Quotes by અમી in Bitesapp read free

અમી

અમી Matrubharti Verified

@amitashukla4049
(363)

તારા સ્વપ્નની નાવ,
લઈ ગઈ સાગર પાર,
પાંપણે થીજી બુંદ,
ચમકતી રહી રાત,
હોઠો પર મદહોશી,
ફરતી રહી શબ્દનાવ,
તારા મારા મિલનની,
તારો ભરી રાત,
ઝૂલતો રહ્યો ઝૂલો,
ઊંચે ગગનમાં વિહાર,
સ્વપ્ન પવન વેગે છેડે,
ખભે માથું ઢાળી હાશ,
તારા ધબકારમાં શ્વાસ,
સંગીત કેરો મ્હેકે,
ટેરવાના સ્પર્શે ચાંદ,
મંદ મંદ મુસ્કુરાય,
ખીલેલી ચાંદની રાત,
સ્વપ્નોની બારાત,
સ્મિત સજ્યું હૈયે,
શું શું થાય સ્વપ્ને ?

"" અમી ""

Read More

મારા શ્વાસમાં તારુ નામ કોતર્યું,
દિલની ધડકનમાં રમતુ કર્યું,
હુ તને કેવી રીતે ભુલું.
તારી યાદમાં લખાઈ ગયુ.

મારા રોમરોમમાં તારો શ્વાસ મ્હેકે,
પળે પળે તારી યાદ ફરકે,
હુ તને કેવી રીતે ભૂલું.
તારી યાદમાં લખાઈ ગયુ.

મસ્ત મૌસમની હવામા તુ,
પવનના સૂસવાટામા તુ,
હુ તને કેવી રીતે ભૂલું.
તારી યાદમાં લખાઈ ગયુ.

વસંતની મદમસ્ત બહાર તુ,
પતઝડનો દુલાર તુ,
હુ તને કેવી રીતે ભુલું.
તારી યાદમાં લખાઈ ગયુ.

ફૂલોની ખુશ્બૂની રજકણ તુ,
મ્હેકતી સરગમ તું.
હુ તને કેવી રીતે ભૂલું.
તારી યાદમાં લખાઈ ગયુ.

""અમી ""

-અમી

Read More

"આરઝુ અવિરત પ્રેમની..", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

પ્રેમના દરિયામાં વ્હાલથી ભીંજવી મને,
સંવેદનાની લાગણીમાં નસ નસમા ધબકાવી મને,
રંગબેરંગી રંગોથી રંગી જિંદગી મારી,
ઉછળતા પ્રેમના મોજામાં,વ્હાલમે પ્યારથી રંગી મને...

""અમી ""

-અમી

Read More

પ્રેમના દરિયામાં વ્હાલથી ભીંજવી મને,
સંવેદનાની લાગણીમાં નસ નસમા ધબકાવી મને,
રંગબેરંગી રંગોથી રંગી જિંદગી મારી,
ઉછળતા પ્રેમના મોજામાં,વ્હાલમે પ્યારથી રંગી મને...

-અમી

Read More

અમી લિખિત વાર્તા "તુ મેરા દિલ.. - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19924075/tu-mera-dil-3

આંખના ઉલાળાની કરામત, ભાષા સમજી જવાની.
શબ્દોની રમઝટમાં કરામત, સાર સમજી જવાની.
હૃદયમાં સ્પંદનો સ્ફુર્તા, પ્રેમ થઈ ગયાની નિશાની.
ઝાંઝરના ઝણકારની કરામત, મૌન સમજી જવાની.

""અમી""

-અમી

Read More

અમી લિખિત વાર્તા "તુ મેરા દિલ.. - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19924033/tu-mera-dil-1

અમી લિખિત વાર્તા "હ્રદયગમ્ય પત્રોની માળા.." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19923728/a-garland-of-heartfelt-letters

સ્વદેશી ચીજો અપનાવવી,
દેશ પ્રત્યેનો પ્રેમ જ છે.

દેશનું આન, માન, શાન, સાચવવું,
દેશ પ્રત્યેની વફાદારી છે.

બોર્ડરના જવાનોને સલામ કરતા ગર્વ અનુભવાય,
દેશ પ્રત્યેની દેશભક્તિ છે.

#Deshbhakti

Read More