Quotes by J.M.bhammar Takdir in Bitesapp read free

J.M.bhammar Takdir

J.M.bhammar Takdir

@.m.bhammartakdir


" ઉઘાડી જા તું "

ધીરેથી વેણુ વગાડી જા તું.
ઊર્મિને ધીરે જગાડી જા તું.

સ્નેહમાં હવે મૂંઝવણ નથી,
દિલે લગની લગાડી જા તું.

તારામાં ઘૂમવુ ઝૂઝવુંય ગમે,
આ જિંદગીને રમાડી જા તું.

બાગમાં ખીલી રહ્યા પુષ્પો,
એકાદ કળી ઉઘાડી જા તું.

સૌંદર્ય માણી જો "તકદીર"
આંખલડીને ઉઘાડી જા તું.

જે.એમ.ભમ્મર
"તકદીર"

Read More

" તું આવજે"

યાદોની હોડીમાં બેઠો દરિયે, તું આવજે.
ચાંદા પોળી રમવાને ફળિયે, તું આવજે.

દરિયામાં હોડી, પછી હોડીમાં હલ્લેસા,
એકમેક થકી સમંદર તરિયે, તું આવજે.

બે ક્ષણોનું ભલે ને હોય અથડાઈ જવું,
દિલમાં ખુશ્બુ ખુબ ભરિયે, તું આવજે.

પ્રેમ અક્ષરને વાંચીને મને શોધજે જરા,
ચાલને,વફાનો હાથ ધરિયે, તું આવજે.

સંશયો સઘળા જ છોડી દેજે "તકદીર"
વિરહ તણી રાહમાં મળિયે, તું આવજે.

જે.એમ.ભમ્મર
"તકદીર"

Read More

" સવાલ"

શહેરને મન એક ઘટનાનો સવાલ.
આપણે હોવા ન હોવાનો સવાલ.

શહેર છે અંધેરી નગરી એક ભાવ,
આપણે તો માટી, મોતીનો સવાલ.

શહેરમાં જાગે. છે ઘુવડ રાતભર,
ને સવારને એક સૂરજનો સવાલ.

આપણે વાતો કરી એ વ્યથૅ ગઈ,
લોકને મન એક અફવાનો સવાલ.

શહેર ઊભું સદીઓથી "તકદીર"
પાળિયાને એક પથ્થરનો સવાલ.

જે.એમ.ભમ્મર
"તકદીર"

Read More

"તો હું શું કરું!"

દિલ તૂટે તો હું શું કરું!
કાચ ફૂટે તો હું શું કરું!

રેત પર લખ્યા કરું છું,
નામ ઘૂંટે તો હું શું કરું!

ઝાંઝવાની સાથે લડવું,
હામ ખૂટે તો હું શું કરું"

ખંડેર જેવું ઊભું નગર,
નામ પૂછે તો હું શું કરું!

ઘુઘવતા પંખી "તકદીર"
તીર છૂટે તો હું શું કરું!

જે.એમ.ભમ્મર
"તકદીર"

Read More

" ઉદારી કર "

દિલોજાન દિલની તું યારી કર.
જિદગીના જંગમાં સવારી કર.

ગમગીન છે આ અંધારી રાતો,
સ્મિત ચહેરેથી એને પ્યારી કર.

છે હ્ર્દયમાં પ્રેમ, દર્દ ને ઉદાસી,
આરજુ ઉર્મિ દલને સિતારી કર.

ક્યાં રાખ્યા છે કર્મના હિસાબો,
એટલે કહું જિંદગી જુગારી કર.

બદલા બધાં બૂરાઈના છોડી દે,
આ હ્ર્દય પર થોડી ઉદારી કર.

જે.એમ.ભમ્મર
"તકદીર"

Read More

લઈ કલમ લખવા બેસું તો કાગળ ઓછા પડે.
વરસવા બેસું ધોધમાર તો વાદળ ઓછાં પડે.

જે.એમ.ભમ્મર
"તકદીર"

તપાસો


આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને સાહિત્ય વારસો માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/TjnNoV27MYX8daG48

કવોટ


આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને સાહિત્ય વારસો માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/kR8bkXhEK5DHkM4B9

"રક્ષાબંધન નું ગીત"

( રાગ: જનની ની જોડ સખી નહીં જડે રે લોલ)

વીરને બાંધે છે બેની રાખડી રે લોલ..
મોંઘા આપે છે એનાં મૂલ જો.........વીરને બાંધે છે...

ધન્ય દિવસ આજે આવીયો રે લોલ...
ધન્ય વીરાની આજે બહેને જો...... વીરને બાંધે છે...

પ્રેમે ગૂંથી છે એણે રાખડી રે લોલ....
હીરના ગૂંથ્યા છે એણે મોર જો...... વીરને બાંધે છે...

છલકે છલબલ એની આંખડી રે લોલ....
હેતે છલકે છે એનાં વેણ જો......... વીરને બાંધે છે...

ઊંડા તે કોડ એણે ભરિયા રે લોલ......
વીરો આપે છે આશિવૉદ જો........ વીરને બાંધે છે...

માગે બહેની સ્નેહ પાંખડી રે લોલ......
વીરો આપે છે હૈયાં છાબ જો........ વીરને બાંધે છે...

આવી મને લાખ ઘડી મળજો રે લોલ.....
યાચે "તકદીર" વારંવાર  જો....... વીરને બાંધે છે...

જે.એમ.ભમ્મર " તકદીર "

Read More

"અર્થ જુદાં"

શબ્દે શબ્દે અર્થ  જુદાં.
માનવ માનવ ધર્મ જુદાં.

જખ્મો લાગ્યા દિલમાં,
હ્ર્દયે  હ્ર્દયે દર્દ  જુદાં.

લક્ષ્ય ક્યાં  એકસરખું,
ફરજે ફરજે કર્મ જુદાં.

જરા આંખ ખોલી જો,
મનન મનન તર્ક  જુદાં.

સાવ અનોખા"તકદીર"
ધરમે  ધરમે પર્વ જુદાં.

-જે.એમ.આહિર
    "તકદીર"

Read More