Quotes by Shree Radhe in Bitesapp read free

Shree Radhe

Shree Radhe

@ahirravichavda7973


ક્યાંક ખોવાયેલી છું હું
ક્યાંક સંતાય ગયો છો તુ..
દુનિયાની બધી વાતો ભૂલી
ચાલને ફરી મળીએ...

એકબીજાને ગમતા dp,status રાખીને..
વિડિઓ કોલ માં ચાલ ને વાત કરીએ..
કંઇ નહી તો એક સેલ્ફી પાડવા
ચાલને ફરી મળીએ...

મળ્યાં તેને દિવસો થઈ ગયા..
જીંદગી માણ્યાને દિવસો થઈ ગયા..
ફરી એ જ સમય જીવવા
ચાલને ફરી મળીએ...


- શ્રી 🌼

Read More

જહાજો એ ડૂબાડી દીધાંના ને
તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.

હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,
જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે.

છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,
અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.

સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઇઓમાં,
ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.

દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,
ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.

અમર ક્યાં રહે છે આ જગતમાં
કાયમ કોઈ
જેના જનમના દાખલા છે,
તેના મરણનાંય દાખલા છે...
💫

Read More

એ દિવસો પણ કેવા મજા ના હતા ......

? આ લીલુડી???? ધરતી ને કાળી ⚫ ટીલડી લગાવો.. હમણાં થી એ બહુ ☺️ રૂપાળી લાગે છે...
તોફાની મેઘ ?️ ના સ્પર્શ થી સીધી સાદી છોરી ? નખરાળી લાગે છે...♥️

Read More

? હર હર મહાદેવ ?

કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજારમાં,

વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યાપારમાં.

ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:
"શું કીમત છે સંબંધની?"

દુકાનદારે કહ્યું : કયો લેશો?
"બેટાનો":આપું, કે "પિતાનો?"
"બહેનનો", કે "ભાઈનો?" કયો લેશો?

"માણસાઈનો" આપું કે "પ્રેમનો" આપું?
"માં" નો આપું કે "વિશ્વાસનો?" કયો આપું?

બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો,
કંઈક બોલો તો ખરા!

"મેં ડરીને" પૂછ્યું : "દોસ્તનો સંબંધ?"

દુકાનદાર "ભીની આંખોથી" બોલ્યો:

"સંસાર" આ "સંબંધ" પર જ તો "ટકેલો" છે,
માફ કરજો! આ "સંબંધ" બિલકુલ નથી,

આનું કોઈ "મુલ્ય" લગાવી નથી શક્યુ,
પણ
જે દિવસે આ વેચાઈ જશે,
એ દિવસે આ સંસાર ઉજ્જડ થઈ જશે.

આ રચના મારા સૌ સ્નેહી-મિત્રોને અર્પણ છે.

સારૂ છે, "પાંપણનું કફન" છે,

નહીંતર આ "આંખમાં" ઘણું બધું "દફન" છે!

Read More

ગહકે મયુર જીંગોરીયા
અને વાદળ ગરજે વીજ
રુદા ને રાણો સાંભર્યો,
આતો આવી અષાઢી બીજ....

( ? )

```હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ?

```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ?

```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ``` ?

```નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ``` ?

```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ?

```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ?

```યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ?

```એક અહં મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ``` ?

```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ?

```આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ?

*એટલે જ*

```એકબીજાનું માન રાખો.```
```ભૂલોને ભૂલી જાવ.```
```ઈગો ને એવોઇડ કરો.```

```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.

Read More

#Mahadev Har#