય છે કે એ એનાં માટે perfect જીવનસાથી શોધી આપશે (જે વડીલો પોતે પોતાના જીવનસાથી સાથે અઠવાડિયામાં 2 વાર ઝઘડતાં હોય, અમુક અમુક વડીલ જ હો),પરંતુ આ બંને type ની છોકરીઓને લાઈફમાં એક વાર સીધા છોકરાં મળે જ છે પણ બંને અલગ અલગ રીતે "reject" કરે છે. કડવું લાગશે પણ વાસ્તવિકતા છે(ખાસ કિસ્સામાં બાદ કરતાં). 95% વાળી એ છોકરાં ને 2 રીતે રિજેક્ટ કરશે-
1) relationship માં આવે પણ પછી રોમિયો પ્રકારના છોકરાંના નાટકને પોતાનાં શુદ્ધ પ્રેમ સાથે સરખાવીને સીધા છોકરાંમાં રોમાન્સ જેવું તત્વ ઘટે છે એવું સમજી ધીરે ધીરે move on થઈ જાય,
2)'The Friendzone' કરી bfની બધી સેવાઓ લઈ લ્યે, અને જ્યારે છોકરો ઈઝહાર કરે ત્યારે એમ કહે કે હું તો તને મારો સારો ફ્રેન્ડ માનું છું...
5% વાળી છોકરીઓ થોડું ઓછું દુઃખ દઈને વાત પૂરી કરે,
1)મને મારા મમ્મીપાપા ગોતી દયે ત્યાં જ,
2)તું સારો છોકરો છે પણ મારાં મમ્મી પાપા નહીં માને. પણ આપણે ફ્રેન્ડઝોનમાં રહી શકીએ...
અરે બેન....... એને ફ્રેન્ડ જ બનવું હોય તો ઘણી મળી જાય. એને બિચારાંને તારી સાથે ઘરડું થવું છે, લાકડીની જગ્યાએ તારો હાથ પકડીને ચાલવું છે, એને હિંમત કરીને પ્રેમ
કર્યો. (જે તમે કદાચ ન કરી શકો) તમને પણ ખબર હોય કે વ્યક્તિ સારો છે તો પણ ચાન્સ ન લઈને arrange marriage ના ભરેલાં નારિયેળ ચાન્સ હસતાં હસતાં લઈ લે છે. તો પણ અમે છોકરાં ઓ છોકરીઓને judge કર્યા વગર ચાહીએ છીએ, પ્રેમ આપીએ છીએ(વગર માંગ્યો પણ), અને વળતરમાં પ્રેમની ભીખ પણ માંગીએ છીએ પણ શાયદ ન તો એ છોકરીઓને દેખાય છે કે ન તો એનાં માતાપિતાને. પણ કોશિશ બંધ નથી થતી, અને થશે પણ નઈ...

-A&R

Read More

ખાલી જીસ્મને જ નહીં રૂહને પણ અડી શકે તો પ્રેમ કરજે,
કપડાં ઉતારવા એ વફા નથી જો તું લાજ બચાવી શકે તો પ્રેમ કરજે,
હજારોની ભીડ ભલે હોય પણ એનો હાથ હકથી પકડી શકે તો પ્રેમ કરજે,
એ મારી છે એમ નહીં પણ હું એનો છું એમ કહી શકે તો પ્રેમ કરજે,
એનાં ગયાં પછી પણ જો એની યાદોથી તારી જિંદગી શણગારી શકે તો પ્રેમ કરજે,
એના ગાલો પર રમતાં ગુલાબી સ્મિત માટે જો એને જતી કરવી પડે અને તું કરી શકે તો પ્રેમ કરજે....

-Mr. R

Read More

ક્યારેક જિંદગી સારી ચાલતી હોય તો પણ મન એવું કહે છે કે "ચાલ ક્યાંક જતાં રહીએ આ બધું છોડીને, ક્યાં જવું એ ખબર નહીં પણ ક્યાંક જતાં રહીએ...."

Read More

વધારે પડતાં લગ્નના પાનેતર, પાનેતર નહીં પણ મજબૂરીઓનું કફન હોય છે,
ઘૂંઘટની પાછળ એ છોકરીના હજારો સપનાઓ દબાયેલા હોય છે....

શું કહેવું તમારું???

Read More