Quotes by Milan Antala in Bitesapp read free

Milan Antala

Milan Antala

@antalamilan3gmail.com7585


રળીયામણો શબ્દ "મિલન", અર્થ એનો મુલાકાત છે,
મળી જાય બે તરસ્યા દિલ તો સફળ આ વકાલત છે,

- મિલન અંટાળા (સુરત)

.

ક્યાં? ક્યારે? કેવી રીતે? એ ક્યારે પૂછ્યું કોઈએ,
મિલન માટે તો બસ તારી ને મારી "હાં" જોઈએ,

સંબંધો માટે તો અગણિત વિકલ્પો છે સાહેબ,
મિલન માટે તો બસ એક નાનું બહાનું જોઈએ,

- મિલન અંટાળા (સુરત)

Read More

અદ્ભુત કમાલ કરી છે જગતના નાથ તે તો;
બનાવ્યું અંગ એક તો એના રંગ કેમ અનેક?

અઘરી માયાજાળ ફેલાવી રાખી છે પ્રેમ તે તો,
થઈ જાય છે અનેક તો પછી મળે છે કેમ એક?

આખી દુનિયાને દોડાવી રાખી છે ઈચ્છા તે તો, 
થાય છે વિવિધ તો પુરી નથી થતી કેમ દરેક? 

- મિલન અંટાળા
@milan_poetry_lover

Read More

મારી મોજમાં છું ઊંચે ઉડતી પતંગની જેમ,
માણું છું દરેક ક્ષણ જાણે છેલ્લી હોય એમ,
અનમોલ સફરમાં મળેલ એક વિસામો છે તું;
કરી લે બે મીઠી વાતો, જાણે તારો હોય તેમ,

- મિલન અંટાળા

Read More

તું જાય ત્યારે તરત જ ફરીથી મળવાનું મન થાય છે, તને જોઈ લીધી છે છતાં પણ જોવાનું મન થાય છે, લાગણીઓની એવી તો કેવી લીંગઠ ગાંઠ છે બંધાઈ; નથી ચોમાસુ છતાં વાદળોને વરસવાનું મન થાય છે,

- મિલન અંટાળા

Read More

આ પરપોટા જેવડી જીંદગીમાં 
ક્યાં સુધી બોજ લઈને ફરીશું? 
છોડ એ બધી ચિંતાઓ, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ.... 

આ નાનાં એવા બે પળનાં ટકમાં
ક્યાં સુધી ફરજો ને નિભાવશુ? 
છોડ એ બધાં બંધનો, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ..... 

આ ચેતનાથી ભરેલા કોમળ તનમાં, 
ક્યાં સુધી દુખને મહેમાન બનાવીશું? 
છોડ એ બધી દર્દોની કથા, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ.... 

આ અટપટા સંબધોનાં સંસારમાં, 
ક્યાં સુધી નિભાવવાના નાટક કરીશું? 
છોડ એ બધાં વહેવારો, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ.... 

આ તર્ક વિતર્કોની ઘુસભરી ગૂંચવળોમાં, 
ક્યાં સુધી દુનિયાને સમજાવતા રહીશું? 
છોડ એ બધી મથામણો, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ.... 

આ પૈસાને પુંજી શાહુકાર બનવાની હોડમાં, 
ક્યાં સુધી પૈસાની પાછળ દોડીશું? 
છોડ એ બધી મોહમાયા, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ.... 

-મિલન અંટાળા 

Read More

મારી કલમે લખાયેલ કાવ્ય "કેવું હશે?" એ Avani નાં અવાજમાં??

epost thumb

........

મુક્તક

તારી અંગતની પણ એક અનોખી રંગત છે, 
તારી સંગતની પણ એક અનદેખી જન્નત છે, 
એટલે જ હાથની રેખાઓ જોઈને કહું છું કે
તારી ટૂંકી મુદતની પણ એક મનદેખી મન્નત છે. 

- મિલન અંટાળા
(સુરત, ધોરાજી)

Read More