કહેવાય છે કે કોઈ સાથે હોય ના હોય પડછાયો સાથે હોય છે. એ પડછાયો જે એના શરીર નો નથી. આત્મા ના પડછાયા સાથે જીવતા એ ધ્રુવ ની વાત છે.
વટ સાથે રહેતો ધ્રુવ આજે પુરા 25 વર્ષ નો થયી ગયો છે. સરકારી નોકરી ની તૈયારી કરે છે સાથે સાથે લગ્ન ની વાતો જોયી રાખે છે.
ધોધમાર વરસાદ ની સીઝન મા ધ્રુવ દાદા દાદી ને મળવા ગામડે જાય છે. પોતાના જ ગામ માઁ અજાણ્યા જેવું અનુભૂતિ કરતો ધ્રુવ દાદા દાદી ને મળે છે અને અચાનક વરસાદ તૂટી પડે છે.
વરસાદ ના પાણી નો એ ઝર મર ઝર મર અવાજ સાંભળી ધ્રુવ બસ સાંભળતો રહી જાય છે.
જમી કરી ને દાદા દાદી સાથે વાતો કરતા કરતા ક્યાં 11 વાગી જાય છે જાણ જ નથી થતી. પછી બધા સુવા જાય છે. ધ્રુવ દાદા દાદી સાથે જમીન પર પથારી કરી ને સુવે છે. ત્યાં આંખ બંધ થતા ની સાથે
કુતરા ઓ ના રડવાનો અવાજ ધ્રુવ ના કાને પડે છે.
શહેર મા રહેલો મોડર્ન ધ્રુવ અમુક વસ્તુ માનતો નથી હોતો.
એક બાજુ વરસાદ પડે છે ધમધોકાર.....,
કુતરા રડે છે ને....
એટલું ઓછું હતું ત્યાં લાઈટ પણ ચાલી જાય છે.
ધ્રુવ ને થોડું અજુગતું feel થાય છે પણ એમ ને એમ સુઈ જાય છે. સવાર પડતા નીકળી જવાનો ખ્યાલ કરતા જ પાછો એ જ વરસાદ ચાલુ. દાદા દાદી ને કહે છે. દાદા દાદી હું ફરી મળવા આવીશ પણ હાલ હું જાઉં. ત્યાં દાદા દાદી કહે છે બેટા આવા વરસાદ મા ક્યાં નીકળીશ એક દિવસ રોકાઈ જા અમને પણ સારુ લાગશે. ધ્રુવ રોકાઈ જાય છે. ફરી રાત ના 11 વાગે છે ને ફરી ધ્રુવ દાદા દાસી સાથે પથારી કરી સુવે છે. ત્યાં ફરી એ જ વસ્તુ કુતરા રડે છે ધમધોકાર વરસાદ મા અવાજ ને અચાનક લાઈટ જવી. એક દિવસ, બીજા દિવસ આ રીતે ધ્રુવ અસખુ અઠવાડિયું નીકળે છે દાદા દાદી સાથે પછી એ એના પિતા ને લેવા બોલાવે છે.
પરંતુ એ આગલી રાત ની વાત છે સૂતેલો ધ્રુવ બાર નજર કરે છે જયારે વરસાદ બંધ હતો પણ એ જ કુતરા રડે ને લાઈટ જાય આવે જાય આવે. એ દિવસ ધ્રુવ ને બહુ અજુગતું લાગ્યું ત્યાં તો એની નજર ની સામે એક સ્વપ્ન સુંદરી જેવી નાજુક કન્યા આવી ને ઉભી રહી જાય છે.
એની સુંદર આંખો ને પરી જેવા કપડાં માઁ જાણે સ્વર્ગ લોક ની ઇન્દ્ર લોક ની અપ્સરા. ધ્રુવ બસ એને જોતો રહે છે. પણ ભોળા ભાવે જોયી રહેલા એ ધ્રુવ ને ક્યાં ખબર હતી કે એ જેન્દગી અપ્સરા સમજી જોયી રહ્યી છે તે કોઈ અપ્સરા નહીં પણ શાપિત આત્મા છે જે એક અજાણ્યા વ્યક્તિ ની રાહ મા બેઠી હતી. ધ્રુવ ના સ્વપ્ન ખુબ જ મોટા હતા. ધ્રુવ એક business મેન બનવા માંગતો હતો. પરંતુ ધ્રુવ ના જીવન મા એક પડછાયા ની એન્ટ્રી થયી ગઈ હતી અને જેને જોયી ને ધ્રુવ મન મોહક થયી ગયો હતો.જોતા જોતા ધ્રુવ ની ક્યાં આંખ લાગી ગઈ એ એને પોતાને પણ યાદ નથી. સવારે અચાનક સુ થયું કે ધ્રુવ એ એના પિતા ને ફોન કરીને લેવા આવવાનું ના કહી દીધું. આજ ની સવાર તો કંઈક અચાબા જેવી જ હતી. કોઈ વરસાદ નહીં સૂર્ય કિરણ ગરમા પડતા ને રાત્રે પડેલા વરસાદ ની સવાર સવાર માઁ મીઠી સોડમ. સાથે દાદીમાઁ ના હાથ ની આદુ ઈલાયચી વાળી ચા ને નાસ્તો. ધ્રુવ ચા નાસ્તો કરતો હતો ત્યાં એ જ મનમોહક રૂપ ફરી નજર સામે આવી ગયું........
આગળ ની વાર્તા next chapter મા....
બન્યા રહો મારાં સાથે અને like, follow, share કરતા રહો.