Padchhayo - 4 in Gujarati Horror Stories by Shreya Parmar books and stories PDF | પડછાયો - ભાગ 4

Featured Books
Categories
Share

પડછાયો - ભાગ 4

ભાગ 3 મા જોયું હતું છેલ્લે કે ધ્રુવ એ પડછાયા સાથે વાતો કરે છે અને એની પાછળ પાછળ જાય છે. હવે આગળ સુ થાય છે? ચાલો જોયીયે.

ધ્રુવ એ જ પડછાયા ની પાછળ પાછળ જતા જંગલ માઁ પહુંચી જાય છે. ભોળા ધ્રુવ ને ક્યાં જાણ હતી કે એ જે પડછાયા પાછળ આવતા આવતા ક્યાં આવી ગયો છે. એના રૂપ માઁ મોહિત થયેલો ધ્રુવ જેને કાંઈ જ હોશ નથી હોતો.

ધ્રુવ એની સાથે વાતો કરે છે. વાતો કરતા કરતા ક્યાં સાંજ થયી જાય છે અને ધ્રુવ ને ખબર જ નથી હોતી. અહીં દાદીમા ચિંતા કરતા હોય છે કે ધ્રુવ ક્યાં ગયો હશે? આમતો ક્યાય જતો નથી હોતો આજ ક્યાં જતો રહ્યો?

ગામ ના બધા જ લોકો ભેગા થાય છે કે ધ્રુવ ક્યાં ગયો હશે? આમ તેમ બધા જ લોકો ધ્રુવ ને શોધે છે. ક્યાય ધ્રુવ મળતો નથી. ત્યાં પાછળ થી કોઈ માણસ ની અવાજ આવે છે કે ક્યાંક ધ્રુવ એ પડછાયા પાછળ મોહિત થયી ને એની પાછળ પાછળ તો નથી જતો રહ્યો ને? બધા ચકિત થયી ને જોયી રહે છે. ત્યાં દાદી માઁ બોલે છે કે હા હોયી શકે કેમ કે ધ્રુવ મને પૂછતો હતો એક દિવસ કે આ સુંદર છોકરી આવી એ કોણ છે? કદાચ એ રૂપ બદલી ને મારાં દીકરા ને કંઈક.......

એટલું બોલી અટકાયી જતા દાદીમા તૂટી પડે છે. ગામ ના લોકો એમને સાચવે છે. ત્યાં પાછળ એક વૃદ્ધ દાદાજી બોલે છે કે ક્યાંક ધ્રુવ દ્વારા આપડા ગામ ને આ શાપિત આત્મા ને મુક્તિ મળવા ની હોય, કદાચ તે કારણ એ જ ધ્રુવ ને આ આત્મા દેખાતી હોય. 

ત્યાં સામે થી બધા ને ધ્રુવ આવતો જણાય છે. દાદી માઁ ને આ રીતે જોતા ધ્રુવ દોડી ને આવે છે. પૂછે છે દાદી માઁ સુ થયું? 

દાદીમા કહે છે ક્યાં જતો રહેલો દીકરા તું આમ અચાનક કહ્યા વગર? Ketli રાત થયી ગયી તને કાંઈ થયી ગયું હોત તો અમે તારા પાપા ને સુ જવાબ આપતા? તું અમારો એક નો એક વંશ છે દીકરા આ રીતે ક્યાંય જા નહિ તું! એટલું કહી ને દાદી માઁ ધ્રુવ ને ભેટી લેય છે.

ધ્રુવ કહે છે તમે ચિંતા ના કરો દાદી માઁ. હું તમને પૂછતો હતો ને કે કોણ છે આ સ્વર્ગ માંથી આવેલી અપ્સરા જેવી છોકરી. આજ મેં એને જોયી, હું મળ્યો પણ, અને વાતો પણ કરી બહુ જ.

ધ્રુવ ગામ ના લોકો ને અને દાદી માઁ ને પૂછે છે કે કોણ છે આ અપ્સરા જેવી સુંદર છોકરી?

ગામવાસી આશ્ચર્ય ચકિત થયી ને ધ્રુવ સામે જોયી રહે છે. ત્યાં જ વૃદ્ધ દાદાજી પૂછે છે કે બેટા! તે ક્યાં જોયી એને?  ધ્રુવ કહે છે દાદાજી મેં જોયી પણ વાત પણ કરી અને હું એની પાછળ પાછળ પણ ગયેલો અને બધું જોયું પણ. મને આજ ખબર પડી આ ગામ માઁ એક સુંદર બાગ પણ છે. 

ધ્રુવ જે જગ્યા ને સુંદર બાગ સમજે છે તે કોઈ બાગ નહિ પણ એક ડરાવનુ જંગલ છે.

દાદી માઁ ધ્રુવ ની આવી વાતો સાંભળી ને રડ રડ કરે છે. ધ્રુવ કહે છે દાદી માઁ કેમ રડ રરડ કરો છો? હું આવી ગયો ને સુરક્ષિત.

ગામના લોકો અને દાદી માઁ નક્કી કરે છે કે ધ્રુવ ને બધી હકીકત કહી દેશે. જેથી ધ્રુવ આ રીતે ક્યાય જાય નહિ એના મોહ મા..      

જોયીયે હવે ગામના લોકો ધ્રુવ ને સચ્ચાઈ જણાવે છે કે નહિ?

અને જો સચ્ચાઈ જણાવે છે તો સુ ધ્રુવ એને સાચી મને છે કે નહિ?

આગળ ના ભાગ 5 મા....

ત્યાં સુધી please like share and follow my I'd.