Quotes by Anjaan in Bitesapp read free

Anjaan

Anjaan

@anjaankalam1gmail.com7947
(2)

સંબંધ...
ઘણાંખરાં સંબંધ માત્ર "ધારણાઓથી" જ તૂટી જતાં હોય છે.
એવી પોકળ "ધારણા" બાંધી લેવી સામેની વ્યક્તિ માટે કે જે સત્ય છે જ નહીં
એ જ મોટી ભૂલ થઈ જાય છે આપણા થી....
પછી પારાવાર પસ્તાવો કરવો વ્યર્થ છે....
સામેની વ્યક્તિ માં
જે ખરેખર છે એને અગુણી ને, જે નથી એવા વાહિયાત વિચાર ને સ્વીકાર કરીને,પોતાની રીતે માત્ર "ધારણા" ધારી લેવાથી માત્ર એ વ્યક્તિ ની જ નહીં પોતાની જાતને પણ એક અસહ્ય ને ક્યારેય કબૂલી નહીં શકવાના અપરાધભાવ માં એમ જ આખી જિંદગી રીબાતા, તડપતા જીવવવી પડે છે.

-Anjaan

Read More

અરે હા બકા....
તારી નારાજગી વ્યાજબી છે,
(મારા વિશે, મારા સ્વભાવ ને લઈને!?)

પણ શું કરું તું જ કહે, હું આવો જ છું.

નાની નાની વાત માં ખોટું લાગી જાય છે,
કારણ વગર ગુસ્સો આવી જાય છે,
અને તારી બાલિશ હરકત પર અઢળક પ્રેમ પણ આવી જાય છે,
પણ તને તો કંઈ સમજાતું જ નથી..
(કે પછી કંઈ ન સમજવાનું નાટક??)
જે હોય તે મને તો કંઈ જ ખબર નથી પડતી તારા મગજ માં શું ચાલે છે, શું વિચારે છે,
વધારે મગજ નું દહીં તો ત્યારે કરી નાખે,
જ્યારે તારા સવાલ ના જવાબ તું મને પૂછ્યા વગર જાતે જ એના જવાબ આપે..
(સાવ વાહિયાત 😡😡)
કમસેકમ મને તો પૂછ મારો જવાબ શું છે!??
બસ, બધું જાતે જ નક્કી કરી નાખે "અષ્ટમ પષ્ટમ"
બસ, એક જ વાત...
"હું કહું એટલે ફાઈનલ, મેં કીધું ઈ જ સાચું"
"મને આ જોઈએ, પેલું ના જોઈએ"
"મને આમ જ કહેવાનું, આવી રીતે વાત કરવાની,
આમ નહીં કેહવાનું"
એક બાજુ સમજદારી ની પીપુડી વગાડે,
બીજી બાજુ સાવ નાની કિકલી ની જેમ દેકારો કરી મૂકે,
બધું પોતાનું જ ધાર્યું કરવાનું અને બીજા ની પાસે પણ ધાર્યું જ કરાવવાનું.
ડોઢી....👊🏻👊🏻
મન તો થાય છે તને સરખી રીતે ઢીબી નાખું...
વિચારું કે સામે આવે એટલી વાર...
પણ ત્યાં જ અંદર થી થાય કે જો ક્યારેક સાચે જ સામે ભટકાઈ તો??
ઢીબવાનું તો દૂર.. શું બોલીશ, શું કહીશ એ જ નથી સૂઝતું..
એક તો એટલો માસૂમ ફેસ....
મીઠડી સ્માઈલ....
ને આંખોં માં લુચ્ચાઈ...
હવે આમાં મારો શું વાંક??
તું છો જ એવી....
(જેવી છો એવી જ મને ગમે છો.... હા પ્રેમ જ છે પાગલ....
તને છે કે નહીં એ ખબર નહીં પણ છે એમાં બેમત નથી)

- અંજાન ની "કલમે"

Read More

આમ એકમેક માં
ભળી જઈએ તો??
આમ દરેક વાત
એકબીજા ની માની લઈએ તો??
સુખ હોય કે દુઃખ બંન્ને
એકબીજા ની સાથે રહીએ તો??
તારી પાસે થી
તને જ માંગી લઉં તો??
ક્યારેક વાંક વગર પણ
ઝગડી લઈએ તો??

"બોલ ને....પાગલ...
આવું થઈ જાય તો??"

Read More

અસમંજસ....

આવું જ કંઈક અનુભવાય છે આજકાલ....
મન માં કંઈક અલગ ચાલી રહ્યું છે,
દિલ માં કંઈક અલગ ચાલી રહ્યું છે!!
આ બધાં માં મગજ બહેર મારી ગયું છે.
જે જોઈ છે એ મળે તેમ નથી,
ને જે મળે તેમ છે એ જોઈતું નથી.
મન થાય છે કે આ બધી બબાલ માં થી દૂર ભાગી જવું, પણ સમજાતું નથી કે બબાલ થઇ શેમાં થી??
જાતે-પોતે જ જવાબદાર હોય એ જવાબ મળ્યાં પછી ઓર વધારે જ હાલત ખરાબ થાય છે....
દૂર જવું તો શેના થી!??
જે મન ઝંખે છે એના થી દૂર કેમ કરી ને જવું??
ખબર છે જે જોઈએ છે, જેની ખપ છે, એ મળવાનું પણ નથી, તો પછી આટલી અધીરાઈ શેની??

સવાલ જ એટલાં બધાં છે કે જવાબ મળ્યાં પછી પણ નિરાંત નથી....
બધું સમજાય છે છતાં પણ આટલી અસમંજસ શેની??

Read More

મારો તારા પર નો હક કેટલો?
કહેવું જરૂરી છે?
તારો મારા પર નો વિશ્વાસ કેટલો?
કહેવું જરૂરી છે?
તારી દરેક જીદ પૂરી શા માટે કરું છું?
કહેવું જરૂરી છે?
સવાર થી રાત સુધી- રાત થી સવાર સુધી કેટલી રાહ જોવું છું?
કહેવું જરૂરી છે?
દિલ ની વાત કહેવામાં મારી જેમ જ તું પણ અચકાય છો?
કહેવું જરૂરી છે?
આપણે બન્ને કારણ વગર ઝગડીએ છે?
કહેવું જરૂરી છે?
ક્યારેય પણ આ આદત છૂટશે નહીં?
કહેવું જરૂરી છે?
તું બધું સમજે છે...!? હું સમજું છું...!?
કહેવું જરૂરી છે?
હજું પણ ઘણું બધું કહેવું છે.....
કહેવું જરૂરી છે...????

Read More