9/11 આતંકવાદી હુમલો અમેરિકાના न्यू યોર્ક શહેરમાંસપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ની સવારે લાખોસ્ત્રી-પુરુષો તેને દ૨૨ોજ જેવી વધુ એકસવાર ગણી કામધંધે જવા નીકળ્યાં.દિવસ મંગળવારનો હતો. તવારીખનાપાને જો કે મહિના અને તારીખ અનુસા૨માત્ર 9/11 તરીકે નોંધાવાનો હતો. બસ,ટેક્સી અને મેટ્રો ટ્રેન મારફત અમુકલોકોનો સમુદાય અમેરિકાના વ્યાપારીહાર્દ સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ કેંદ્રીતથવા લાગ્યો. આમાંથી કેટલાંકના માટે9/11 જિંદગીની આખર તારીખ હતીઅને મોતના પોકારને અજાણતા પ્રતિસાદઆપતાં હોય એમ તેઓ પોતાની અંતિમઘડી તરફ આગળ વધી રહ્યા હતા.સંખ્યા હજારોમાં ગણાય એટલીહતી, કેમ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ૧૧૦માળના અને ૪૧૦ મીટર ઊંચાં બે ટાવરોમાં સવારથી સાંજલગી આશરે ૫૦,૦૦૦ કર્મચારીઓ ધંધોકે રોજગાર ચલાવતા હતા. એક નોર્થટાવર અને બીજો સાઉથ ટાવર તરીકેઓળખાતો હતો. બન્ને વચ્ચે સામ્ય એટલુંકે દિશાસૂચક શબ્દો સિવાયનાં જુદાં નામોઆપવાનું યોગ્ય ન ગણાય. ચાર સપાટપાસાંવાળી ટ્યૂબ જેવો આકાર ધરાવતાદરેક ટાવરમાં ઓફિસો માટે કુલ૩,૫૦,૦૦૦ ચોરસ મીટર જગ્યાહતી. ઓફિસો માટે ૧૩,૮૦૦વોલ્ટના પાવર સપ્લાયનુંઆયોજન કરાયું હતું. આવીજળી થકી ૯૯ લિફ્ટ પણકાર્યરત રહેતી હતી. નોર્થટાવરમાં ૧૦૬ અને ૧૦૭મામાળે ‘વિન્ડો ઓન ધ વર્લ્ડનામની વૈભવી સજાવટપામેલી રેસ્ટોરન્ટ હતી, જ્યારેસાઉથ ટાવરમાં ૧૦૭મા અને૧૧૦મા માળે પર્યટકો માટેપારદર્શક કાચની દીવાલવાળો‘ટોપ ઓફ ધ વર્લ્ડ’ નામનોનિરીક્ષણ એરિઆ હતો.અહીંથી ન્યૂ યોર્ક શહેરનું તેઓવિહંગાવલોકન કરી શકતાહતા. બધી દિશામાં નજર ૭૩કિલોમીટર છેટે સુધી પહોંચતીહતી. નોર્થ અને સાઉથ બન્ને ટાવરોનુંચણતર લગભગ ૪૦ કરોડ ડોલરના ખર્ચેપૂરું થયા બાદ એપ્રિલ ૪, ૧૯૭૩ના રોજતેમને ખુલ્લાં મૂકવામાં આવ્યાં. સૌથીમોટા વ્યાપારી સંકુલ તરીકે અમેરિકા માટેતેઓ અર્થતંત્રની શાનનું પ્રતીક બન્યાં.હવે ૨૮ વર્ષે તે શાનને ધૂળધાણી કરવાનુંપડ્યત્ર આકાર પામી ચૂક્યું હતું.આતંકવાદીઓ તેના અમલનો પ્રથમ દોરપણ શરૂ કરી ચૂક્યા હતા.ન્યૂ યોર્કથી ૩૭૨ કિલોમીટરદક્ષિણ-પશ્ચિમે વર્જિનિયા રાજ્યમાંઆવેલું પેન્ટાગોનનું મકાન અમેરિકાનાલશ્કરી બાહુબળનું પ્રતીક ગણાય, માટેઆતંકવાદી ટુકડીએ તેને પણ લક્ષ્યાંકતરીકે પડ્યુંત્રમાં આવરી લીધું. પંચકોણમાટે વપરાતો અંગ્રેજી શબ્દ પેન્ટાગોનછે. જાન્યુઆરી ૧૯૪૩માં ૮.૩ કરોડડોલરના ખર્ચે બંધાયેલા પેન્ટાગોન પછીઅમેરિકાના સંરક્ષણખાતું પોતે વખતજતાં પેન્ટાગોન તરીકે ઓળખાવા લાગ્યું.કારપેટ વિસ્તાર ૬,૦૦,૦૦૦ ચોરસમીટર પ્રમાણે જોતા પેન્ટાગોન જેવડુંવિશાળ ઓફિસ બિલ્ડિંગ જગતમાં બીજુંએકેય નથી. આશરે ૨૯ એકરનાક્ષેત્રફળમાં તે પથરાયું છે. મજલા પાંચછે, બધાની પરસાળો કુલ ૨૮ કિલોમીટરલાંબી છે, બારીની સંખ્યા ૭,૭૪૮ છેઅને ટેલિફોન લગભગ ૪૪,૦૦૦ છે.સંરક્ષણખાતાના લગભગ ૨૯,૦૦૦અફસરો તથા બીજા કર્મચારીઓપેન્ટાગોનમાં ફરજ બજાવે છે.સોવિયેત રશિયા સાથેના ઠંડાવિગ્રહ દરમ્યાન એટલું નક્કી જણાતું કેરશિયા જો વિશ્વયુદ્ધના નામે અણુહુમલોકરે તો પહેલું નિશાન પેન્ટાગોનનું તાકે,એટલે યુદ્ધની પરિભાષા મુજબ તેને‘ગ્રાઉન્ડ ઝીરો’ એવું લેબલ પણ મળ્યું.હવે અમેરિકા સામે જેહાદે ચડેલાઆતંકવાદીઓ ખરેખર તેને ‘ગ્રાઉન્ડઝીરો' બનાવવાની વેતરણમાં હતા.જેહાદી નેતા બિન લાદેનની સૂચના મુજબ તેઓ અમેરિકાનાં લશ્કરી તેમજ આર્થિકબન્ને પ્રતીકોનો જાનના ભોગે પણ નાશકરી નાખવા માગતા હતા. ભૂતકાળમાંત્રાસવાદના નામે કદી ન થયો હોય એવાહુમલાનો પ્લાન તેમણે બહુ ચીવટપૂર્વકઅને ચુપકીદીભેર ઘડી કાઢ્યો હતો.હુમલા માટે શસ્ત્રો તરીકે બંદૂકની કેબોમ્બની નહિ, પણ બળતણ વડે છલોછલભરેલાં પેસેન્જર પ્લેનની પસંદગી કરીહતી. સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ની સવારેવર્લ્ડ ટ્રેડ સેન્ટરની જેમ પેન્ટાગોન ખાતેપણ અફસરોનું તથા બીજા વહીવટીસ્ટાફનું આગમન ચાલુ હતું. થોડાક્લિોમીટર છેટે પાટનગર વોશિંગ્ટનમાંઅમેરિકન સંસદની બેઠકનો આરંભ થયોહતો અને પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટહાઉસનો કેટલોક મંજૂરીપાત્ર ભાગ જોવામાટે પર્યટકો કતાર લગાવી ચૂક્યા હતા.પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ વોશિંગ્ટનમાંનહિ, પણ દક્ષિણ-પૂર્વના રાજ્યફ્લોરિડામાં સારાસોટા ખાતે હતા અનેકસરત માટે સવારની દોટ લગાવી રહ્યાહતા. બીજી તરફ ઉત્તર-પૂર્વનામેસેચુશેટ્સ રાજ્યમાં બોસ્ટનના લોગાનએરપોર્ટ પર આતંકવાદી ટુકડીના ૧૯સભ્યો પૈકી ૧૦ જણા પોતપોતાનામિશનમાં કામે લાગી ગયા હતા.અમેરિકન એરલાઇન્સની ફલાઇટ11, યુનાઇટેડ એરલાઇન્સની ફલાઇટ175, અમેરિકન એરલાઇન્સની ફલાઇટ77 અને યુનાઇટેડ એરલાઇન્સનીલાઇટ 93 એમ ચાર ફલાઇટહાઇજેકિંગ માટે પસંદ કરવામાં આવીહતી. બે વિમાનોનું ટેક-ઓફ બોસ્ટન ખાતેથવાનું હતું. દરેકનો એકબીજા કરતાં જુદોઘટનાક્રમ આલેખાવાનો હતો. ●બોસ્ટન ઃઅમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ 11બોસ્ટનના લોગાન એરપોર્ટ પર બેટર્મિનલ હતાં. એક ટર્મિનલ પર ફ્લાઇટ11 માટે અમેરિકન એરલાઇન્સનું ૨૧૬બેઠકો ધરાવતા બોઇંગ-767 અમેરિકાનાછેક પશ્ચિમ છેડે લોસ એન્જેલિસની ખેપમાટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું.નોન-સ્ટોપ સફર ૪,૧૦૦ કિલોમીટ૨લાંબી હતી, એટલે ફ્યૂલ ટેન્કમાં મહત્તમબળતણ હોય એ ગણતરીએ જ મોહમદઅત્તા, વાલિદ અલ શેહરી, વેઇલ અલશેહરી, સતામ અલ સુકામી તથા અબ્દુલઅઝીઝ અલ ઓમારી નામના પાંચહાઇજેકર્સે વચ્ચે રોકાણ વગરનો લાંબોરૂટ પસંદ કર્યો હતો. પાંચ જણામાં માત્રમોહમદ અત્તા બોઇંગ-767 પ્લેનનુંસંચાલન કરી જાણતો હતો. કમર્શિઅલપાયલટનું લાયસન્સ પણ તેણે મેળવ્યું હતું.હાઇજેકિંગનો કાયમી ખતરો જોતાંહથિયારોના ચેકિંગ માટે બોસ્ટનનાટર્મિનલ પર મેટલ ડિટેક્ટર વડે સજ્જએવી પરંપરાગત બારસાખ હતી અનેસર્વસામાન્ય વિધિ મુજબ પેસેન્જરોએતેના દ્વારા પસાર થવું પડતું હતું.ખિસ્સામાં ચાવી હોય કે હાથે ઘડિયાળબાંધી હોય તો પણ મેટલ ડિટેક્ટર‘બીપ’નો અવાજ કરે, જે સિક્યોરિટીચેકિંગના કામકાજને ધીમું પાડી દે. આથીબોસ્ટનના ડિટેક્ટરનું વીજાણુ સેટિંગ એવીરીતે કરાયેલું કે .22 કેલિબરનીપિસ્તોલમાં વપરાય તેના કરતાં ઓછીધાતુવાળી ચીજ સામે તે વોર્નિંગ આપેનહિ. આ પ્રકારની ચીજને તે પારખે જનહિ. હેન્ડ બેગેજમાં રહેલા શસ્ત્રને ‘સૂંઘી’કાઢવા માટે બોસ્ટનના ટર્મિનલ પરએક્સ-રે મશીન પણ હતું. આ મશીનહેન્ડ બેગનું સ્કેનિંગ કરે ત્યારે ફક્તશસ્ત્ર નહિ, પરંતુ ચપ્પુ અને કાતર જેવીબીજી પ્રતિબંધિત વસ્તુઓ પણ વિડિઓસ્ક્રીન પર ડિસ્પ્લે થતી હતી. સલામતીનેલગતી બીજી વ્યવસ્થામાં કેમેરા સાથેજોડાયેલું કમ્પ્યૂટર શંકાસ્પદ વ્યક્તિને જુદીતારવે, એટલે પછી તેનું બીજી વારસિક્યોરિટી ચેકિંગ કરવામાં આવતું હતું.બોસ્ટન ટર્મિનલના કમ્પ્યૂટરે મોહમદઅત્તાને પાસ કર્યો, પણ તેના ત્રણસાથીદારોને શંકાસ્પદ ઠરાવ્યા. નિયમમુજબ એરપોર્ટના કર્મચારીએ તેમનાફક્ત હેન્ડ બેગેજની ફરી તપાસ લીધી.મેટલ ડિટેક્ટર વડે નવેસરનું પરીક્ષણ નકર્યું, કારણ કે એવો ધારો ન હતો.અંતે ફ્લાઇટ 11ના બીજાપેસેન્જરોની જેમ પાંચેય જણાનો બોર્ડિંગપાસ માન્ય ઠર્યો અને સવારે ૭ઃ૩૧ વાગ્યેતેઓ બોઇંગ-767માં દાખલ થયા. અત્તા,ઓમા૨ી તથા સુકામીએ હાઇજેકિંગ માટેકોકપિટની નજીક રહેવા આગળ તરફનીબિઝનેસ ક્લાસની ટિકિટ લીધી હતી.અનુક્રમે 8D, 8G અને 10B સીટ નંબરોતેમને ફાળવવામાં આવ્યા હતા. વાલિદશેહરી અને વેઇલ શેહરી એ બન્નેભાઇઓ સહેજ પાછળની સીટ 2A અને2B પર ગોઠવાયા. વિમાને ૭:૪૦ વાગ્યેરનવે તરફ જવા પ્રયાણ કર્યું. હાઇજેક્સસહિત પ્લેનમાં ૮૧ મુસાફરો તેમજ ૯એર હોસ્ટેસ તથા પરિચારકો હતા.કોકપિટમાં પ્લેનનું સંચાલન કરી રહેલાકેપ્ટન જ્હોન ઓગોનોવ્સ્કી તથા કો-પાયલટ થોમસ મેગનેસનો ફ્લાઇટપ્લાન ટેક-ઓફ પછીનો મુકામ પરબારોલોસ એન્જેલિસ હતો, પણ દુર્ભાગ્યે એબનવાકાળ ન હતું.બોસ્ટન :યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ 175બોસ્ટનના એરપોર્ટના બીજાટર્મિનલ પાસે યુનાઇટેડ એરલાઇન્સનુંબોઇંગ-767 પણ લોસ એન્જેલિસ તરફપોતાની ફ્લાઇટ 175 શરૂ કરવા માટેલગભગ તૈયાર હતું. ફ્યૂજલાજની અનેપાંખોની અંદર રહેલી જુદી જુદી ફ્યૂલટેન્કમાં હજારો લીટર બળતણનો પુરવઠોભરી દેવામાં આવ્યો હતો. એરપોર્ટનાકર્મચારીઓ પેસેન્જરો માટે લાંબા પ્રવાસમાટેની ખાણીપીણીનો બંદોબસ્ત કરીચૂક્યા હતા. પેસેન્જરોની સંખ્યા જો કેફક્ત ૫૬ હતી, જેમાં પાંચ હાઇજેકર્સનોપણ સમાવેશ થતો હતો, આંતરદેશીયફ્લાઇટ યોજતા પ્લેનની બધી સીટોનુંબૂકિંગ થાય એવું તો ભાગ્યે જ બનતુંહતું. આજે ૧૧મી સપ્ટેમ્બરના રોજ વળીશિન-રવિની રજાને બદલે કામકાજનોચાલુ દિવસ મંગળવાર હતો.બોસ્ટનના પ્રથમ ટર્મિનલ પરમોહમદ અત્તા સવારે પોણા સાતે પહોંચ્યોતેની સાતેક મિનિટ પછી તેણે બીજાટર્મિનલ પરના મારવાન અલ શેહીનામના સહયોગી જોડે મોબાઇલ પર વાતકરી હતી. હાઇજેકિંગ પહેલાંનો એ છેલ્લોવાર્તાલાપ હતો, જેમાં અત્તાએ શેહીનેકદાચ એમ જણાવ્યું હોય કે મિશનનોઅમલ શરૂ કરી દેવાનો હતો. અત્તાનીજેમ શેહી પણ કમર્શિઅલ પાયલટનુંલાયસન્સ ધરાવતો હતો. બેઉ જણાનુંમિશન એકસરખું હતું. દરેકે પોતપોતાનાપ્લેનનું અપહરણ કરી તેને પૂરવેગે વર્લ્ડટ્રેડ સેન્ટરના ટાવર જોડે ટકરાવવાનું હતું.ટાવર બે હતાં, માટે હાઇજેકિંગ પણવારાફરતી બે વિમાનોનું કરવું રહ્યું.મારવાન અલ શેહી અને તેના ચારસાથીદારો જ્યાં બાકીના મુસાફરો સાથેભળી ગયા એ બીજા ટર્મિનલે પણસિક્યોરિટી ચેકિંગ માટેની યાંત્રિકવ્યવસ્થા શિથિલ હતી અને સ્ટાફનામાણસોમાં સતર્કતાનો અભાવ હતો.પાંચેય જણાના હેન્ડ બેગને‘ક્લિઅરન્સ’ મળી ગયું એટલું જનહિ, પણ કમ્પ્યૂટરે તેમને ફેરતપાસમાટે શંકાસ્પદ જાહેર ન કર્યા.સંભવિત કારણ એ હોય કેકમ્પ્યૂટરના ડેટા બેઝમાં તેમનાં નામોકે ફોટા સામેલ ન હતા, જેનોમતલબ વળી એ થાય કે તેઓપહેલીવાર અમેરિકા સામે મેદાનેપડ્યા હતા. મારવાન અલ શેહીસહિત પાંચ જણાને યુનાઇટેડએરલાઇન્સના બોઇંગમાં 20, 28,6C, 9C અને 9D એમ સીટ નંબરોમળ્યા. હાઇજેકિંગ અર્થે ક્યારે પોતપ્રકાશવું તેની સાંકેતિક ગુફતેગો માટે ચારજણા પહેલેથી બબ્બેની જોડીમાં ચેક-ઇનકાઉન્ટર પર હાજર થયા હતા, માટેતેમની સીટો અડોઅડની હતી. વિમાનનુંસંચાલન કરી જાણતા મારવાન અલશેહીની સીટ (6C) અલાયદી હતી.આ પાંચ જણાને બાદ કરતાંફ્લાઇટ 175માં મુસાફરોની સંખ્યા ૫૧હતી, એર હોસ્ટેસ તથા પરિચારકો ૭હતા અને કોકપિટમાં કેપ્ટન વિક્ટરસેરાસીની અને કો-પાયલટ માઇકલહેરોક્સ ડ્યૂટી પર હતા. વિમાન સવારે૭:૫૮ વાગ્યે રનવે તરફ આગળ વધ્યું,રનવેના છેડે પહોંચ્યું અને ૮ઃ૧૪ના સમયેટેક-ઓફ કરી લોસ એન્જેલિસ જવા માટેઆકાશમાં ચડી ગયું.વોશિંગ્ટન :અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ 77બોસ્ટનથી સેંકડો કિલોમીટર દક્ષિણ-પશ્ચિમે પાટનગર વોશિંગ્ટનના ડલેસએરપોર્ટ ૫૨ કાવતરાના ભાગરૂપે વધુપાંચ જણા અમેરિકન એરલાઇન્સનીલાઇટ 77 પકડવા માટે સિક્યોરિટીચેકિંગની રાહ જોતા હતા. વિમાન ૧૭૮બેઠકોવાળું બોઇંગ-757 પ્રકારનું હતું,જેની નિયત યાત્રા પણલાંબી દૂરીના લોસએન્જેલિસ સુધીની હતી.હાઇજેકર ટીમના પ્રથમજણાનું આગમન સવારે૭ઃ૧૫ વાગ્યે થયા બાદ ૨૦મિનિટે બાકીના ત્રણ જણાઅમેરિકનએરલાઇન્સના ટિકિટકાઉન્ટર પર હાજર થયા ફ્લાઇટ-77નોહતા. હાની હાન્જૂર નામનો એકવડાબાંધાનો યુવાન તેમાં સામેલ હતો.બોસ્ટન-ટુ-લોસ એન્જેલસની બેફ્લાઇટના મોહમદ અત્તાની અનેમારવાન અલ શેહીની જેમ તે પણપેસેન્જર જેટ પ્લેનનું સંચાલન કરીજાણતો હતો. મિશન જ એ પ્રકારનું નક્કીથયેલું કે દરેક જૂથમાં કમ સે કમ એકાદસભ્ય અનુભવી પાયલટ હોવો જોઇએ.વિમાનને ધાર્યા માર્ગે લક્ષ્યાંક તરફ દોરીજવાનું અને તેનો આત્મઘાતના ધોરણેઅંજામ લાવવાનું એ વગર શક્ય ન બને.ચેકિંગ વખતે પાંચ જણા માટેપરિસ્થિતિએ થોડી મિનિટો પૂરતો નાજૂકવળાંક લીધો અને ત્યારે એ પણ સ્પષ્ટથયું કે સલામતીને લગતા બંદોબસ્તમાંસત્તાવાળાઓના પક્ષે બેકાળજીનાં ગાબડાંહતાં. એરપોર્ટના સિક્યોરિટીઅમલદારોનેશંકાસ્પદ લાગ્યા, એટલેતેમનો સામાન અલગતારવવામાં આવ્યો. એકજણા પાસે તો ફોટોઆઈડેન્ટિટી માટે ડ્રાઇવિંગલાયસન્સ જેવું કશું ન હતું,એટલે સલામતી અંગેનાધારાધોરણ મુજબ તેને‘ક્લિઅરન્સ' અપાય જનહિ. બીજાના ચહેરા પરના હાવભાવસંશયાત્મક હતા. પરિણામ છેવટે તો એઆવ્યું કે બન્ને જણા પ્લેનમાં બેસી જાયતે પછી તેમનો સામાન પ્લેનમાંચડાવવાનું અમલદારે નક્કી કર્યું, જેથીએટલી ખાતરી રહે કે સંભવિતપણે ટાઇમબોમ્બ ધરાવતો સામાન પ્લેનમાં મૂકાયાબાદ તેઓ પ્રવાસ માંડી વાળી છટકી જાયનહિ. વધુ બે જણા મેટલ ડિટેક્ટર દ્વારાપસાર થયા ત્યારે ‘બીપ’નો અવાજનીકળ્યો. આથી તેમને બીજા મેટલડિટેક્ટર તરફ દોરી જવામાં આવ્યા. એકજણ પસાર થયો ત્યારે ડિટેક્ટર યંત્ર મૌનરહ્યું, પણ બીજાના વખતે નહિ. આમછતાં સિક્યોરિટી અમલદારે પોર્ટેબલમેટલ ડિટેક્ટર વડે તેનું અછડતું સ્કેનિંગકરીને જવા દીધો. આ નરી બેકાળજીહતી. બારસાખ જેવી રચનાવાળા પ્રથમમેટલ ડિટેક્ટરે બન્ને જણાની તપાસવખતે ‘બીપ’ અવાજ સંભળાવ્યાનું કારણસિક્યોરિટી અમલદારે શોધી કાઢવું જરૂરીહતું, પરંતુ એટલી પ્રાથમિક દરકાર પણતેણે કરી નહિ. ઊતારુઓનો ધસારોખાસ્સો હોય તો જુદી વાત, જ્યારે અહીંતો ૧૭૮ બેઠકોવાળા પ્લેન માટે બધુંમળીને ફક્ત ૫૮ યાત્રીઓ હતા.આતંકવાદી હુમલા પછીની તપાસદરમ્યાન ચેકિંગનાં દૃશ્યોનું વિડિઓરેકોર્ડિંગ જોતી વખતે જણાયું કે બન્નેમેટલ ડિટેક્ટરને ક્રિયાશીલ બનાવી દેનારઆતંકવાદીએ કશીક ઉપસી આવતી વસ્તુપાટલૂનના પાછલા ખિસ્સામાં રાખી હતી.આ વસ્તુ જે હોય તે, પણ એટલું તોચોક્કસ કે સલામતી વ્યવસ્થામાં રહેલાગાબડા દ્વારા એક યા બીજા પ્રકારનું આખુંકોળું શાકમાં ગયું હતું.વિમાનના સંચાલનની તાલીમપામેલા ટીમ લીડર હાની હાન્જૂર સહિતત્રણ જણા ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાંબેઠા, જ્યારે બે આતંકવાદીઓ પાસેઓર્ડિનરી પેસેન્જર કમ્પાર્ટમેન્ટની ટિકિટોહતી. ઊતારૂઓની સંખ્યા પાંખી હોવાનુંજોતાં ખાણીપીણીને લગતી કેબિન સર્વિસમાટે ફક્ત ચાર પરિચારિકાઓ અનેપરિચારકો હતા. એર ટ્રાફિક કન્ટ્રોલરનીપરવાનગી મળ્યા બાદ કેપ્ટન ચાર્લ્સબર્લિંગામે તથા કો-પાયલટ ડેવિડચાર્લબોઇસે બે જેટ એન્જિનોવાળાબોઇંગ-757ને આકાશમાં ચડાવ્યું.એકધારી ૩,૬૮૦ કિલોમીટરની મજલકાપી અમેરિકાના સામા કાંઠે લોસએન્જેલિસ પહોંચવાનું હતું, પણઅપહરણકર્તા જૂથે નક્કી કરેલું મુકામસાવ જુદું હતું. બોઇંગ વિમાનનેપેન્ટાગોનના મકાન સાથે ફુલ સ્પીડેટકરાવવાનો પ્લાન હતો.ન્યૂયોર્ક:યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ 93અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંન્યૂઆર્કથી લોસ એન્જેલિસ જનારયુનાઇટેડ એરલાઇન્સનું પેસેન્જર પ્લેનપણ બોઇંગ-757 પ્રકારનું હતું. પ્રવાસ૩,૯૪૦ કિલોમીટરનો અને નોન-સ્ટોપપાંચ કલાકનો હતો. સવારે ૭:૦૩ થી૭ઃ૩૭ દરમ્યાન ઝિઆદ જારાહ અનેતેના ત્રણ સાથીદારો ચેક-ઇન કાઉન્ટરપાસે વારાફરતી હાજર થયા અને બોર્ડિંગપાસ લીધા. ઝિઆદ કમર્શિઅલ પાયલટનુંલાયસન્સ ધરાવતો હતો. બોઇંગનીકોકપિટમાં પ્રવેશ્યા બાદ કન્ટ્રોલ્સ પરકબજો જમાવી કાવતરા મુજબનાકબજો જમાવી કાવતરા મુજબના પોતેનક્કી કરેલા માર્ગે પ્લેનને વાળવાનું હતું.સિક્યોરિટી ચેક પછી ચારેયજણા ફલાઇટ 93માં ચડ્યાઅને ફર્સ્ટ ક્લાસ કેબિનમાંપોતપોતાની જુદી બેઠકોલીધી. ઝિઆદની સીટ 1Bકોકપિટની એકદમ નજીકહતી. બાકીના ત્રણ જણાઅનુક્રમે 3C, 3D અને 6Bસીટ પર બેઠા.વોશિંગ્ટન એરપોર્ટ જેવી વિડિઓ રેકોર્ડિંગની સુવિધાન્યૂઆર્ક ખાતે ન હતી. ચેકપોઇન્ટ પાસેકેમેરા ગોઠવવામાં આવ્યો ન હતો, એટલેત્રાસવાદના મિશન પછી દસ્તાવેજીસંદર્ભના અભાવે જાણી ન શકાયું કેસિક્યોરિટી અમલદારોએ કેટલી સઘનરીતે ચાર જણાની તપાસ લીધી હતી.અમલદારોને જો કે કશું અસાધારણ કેઅજૂગતું બન્યાનું યાદ ન હતું. અલબત્ત,હકીકત તો એ કે ત્રાસવાદીઓ પોતાનાંસંતાડેલાં શસ્ત્રો સાથે ચેકપોઇન્ટને સહી-સલામત રીતે વટાવી ગયા હતા.સલામતી વ્યવસ્થામાં રહેલાં છીંડાં દ્વારાતેઓ બેરોકટોક નીકળી ગયા હતા.આ પ્લેન પોણા બસ્સો જેટલીબેઠકોવાળું હોવા છતાં હાઇજેકર્સ સહિતપેસેન્જરોની સંખ્યા ફક્ત ૩૭ હતી અનેયુનાઇટેડ એરલાઇન્સના હિસાબી ચોપડેએ ફ્લાઇટ પૂરતું નુકસાન દર્જ થવાનુંહતું. પિરચારકો તથા એર હોસ્ટેસ કુલપાંચ હતા. કેપ્ટન જેસન ડાહલ અને કો-પાયલટ લિરોય હોમર નામના ચાલકોએ૮:૪૨ વાગ્યે પ્લેનનેઊડતું કર્યું એ પહેલાંબાકીનાં ત્રણ ફ્લાઇટ 11, ફલાઇટ 175 અને ફ્લાઇટ 77 ક્યારનાં ઊડાન ભરી ચૂક્યાં હતાં. ચારેય બોઇંગ આકાશમાં ચડ્યાંપછી અમેરિકા પર અગાઉ કદી ન કરાયોહોય એવો ચાર પાંખિયો હુમલો થવાઆડે માંડ એકાદ કલાક જેટલો સમયબાકી રહ્યો હતો. ચારમાંથી સૌ પ્રથમહુમલા આડે તો એટલો પણ નહિ.હાઈજેકિંગ ઃ ફ્લાઈટ 11બોસ્ટનથી રવાના થયેલા ફ્લાઇટ11ના બોઇંગ-767ને એર ટ્રાફિક કન્ટ્રોલેશરૂઆતમાં ૨૯,૦૦૦ ફીટ સુધીઆરોહણ કરવાનું અને ત્યાર પછી બીજીસૂચના માટે રાહ જોવાનું રેડિઓવાયરલેસ દ્વારા જણાવ્યું. વિમાન તેનાનિયત માર્ગે હતું અને કન્ટ્રોલ ટાવર જોડેસંદેશાવ્યવહાર નોર્મલ રીતે ચાલતો હતો.આ લેવલે સામાન્ય રીતે ‘FastenSeatbelt'ની સંજ્ઞાને સ્વિચ ઓફ કરીદેવાય અને પરિચારકો તથા એર હોસ્ટેસોમુસાફરોની ખાણીપીણી અંગેનીતૈયારીઓ શરૂ કરી દે. થોડી વાર બાદકન્ટ્રોલ ટાવરે બોઇંગના કેપ્ટન જ્હોનઓગોનોવ્સ્કીને ૩૫,૦૦૦ ફીટનું ફ્લાઇટલેવલ સ્થાપવાની સૂચના મોકલી, જેનોप्रत्युत्तर મળ્યો નહિ. રેડિયો સંપર્ક જોડવાના ત્યાર પછીના બધા પ્રયાસો વ્યર્થરહ્યા, માટે અનુમાન બાંધી શકાય કેઆતંકખોરોએ ટેક ઓફની માત્ર ૧૫મિનિટ બાદ પોતાની આક્રમક ગતિવિધિશરૂ કરી દીધી હતી. નિર્દોષ અનેનિઃસહાય એવા ૭૬ પેસેન્જરો તથા ૧૧કર્મચારીઓ સાથેનું બોઇંગ-767 હવેતેમના કબજામાં હતું. વિમાનમાં મચતીચહલપહલ વિશે જે થોડી ઘણી વિગતોમળી તે પાછલી તરફ અલાયદી કેબિનમાંરહેલી એર હોસ્ટેસ બિટી ઓંગ તથામેડેલિન સ્વીની દ્વારા એરફોન મારફતબોસ્ટનના કન્ટ્રોલ ટાવરને પ્રાપ્ત થતીવિગતો પર આધારિત હતી.હાઇજેકર્સની જાણ બહારનીડરપણે પોતાની ફરજ બજાવતી એરહોસ્ટેસોના રિપોર્ટ મુજબ આતંકખોરોએબંધ કોકપિટની ચાવી મેળવવા બેપરિચારકોને છરી વડે ઘાયલ કર્યા હતા.આમેય તેમની યોજના અનુસારપેસેન્જરોને આઘાત પહોંચાડવા તેમજઅંકુશમાં રાખવા માટે રક્તપાત જરૂરીહતો. એક મુસાફર ઇઝરાયેલી લશ્કરનોભૂતપૂર્વ અફસર હતો. પ્રતિકાર માટે તેણેહિલચાલ દાખવી, એટલે તેને પણ જખમીકરવામાં આવ્યો. વિમાન ઊડાડી જાણતોમોહમદ અત્તા બીજા હાઇજેકર સાથેક્યારનો પાયલટોની કેબિનમાં પ્રવેશીચૂક્યો હતો અને પ્લેનનો ચાર્જ પોતાનાહસ્તક લીધો હતો. બિટી ઓંગ દ્વારા જાણવા મળ્યું તેમલાઇટ 11નું બોઇંગ સીધી લીટીને બદલેવાંકીચૂંકી રાહે આગળ વધી રહ્યું હતું.રેડારમથકો અનુસાર દિશા પશ્ચિમ-ઉત્તરતરફની હતી. ગતિમાર્ગ લોસ એન્જેલિસતરફનો ન હતો. થોડી વાર બાદ તે ઊંચાઇ ઘટાડતું દક્ષિણ તરફ વળ્યું, એટલે ધારી લેવાયું કે હાઇજેકરોતેને ન્યૂ યોર્કના કેનેડી એ૨પોર્ટ પરઊતારવા માગતા હતા અને ત્યાર બાદપેસેન્જરોને બાન પકડી રાખી પોતાનીમાગણીઓ રજૂ કરવા માગતા હતા.વધુ કેટલોક સમય વીત્યો. બરાબર૮:૪૪ વાગ્યે એટલે કે રવાના થયા બાદપોણા કલાકે એર હોસ્ટેસ મેડેલિનસ્વીનીએ એરફોન પર ચોંકાવનારો રિપોર્ટઆપ્યો : ‘કંઇક અજૂગતું બની રહ્યું છે.ઊંચાઇ ઝડપભેર ઘટતી જાય છે. અમેબહુ નીચે આવી ગયા છીએ. ઓહ, માયગોડ ! અતિશય નીચે છીએ.’આ છેલ્લો વાર્તાલાપ હતો. બરાબર૮ વાગીને ૪૬ મિનિટ અને ૪૦મી સેકન્ડેઆશરે સો ટન વજનનું બોઇંગ-767 વર્લ્ડટ્રેડ સેન્ટરના નોર્થ ટાવરમાં ૯૩મા અને૯૯મા માળ વચ્ચે પૂરવેગે ટકરાયું અનેસમગ્ર મકાન હચમચી ઊઠ્યું. ફ્લાઇટ11ના તમામ પેસેન્જરો તત્કાળ માર્યાગયા. ઇમારત પર ભીષણ ટકરાવની જેઅસર થવા પામી તેની વળી બીજીદાસ્તાન હતી--અને તે વધુ દારુણ હતી.હાઈજેકિંગ ઃ ફ્લાઈટ 175બોસ્ટનથી અમેરિકાના સામા કાંઠેલોસ એન્જેલિસ જવા માટે રવાના થયેલુંબીજું વિમાન ફ્લાઇટ 175 પણ બોઇંગ-767 પ્રકારનું હતું. લાઇટ 11ને હાઇજેકકરાયું એ જ સમયે તે રનવે પર દોટ મૂકીઆકાશમાં ચડ્યું અને વીસેક મિનિટ બાદ૩૧,૦૦૦ ફીટના નિયત લેવલે પહોંચ્યું.કેપ્ટન વિક્ટર સેરાસીની અને કો-પાયલટમાઇકલ હેરોક્સ બોસ્ટનના એર ટ્રાફિકકન્ટ્રોલ જોડે રેડિઓ સંપર્કમાં હતા. પ્રવાસનોર્મલ રીતે આગળ વધતો હોવાનુંજણાવ્યા બાદ તેમણે એવો સંદેશોમોકલાવ્યો કે બીજા પ્લેનનું ‘શંકાસ્પદટ્રાન્સમીશન' સાંભળવામાં આવ્યું હતું.ટ્રાન્સમીશન ફ્લાઇટ 11ના બોઇંગનું હતું,જેની કોકપિટમાં અપહરણકારો કબજોજમાવી ચૂક્યા હતા.વિક્ટર સેરાસીની તેમજ માઇકલહેરોક્સનો એ છેલ્લો સંદેશો હતો. વિમાનજોડે ત્યાર પછી બોસ્ટન કન્ટ્રોલ ટાવરનોસંપર્ક તૂટી જવા પામ્યો. કટોકટીભરીઆગામી ૪૯ મિનિટો દરમ્યાનવિમાનમાં જે આતંક મચ્યો તેનો અછડતોરિપોર્ટ એ પેસેન્જરો દ્વારા પ્રાપ્ત થયો કેજેમણે મોબાઇલના કવરેજ વિસ્તારનોલાભ મળ્યો ત્યારે પરિવારજનો સાથેવાર્તાલાપ ચલાવ્યો. એકપરિચારકે તથા એકપરિચારિકાએ પણ એરફોનદ્વારા જુદાં જુદાં ગ્રાઉન્ડસ્ટેશનોને માહિતગારરાખવાનું ચાલુ રાખ્યું.માહિતી ગંભીરકટોકટીની સૂચક હતી.હાઇજેકિંગ વખતે સામાન્યરીતે અપહરણકારોવિમાનને પોતાના ધાર્યામુકામ તરફ વાળવા માટેપાયલટને બંદૂકની અણીએમજબૂર કરે, જ્યારે અહીંબેઉ પાયલટોને મારીનાખવામાં આવ્યા હતા.વિમાનની સલામતી બાબતેઅમેરિકાના નાગરિકઉડ્ડયનખાતાના ભૂમિસ્થિતઅમલદારોને ચિંતા પેઠી,કેમ કે વિમાનનું સંચાલનકરવામાં હાઇજેકર્સનીઆવડત કેવી હોય એ તેઓ જાણતા નહતા. વિમાનનાં કન્ટ્રોલ્સ મારવાન અલશેહી નામના ચશ્માંધારી અપહરણકારેપોતાના હસ્તક લીધાં હતાં. હાઇજેકર્સેમરીના MACE પાવડરનો સ્પ્રે છોડીઆગલા કમ્પાર્ટમેન્ટના બધા મુસાફરોનેપાછલા ભાગમાં જતા રહેવા ફરજ પાડીહતી. ટૂંકમાં, ફલાઇટ 11ના અને ફ્લાઇટ175ના અપહરણ માટે અપનાવાયેલોવ્યૂહ લગભગ સરખો હતો.લાઇટ 175ની કોકપિટ પરઆતંકખોરોનો કબજો હોવાનું એ વખતેચોક્કસપણે જણાયું કે જ્યારે એ પ્લેનેપોતાની ઓળખસંજ્ઞાનું ઇલેક્ટ્રોનિકસિગ્નલ બે વખત બદલી નાખ્યું. વિમાન ત્યાર પછીઊંચાઇ ઘટાડવા લાગ્યું અને ૮:૫૮ વાગ્યેદિશા બદલીને દક્ષિણે ન્યૂ યોર્ક શહેર તરફઆગળ વધવા લાગ્યું. કનેક્ટિકટ રાજ્યના ઇસ્ટનશહેરમાં લી હાનસન નામના રહીશનેછએક મિનિટ પહેલાં તેના દીકરાપીટરનો મોબાઇલ કોલ મળ્યો હતો.પીટર અપહૃત ફલાઇટ 175માં હતો.પિતાને તેણે ખબર આપેલા કે તેનું પ્લેનહાઇજેક કરાયું હતું. હાઇજેકરોકોકપિટમાં ઘૂસ્યા હતા અને પ્લેનઅજૂગતી રીતે વળાંકો લેતું હતું.બે મિનિટ પછી ૯:૦૦ વાગ્યા અનેપીટરનો બીજો ફોન કોલ આવ્યો : ‘સ્થિતિઆપોઆપ બગડી રહી છે. એક એર હોસ્ટેસનેજખમી કરવામાં આવી છે. વિમાનઆંચકા ખાય છે. ઊંચાઇ ઘટીરહી છે. એકાદ મકાન જોડેતેઓ પ્લેનને ટકરાવવામાગતા હોય એમ જણાય છે.ચિંતા કરતા નહિ--જે બનવાનું હસે તે થોડી જ વારમાં બનશે... માય ગોડ !માય ગોડ !’દીકરા પીટરનો અવાજત્યાં અટકી ગયો અને પ્લેનમાંરહેલી એકાદ મહિલાપેસેન્જરનો ચિત્કાર લીહાનસને સાંભળ્યો. વજ્રપાતજેવા ધ્રાસ્કા સાથે તેણેટેલિવિઝન ચાલુ કર્યું અનેજોતજોતામાં ફલાઇટ 175નાબોઇંગ-767ને વર્લ્ડ ટ્રેડસેન્ટરના સાઉથ ટાવર સાથેટકરાતું દીઠું. પિતાને દીકરાનામૃત્યુનો પરાણે સાક્ષી બનાવતુંદૃશ્ય કાળજું ચીરી નાખે એવુંહતું. વિમાન જેવું ટાવરના૭૭મા અને ૮૫મા માળ વચ્ચે ભટકાયુંકે તરત ભડકો સળગ્યો. બધા એ જ ક્ષણેમૃત્યુ પામ્યા. સત્તર મિનિટમાં તે બીજોઆતંકવાદી હુમલો હતો. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાટે હજી તો કારમી હોનારતનાં મંડાણથયાં હતાં.હાઈજેકિંગઃ ફ્લાઈટ 77વોશિંગ્ટનથી સવારે ૮:૨૦ વાગ્યે૨વાના થયેલું ફલાઇટ 77નું બોઇંગ-757પણ લોસ એન્જેલિસ જવાનું હતું, એટલેટેક ઓફ બાદ તેણે પશ્ચિમની દિશા પકડીહતી. પાયલટની તાલીમ પામેલા હાનીહાન્જૂર સહિત પાંચ આતંકખોરો તેપ્લેનમાં હતા. પચ્ચીસેક મિનિટ બાદ તેપોતાના ૩૫,૦૦૦ ફીટના નિર્ધારિતલેવલે પહોંચ્યું અને બીજી સૂચના ન મળેત્યાં સુધી નિયમ મુજબ એ જ સપાટીએ ઓછા ઘર્ષણવાળી પાતળી હવામાં પ્રવાસખેડવાનો હતો. ઘણું કરીને ત્યારે એરહોસ્ટેસો અને પરિચારકો દ્વારા કેબિનસર્વિસનો પણ આરંભ કરી દેવાયો હતો.બોઇંગના કેપ્ટન ચાર્લ્સ બર્લિંગામેવોશિંગ્ટનના એર ટ્રાફિક કન્ટ્રોલને ૮:૫૧વાગ્યે ફલાઇટની ગતિવિધિને લગતો જેસંદેશો પાઠવ્યો તે છેલ્લો નીવડ્યો, કેમકે ત્યાર પછી આતંકવાદી ટુકડીએ છરાઅને બોક્સ કટર જેવાં તીક્ષ્ણ હથિયારોનાજોરે વિમાનને બાન પકડ્યું. ધાકધમકીબાદ હાની હાન્જૂર વિમાનનો ચાલકબન્યો અને ગ્રાઉન્ડ સ્ટેશનને વિમાનનીઓળખ પાઠવ્યા કરતું ટ્રાન્સપોન્ડર તેણેબંધ કરી દીધું.આ ફ્લાઇટ 77નું બોઇંગ-757અમેરિકન એરલાઇન્સનું હતું, જેનીઆગલી ફ્લાઇટ 11નું હાઇજેકિંગથયાના સમાચાર તે એરલાઇન્સના મુખ્યવહીવટકર્તા જેરાર્ડ એર્પીને મળી ચૂક્યાહતા. હવે બીજા વિમાન સાથેનો પણસંપર્ક તૂટ્યાનું અને વધુમાં યુનાઇટેડએરલાઇન્સે બોઇંગ ગુમાવ્યાનું જાણ્યાપછી તેણે દેશભરમાં પોતાનીએરલાઇન્સનાં તમામ વિમાનોનું ટેકઓફ રોકી પડાવ્યું. શરૂઆતમાં જેરાર્ડએર્પીન થયું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરસાથે ટકરાવવામાં આવેલું બીજું પ્લેન તેનુંજ ફ્લાઇટ 77 હોવું જોઇએ, પરંતુહકીકતે એ પ્લેન હજી આકાશમાં હતું.અને તેનો દિશામાર્ગ પણ ન્યૂ યોર્ક તરફનોન હતો. હાઇજેકર્સે નક્કી કરેલું લક્ષ્યાંકઅમેરિકાની લશ્કરી તાકાતના બુલંદપ્રતીક જેવું પેન્ટાગોનનું મકાન હતું.આર્થિક પ્રતીક જેવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનીજેમ તે પ્રતીકનો પણ આતંકખોરો તેજોવધકરવા માગતા હતા.પેન્ટાગોનનું ભૌગોલિક સ્થાનપાટનગર વોશિંગ્ટન પાસે હતું. વિમાનેટેક ઓફ પણ વોશિંગ્ટન એરપોર્ટ પરથીકર્યું હતું અને લોસ એન્જેલિસ તરફપશ્ચિમે ઘણું આગળ નીકળી ગયું હતું.આથી કન્ટ્રોલ્સ સંભાળી રહેલા હાનીહાન્જૂરે ફલાઇટ 77ના એ બોઇંગને યુ-ટર્ન મરાવ્યો અને પેન્ટાગોન જવા પૂર્વતરફ આગળ ધપાવ્યું. દરમ્યાન બધામુસાફરોને શસ્ત્રોની ધાક બતાવી પાછલાભાગમાં ધકેલી દેવાયા હતા, જેથીકોકપિટમાં અમલી બની રહેલા કારસાનેતેઓ રોકી શકે નહિ. આ કેસમાં મરીનોપાવડર MACE કદાચ વપરાયો ન હતો.દિશામાર્ગ બરાબર અંકાયા પછી હાન્જૂરેપ્લેનને ઓટોપાયલટ પર મૂક્યું હતું.ઊંચાઇ, દિશા, ઝડપ વગેરે ત્યાર બાદયાંત્રિક રીતે યથાવત્ રહેવાના હતા.હોનારતના અંતે ફલાઇટ ડેટારેકોર્ડર દ્વારા જાણવા મળ્યુંતેમ ૯:૨૯ના સમયે હાની હાન્ત્રેઓટોપાયલટને નિષ્ક્રિય કરી તમામકન્ટ્રોલ્સનો ચાર્જ પોતાના હાથમાં લીધો.પેન્ટાગોનનું મકાન ત્યારે ફક્ત ૬૦કિલોમીટર છેટે હતું. વિમાન લગભગ૭,000 ફીટના લેવલે પૂર્વ તરફ આગળવધતું રહ્યું.આ દિશા વોશિંગ્ટન ખાતેનાવ્હાઇસ હાઉસની પણ હતી, એટલે પ્રમુખજ્યોર્જ ડબ્લ્યુ. બુશના અંગરક્ષણનીજવાબદારી સંભાળતા અમેરિકન સિક્રેટસર્વિસના એજન્ટોને વોશિંગ્ટનએરપોર્ટના કન્ટ્રોલ ટાવરે સાબદા કરીદીધા. બુશ જો કે ત્યારે દક્ષિણ-પૂર્વનાફ્લોરિડા રાજ્યમાં હતા અને દેશ પરમોટા પાયે આતંકવાદી હુમલો થયાનાસમાચાર જાણ્યા બાદ ‘એર ફોર્સ વન’દ્વારા તાકીદે વોશિંગ્ટન આવવા નીકળીરહ્યા હતા.વધુ કેટલીક મિનિટો વીતી.પેન્ટાગોન માત્ર ૮ કિલોમીટર છેટે રહ્યું.હાન્જૂરે ફ્લાઇટ લેવલ ઘટાડીને ૨,૨૦૦ફીટનું કર્યું અને પછી ઘટાડતો જ રહ્યો.વિમાન રીતસર ગોથ મારી રહ્યું હતું.ભીષણ ટકરાવ માટે મહત્તમ ઝડપમેળવવા હાન્જૂરે થ્રોટલ દાબી બન્નેએન્જિનોનો થ્રસ્ટ પરાકાષ્ટાની હદે વધારીદીધો. વેગ કલાકના ૮૫૦ કિલોમીટરનોથયો અને જૂજ સેકન્ડો બાદ ફ્લાઇટ 77નુંઆશરે ૯૦ ટન વજનનું બોઇંગ-757પેન્ટાગોન મકાનના પશ્ચિમી ભાગ પરખાબક્યું. જાપાની કામીકાઝી જેવો હુમલોઅનેક લોકો માટે જાનલેવા બન્યો.હાઈજેકિંગ : ફ્લાઇટ 93ન્યૂ જર્સી રાજ્યના ન્યૂઆર્ક એરપોર્ટપરથી ઉડાન ભરી લોસ એન્જેલિસ જવાઉપડેલી યુનાઇટેડ એરલાઇન્સની ફલાઇટ93 માટે ઘટનાક્રમ સાવ જુદો સાબિતથવાનો હતો. વિમાન બોઇંગ-757પ્રકારનું હતું, જેમાં ચાર આતંકખોરોએસિક્યોરિટી ચેકિંગને હાથતાળી આપીપ્રવેશ મેળવ્યો હતો. ટીમ લીડર ઝિઆદજારાહ નામનો આરબ યુવાન હતો.અપહરણ બાદ તેણે પ્લેનનું સંચાલનકરવાનું હતું. આ મોકો ટેક ઓફ પછી૪૬ મિનિટે આવ્યો. રેડિઓ કમ્યૂનિકેશનદ્વારા અણસાર મળ્યો કે કોકપિટમાંઝપાઝપી મચી હતી. એર ટ્રાફિકકન્ટ્રોલના ઓપરેટરને કેપ્ટનનો અગર તોકો-પાયલટનો અવાજ સંભળાયો : ‘એય,અહીંથી બહાર નીકળો... બહાર નીકળો!'સમય ૯:૨૮નો હતો. દરમ્યાન બેવિમાનો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાટકી ચૂક્યાંહતાં અને ત્રીજું વિમાન પેન્ટાગોનનામકાન પર ખાબકે તેને માત્ર નવ મિનિટજેટલી વાર હતી.ઉલ્લેખનીય વાત એ છે કેઆતંકખોરો ફ્લાઇટ 93ની કોકપિટમાંબળજબરીપૂર્વક ઘૂસ્યા તેની ચાર મિનિટપહેલાં એર ટ્રાફિક કન્ટ્રોલરે પ્લેનનાકેપ્ટન જેસન ડાહલને તથા કો-પાયલટલિરોય હોમરને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બનાવઅંગે જાણ કરી દીધી હતી. કોકપિટનોદરવાજો ભૂલેચૂકે ન ખોલવો એમ જણાવ્યુંહતું. કેપ્ટન ડાહલે ચેતવણી ધ્યાન પરલેવાયાનો વળતો સંદેશો પણ મોકલ્યોહતો. આમ છતાં શસ્ત્રધારી આતંકખોરોએજોર લગાવી દરવાજાનો આકડો તોડીનાખ્યો. ઘણું કરીને ઝિઆદ જારાહે પોતેઇન્ટરકોમ પર મુસાફરોને સંબોધ્યા : ‘હુંકેપ્ટન બોલી રહ્યો છું. સૌ પોતપોતાનીસીટ પર બેસી રહેજો. અમારી પાસે બોમ્બછે, માટે ચૂપચાપ બેસી રહેજો.’ વાસ્તવમાંઆતંકખોરો પાસે બોમ્બ ન હતો. પિસ્તોલકે રિવોલ્વર પણ નહિ. લાંબા ધારદારપાનાવાળી માત્ર છરી હતી.ઘટના પછી કોકપિટ વોઇસ રેકોર્ડર દ્વારા જણાયું તેમ એક મહિલાને કદાચએર હોસ્ટેસને આતંકખોરોએ કોકપિટમાંબાન પકડી રાખી હતી. મહિલા બૂમોપાડી બળપૂર્વક તેમનો પ્રતિકાર કરતીહતી અને તેનો અવાજ રેકોર્ડરમાંધ્વનિમુદ્રિત થતો હતો. થોડી સેકન્ડો બાદઅવાજ શમી ગયો, માટે અનુમાન કરીશકાય કે આતંકખોરોએ તેને મારી નાખી.આ તરફ કેટલાય મુસાફરો સેલફોન પરતેમનાં પરિવારજનો કે મિત્રો જોડે વાતકરી પરિસ્થિતિ અંગે જણાવી રહ્યા હતા. સામેથી તેમને એ જાણવા મળ્યું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જોડે બે પેસેન્જર વિમાનોનેટકરાવવામાં આવ્યાં હતાં. ફ્લાઇટ 93નાહાઇજેકરોનો આશય ત્યારે મુસાફરોપામી ગયા. આ પ્લેનને પણ વહેલુંમોડુંએકાદ મકાન સાથે ટકરાવાય તે નક્કીવાત હતી. એક મુસાફરે સેલફોન પરતેના કુટુંબીજનને માહિતી આપ્યા મુજબબે જણા વિમાનના આગલા ભાગે બેઠકોવચ્ચે ફરસ ૫૨ લોહીલુહાણ હાલતે પડ્યાહતા. બેઉને ઘાયલ કરાયા હતા અથવાતો મારી નાખવામાં આવ્યા હતા.સંભવતઃ તેઓ પાયલટ અને કો-પાયલટહતા. એક એર હોસ્ટેસનો પણ ભોગલેવાયો હતો. ઘણું કરીને તે કોકપિટમાંપ્રતિકાર કરનાર પેલી મહિલા જ હતી.ફલાઇટ 93નું સંચાલન કરી રહેલોઝિઆદ જારાહ વિમાનને યુ-ટર્ન આપીતેને પૂર્વ-દક્ષિણના માર્ગે વાળી ચૂક્યોહતો. વિમાનના પાછલા ભાગમાં ધકેલીદેવાયેલા ૩૩ મુસાફરોને સ્વાભાવિક રીતેએ વાતનો ખ્યાલ ન હતો. હાઇજેકર્સેપાટનગરનું ક્યું લક્ષ્યાંક નક્કી કર્યું હોયકહેવું પણ મુશ્કેલ હતું. આકર્ષકલક્ષ્યાંકો બે હતાં. એક તો કેપિટલ હિલતરીકે ઓળખાતું સંસદભવન હતું અનેબીજું પ્રમુખનું વ્હાઇસ હાઉસ હતું. બેઉઅમેરિકાની રાજકીય તાકાતનાં પ્રતીકોહતાં. તાર્કિક રીતે એમ ધારી શકાય કેહાઇજેકર્સ અમેરિકાના લશ્કરી, આર્થિકતેમજ રાજકીય મર્મસ્થાનો પર ત્રાટકી તેદેશનું નાક કાપી લેવા માગતા હતા.મુસાફરો સેલફોન પર તેમનાં સગાં સંબંધીઓ જોડેના વાર્તાલાપ દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટના અંગે જાણ્યા બાદનિઃશંકપણે એટલું પામી ગયા કે તેમનીફ્લાઇટ 93નો અંજામ પણ એ જ પ્રકારેઆવવાનો હતો અને સૌ માર્યા જવાનાહતા. ધીમા સાદે આપસમાં વાત ફરીવળી કે બચવાનો એકમાત્ર માર્ગઆતંકખોરોનો પ્રતિકાર કરવાનો હતો.વિમાનનો અંકુશ હાથમાં આવ્યા પછી ચાલકત્રાસવાદીને સલામત લેન્ડિંગ કરાવવા માટેફરજ પાડી શકાય અગરતો ફ્લાઇગની પ્રાથમિકજાણકારી ધરાવતો એકાદમુસાફર એર ટ્રાફિકકન્ટ્રોલમાં બેઠેલા અનુભવીપાયલટના માર્ગદર્શનહેઠળ લેન્ડિંગ કરાવે એવીથોડી ઘણી પણ આશાહતી. બાકી તો મૃત્યુનિશ્ચિત હતું.એકજૂથ થયેલાપેસેન્જરોએ ૯ઃ૫૭ વાગ્યે‘બળવો’ પોકાર્યો અનેપ્લેનના આગલા ભાગતરફ સામટા ધસ્યા. એક યુવતીએ પોતાનો ફોનકોલ કાપતા પહેલાં બોલી:બધા જણા ફર્સ્ટ ક્લાસતરફ દોડી રહ્યા છે. હું પણજાઉં છું. બાય!' કોકપિટ મુસાફરો વોઇસ ધમાચકડીનો અવાજ બહુધીમા વોલ્યુમમાં દર્જ થયો, કારણ કે વચ્ચેકોકપિટનો બંધ દરવાજો હતો. પેસેન્જરોસામટા આવી પહોંચ્યાનું ખબર પડતાંઝિઆદ જારાહે વિમાનને આંચકાભેરડાબે-જમણે હાલકડોલક કરાવ્યું.પેસેન્જરો સંતુલન ગુમાવીને આમતેમગબડી પડે એવી તેની ગણતરી હતી.મુસાફરો જો કે ડગ્યા નહિ. કોકપિટનોદરવાજો તોડવાના પ્રયાસો તેમણે ચાલુરાખ્યા. જારાહે પ્લેનનો મોરો તીવ્રએન્ગલે ઉપર-નીચે કરવાનો નવો વ્યૂહઅપનાવ્યો. ઊંચાઇ ખાસ્સી ઘટી ચૂકીહતી. દરમ્યાન કોકપિટ વોઇસ રેકોર્ડરમાંધ્વનિમુદ્રણ આપોઆપ થયા કરતું હતું.હવે ૧૦:૦૦ વાગવા આડે જૂજમિનિટો બાકી હતી. કોકપિટમાં જારાહસાથે હાજર રહેલા હાઇજેકરે તેને પૂછ્યું:‘ખાત્મો બોલાવી દઇએ ?’ જવાબ મળ્યોઃ‘હમણાં નહિ. બધાને આપણી તરફઆવવા દે.’ મરણિયા બનેલા પેસેન્જરોહજી કોકપિટનો દરવાજો તોડવા મથતાહતા અને બહાર રહેલા બે ઝનૂનીત્રાસવાદીઓ સાથે તેમની ઝપાઝપી ચાલુહતી. એક પેસેન્જરે ઘાંટો પાડ્યો : ‘જલદીકોકપિટમાં ઘૂસો ! નહિતર માર્યા જવાનાછીએ !' હવે જારાહે તેના જોડીદારનેસવાલ કર્યો : ‘ખાત્મો બોલાવી દઇએ?’જવાબ હકારમાં મળ્યો, કેમ કે દરવાજોગમે ત્યારે તૂટે એવી વકી જણાતી હતી.પેસેન્જરો જીવ પર આવ્યા હતા. કોકપિટવોઇસ રેકોર્ડરમાં ત્યારે હાઇજેકરનોઉશ્કેરાટભર્યો અવાજ દર્જ થયો : ‘નીચે પટકી દે ! નીચે પટકી દે !'વિમાનના મોરાએ જમીન તરફઝોક લીધો, બન્ને એન્જિનો પૂરજોશમાંધમધમવા લાગ્યાં અને કલાકના ૯૩૦કિ.મી.ના વેગે બોઇંગ-757 પેન્સિલ્વાનિયા રાજ્યના ખેતરમાં પછડાટભેર આવી પડ્યું. પેસેન્જરોના મરણિયાપ્રયાસો અંતે મોતમાં પરિણમ્યા. વ્હાઇટહાઉસનું અને સંસદભવનનું વોશિંગ્ટનત્યારે ફક્ત ૨૦ મિનિટના અંતરે હતું.આ તરફ ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડસેન્ટરના ૧૧૦-૧૧૦ માળના બેયગગનચૂંબી ટાવરો સળગતી મશાલ બન્યાંહતાં. પ્રચંડ આગ ભભૂકતી હતી અનેધુમાડાનાં કાળાં વાદળો આકાશમાં ચડતાંહતાં. ફ્લાઇટ 11નું બોઇંગ-767 નોર્થટાવરના ૯૩મા અને ૯૯મા મજલાઓ વચ્ચેઘૂસ્યું હતું, જ્યારે ફલાઇટ 175નું એવું જબોઇંગ-767 સાઉથ ટાવરના ૭૭મા અને૮૫મા મજલાઓ વચ્ચે ખૂંપ્યું હતું. આ વિમાનો લોસએન્જેલિસ જવા ઉપડ્યાં ત્યારે એ દરેકમાંલગભગ ૪૦,૦૦૦ લીટર જેટ ફ્યૂલભરવામાં આવ્યું હતું. ન્યૂ યોર્ક સુધીની યાત્રાટૂંકી હોવાને લીધે બળતણનો ઝાઝો વપરાશ થયો ન હતો,એટલે બહુ મોટા જથ્થાએ ટાવરોને તરબોળ કરી દીધા હતા.વિમાનોના આતંકખોરો સહિતના પેસેન્જરો માટે તો અવસાન તેમજ અંત્યેષ્ટિ વચ્ચે સેકન્ડવા૨નો પણસમયગાળો રહ્યો નહિ. સેંકડો અંશ સેલ્શિયસના ટેમ્પ્રેચરે સૌને તત્ક્ષણ વરાળમાં ફેરવી નાખ્યા. વિમાનોનાફૂરચા નીકળી ગયા અને ધાતુ પીગળવાલાગી. ટક્કર એટલી જોરદાર કેવિમાનોના કેટલાક ભારે પૂરજા ટાવરોનીઆરપાર નીકળી પાછલી તરફ ઘણે દૂરનીચે પડ્યા.આ બન્ને ઊંચા ટાવરોમાં 9/11મંગળવાર જેવા કામકાજના દિવસે૫૦,૦૦૦ કર્મચારીઓની હાજરી અનેલગભગ ૨,૦૦,૦૦૦ મુલાકાતીઓનીઆવનજાવન રહેતી હતી. હાઇજેકર્સે એદૃષ્ટિએ બહુ મોટું નિશાન તાક્યું હતું.કંઇક અંશે દિલાસાજનક વાત એ કે બેયપ્લેન બહુ ઊંચેના મજલાઓ સાથેભટકાયાં, જેમની ઉપર બીજા મજલાઓછા હતા. પરિણામે નીચેના દરેક માળેરહેલા લોકો પૈકી ઘણા ખરાને હેમખેમબચી નીકળવાનો મોકો સાંપડ્યો, જેતેમના માટે જીવતદાન સમાનહતો. સલામત રહી જવા પામેલી અમુકલિફટ પણ તેમને કામ લાગી. ધાડાબંધ લોકોબહાર આવ્યા પછી રસ્તાઓ પર દોડધામઅને બૂમરાણ મચી.બે હવાઇ આક્રમણો વચ્ચે ૧૭ મિનિટનુંઅંતર હતું. પ્રથમ એટલે કે નોર્થ ટાવરપરના આક્રમણને લોકો અકસ્માતધારી બેઠેલા, પરંતુ એ પછી બીજું પ્લેન સાઉથટાવર જોડે ટકરાયું ત્યારે તેમનો આઘાતમાઝા વટાવી ગયો.જણાઇ આવ્યું કે આતંકવાદી હુમલો થયોહતો. પાછલી રાતના દુઃસ્વપ્નમાં પણ નકલ્પી હોય એવી ઘટનાએ તેમને હતબુદ્ધકરી દીધા. આઘાતનો વીજળીક આંચકોતેમના જેવા ચશ્મદીદ ગવાહો ઉપરાંતકરોડો અમેરિકન પ્રજાજનોએ અનુભવ્યો,કેમ કે બીજા પ્લેનના અટેકનું જીવંતપ્રસારણ તેમણે ટેલિવિઝન પર દીઠું.દેશભરમાં વાતાવરણ સંક્ષુબ્ધ બન્યું.અમેરિકા પહેલીવાર આટલી હદનોઆતંકવાદી હુમલો વેઠી રહ્યું હતું.ટકરાવની ઉપરના મજલાઓમાંરહેલા કર્મચારીઓ અને મુલાકાતીઓજયાંના ત્યાં ફસાયા, કેમ કે નીચે જવામાટેની લિફ્ટ તેમજ પગથિયાં લગભગનષ્ટ થયાં હતાં. નોર્થ ટાવરમાં સ્થિતિવધુ ખરાબ હતી. ફલાઇટ 11નું બોઇંગ-767 તેના ૯૩મા અને ૯૯મા માળ વચ્ચેબરાબર મધ્યભાગે ટકરાયું હતું, એટલેબન્ને ત૨ફ ભાંગફોડ થતાં ક્યાંયઆવનજાવનનો માર્ગ રહ્યો ન હતો.ઉપરના અગિયાર મજલાઓમાં બધુંમળીને ૧,૩૫૫ જણા હતા. આમાંથીમોટા ભાગના લોકો ધુમાડામાં ગૂંગળાઇનેકે આગમાં સળગીને પીડાજનક મોતનેભેટ્યા. આગમાં દાઝીને બેબાકળા થયેલાલગભગ ૨૦૦ જણાએ બચવાનો માર્ગન દેખાતાં જીવ પર આવીને બારી વાટેસેંકડો ફીટ નીચે પડતું મૂક્યું અને માર્યાગયા. સાઉથ ટાવરમાં સ્થિતિ નજીવા અંશેજુદી હતી. દક્ષિણ દિશામાંથી આવેલુંફ્લાઇટ 175નું બોઇંગ-767 ત્યાં ૭૭માઅને ૮૫મા માળ વચ્ચે બિલકુલ મધ્યભાગે નહિ, પણ સહેજ જમણી તરફઅથડાયું હતું. આથી ડાબી તરફનાં પગથિયાંસલામત હતાં, પરંતુ ઉગ્ર તાપમાનનીઆગ તેમજ ધુમાડા વચ્ચે માર્ગ કાઢીનેએ પગથિયાં દ્વારા પણ માત્ર ૧૮ જણાનીચે ઉતરવા પામ્યા. ઉપરના મજલાઓપરના હજાર કરતાં વધુ લોકો માટે તોઉગરવાનો લેશમાત્ર અવકાશ ન હતો.કેટલાક આફતગ્રસ્તો સાઉથ ટાવરનીઅગાસી પર ચડી ગયા--એવી ધારણાસાથે કે કદાચ હેલિકોપ્ટરો તેમને બચાવીલે. ઊંચે ચડતી અગનજ્વાળાઓ જો કેહેલિકોપ્ટરોને ટાવરની નજીક ફરકવા દેતેમ ન હતી. કોઇએ ભાગ્યે જ તે સમયેએવી ધારણા કરી હોય કે નોર્થ અનેસાઉથ બન્ને જોડકા ટાવરો થોડા સમયમાંવારાફરતી ધરાશયી થવાના હતા.ન્યૂ યોર્ક ફાયર બ્રિગેડના જે સેંકડો માણસો આગબૂઝાવવા આવી પહોંચ્યા તેમના મનમાંકમ સે કમ ટાવરોની સલામતી અંગેજરાય અંદેશો ન હતો. ઉપરના મજલાઓતરફ જવા મકાનોમાં દાખલ થયેલા એસૌને ખ્યાલ ન હતો કે આગના ભડકાઓફિસોને ભસ્મ કરવા ઉપરાંત અનોખીરીતે પરચો દેખાડી રહ્યા હતા. ઇમારતોનાE એકસો દસ માળનો પહેલો ટાવર મશાલ બન્યોત્યારે તેમાં અંદાજે ૧૪,૦૦૦ જણા હાજર હતાબહુ મજબૂત ધારી લેવાયેલા માળખામાંઅંદરખાને કશુંક રંધાતું હતું, જેનાનતીજારૂપે વારાફરતી બેય ટાવરોનોઓચિંતો ધ્વંસ થવાનો હતો.પરિસ્થિતિ વણસી રહ્યાનો પહેલોઅણસાર ૯:૩૭ના સમયે મળ્યો. એકકર્મચારી સાઉથ ટાવરના ૧૦૫મા માળેહતો. ઘટનાસ્થળે હાજર થયેલી પુલિસટુકડીને તેણે સેલફોન દ્વારા જણાવ્યું કેતેની નીચેના અમુક મજલાની ફરસ ધસીપડી હતી. વિમાન તે ભાગમાં ટકરાયું નહતું, છતાં ત્યાંના અનેક સ્લેબ ફસક્યાહતા. આને લીધે ઓફિસો માંહ્યલી હવાપર સ્લેબના પતનનું જે દબાણ આવ્યુંતેણે અનેક ચીજોને બારી વાટે બહારફંગોળી દીધી. સલામત અંતરે રહીહેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કરી રહેલાપુલિસ અફસરોએ જોયું કે સાઉથ ટાવરનાજૂક સ્થિતિમાં હતો. આથી તેમણેબચાવકાર્ય માટે ટાવરમાં ગયેલી પોતાનીટીમને તાબડતોબ બહાર નીકળી જવાવાયરલેસ દ્વારા સૂચના આપી. ભૂલકરી કે ફાયર બ્રિગેડના માણસોને ચેતવ્યાનહિ. વિમાનની ટક્કર થયાની ૫૬મિનિટ બાદ ૧૧૦ મજલાનો આખેઆખોસાઉથ ટાવર ફસક્યો અને ધૂળ-રાખનાગોટેગોટા કાઢતો ધરાશયી બન્યો. હવાનોસમુદાય એટલી ઝડપે ખસ્યો કે વાવાઝોડાજેવો પવન દૂર સુધી ફરી વળ્યો. ધૂળ-રાખે ચોતરફી વાતાવરણને ધૂંધળું બનાવીદીધું. સાઉથ ટાવરમાં રહેલા તમામદુર્ભાગીઓ લાખો ટન કાટમાળ નીચેદફન પામ્યા.આતંકવાદી હુમલા વખતે નોર્થટાવરમાં ૧૪,૦૦૦ કર્મચારીઓ અનેમુલાકાતીઓ હતા, જે પૈકી ૧,૩૫૫ જણાટકરાવના લેવલની ઉપરના મજલાઓમાંહતા. સ્વબચાવના બધા માર્ગો તેમનામાટે બંધ હતા. ફલાઇટ 11નું બોઇંગ-767 પ્લેન બરાબર કેંદ્રિય ભાગે આક્રમણલાવ્યું હતું, માટે પહોળા વ્યાપની પાંખોનેલીધે ડાબે-જમણે લિફ્ટ તેમજ પગથિયાંનષ્ટ થયાં હતાં. હેલિકોપ્ટરોમાં રહેલાપુલિસ અફસરોએ ૧૦:૨૦ વાગ્યેચેતવણી પ્રસારિત કરી કે ટાવરનો ઉપલોહિસ્સો સહેજ દક્ષિણ તરફ લચવા માંડ્યોહતો. સદ્ભાગ્યે ત્યાં સુધીમાં નીચેનામજલાવાળા ઘણા ખરા લોકો બહારનીકળી ચૂક્યા હતા. થોડી વારમાં તો એનોર્થ ટાવર જાણે ગંજીપાનો હોય તેમસ્લેબના એક પછી એક પડ રચતોજમીનદોસ્ત બન્યો. પવનને કારણે ધૂળ-રાખના ગોટા ત્રણેક કિલોમીટર છેટે સુધીપહોંચ્યા. અથડામણ પછીની ૧૦૨મિનિટે નોર્થ ટાવરનો અંત આવી ગયો.આ બેવડી હોનારતોએ કુલ૨,૯૯૬ જણાનો ભોગ લીધો, જેમાં ન્યૂયોર્ક ફાયર બ્રિગેડના ૩૪૩ અને ન્યૂ યોર્કપુલિસના ૨૩ કર્મચારીઓનો સમાવેશથતો હતો. પેન્ટાગોન ખાતે મૃત્યુઆંક૧૭૫નો હતો. અત્યંત મજબૂત બાંધકામ ધરાવતાંબહુમાળી મકાનો ભીષણ ટક્કર વખતે અડીખમ રહ્યાં,પણ ત્યાર પછી કેમ તૂટ્યાં એ વાતનું સિવિલ એન્જિ-નિઅરિંગના જાણકારોને આશ્ચર્ય હતું. કાટમાળનાપોલાદનું સ્પેક્ટ્રોગ્રાફિક પૃથક્કરણ કરાયા પછી તેનુંરહસ્ય બહાર આવ્યું. લોખંડમાં અમુક ટકાકાર્બનનો ભેગ કર્યા પછી કાર્બનના અણુઓ તેની જાલક સંરચનામાં વ્યવસ્થિત રીતે ગોઠવાય અને લોખંડને ટકોરાબંધ પોલાદનું સ્વરૂપ આપી દે. ઉષ્ણતામાન૫૦૦° સેલ્શિયસ કરતાં વધી જાયત્યારે પોલાદ ગલનબિંદુ ખાસ્સું૧,૫૦૦ હોવાને લીધે પીગળે નહિ,પણ કાર્બનના અણુઓ જાલક સંરચનામાંપોતાનું સ્થાન બદલે અને પોલાદ કમજોરબને. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ભડકેલી આગે પોલાદનાફ્રેમવર્કને નબળું પાડી દીધું, માટે ઉપરનામજલાઓ પર્યાપ્ત આધાર ગુમાવી બેઠા.અકાળે લગભગ ત્રણ હજાર લોકોનુંઆવી બન્યું.ડિસેમ્બર ૭, ૧૯૪૧ની સવારેજાપાની કાફલાએ અમેરિકાના નૌકામથકપર્લ હાર્બર પર ઓચિંતો હુમલો કર્યો ત્યારેએમ કહેવાયું કે જાપાને સૂતેલામહાબલિને જગાડી મૂક્યો હતો અને હવેતેનો વળતો જવાબ વસમો પડી જવાનોહતો. બિલકુલ એમ જ બન્યું. વિફરેલાઅમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવીજાપાનનો સફાયો કરી નાખ્યો.સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ની સવારેઅમેરિકા પર આતંકવાદી હુમલા થયાબાદ પણ બિલકુલ એમ જ બનવાનું હતું.હુમલા અલ કાયદા સંગઠનના નેજાહેઠળ કરાયા હતા, જેનો સૂત્રધારઓસામા બિન લાદેન હતો. એકવિડિઓ ટેપમાં લાદેને એમજણાવેલું કે ઇઝરાયેલની તરફદારીકરતા અમેરિકા સામે આતંકવાદનીઝુંબેશ ચલાવવી જોઇએ. લાદેનનેકદાચ અનુમાન ન હતું કે જાપાનનીમાફક તેણે પણ મહાબલિનેજગાડવામાં કેવડી મોટી ભૂલકરી નાખી હતી. યુદ્ધોમાં કુલ મળીને ૪,૦૦૦ સૈનિકોનોભોગ લેવાયો. ઘાયલો ૨૦,૦૦૦ જેટલાહતા. પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશનીપ્રતિબદ્ધતા એટલી કે ભાગી છૂટીનેઅજાણ્યા સ્થળે ભૂગર્ભમાં સરી ગયેલાસદ્દામ હુસેનને પણ શોધી કાઢી ફાંસીઆપી દીધી. સૈનિકખુવારીને લીધેઘરઆંગણે બુશ અળખામણા બન્યા.વિરોધના અનેક દેખાવો યોજવામાંઆવ્યા, છતાં બુશે પોતાની કૃતનિશ્ચયતાવડે એટલું નિશ્ચિત કરી આપ્યું કે હવેપછી અમેરિકાને જેઓ આતંકવાદનીટાંકણી ભોંકે તેમણે બદલામાં તલવારનોમરણતોલ થા વેઠવો રહ્યો.અમેરિકાની તવારીખમાં 9/11 તેનાપ્રજાજનોના મનને સંક્ષુબ્ધ કરે તેવોબનાવ છે, છતાં આતંકવાદી તત્ત્વોનેપદાર્થપાઠ આપવામાં તે નિમિત્ત બન્યોએ જોતાં સીમાચિહ્ન પણ છે. ભાવિ પેઢીનાનાગરિકો તેને હંમેશાં યાદ રાખે અનેમાર્યા ગયેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ આપેતે હેતુસર ઘટનાસ્થળે બે નવાં ટાવરો ખડાંકરવાને બદલે ૬૨ કરોડ ડોલરના ખર્ચે1 સ્મારક બનાવવામાં આવ્યું છે.અમેરિકાની સરકાર ઉપરાંત પ્રજાજનોએએ ખર્ચ ઉપાડ્યો છે.ન્યૂ યોર્ક મેનહટન જેવા વિસ્તારનારિઅલ એસ્ટેટના ભાવો જ્યાં શહેરનાબીજા ભાગોની તુલનાએ ક્યાંય વિશેષહોય ત્યાં સ્મારક છ એકર (૨૪,૦૦૦ચોરસ મીટર) જેટલું ક્ષેત્રફળ રોકે છે.નોર્થ ટાવરનો અને સાઉથ ટાવરનોકાટમાળ તેમના પાયાસહિત ઊંચકીલેવાયા પછી ત્યાં પડેલા ઊંડા ખાડામાંઆજે કૃત્રિમ હોજ છે. દરેક હોજ ૧૧ એકરનો છે.હોજમાં કૃત્રિમ ધોધ પડે છે, જેમનોઅવાજ શહેરના કોલાહલને છાવરી લેતોહોવાને હોવાને કારણે મુલાકાતી લોકોએકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરી શકે છે. હોજફરતેની પાળી પર બાહ્ય ભાગે ૨,૯૮૩સદ્દગતોના કોતરેલાં નામો ધરાવતીકાંસાની ૭૨ તકતીઓ છે. શ્રદ્ધાંજલિઆપતા મુલાકાતીએ જો 9/11ના અટેકમાંપોતાનાં આપ્તજનોને ગુમાવ્યાં હોય તોતેમના નામવાળી તકતીને એલાગણીપૂર્વક સ્પર્શ કરે, માટે દરેક તકતીનેઉનાળામાં ઠંડી અને શિયાળાં હૂંફાળીરાખવાનો બંદોબસ્ત છે.