Quotes by vishal dhaduk in Bitesapp read free

vishal dhaduk

vishal dhaduk

@13vishaldhadukgmailc


દરેક સાચી વાત પહેલા મજાક બને છે,
પછી તેનો વિરોધ થાય છે અને
છેવટે તેનો સ્વીકાર થાય છે.

*Must Read??*
બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર
આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ
સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ
80માં માળ પર
આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ
નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા...

20માં માળે
પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ
છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.

20માં માળ પર
થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ
સરળતાથી આગળ વધી રહ્યા હતા.

40માં માળ
પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા.
એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય.

60માં માળ પર
પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20
દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને

80માં માળ પર
આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ
નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.”
નાનાએ કપાળ પર હાથ
દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”...

*જીવનમાં પણ કંઇક આવુ જ બને છે*

*પ્રથમ 20*
વર્ષ સુધી આપણે માતા-
પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ
છીએ.

*20 વર્ષ બાદ*
અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી.

*40 વર્ષ પછી*
સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય.

આમ કરતા કરતા
*60 વર્ષ પુરા*
થાય પછી વિચારીએ
કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી.

જ્યારે
*80 વર્ષે*
પહોંચીએ ત્યારે સમજાય
કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન
પુરુ થઇ ગયુ.

*યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. *80 વર્ષે*
*જે જોઇતું હોઇ એ મેળવવાની*
*શરુઆત*
*20માં વર્ષથી જ કરી દેવી*

Read More

*"માણસ"* જ્યાં સુધી *"છેતરાય"* છે,
ત્યાં સુધી જ એ *"ભોળો"* ગણાય છે.

જેવો *"તે છેતરાવાની ના પાડે"* છે કે તેના
*"અવગુણ"* પર *"રસપ્રદ સંશોધન"* શરુ થાય છે.

Read More

એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું......
તેના પિતાએ તેને હસતાં કહ્યું,
“બેટા, એક સફરજન મને આપ તોય...”
બસ ... સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!!!!!!
થોડુંક મમળાયું...!!!
તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું.
...

બસ ત્યારે........

તેના આ નાનકડા બાળકે

ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા

પિતાને કહ્યું...

*“આ લો બાપુ... આવડુઆ વધારે મીઠું છે...!”*
...

*કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...*
..
કોઈએ કેટલું સરસ કહ્યું છે.
*“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં...!!!!”*
ફર્ક માત્ર વિચારસરણી નો હોય છે,
નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે,…

~ વિશાલ ધડુક

Read More


રીટાયર્ડ થવાની ઉમરે એ
બેઠો બેઠો વિચારતો હતો . . .
ભણવામાં ખૂબ મહેનત કરી ,
સારા માં સારી નોકરી મેળવી ,
સારું મોભાદાર કામ મળ્યું ,
ઘણા બધા રૂપિયા બનાવ્યા ,
કેરિયર નો ગ્રાફ ક્યારેય
નીચો નાં આવવા દીધો . . . .
ઘરવાળી ને જીવનભર રાણીની
જેમ સાચવી રાખી . . .
દીકરા દીકરી ને રાજકુમાર રાજકુમારીની
જેમ સાચવયા . . .
હવે શું બાકી રહી ગયું ?
ત્યાજ ક્યાંક એને અંદર થી
અવાજ સંભળાયો.....


*"તારે જીવવાનું બાકી રહી ગયું જીવવાનું".......*

Read More

लोग आईना कभी भी न देखते अगर....

आईने में'चित्र'की जगह'चरित्र'दिखाई देता....!

એક મુસાફર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો . તેને કકડીને ભૂખ લાગી હતી . ભૂખથી બેહાલ બની ગયો હતો . એવામાં તેની નજર એક ગુફા ઉપર પડી . ત્યાં એક મહાત્મા ખોરાક આરોગી રહ્યા હતા . પેલો વ્યક્તિ ત્યાં ગયો . તે જોઈને મહાત્મા કહે છે , તું ભાઈ , થાકી ગયેલો લાગે છે . તને ભૂખ લાગી હોય તેમ જણાય છે . પેલા મુસાફરે જમવાનું માગ્યું . પેલા મહાત્મા ખોપરીમાં ખાતા હતા . તે જોઈને મુસાફર સૂગ અનુભવે છે . તે મહારાજ કહે છે કે , આ ખોપરીને રોજ સાફ કરું છું , છતાં પેલો મુસાફર પોતાની વાત ઉપર અડગ રહે છે . ત્યારે તે સંત બોલે છે , ભાઈ , જે ખોપરી તારા માથા પર છે તેમાં સૂગ આવે એવું કેટલુંય પડયું છે . કામ , ક્રોધ , મોહ , માયા , નિંદા , ઈર્ષા , વેરઝેરરૂપી કીડાઓ તેમાં ખદબદે છે . એ ખોપરી દિન - રાત માથે રાખતા તને સૂગ નથી લાગતી ?

"મુસાફર શું બોલે ?"

~વિશાલ ધડુક

Read More

રહેવું હોય તો હંમેશા તૈયારીમાં રહેવું સાહેબ ,
કેમકે માણસ અને મોસમ ગમે ત્યારે બદલાઈ જાય છે..!
?સુપ્રભાત?

જન્મ્યા છીએ તો જીવીશું , જીવીશું તો જીવંત રહેવા મથીશું . . .
જીવંત રહેવા હરીશું , ફરીશું , વાંચીશું , નાચીશું , કૂદીશું , બાંધીશું , છોડીશું , બકબક કરીશું , મૌન ધરીશું , જતું કરીશું , ગાંઠે વળગાડીશું , જણીશું , ઉધામા કરીશું , ડહાપણ છાંટીશું , અહમ કરીશું , હસીશું , રડીશું , ઊઠીશું
અને છેલ્લે . . . છેલ્લે . . . પથારીમાં પડીશું . . . કાયમ મૌન ધરીશું . . . આવ્યા તેનો આનંદ અને જતા રહ્યા તેનો પરમ આનંદ ! !

Read More

બહુ વિચારવું પડે છે બોલતા પહેલા ,
કેમ કે અત્યારે દુનિયા દિલથી નહીં દિમાગથી સંબંધ નિભાવે છે..!