Quotes by Ajay Patel in Bitesapp read free

Ajay Patel

Ajay Patel

@ajaypatel170401


ચાલો મિત્રો આવજો,
હવે હુ માતૃભારતી માથી રજા લઉ છુ, ફરી કયારેક મળીશુ.
( કોઈ કામ હોય તો જણાવશો બપોર સુધી જ છુ)

gOOd byE?

Read More

મિત્રો, સમાજ અને રાજકીય બાબતો વિશે લખતા લેખકો ના નામ આપશો, પ્લીઝ

जैसे हो वैसे ही ? रहो, Original की ? कीमत , Duplicate से ज़्यादा होती हैं ।

#જીવતા રહીશુ આપણે એક બીજાના #સાથ માં.....
તુ મારી #યાદ માં.....
અને હું તારા #ધબકારા માં.....

#લવ #યુ #જીંદગી

કોઈ પાસે નેતૃત્વ સંબંધિત વિચારો વાળા પુસ્તકો કે લેખકો ના નામ હોય તેમજ રાજકીય વ્યવસ્થા વિશે ના પુસ્તકો કે લેખકો ના નામ હોય તો જણાવશો ( ગુજરાતી ભાષા હોય એવા).

Read More

જોરદાર દેશ છે મારો....
કોઈ ટોળાં રોડ પર રથ ખેંચી અંબાજી તરફ ભાગે, કોઈ ભાગે રણુજા રામાપીર તરફ, કેટલાય ડીજે સાંથે ગણપતી લઈને ઘર તરફ ભાગે........
વળી રાજકારણીઓ જે ક્યારેય મંદીર નહતા જતા એ મંદીર મંદીર ફરીને કૈલાસ માન સરોવર જાય, જે મંદીર મંદીર કરતા એ મસ્જીદમાં જાય.....
માથું ખંજવાળું છું મારે ક્યાં જવું.....

Read More

વિશાળ દરીયા ના ખારા પાણી બની ને શુ કરશો ?
બનવુ હોય તો બનો મીઠા ઝરણા ના નીર,
જયાં સિંહ પણ ઝુકીને પાણી પીએ છે.

Read More

એક વાંદરો જંગલમાં આરામથી રહેતો, અસંખ્ય ઝાડ ઉપર ફરતો, મીઠાં ફળ ખાતો........
એક દીવસ આંબાના ઝાડ પર પાકેલી કેરીઓ ખાઇને એક ડાળી પર આડો પડ્યો... .વિચારે ચડ્યો..... આ શું નાનાં નાનાં ઝાડ ની ડાળીએ ફરવું કુદવું...... સૌથી ઉંચા ઝાડ પર ચડું......
અને એક પછી એક ઝાડ જોતો જોતો , હજી આનાથી ઉંચું...... હજી ઉંચું... એમ વિચારતો એક શહેરમાં પહોચી ગયો..... ત્યાં એની નજર એક નવાજ ફળવાળા નવાજ ઝાડ પર પડી... જે એણે જંગલમાં ક્યારેય જોયું ન હતું, અને ઉંચાઈ પણ ખુબ હતી ઝાડની...... એ નાળીયેરી હતી, વાંદરો એના પર ચડી ગયો, એણે એનું ફળ નાળીયર તોડ્યું.... ગોળ ગોળ ફેરવ્યું.. . કોઇ તરફથી બચકું ભરાયું નહી, થોડી વારમાં નીચે ઉતરી જંગલમાં જઇ ને આંબાની ડાળીએ પગ પર પગ ચડાવી સુઇ ગયો....
એક યુવાન વાંદરાએ આવી પુછ્યું શું થયું બાપા....
એણે કહયું કાંઇ નહી, બસ આરામ કરું છું, પણ તને બે સીખામણ આપું, બહું ઉચાઇ પર ના જવું.... કેમકે ત્યાં આરામ કરવાની કોઇ ડાળી હોતી નથી..... અને બીજી સલાહ મોટું દેખાતું ફળ ક્યાં થી ખાવું એ સમજાતું નથી.....
યુવાન વાંદરો હશ્યો અને બોલ્યો........
બાપા સીધે સીધું કહોને કે આપણું જંગલ સારું છે , કદી દિલ્હી ના જવું...........

Read More

'સમય સમય ને માન છે સાહેબ...'

'જેમણે રણ છોડયું હતું એમણે જ રણ માં હાહાકાર મચાવ્યો હતો... '
જય શ્રી કૃષ્ણ.

રામરાજ્ય ટીવી પર આપનું સ્વાગત છે મિત્રો , આજે આપણીં સાંથે મુખ્યમંત્રી સાહેબ હાજર છે... તો આવો એમને કેટલાક સવાલો પુછીએ.........
એન્કર : હા તો સાયેબ તમે વિજય કેમના બન્યા , આપના કરતાં પણ અનુભવી લોકો મુખ્યમંત્રીની રેસમાં હતા છતાં આપનો વિજય કેમનો થયો કેમ મોવડી મંડળે આપના પર પસંદગી ઉતારી.......
સીએમ સાહેબ : જુઓ ગુજરાત એક સાંત રાજ્ય છે, અને હવે તો પીએમ પણ આપણાં છે, એટલે વિકાસ સીવાય કોઇ વાત નહી....બસ વિકાસ વિકાસ અને વિકાસ....
એન્કર: સાયેબ મારો બીજો પ્રશ્ન તમે શિક્ષણ કેટલું મેળવેલું.......
સીએમ સાહેબ : તમે ક્ષિક્ષણ ને લગતો સરસ સવાલ ઉઠાવ્યો.... બાર હજાર કરોડની યોજના છે, વાદ નહી વિવાદ નહી વિકાસ સીવાય વાત નહી.....વિકાસ વિકાસ અને વિકાસ.....
એન્કર : ખુબ સરસ જવાબ આપ્યો સાહેબ, હવે એ કહેશોકે તમારા બાવીસ વર્સના સાસનમાં ગુજરાતમાં કેટલી સરકારી યુનીવર્સીટી સ્થપાઈ, સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓ ,કોલેજો મેડીકલ કોલેજો નવી બની.....
સીએમ સાહેબ : જુઓ આપણાં પીએમ સાહેબ સતત પ્રવાસો કરી અથાગ પ્રયત્નો કરે છે, વિકાસ.... વિકાસ અને વિકાસ થય રહ્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ એજ અમારુ સુત્ર છે....
એન્કર: સાહેબ આપણા ગુજરાતના કેટલાય જીલ્લામાં હજીપણ સરકારી સીવીલ હોસ્પીટલ નથી... એ વીષે કાંઈ કહેસો.......
સીએમ સાહેબ : જુઓ વિકાસને કોઈ રુંધી નહી શકે, કોગ્રેસે વિકાસમાં રોડાં નાખવાનાં બંધ કરવા જોઇએ, એની મેલી મુરાદ પ્રજા સમજી ચુકી છે, માટે વિકાસ.... વિકાસ... અને વિકાસ.... વિકાસ સીવાય કોઇ વાત નહી.....
એન્કર : તો દર્શક મિત્રો આજે આપે જોયું કે મુખ્યમંત્રી સાહેબે શિક્ષણ આરોગ્યને લગતી સેવાઓની આપણી સાંથે સરસ વિસ્ત્રુત ચર્ચા કરી, તથા ભવિષ્યમાં તે વિષયે સરકાર શુ કરવા માંગે છે એની સુંદર માહીતી આપી.....ખુબ ખુબ આભાર સાહેબ.....
સીએમ સાહેબ : હજારો કરોડોની યોજનાઓ સાહેબે આપણને આપી છે, વિકાસ થય રહ્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ... એજ અમારુ લક્ષ છે.... નમશ્કાર....
એન્કર : દર્શક મિત્રો આશા રાખું કે આ વાર્તાલાભ થી આપને એ સમજાયું હશે કે સાહેબ કેવી રીતે વિજય બની સીએમ બન્યા.....મોવડી મંડળે એમનીજ પસંગી કેમ કરી...... આભાર મિત્રો.....
એક બ્રેક પછી હવે પ્રસ્તુત થશે અમારો નવો કાર્યક્રમ ' રામરાજ્ય ની સુખી પ્રજા '

Read More