Nazi officers who escaped after World War II in Gujarati Magazine by Gautam Patel books and stories PDF | બીજા વિશ્વયુદ્ધ પછી નાસી છૂટેલા નાઝી અફસરો

Featured Books
Categories
Share

બીજા વિશ્વયુદ્ધ પછી નાસી છૂટેલા નાઝી અફસરો

નાઝી જર્મનીએ બીજું વિશ્વયુદ્ધગુમાવી દીધું હતું. લડાઇ શરૂ થયાનાં ૫વર્ષ, ૮ મહિના અને ૭ દિવસ પછીજર્મન સેનાપતિ કર્નલ-જનરલ આલ્ફેડજોડલે મે ૭, ૧૯૪૫ના રોજ બિનશરતીશરણાગતિના દસ્તાવેજ પર સહી કરીઆપી હતી. વિશ્વયુદ્ધના પ્રથમ તબક્કામાંડઝનેક યુરોપી દેશો પર વિજયપતાકાલહેરાવી ચૂકેલું જર્મની અંતે બધી રીતેવ્યાપક વિનાશ વેઠીને મૃતઃપ્રાય બન્યું હતું.આ યુદ્ધે તેના ૩૨,૫૦,૦૦૦ સૈનિકોનોતથા ૩૮,૧૦,૦૦૦ નાગરિકોનો ભોગલીધો હતો, ૨૮ મોટાં શહેરો પૂરેપૂરાંતારાજ થયાં હતાં અને વિદ્યુતમથકો,બંધો, રેલવે લાઇન, પુલો, કારખાનાં વગેરેજેવી ૮૬% રાષ્ટ્રીય સંપત્તિ નાશ પામીચૂકી હતી. સૌથી હિણપતભરી વાત એકે દેશના બે ટુકડા થયા હતા. પશ્ચિમીટુકડો રશિયાના તાબામાં ગયો હતો.વિશ્વભરમાં નાઝીવાદનો ડંકો વગાડી દેવામાગતા હિટલરનો દાવ અણધારી તેમજબૂરી રીતે ઊંધો પડ્યો હતો. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ વગેરે પશ્ચિમીદેશોએ નાઝી હકૂમત દરમ્યાનયહૂદીઓના કરાયેલા જનસંહારનેઅક્ષમ્ય યુદ્ધગુના તરીકે ઓળખાવ્યો હતો,પરંતુ ખરી વાત એ છે કે તેમના પરખર્ચાળ અને ખુવારીજનક યુદ્ધ ઠોકીબેસાડ્યા બદલ તેઓ નાઝી અફસરો પરદાઝ કાઢવા માગતા હતા.યુદ્ધગુનાની સજા મૃત્યુદંડ જ હોય એ વાતસારી રીતે જાણતા સરમુખત્યાર એડોલ્ફહિટલર, પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સજર્મનીના નં. ૨ સત્તાધીશ હેઇનરિશહિમલર વગેરે સહિત ઘણા નાઝીઆગેવાનોએ તથા અફસરોએ સ્વમાનનેખાતર આત્મહત્યા કરી નાખી હતી.એડોલ્ફ આઇકમાન જેવા બીજા હજારોજેટલા નાઝી અફસરો વેશપલટો,નામપલટો અને સ્થળપલટો કરી ગોપિતરહેવાની વેતરણમાં પડ્યા હતા. વિજેતાલશ્કરના તપાસકારો સાથે એકધારોપકડદાવ ખેલતા હતા. અમુક જણાનીભાગદોડનું ક્યારેક ઓચિંતી ધરપકડ સાથેપૂર્ણવિરામ આવી જતું હતું.એક રિપોર્ટ મુજબ જો કે‘વોન્ટેડ’ની સૂચિ પરના મોટાઅને મધ્યમ દરજ્જાના નાઝીઅફસરોની સંખ્યા ૬૨,૦૦૦જેટલી હતી. આ સિવાય પણબીજા કેટલાકે યુદ્ધગુનાઓઆચર્યા હોય એ બનવાજોગહતું. જર્મનીથી સરહદપારઓસ્ટ્રિયા જતો રહેલોઆઇકમાન સતત અસલામતીઅનુભવતો હતો, કેમ કે યહૂદીસ્ત્રી-પુરુષોના અને બાળકોનાયમદૂતનો પાઠ ભજવવામાંતેણે આગળ પડતી ભૂમિકાઅદા કરી હતી. લડાઇદરમ્યાન મિન્સ્ક નામના શહેરખાતે યહૂદીઓના કોન્સન્ટ્રેશનકેમ્પનો તે મુખ્ય પહેરેદાર હતો.આ શહેર મૂળ તો રશિયાનું,પણ જર્મનીએ ૧૯૪૧માંઆક્રમણ કરી મિન્સ્ક સહિતનોઘણો રશિયન પ્રદેશ જીતી લીધોઆઇકમાનની દેખરેખ અનેદોરવણી હેઠળ ત્યાં રોજના સરેરાશ૧૫,૦૦૦ યહૂદીઓને ગેસ ચેમ્બરમાંધકેલી દેવાતા હતા. દિવસો નહિ,મહિનાઓ સુધી એ સંહાર ચાલુ રહ્યોહતો. આઇકમાનની પાશવતાનો ખ્યાલએ વાતે આવી શકે કે મિન્સકની ૪૦%વસ્તી યહૂદી પ્રજાની હતી, પણ તે આંકસરવાળે ઘટીને માત્ર ૨% જેટલો રહી જવાપામ્યો હતો.કોઇ એકાદ સ્થળે લાંબો સમયરહેવું આઇકમાન માટે સલામતીભર્યું નહતું. ઓસ્ટ્રિયામાં પણ બ્રિટિશ, ફ્રેન્ચ,અમેરિકન તથા રશિયન દળો જુદા જુદાપ્રદેશોનો કબજો જમાવીને બેસી ગયાં‘રાઉન્ડ-અપ’ કરતાં હતાં. આઇકમાન પત્નિ તથા ત્રણ બાળકોનેઓસ્ટ્રિયામાં પોતાના કાકાનેત્યાં મૂકી જર્મની પાછો ફર્યો.નિવાસનાં સ્થાનો બદલતોરહ્યો, વારાફરતી જુદાં જુદાંનામો ધારણ કરતો રહ્યોઅને જે તે નામે બનાવટીઓળખપત્રો મેળવતો રહ્યો.ઇરાદો તો જર્મની છોડીકાયમ પૂરતા દક્ષિણ અમેરિકા જતા રહેવાનોહતો, પણ એ માટે પૂરતીરકમ તેની પાસે ન હતી.અસલિયત છૂપી રાખીનેનાનાં-મોટાં કામો દ્વારા તેણે૧૯૫૦ સુધીમાં દેશાંતર માટેની જરૂરીબચત એકઠી કરી લીધી. નવા વતનતરીકે દક્ષિણ અમેરિકાનો સારી એવીજર્મન વસ્તીવાળો આર્જેન્ટિના દેશ તેણેપસંદ કર્યો.દેશબદલો કરવા માટે સર્વસામાન્યવિધિ મુજબ સત્તાવાર પ્રવાસ યોજી શકાયતેમ ન હતો. આઇકમાન પાસેકાયદેસરનો ઓળખપત્ર/ID, વિઝા કેપાસપોર્ટ ન હતા, એટલે તેણે પોતાનીજાતનું દાણચોરીના માલ તરીકે દેશાંતરકરાવવાનું હતું. આના માટે પણ અમુકદસ્તાવેજો આવશ્યક હતા, એટલે મે,૧૯૫૦માં તેણે ઓસ્ટ્રિયા-ઇટાલિ સરહદપરના એવા ધંધાદારી એજન્ટોને સાધ્યાકે જેઓ અમુક પૈસાના સાટામાં તેના જેવાલોકોને ગેરન્ટી સાથે પણ ગેરકાયદેસીમાડો પાર કરાવી આપતા હતા.આલ્પ્સ પર્વતમાળામાં ઓસ્ટ્રિયા તથાઇટાલિ વચ્ચે ૧,૩૭૦ મીટર  ઊંચે બ્રેનર નામનો ઘાટ હતો, જેના માર્ગે સરહદને ઓળંગી શકાતી હતી.ઇટાલિમાં બેરોકટોક પ્રવેશી શકાતું હતું. અલબત્ત, બાંધેલોચાર્જ વસૂલ કરતા એજન્ટોના સહયોગવગર નહિ. આ ધંધાદારી દલાલોને માત્રપૈસા સાથે મતલબ હતો, માટે ચાર્જઆપનાર વ્યક્તિનું નામ-ઠામ કદી પૂછતાન હતા અને વાતચીત પણ ફક્ત જરૂરપૂરતી કરતા હતા.બધી વ્યવસ્થા થયા પછી એડોલ્ફઆઇકમાન જંગલના નિર્જન રસ્તેજર્મનીનો સીમાડો પાર કરી ઓસ્ટ્રિયાનાસરહદી ગામ કુફસ્ટાઇન ખાતે પહોંચ્યો,જ્યાં એજન્ટોના મળતિયાઓ દ્વારા તેનેઆશ્રયસ્થાન તેમજ ખાવાનું મળ્યું.અહીંથી શરૂ કરીને આઇકમાનના મામલેજે ઘટનાક્રમ ગોઠવાયો તે બાબતે એટલામાટે જાણવું પડે કે બહુ આયોજન-પૂર્વકનીછતાં અજાણી સાજિશનો તે ભાગ હતો.આઇકમાન જેવા ભાગેડુ નાઝીઅફસરોના લાભાર્થે જ એ સાજિશરચવામાં આવી હતી.કુફસ્ટાઇનથી એડોલ્ફ આઇકમાનતેને ફાળવાયેલી ટેક્સી દ્વારા ઇન્સબ્રુકશહેરે પહોંચ્યો, જ્યાંથી બ્રેનર ઘાટ તરફજતા માર્ગનો આરંભ થતો હતો. ઇન્સબ્રુક ઓસ્ટ્રિયાનું ત્રીજા નંબરનું મોટું શહેર હતું.આઇકમાને ત્યાં નાઝી સલામતી દળના બીજા અફસરનાપડાવસ્થાને રાત વીતાવવાનું નક્કી કર્યું.આઇકમાન જો કે ‘મોસ્ટ વોન્ડેટ' નાઝી હોવાને લીધેરખે તપાસકાર અંગ્રેજ, ફ્રેન્ચ કે અમેરિકન સૈનિકોતેને શોધતા આવી ચડે અને તેના ભેગી પોતાનીગિરફતારી થાય એવી બીકે પેલા અફસરેતેને અત્યંત તોછડી રીતે જાકારો આપીદીધો. મિન્સ્કની યહૂદી પ્રજાના જલ્લાદેરાતવાસા માટે ભાડાનું બીજું ઘર શોધ્યું,જે આધેડ મહિલાનું હતું. યજમાનનીઅસલિયતનો તેને ખ્યાલ આવી ગયો,પણ જલ્લાદનું સદ્ભાગ્ય કે તે નાઝીવાદપ્રત્યે સહાનુભૂતિ ધરાવતી હતી.  બીજે દિવસેપર્વતારોહકના વેશમાં આઇકમાન તેનાએજન્ટોની દોરવણી હેઠળ બ્રેનર ઘાટનામુખ સુધી પહોંચ્યો, જ્યાંથી પગપાળાચાલીને લાંબું અંતર કાપવાનું હતું.કલાકેક બાદ તેણે સીમારેખા ઓળંગી નાખી. ઇટાલિની ધરતી પર પગ મૂક્યો ત્યારે રોમનકેથોલિક પાદરી તેને સ્મિતપૂર્વક આવકારવા ત્યાંમોજૂદ હતો. આઇકમાને વિઝા કે પાસપોર્ટ વિનાસરહદ ઓળંગીને કાયદાનો ભંગ કર્યો હતો,પરંતુ ખ્રિસ્તી પાદરીને એ વાત સાથે લેવાદેવા નહતી. માનો કે આઇકમાનનાં કરતૂતો અંગે તે જાણતો હોત તોકદાચ એ વાતને પણ ધ્યાનમાં લેત નહિ. આનાઝીને તેણે નજીકની  ટેક્સીમાં બેસાડ્યો, ઇટાલિના વિપિતેનોનામના સરહદી ગામે પહોંચાડ્યો અને ટેક્સી ડ્રાઇવરને ત્યાં રાતવાસાનો બંદોબસ્ત કરી આપ્યો.આ તો હજી અજીબોગરીબબનાવોનો આરંભ હતો. થોડા દિવસ પછીઆઇકમાનને ઇટાલિના ટ્રામિન નગરનીમ્યુનિસિપાલિટી દ્વારા એનાયત કરાયેલોID ઓળખપત્ર મળી ગયો, જેનાપર જૂન ૨, ૧૯૪૮ની તારીખછાપેલી હતી. ઓળખપત્રમાં તેનું નામ રિકાર્ડોક્લેમેન્ટ હતું અને તેમાં લખ્યામુજબ જન્મસ્થળ દક્ષિણ ટિરોલપ્રાંતનું બોઝેન તરીકે ઓળખાતુંનગર હતું. આ નવી ઓળખાણદ્વારા આઇકમાન ઇટાલિનોસત્તાવાર નાગરિક સાબિત થતોહતો. વળી જન્મનું વર્ષ૧૯૧૩નું લખાયું હતું, માટે તેઇટાલિનો વર્ષો જૂનો રહેવાસીપૂરવાર થતો હતો.જાતે કશી જ મહેનત કર્યાવગર પોતાની નવી ઓળખાણને લગતો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ મેળવનારએડોલ્ફ આઇકમાને ત્યાર પછીની વિધિઅંગે પણ તસ્દી લેવી પડી નહિ.દસ્તાવેજના આધારે વિદેશપ્રવાસ માટેનાંજરૂરી કાગળિયાં તેને આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થા દ્વારા મળી શકે તેમ હતાં.આના માટેની અરજી તેના વતી રોમશહેર ખાતેના ફાધર એડવર્ડ ડોમોટેરનામના પાદરીએ કરીજેમાં તેણે એડોલ્ફઆઇકમાનને યાને કેરિકાર્ડો ક્લેમેન્ટને દક્ષિણટિરોલનો મૂળ વતનીગણાવ્યા બાદ ‘અત્યારેરાષ્ટ્રીયતારહિત'  એમ લખ્યું. બીજાવિશ્વયુદ્ધ દરમ્યાન ઘણાયુરોપી દેશોના સીમાડાબદલાયા હોવાને લીધેઅનેક લોકો પોતાનીરાષ્ટ્રીયતા ગુમાવી બેઠાહતા. આથી રેડ ક્રોસસંસ્થા તેમને પરદેશમાંવસવા માટે પ્રવાસનેલગતા પરવાના કાઢી આપતી હતી.રાષ્ટ્રીયતારહિત લોકો પાસપોર્ટ મેળવીશકે નહિ, પણ આવા પરવાના તેમનામાટે પાસપોર્ટની ગરજ સારતા હતા.એક સંદેશાવાહક દ્વારા એડોલ્ફઆઇકમાનને સૂચના મળી કે પરવાનાસાથે તેણે થોડા કિલોમીટર છેટેના મેરાનગામે પહોંચવાનું હતું.આઇકમાન ટેક્સી દ્વારા ત્યાંગયો ત્યારે અજાણ્યા શખ્સતેની પાસે આવીક્લેમેન્ટ” એમ પૂછ્યુંઅને તેણે હકારમાં જવાબઆપ્યો કે તરત એ શખ્સઆર્જેન્ટિના સરકારનોવિઝા તેના હાથમાં મૂકીદીધો. કશું જ બોલ્યા વગર એ જતો રહ્યો.આઇકમાનના સક્રિય પ્રયાસો વગર બધુંતેના લાભાર્થે જાણે કેઆપોઆપ બની રહ્યું હતું.હવે તેની પાસે દક્ષિણ અમેરિકાના પ્રવાસ માટે રેડક્રોસ મારફત પ્રાપ્તથયેલો પરવાનો હતોએટલું જ નહિ, પણત્યાંના આર્જેન્ટિનાદેશનો વિઝા હતો.ઇટાલિ છોડી જવા તેણેદક્ષિણના જિનોઆ બંદરતરફ પ્રયાણ કર્યું. જૂન૧૪, ૧૯૫૦ના રોજ તે‘જિઓવાન્ની’ નામના જહાજમાં બેસી લાંબા પ્રવાસે હંકાર્યો અનેબરાબર મહિના પછી જુલાઇ ૧૪,૧૯૫૦ના દિવસે આર્જેન્ટિનાનાબ્યુએનોસ એરિસ બંદરે પહોંચ્યો.ઇમિગ્રેશનના અધિકારીઓ સમક્ષપોતાનો રિકાર્ડો ક્લેમેન્ટ તરીકેનોઓળખપત્ર રજૂ કર્યો અને વ્યવસાયે પોતેટેક્નિશિઅન હોવાનું જણાવ્યું. આ નવાવતનમાં તેણે પહેલાં મર્સિડિઝ કારનીફેક્ટરીમાં ટેક્નિશિઅન તરીકે અને ત્યારપછી મ્યુનિસિપલ વોટર સપ્લાયનાએન્જિનિઅર તરીકે નોકરીઓ કરી.સસલાંના ઉછેરનો ધંધો પણ કર્યો. બેએકવર્ષ સુધી કેટલીક બચત જમા કર્યા બાદતેણે ઓસ્ટ્રિયામાં રહેતી પત્નીને તથા ત્રણસંતાનોને આર્જેન્ટિના બોલાવી લીધાં.કાયદાના હાથનો સકંજો ના પડેએ માટે લાંબી ભાગદોડકરનાર અને છેવટેઆર્જેન્ટિના ખાતેઅજ્ઞાતવાસમાં સરીપછીના દોઢેક દસકાસુધી તો સુરક્ષિત રહ્યો,પણ અંતે નસીબે તેનોસાથ છોડી દીધો.ઇઝરાયેલી ગુપ્તચરસંસ્થાના જાસૂસોએ તેને૧૯૬૦માં શોધીકાઢ્યો, પકડીને હાઇજેક કર્યો અનેયુદ્ધગુના બદલ ખટલો ચલાવી ઇઝરાયેલીઅદાલતે તેને ફાંસી પર ચડાવી દીધો.વિશ્વયુદ્ધના સમયગાળામાંપોલેન્ડ જર્મનીનો પહેલો કોળિયોબન્યું હતું. નાઝી લશ્કરે ત્યાંના લાખોયહૂદીઓને જુદા જુદા કોન્સન્ટ્રેશનકેમ્પમાં ઘેટાં-બકરાંની જેમ પૂરી દીધાહતા. એક કેમ્પ પોલેન્ડના ત્રિબ્લિન્કાશહેર પાસે હતો, જેનો ચાર્જ SS/શુટ્ઝ-સ્ટાફેલના કેપ્ટન ફ્રાન્ઝ એંગલને સોંપાયોહતો. હિટલરે ૧૯૪૨માં ધ ફાઇનલસોલ્યૂશન’ એવા નામે યહૂદીઓનો સંહારશરૂ કરાવ્યો ત્યારે કેપ્ટન એંગલે અતિકાર્યક્ષમ જલ્લાદનો રોલ ભજવ્યો. વધુ‘કેપેસિટી’ ધરાવતી ગેસ ચેમ્બર્સ તૈયારકરાવી, જેમાં દર બે કલાકે ૩,૦૦૦જણાનો રોજના અધિકતમ ૨૨,૦૦૦જણાનો ફેંસલો આણી શકાતો હતો.આ કેમ્પમાં તેણે બધું મળીને ૯,૦૦,૦૦૦ યહૂદી સ્ત્રી-પુરુષોનોતથા બાળકો-કિશોરોનો સફાયો કરાવી નાખ્યો.લડાઇ પછી કેપ્ટન ફ્રાન્ઝએંગલ ‘મોસ્ટ વોન્ટેડ’ના લિસ્ટ પરહતો, પણ સફળતાપૂર્વક ભાગીછૂટીને રોમ પહોંચ્યો અને વેટિકનસિટી તરફ આગળ વધ્યો. અહીં જેઅનુભવ થયો એ તેના શબ્દોમાં :‘વેટિકનનાં બિશપનો ક્યાં પત્તોમળે એ મને ખબર ન હતી. પુલઓળંગતી વખતે મારા નાઝીપરિચિતનો ભેટો થયો, જેણે પૂછ્યુંકે, ‘(બિશપ) હુડાલનું કામ છે ?’મેં તરત હા પાડી--અને પછી તોયોગ્ય સરનામે પહોંચવામાં અડધોકલાક પણ લાગ્યો નહિ. વેઇટિંગરૂમમાં હું બેઠો હતો. બિશપનું આગમનથયું અને તેઓ બોલ્યા : ‘તમે ફ્રાન્ઝએંગલ છો, ખરું ? હું તમારી જ રાહજોતો હતો.’’બિશપ હુડાલે નવ લાખ યહૂદીઓના સંહારક કેપ્ટન ફ્રાન્ઝએંગલને પૈસાની, રહેઠાણની અને ખાવા-પીવાની સગવડ કરી આપી. બ્રાઝિલ જવામાટે અંતે જરૂરી દસ્તાવેજો પણ મેળવીઆપ્યા. કેટલાક સમય પછી બ્રાઝિલમાંફોક્સવેગન મોટરના કારખાનામાં તેનોકરીએ લાગ્યો, પણ ૧૯૬૧માં પકડાયોઅને જન્મટીપની સજા પામ્યા બાદ૧૯૭૧માં હૃદયરોગને લીધે જર્મન શહેરડસેલડોર્ફની જેલમાં મૃત્યુ પામ્યો. પોએક નામીચો એન્ટિ-યહૂદીનાઝી જોસેફ મેંગેલ નામનો હતો, જેનોપણ હોદો SS/શુટ્ઝસ્ટાફેલમાં કેપ્ટનનોહતો. સૌથી વધુ ગોઝારા સાબિત થયેલાઓશવિટ્સ કોન્સન્ટ્રેશન કેમ્પનું સંચાલનતેને સોંપાયું હતું. ગોઝારું એટલી હદે કે પોલેન્ડ ખાતેના એ કેમ્પમાં સપ્ટેમ્બર,૧૯૪૧થી જાન્યુઆરી, ૧૯૪૫ દરમ્યાન૧૨,૫૦,૦૦૦ યહૂદીઓને ઝેરી ગેસ વડેમારી નાખવામાં આવ્યા હતા. વિકૃતમગજનો જોસેફ મેંગેલ તબીબીશાસ્ત્રી: હતો અને યહૂદીઓને ગેસ ચેમ્બરમાંધકેલતા પહેલાં તેમના પર તે એનેસ્થેસિઆ આપ્યા વગ૨ પોસ્ટ મોર્ટમના ધોરણે અખતરા કરતો હતો.સૌથી વધુ દિલચસ્પી તેને આનુવંશિકતામાં હતી, એટલે ખાસ કરીને જોડકાં બાળકો તેના હાથે અંગવિચ્છેદનોભોગ બનતાં હતાં.હિટલરનું જર્મની હારવા લાગ્યુંત્યારે જાન્યુઆરી, ૧૯૪૫માં જોસેફમેંગેલ પલાયન થયો અને ફિટ્ઝ હોલમાન એવું નામ ધારણ કરી ૧૯૪૮ સુધી અજ્ઞાતવાસમાં રહ્યો. દરમ્યાન તેનાંì કરતૂતો પ્રકાશમાં આવવાને કારણે તેનેશોધી કાઢવાના પ્રયાસો સઘન બન્યાહતા. આઇકમાનની જેમ તે બ્રેનર ઘાટમારફત જ દક્ષિણ ટિરોલ ગયો, ટ્રામિનનીમ્યુનિસિપાલિટી દ્વારા હેલ્મેટ ગ્રેગોર એવાનામે ઓળખપત્ર પ્રાપ્ત કર્યો, વેટિકનનીલાગવગ વડે રેડ ક્રોસ તરફથી પ્રવાસનેલગતો પરવાનો મેળવ્યો અને જિનોઆબંદરેથી જહાજ પકડી આર્જેન્ટિના જતોરહ્યો. આ ભાગદોડ દરમ્યાન અમુકતબક્કે આઇકમાન તેની સાથે હતો.આર્જેન્ટિનાના પાટનગર બ્યુએનોસએરિસમાં જોસેફ મેંગેલ સ્થાયી થયો, જ્યાં આઇકમાન જેવા બીજા ઘણા ભૂતપૂર્વનાઝી અફસરો હતા.સૌથી નામચીન ઓશવટ્સકોન્સન્ટ્રેશન કેમ્પના Angel of Deathનોફિટકારભર્યો ખિતાબ પામેલો મેંગેલ મે, ૧૯૬૦ દરમ્યાન કાયદાનીચુંગાલમાં આવી જાત, પરંતુનસીબજોગે બચી ગયો.ઇઝરાયેલી જાસૂસી સંસ્થામોસાદના એજન્ટોએ તેમહિને બ્યુએનોસ એરિસશહેરમાં એડોલ્ફ આઇકમાનને પકડ્યાનાથોડા કલાકો બાદ મેંગેલ પણતેમના જોવામાં આવ્યો.આર્જેન્ટિનાની સરકારનેઆઇકમાનના હાઇજેકિંગનીગંધ પહોંચે એ પહેલાં તેનીસાથે વિમાન દ્વારા ઇઝરાયેલજવા રવાના થવું જરૂરી હતું.આથી મેંગેલને ફરી ક્યારેકસપાટામાં લેવાનું જાસૂસોએનક્કી કર્યું.મેંગેલનો જો કે ત્યારબાદ પત્તો મળ્યો નહિ.આઇકમાનનું ઇઝરાયેલેઅપહરણ કરાવ્યાનાસમાચાર ગાજ્યા કે તરત એવૂલ્ફગેંગ ગેર્ટાર્ડ એવું નામધારણ કરી પડોશી દેશપારાગ્વેમાં રહેવા જતો રહ્યો. મોસાદનાજાસૂસોએ તેની સઘન રીતે ખોજ કરીઅને તે નજરે ચડ્યાની વાતો અવારનવારસંભળાતી રહી, પણ તે કદી હાથમાંઆવ્યો નહિ. ફેબ્રુઆરી ૭, ૧૯૭૯નારોજ તેનું મૃત્યુ થયાના ઘણા વખત બાદપશ્ચિમ જર્મનીના ગુપ્તચરોને, ઇઝરાયેલીમોસાદના જાસૂસોને તથા Nazi-hunterકહેવાતા યહૂદી તપાસકાર સિમોનવિસેન્થાલને સંયુક્ત પ્રયાસો દ્વારા જાણવામળ્યું કે વૂલ્ફગેંગ ગેહર્ડ એ જ૧૨,૫૦,૦૦૦ યહૂદીઓનો કસાઇજોસેફ મેંગેલ હતો. પાકી ખાતરી કરવા૧૯૮૫માં પશ્ચિમ જર્મન પુલિસનાઅમલદારો પારાગ્વે ગયા અને વૂલ્ફગેંગગેહૉર્ડની કબર ખોદી તેના અવશેષોબહાર કાઢ્યા. ફોરેન્સિક તપાસ વખતેદંતાવલિની રચનાએ સાબિત કરી આપ્યુંકે કબર Angel of Death જોસેફમેંગેલની જ હતી. વેટિકનની, દક્ષિણટિરોલના નાઝીતરફી જર્મનોની અને રેડક્રોસની સીધી યા આડકતરી મદદ વડેભાગી છૂટ્યા બાદ ૨૮ વર્ષ સુધી તેણેકાનૂનને થાપ આપી હતી.હિટલર પછી બીજા નંબરનોજર્મન સત્તાધીશ માર્ટિન બોરમાન હતો.વિશ્વયુદ્ધના આખરી તબક્કામાં બર્લિનખાતે ભૂગર્ભ બન્કરમાં છેવટ સુધી તેહિટલર સાથે હતો. એપ્રિલ ૩૦,૧૯૪૫ના રોજ હિટલરે તે અન્ડરગ્રાઉન્ડમથકમાં આત્મહત્યા કરી તેના બીજાદિવસે માર્ટિન બોરમાન ત્યાંથી નીકળીગયો--અને ફરી ક્યારેયદેખાયો નહિ. યહૂદીઓનાસંહારમાં તેણે ફ્રાન્સ એંગલકે જોસેફ મેંગેલ જેવો પ્રત્યક્ષરોલ નહોતો ભજવ્યો, પણ તેએટલા માટે કે તેનું કામ આવાજલ્લાદોને માત્ર હુકમોફરમાવાનું હતું. દાખલા તરીકેઓક્ટોબર ૯, ૧૯૪૨ના રોજતેણે આદેશ જારી કર્યો કે,જર્મનીમાં અને જર્મનકબજાના દેશોમાં યહૂદીઓનેહકાલપટ્ટી વડે નાબૂદ કરીશકાય તેમ નથી, એટલે તેમનોસફાયો કરી નાખવાનો છે.’હિટલર વતી બહાર પાડવામાંઆવેલા તે હુકમ પછી દરેકકોન્સન્ટ્રેશન કેમ્પના નાઝીસંચાલકોએ વધુ મોટા પાયેહત્યાકાંડ શરૂ કર્યો. આદૃષ્ટિએ જોતાં માર્ટિનબોરમાનનો યુદ્ધગુનો અત્યંતગંભીર હતો.ધરપકડથી બચવા માટેબોરમાન તેની પત્ની જેર્ડાઅને બાળકો સાથે દક્ષિણ ટિરોલ જતોરહ્યો. પત્ની માંદગીમાં પટકાયેલી હતી,છતાં સ્વબચાવ માટે બોરમાન તેને અનેબાળકોને પાદરીઓના હવાલે મૂકી ક્યાંકઅજ્ઞાતવાસમાં જતો રહ્યો. વિદાયઆખરી હતી. કદાપિ તેનું પુનરાગમનથવાનું ન હતું. પત્ની જેડ ૧૯૪૬માંમૃત્યુ પામી. બાળકોને દક્ષિણ ટિરોલનાકેથોલિક પરિવારોએ દત્તક લીધાં. માર્ટિનબોરમાનનો પત્તો ન હતો, એટલે પછીબિશપ એલોઇસ હુડાલે ૧૯૫૦માંબોરમાનનાં બાળકોનો પોપ પાયસ૧૨મા સાથે ભેટો કરાવી આપ્યો.પશ્ચિમી દેશોમાં વાત ચાલી કેમાર્ટિન બોરમાન આર્જેન્ટિના જતો રહ્યોહતો, જ્યારે બીજી અફવા મુજબ પ્લાસ્ટિકસર્જરી વડે ચહેરાનો દેખાવ બદલાવી તેપશ્ચિમ જર્મનીમાં જ રહેતો હતો. આનાયબ સરમુખત્યારનો પત્તો લગાવીઆપના૨ માટે નવેમ્બર, ૧૯૬૪માંજર્મન સરકારે ૧,૦૦,૦૦૦ માર્કનુંઇનામ જાહેર કર્યું, પણકશું વળ્યું નહિ. આખરે ડિસેમ્બર ૧૩,૧૯૭૧ના રોજ એટલે કે ૨૬ વર્ષે જર્મનસરકારે તેની શોધખોળનું અભિયાનસમેટી લીધું.વિશ્વયુદ્ધ પછી વિજેતા દેશોનેહાથતાળી આપી ગયેલો વધુ એક નાઝીઅફસર કેપ્ટન એરિશ પ્રિન્કે નામનોહતો. લડાઇ દરમ્યાન યહૂદીઓ પર નહિ,પણ ઇટાલિયનો પ૨ તેની ગોઝારીપસ્તાળ પડી હતી. વાત એમ બની કેયુદ્ધમાં હિટલરનો સહયોગી ઇટાલિયનસરમુખત્યાર બુનિટો મુસોલિની જુલાઇ૨૫, ૧૯૪૩ના રોજ સત્તા ગુમાવી બેઠો,એટલે પછી ઇટાલિનું લશ્કર જર્મની સામેમેદાનમાં આવ્યું. મુસોલિનીના વિરોધીક્રાંતિકારો પણ એ લડતમાં સામેલ હતા.એકવાર તેમણે છાપામાર હુમલામાં ૩૩જર્મન સૈનિકોને વીંધી નાખ્યા. નાઝીવાદીકેપ્ટન એરિશ પ્રિબ્કેનું મગજ ફટક્યું અનેતેણે ૧ જર્મન દીઠ ૧૦ ઇટાલિયનોનેગોળીએ દેવા તે રેશિઓની સંખ્યાનાનાગરિકોને સરહદી ગુફામાં એકઠા કર્યા.હિસાબમાં એ વાતે રહી કે ૩૩સામે ૩૩૦ને બદલે ૩૩૫ ઇટાલિયનોમોતની સજા પામ્યા.આ હત્યાકાંડ ખૂબ ગાજ્યો, એટલેયુદ્ધ પછી એરિશ પ્રિન્કે માટે ભાગી છૂટવાસિવાય બીજો આરો ન રહ્યો. ઇટાલિ-ઓસ્ટ્રિયાના બ્રેનર ઘાટ દ્વારા તે દક્ષિણટિરોલ પહોંચ્યો. અહીં પાદરીઓની મદદલેવામાં તકલીફ જરા એ નડી કે તે રોમનકેથોલિકને બદલે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીસંપ્રદાયનો હતો. રોમન કેથોલિક ચર્ચેજો કે baptism પ્રવેશ-સંસ્કાર દ્વારા તેનીએ સમસ્યા દૂર કરી નાખી. પ્રિબ્કેને તેમણેરોમન કેથોલિક બનાવી દીધો. આનાઝીએ વર્ષો બાદ આપેલી કેફિયતમુજબ વેટિકનના બિશપ એલોઇસ હુડાલેતેને મદદ કરી અને જુલાઇ ૨૬,૧૯૪૮ના રોજ તેણે ઓટો પેપ એવાનામે રેડ ક્રોસને આર્જેન્ટિના જવા માટેપરવાનાનો અરજીપત્ર મોકલ્યો.થોડા દિવસ પછી એરિશ પ્રિબ્કેજહાજ દ્વારા આર્જેન્ટિના પહોંચ્યો, જ્યાંતેણે ૫૦ વર્ષ સુધી આઝાદીનો લહાવોભોગવ્યો. ૧૯૯૪માં આખરે તેની ભાળમળી ત્યારે તે ૮૧ વર્ષનો થયો હતો.ઇટાલિની સરકારે તેના પ્રત્યાર્પણનીમાગણી કર્યા છતાં આર્જેન્ટિના સરકારેત્યાંના જર્મનોનો જનમત જોતાં ચારેકવર્ષ સુધી ગલ્લાંતલ્લાં કર્યાં. અંતેકાયદાકીય મજબૂરીને લીધે એરિશપ્રિલબ્કેને ઇટાલિના હવાલે કર્યો, પણ તેનીવય જોતાં ઇટાલિની કોર્ટે તેને માત્રનજરકેદની સજા આપી. છેલ્લી માહિતીઅનુસાર ૯૯ વર્ષનો એરિશ પ્રિબ્કે તેનાફ્લેટમાં મરણપથારીએ હતો. કેપ્ટન ક્લોસ બાર્બી નામનોકિન્નાખોર એન્ટિ-યહૂદીનો કિસ્સોજોઇએ. હિટલરની ગેસ્ટાપો તરીકેઓળખાતી ખુફિયા પુલિસનો તે અફસરહતો. ૧૯૪૪માં જર્મન લશ્કરે ફ્રાન્સનેપરાસ્ત કર્યા બાદ કેપ્ટન બને ફ્રાન્સનાલિયોં શહેરનો ચાર્જ સોંપાયો હતો,જ્યાંના તમામ યહૂદીઓને તેણે મોતનાહવાલે કરવાના હતા. જોસેફ મેંગેલનીજેમ ક્લોસ બાર્બીના પણ ઘાતકીપણાનેસીમા ન હતી. મહિનાઓ સુધી યહૂદીબંદીવાનો પર અમાનુષી શારીરિક અનેમાનસિક જુલમો ગુજારી આશરે૧૪,૦૦૦ સ્ત્રી-પુરુષો તેમજ બાળકોનોભોગ લીધો--અને બીજા વિશ્વયુદ્ધનીતવારીખમાં Butcher of Lyon તરીકેનામચીન બન્યો. લડાઇ બાદ તે કસાઇઇટાલિના રસ્તે ભાગ્યો, નામ બદલીનેક્લોસ આલ્ટમાન કર્યું, નવું ઓળખપત્રમેળવ્યું અને દક્ષિણ અમેરિકાનાબોલિવિયા દેશે જવા માટે રેડક્રોસનેપરવાનાની અરજી મોકલી. બાકીનું કામરોમ ખાતેના ક્રોએશિયન દૂતાવાસનાપાદરીએ સરળ કરી આપ્યું. ૧૯૫૧માંબાર્બી સહકુટુંબ બોલિવિયા પહોંચી ગયો.ઘણા વખતે તેનો પત્તો મળ્યો અને નાસીછૂટ્યાનાં ૩૬ વર્ષ બાદ લિયોંની ફ્રેન્ચઅદાલતના ચૂકાદા મુજબ જન્મટીપનીસજા પામ્યો. સજા મળ્યાનાં ચાર વર્ષ પછીતેનું કારાવાસમાં જ મૃત્યુ નીપજ્યું.એડોલ્ફ આઇકમાન, ફ્રાન્ઝ સ્ટેંગલ,જોસેફ મેંગેલ, જોસેફ શ્વામબર્જર, એરિશપ્રિન્કે અને ક્લોસ બાર્બીના કિસ્સાઓનેમાત્ર નમૂનારૂપ સમજી લો. મુદ્દાની વાતએ છે કે સવા લાખ કરતાં વધુ ભૂતપૂર્વનાઝીઓ સહીસલામત રીતે દક્ષિણઅમેરિકી દેશોમાં જતા રહ્યા--અને જૂજઅપવાદોને બાદ કરતાં બાકીના કદીપકડાયા નહિ. સૌથી વધુ નાઝીઓનોયજમાન બનેલો દેશ આર્જેન્ટિના હતો,જેણે ખુલ્લા દિલે તેમને આવકાર્યા હતા.આર્જેન્ટિનાના પ્રમુખ જુઆન પેરોનનીતેમાં લાંબી ગણતરી હતી. હિટલરે યુદ્ધમાટે ફક્ત ૬ વર્ષમાં રણગાડીઓ,વિમાનો, યુદ્ધજહાજો, સબમરનો, તોપોવગેરેનો જે અઢળક શસ્ત્રસરંજામ ખડક્યોતે જર્મન ટેક્નિશિઅનોને, વિજ્ઞાનીઓને,એન્જિનિઅરોને તથા સંશોધકોનેઆભારી હતો. વિશ્વયુદ્ધ પછી જેમણે દેશછોડવો પડ્યો તેમાં આવા તજજ્ઞો મોટીસંખ્યામાં હતા, એટલે તે બુદ્ધિધનનો લાભઆર્જેન્ટિનાને મળી શકે તેમ હતો.વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મની માટે લડાયક વિમાનો બનાવતોકર્ટ ટેન્ક નામનો એન્જિનિઅર યુદ્ધગુનાનોઆરોપી ન હતો, છતાં તે જર્મની છોડીનેઆર્જેન્ટિના જતો રહ્યો.  આર્જેન્ટિનાનેકર્ટ ટેન્કે અદ્યતન લડાયક પ્લેનનોપ્રોટોટાઇપ નમૂનો તૈયાર કરી આપ્યો,જે તત્કાલીન અરસા મુજબ હાઇ-ટેકપ્રકારનો હતો. કમનસીબે આર્થિકકટોકટીને લીધે પ્રોજેક્ટને ૧૯૫૩માંપડતો મૂકાયો અને ૧૯૫૫માં જુઆનપેરોનની સરકાર પડી ભાંગી ત્યારે કર્ટટેન્ક આર્જેન્ટિના છોડીને ભારત આવ્યો.મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિનોતે ડાયરેક્ટર થયો, જ્યાં અબ્દુલ કલામતેના વિદ્યાર્થી હતા.વિશ્વયુદ્ધમાં તજજ્ઞોનો પરચો જેમનેમળ્યો એ વિજેતા દેશોને પણ જર્મનીનાપરાજય બાદ તેમનો લાભ ખાટવો હતો.વિદેશી બુદ્ધિધનને જ સ્વદેશી બનાવીનેવિકસેલું અમેરિકા તે બાબતમાં મોખરેહતું, માટે તેના ચાવવાના અનેબતાવવાના દાંત જુદા હતા. એક તરફનાઝી વાયુસેનાપતિ હેરમાન ગોરિંગ,જર્મન નૌકાદળના વડાસેનાપતિ ગ્રાન્ડ એડિમિરલએરિશ રીડર, શસ્ત્રખાતાનામંત્રી આલ્બર્ટ સ્પીઅર, નાઝીપક્ષના નેતા આલ્ફ્રેડરોઝેનબર્ગ, વિદેશમંત્રીજોઆકીન રિબેનપ્રોપ વગેરેસહિત ૨૧ આરોપીઓ પરઅમેરિકાએ બ્રિટન અને ફ્રાન્સસાથે મળીને નરેમ્બર્ગ ખાતેખટલો ચલાવ્યો. બીજી તરફએ જ અમેરિકાએ પોતાને કામલાગી શકતા નાઝીઓનાઅપરાધો માફ કર્યા એટલું જનહિ, પણ તેમને પોતાનીસોડમાં લીધા.અમેરિકાનું બેવડું વલણ ઘણાનાઝીઓના કેસમાં જોવા મળ્યું. એકનાઝી ગેસ્ટાપોનો જાસૂસ ક્લોસ બાર્બીહતો, જેને Butcher of Lyonની એટલેકે ‘લિયોંના જલ્લાદ'ની મહોર લાગીહતી. જાસૂસીનું તંત્ર ચલાવવામાં તે કુશળહોવાને લીધે અમેરિકાએ તેને પોતાનીગુપ્તચર સંસ્થા CIC/કાઉન્ટરઇન્ટેલિજન્સ કોરના સિક્રેટ એજન્ટ તરીકેરોકી લીધો. બાર્બીને યુદ્ધગુના બદલ સજા આપવાને બદલેજાસૂસીના કામે લગાડી દેવા પાછળ ખાસકારણ તો એ કે વિશ્વયુદ્ધ પૂરું થયા પછીવિશ્વરાજકારણ એકાએક બદલાયું હતું.મૂડીવાદી અમેરિકા તથા સામ્યવાદીરશિયા આમનેસામને આવી ગયા હતા.બન્ને વચ્ચે ઠંડો વિગ્રહ શરૂ થયો હતો.ક્લોસ બાર્બી સામ્યવાદનો કટ્ટર વિરોધી,માટે અમેરિકાને તે કામનો માણસ જણાયતે સ્વાભાવિક હતું. અમેરિકાએ તેનેનરેમ્બર્ગના ખટલા વખતે બીજા નાઝીઅભિયુક્તો સાથે આરોપીના કઠેરામાંખડો ન કર્યો. અમેરિકાની CIC ગુપ્તચરસંસ્થાએ પાંચેક વર્ષ સુધી તેની સેવા લીધી.અંતે જો કે યુદ્ધ દરમ્યાન બાર્બીએ કરેલા૧૪,૦૦૦ યહૂદીઓના ખાત્માનું સત્યપ્રકાશમાં આવ્યું. અમેરિકાએ ત્યારે રોમખાતેના ક્રોએશિઅન પાદરીને સાધીબાર્બીને ગુપ્ત રીતે દક્ષિણ અમેરિકાનાબોલિવિયામાં મોકલી આપ્યો.આર્જેન્ટિનાને નહિ, પણબોલિવિયા દેશને એટલા માટે પસંદકરાયો કે ત્યાં સામ્યવાદનો પવન ફૂંકાતોહતો અને બાર્બી CIAના એજન્ટનીકામગીરી બજાવી શકે તેમ હતો.૧૯૬૭માં તેણે CIA માટે ખરેખર બહુઅગત્યનું મિશન બજાવ્યું. બોલિવિયામાંસામ્યવાદનો પ્રચાર કરતા મૂળ ક્યૂબાનાસશસ્ત્ર ક્રાંતિકારી ચે ગુવારાને પકડાવીઆપી ઠાર મરાવ્યો. આ વાત પણ છાનીરહેવા ન પામી એટલું જ નહિ, પરંતુવિશ્વયુદ્ધ પછી અમેરિકાએ ક્લોસ બાર્બીનેભાગવામાં મદદ કર્યાનો ભાંડો ફૂટ્યો.આખરે ૧૯૮૩માં વોશિંગ્ટન સરકારેબાર્બીને છાવરવા બદલ જાહેર નિવેદનદ્વારા ક્ષમા માગી.અમેરિકાએ ક્લોસ બાર્બી જેવા તોબીજા ઘણા નાઝીઓ બાબતે પોતાનાસ્વાર્થને પ્રાધાન્ય આપ્યું હતું. વિશેષ કરીનેહિટલરના રોકેટશાસ્ત્રી વર્નર વોનબ્રાઉનના મામલે તેણે જે બેવડું ધોરણઅપનાવ્યું તે વિરોધાભાસની પરાકાષ્ટાજેવું હતું. લડાઈ દરમ્યાન બ્રાઉનેમિસાઇલ્સનું કામ આપતાં V-1 અને V-2 પ્રકારનાં રોકેટો બનાવ્યાં હતાં.બ્રિટનના લંડન શહેર પર કુલ ૨,૪૨૦V-1 રોકેટો ઝીંકાયાં, જેમણે ૫,૬૮૪નાગરિકોનો ભોગ લીધો અને ૧૭,૧૯૭સ્ત્રી-પુરુષોને તથા બાળકોને ગંભીર રીતેજખમી કર્યાં. વિશેષ મોટાં અને વધુરેન્જના ૧,૧૧૫ V-2 રોકેટોના હુમલામાંલંડનના ૨,૫૧૧ નાગરિકો માર્યા ગયા.ઘાયલ થયેલાની સંખ્યા ૫,૮૬૯ હતી.અહીં ધ્યાન પર લેવા જેવો મુદ્દો એ છે કેવર્નર વોન બ્રાઉનનાં રોકેટો દુશ્મનસૈનિકોની નહિ, પણ નાગરિકોની ખુવારીમાટે છોડવામાં આવ્યાં હતાં. પરિણામેબ્રાઉન યુદ્ધગુનાઓ બદલઆપોઆપ કસૂરવાર ઠરતો હતો. આમછતાં વોશિંગ્ટન સરકારે પોતાના લશ્કરનેસૂચના આપી કે વોર્નર વોન બ્રાઉનનેજીવતો પકડો અને માફીનુંવચન આપી સહીસલામત રીતે અમેરિકાલાવી દો. લશ્કરે એમ જ કર્યું. અમેરિકાએબ્રાઉનને પોતાનો મુખ્ય રોકેટશાસ્ત્રીબનાવ્યો, નાસાના કર્તાહર્તા તરીકે નીમ્યોઅને વખત જતાં બ્રાઉને સેટર્ન-5 પ્રકારનુંજે રોકેટ તૈયાર કર્યું તેણે નીલઆર્મસ્ટ્રોંગને ચંદ્ર સુધી પહોંચાડ્યો.દુનિયાની નજરે તો બીજું વિશ્વયુદ્ધહિટલરે ઠોકી બેસાડ્યું હતું અને નાઝીઓજાનમાલની પાયમાલી બદલ તથાયહૂદીઓના પાશવી હત્યાકાંડ બદલદોષિત હતા, માટે વિજેતા દેશોએ ન્યાયતોળી બતાવવાનું આવશ્યક હતું--કહોકે નૈતિક ફરજ બજાવ્યાનો દેખાવ કરવોજરૂરી હતો. પરિણામે માત્ર ૨૧ એવાનાઝી આગેવાનોને નરેમ્બર્ગ ખાતેનાકાનૂની ખટલા માટે પસંદ કરાયાં કે જેઓનાઝી હકૂમતમાં મોટા હોદા પર હોવાનેલીધે તેમનાં નામો જાણીતાં હતાં અનેકોર્ટ દ્વારા તેમને અપાતી સજા ‘બરાબરનોન્યાય' તોળાયાની છાપ પડે તેમ હતી.ઘણા ખરાએ તો સાચા અર્થમાં યુદ્ધગુનાકર્યા પણ ન હતા. દા.ત. હિટલરનો વાયુ-સેનાપતિ હેરમાન ગોરિંગ હવાઈ યુદ્ધનુંસંચાલન કરી માત્ર પોતાની લશ્કરી ફરજબજાવી રહ્યો હતો, જેને war crime ગણીશકાય નહિ. નૌકાદળના વડા સેનાપતિએરિશ રીડરને પણ યહૂદીઓના હત્યાકાંડસાથે લેવાદેવા ન હતી. બીજા કેટલાકઅભિયુક્તોએ પણ સ્વબચાવમાં જણાવ્યુંકે પોતાના દેશ માટે લડવું એ ગુનો નહતો. આમ છતાં ત્રણ સિવાયના બધાતહોમતદારોએ જન્મટીપની કે ફાંસીનીસજા ભોગવવાનો વારો આવ્યો. આનીસામે ૧,૨૫,૦૦૦ કરતાં વધુ નાઝીઓછટકી ગયા એ નક્કર સત્યને બહુસગવડતાપૂર્વક ભૂલી જવામાં આવ્યું.