Quotes by Alpa Shingala in Bitesapp read free

Alpa Shingala

Alpa Shingala

@appy.shingala
(173)

જો તમે મારા નામને કારણે મને ચાહતા હોવ તો નહી ચાહતા . નામ તો આજે છે કાલે બદનામ પણ હોઈ શકે .ત્યારે તમને મારી સાથે તમારું નામ જોડાયાનો અફસોસ થશે.

જો તમે મારા કામને લીધે મને પ્રેમ કરતાં હોવ તો જરા પણ નહીં કરતાં.ક્યારેક એવું પણ બને કે હું કામ કરવાનું છોડી પણ દઉં. ત્યારે તમને મારી સાથે જોડાયાનો અફસોસ થશે .

જો તમે મારા દેખાવને કારણે આકર્ષાયા હોવ તો મહેરબાની કરીને મારાથી દુર રહેજો. જેમ જેમ ઉમર ઢળતી જશે એમ એમ દેખાવ પણ ઢળતો જશે .ત્યારે તમને તમારા આકર્ષણ બદલ અફસોસ થશે.

જો તમને મારો સ્વભાવ સારો લાગ્યો હોય અને હું ગમવા લાગી હોવ તો પણ તમે ખોટા છો. સમય અને સંજોગ પ્રમાણે સ્વભાવ બદલાય છે. શરીરનાં હોર્મન્સનો સ્ત્રાવ પણ સ્વભાવ બદલી શકે છે .એ સમયે તમને તમે ખોટા પડયાનો અફસોસ થશે.

જો તમને એમ હોય કે ક્યારેક હું તમને કામ લાગીશ અને તમે નજદીક આવ્યાં હોવ તો અટકીને પાછા જાવ.હું મદદરુપ થઇ શકું છું પણ સ્વાર્થ વગરનાં સંબંધોમાં જ .આ સત્ય અનુભવીને પણ તમને અફસોસ થશે.

મારું કશું શાશ્વત નથી , મારામાં ઘણી જ ખામીઓ છે. હું એક સાવ સામાન્ય વ્યકિતત્વ ધરાવું છું. અને તમને હું ક્યાય કશું જ આપી શકું એમ નથી એવું જાણ્યાં પછી પણ જો તમે મને ચાહી શકતાં હોવ , મને મારી ખામી ખૂબી સાથે જેવી છું એવી જ સ્વીકારી શકતા હોવ , મારા આત્મ સનમાનને જાળવી શકતા હોવ તો મારી નાનકડી દુનિયામાં તમારું સ્વાગત છે.

બાકી , મહેરબાની કરી બારણાં ખખડાવવાની તસ્દી લેતા નહીં...........

Read More

બધું હોવા છતાં કંઇક અધુરું લાગે તેનું નામ દુ:ખ,,,,

અને

કંઇ પણ ના હોવા છતાં બધુંજ પુરુ લાગે તેનું નામ સુખ.


~APpy~

Read More

તારી મહાનતાને છંદથી શણગારવાની જરૂર નથી એ દેશ
ભારત નામ જ અભિમાન કરવા જેવી ગઝલ છે.

🇮🇳Happy Independence Day🇮🇳

~Appy~

દર વખતે અગ્નિપરીક્ષા સીતાની જ ના હોય,

ક્યારેક વિશ્વાસ રામે પણ કરવો પડે.


- Appy Shingala

રામ ને કહો હવે ચડાવે બાણ 🏹

હવે લોકો ના જવા લાગ્યા છે પ્રાણ 🚑

ને કરો હનુમાનજીને પણ જાણ 📲

કે કરાવે કોઈ સંજીવની ની ઓળખાણ 🕵️‍♀️

Read More

સહેલી (kp) ની યાદ માં........



સપનામાં બહેનપણીઓ આવી

હા, હા ! સપનામાં સાચે જ બહેનપણીઓ આવી.

મળવાનું થતું જ નથી,

પછી સપનામાં જ આવી..

આંખોથી હસી.

આંખોથી રડી .

વિરહ એવો થયો ,

આંખોથી જ ઊંચીનીચી થઈ.....

હાથમાં હાથ આવ્યો નહીં

બાથ માં પણ લેતા આવ્યું નહિ....

પણ હોવાનો આનંદ હતો,

અસ્તિત્વનો સુગંધ હતો,

મનના હાસ્યથી આકાશ સુગંધિત થઈ ગયું....

આનંદ નો બગીચો ખીલ્યો પણ, પણ કંઈ બોલાયું નહીં...

હાસ્ય પણ હોઠ પર બતાવતા આવ્યું નહીં...

લિપસ્ટિક ની શેડ કેટલી સરસ છે ને ?
એ પણ કહેતા કહેવાયું નહિ....

ખાધું નહિ

પીધું નહિ

માસ્ક પણ કાઢ્યો નહિ

તો પણ ખૂબ આનંદ થયો...
કારણ,

મૈત્રીને ન હતી ભાષા.....

સપનામાં જ સહેલીઓ આવી........

સપનામાં જ સહેલીઓ આવી.....



-APpy

Read More

આનંદ એ અંતરંગ મોજ છે..

"મારી પાસે શું છે"

અને

"મારે શું જોઈએ છે"

...... એની વચ્ચે ની અનંત ખોજ છે!!


આનંદ દિન!!

#આનંદ

Read More

छोटी सी खूबसूरत लाईन:-

जब से परीक्षा वाली जिंदगी
पूरी हुई है,
तब से जिंदगी की परीक्षा
शुरु हो गई है..
आज मुझे एक नया अनुभव हुआ
अपने मोबाइल से
अपना ही नंबर लगाकर देखा,
आवाज आयी
The Number You Have Call
Is Busy.....
फिर ध्यान आया
किसी ने क्या खुब कहा है..
औरो से मिलने मे दुनिया मस्त है पर,
खुद से मिलने की सारी लाइने
व्यस्त है..
कोई नही देगा साथ तेरा यहॉं
हर कोई यहॉं खुद ही में मशगुल है

जिंदगी का बस एक ही ऊसुल है
यहॉं,
तुझे गिरना भी खुद है
और संभलना भी खुद है

Read More

બધુ છીનવાઈ જાય તો ચિંતા
નહી કરવાની
બુદ્ધિ અને અનુભવ કોઇની
તાકાત નથી છીનવી શકે

ખાલી આત્મવિશ્વાસ
હોવો જોઈએ...

જિંદગી તો
ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.

Read More