" તું આવજે"
યાદોની હોડીમાં બેઠો દરિયે, તું આવજે.
ચાંદા પોળી રમવાને ફળિયે, તું આવજે.
દરિયામાં હોડી, પછી હોડીમાં હલ્લેસા,
એકમેક થકી સમંદર તરિયે, તું આવજે.
બે ક્ષણોનું ભલે ને હોય અથડાઈ જવું,
દિલમાં ખુશ્બુ ખુબ ભરિયે, તું આવજે.
પ્રેમ અક્ષરને વાંચીને મને શોધજે જરા,
ચાલને,વફાનો હાથ ધરિયે, તું આવજે.
સંશયો સઘળા જ છોડી દેજે "તકદીર"
વિરહ તણી રાહમાં મળિયે, તું આવજે.
જે.એમ.ભમ્મર
"તકદીર"