Padchhayo - 3 in Gujarati Horror Stories by Shreya Parmar books and stories PDF | પડછાયો - ભાગ 3

Featured Books
  • કવિની કથા - 1

    પ્રસ્તાવનારવીન્દ્રનાથ ટાગોરની આ પહેલામાં પહેલી કવિતા છે. જ્ય...

  • જીવન પથ ભાગ-65

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૬૫         ‘જિંદગી પ્રયોગ છે. પોતાની...

  • અંતે તું જ

    સવારનો સોનેરી તડકો ગામની ભોપા ની ચાની કીટલી પર રેલાઈ રહ્યો હ...

  • બાળપણની એ રફનોટ - 6

    પ્રકરણ ૬: સિક્કાની બે બાજુ અને પલટાતો દાવ શનિવારની એ સોનેરી...

  • સિક્કાની અમર સફર

    સિક્કાની અમર સફર તિજોરીના અંધકારમાં કેદ રહેલી 'હજારની નોટ' ન...

Categories
Share

પડછાયો - ભાગ 3

ભાગ 2 મા દાદી ની બૂમો સાંભળી ને અંદર ગયેલો ધ્રુવ ચોકી જાય છે. અને જોવે છે કે દાદા નીચે બેહોશ હાલત મા પડી ગયા છે. 

આગળ ની વાર્તા અહીંથી.......

દાદાજી પર પાણી છાંટે છે, હાથ પગ ઘસે છે. દાદી ના આંખ માંથી આંસુ નહીં રોકાતા તો દાદા જી ને ધ્રુવ દવાખાને લઇ જવાનુ વિચારે છે. પણ ત્યાં દાદા ના હાથ હલે છે ને ધીમે ધીમે દાદાજી હોશ મા આવે છે.

પછી દાદાજી ને પલંગ માઁ આરામ કરવાનું ખી ને ધ્રુવ બાર બેસે છે. ફરી થી એ જ મદહોશી ભરેલું રૂપ ધ્રુવ ની આગળ આવી જાય છે. ગામ વાસી ઓ ને ન દેખાતો એ પડછાયો ધ્રુવ ની આંખો માઁ બેસી ગયો છે.

ધ્રુવ હવે એટલો મદહોશ થયી જાય છે કે ધ્રુવ હવે એની પાછળ પાગલ થયી ગયો છે. ધ્રુવ એની સાથે વાતો કરવા લાગે છે. જાણે કે એ કોઈ સ્વર્ગ માંથી આવેલી સ્વપ્ન સુંદરી હોય. પણ આ વાત થી અજાણ્યા ધ્રુવ ને ક્યાં ખબર પડે છે કે આ કોઈ સ્વર્ગ માંથી ઉતારેલી સ્વપ્ન સુંદરી નથી પણ એક ખોફનાક પડછાયો છે, એક એવો પડછાયો જે એના માટે બહુ જ ખરાબ છે. ધ્રુવ એક એક થાકેલો feel કરે છે અને તે થોડી વાર આરામ કરવા વિચારે છે. ત્યારે એ દાદાજી પાસે  જાય છે પણ દાદાજી ઉઠ્તા જ નથી તો ધ્રુવ એમની નાડી તપાસે છે ત્યારે ખબર પડે છે દાદાજી નથી રહ્યા.

એ ગભરાયી જાય છે પણ એ રાત જવા દેય છે. સવાર પડતા દાદી ને કહેવાનું વિચારતા વિચારતા ધ્રુવ ની આંખ ક્યાં લાગી જાય છે એ એને ખબર જ નથી રહેતી. ધ્રુવ સવાર એ ચિંતા માઁ ને ચિંતા માઁ વહેલો ઉઠી જાય છે. ને ઉઠતા વેંત એ પડછાયો એને એના ગર માઁ દેખાય છે. અને બાજુ માઁ દાદાજી પણ નથી હોતા તો એને થોડું અજુગતું લાગે છે. પણ પછી એ મદહોશ પડછાયા માઁ ધ્રુવ બધું ભૂલી જાય છે.

ધ્રુવ સવાર ની ચા ની ચુસ્કી સાથે પેલા પડછાયા સાથે વાતો કરે છે.

પણ અચાનક એક કૂતરો ત્યાં આવી ને ભસે છે ખુબ જ........ ભોં..... ભોં....

અંદર થી દાદી માઁ બોલે છે બેટા ધ્રુવ અરે ઓ બેટા ધ્રુવ આ બાર કૂતરો કેમ ભસે છે બેટા એને કાઢ અહીં થી.

ત્યાં ધ્રુવ કુતરા ને પરાણે ભગાડે છે.

ધ્રુવ ના મન માઁ ફરી પ્રશ્ન થાય છે કે. દાદાજી નું મૃત્યુ પછી પાછુ જીવંત થવું, કુતરા નું આ રીતે આવવું ને ભસવું. પણ ફરી થી એ પડછાયા સામે જોવે ને બધું ભૂલી જાય છે.

આમ ને આમ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એક અઠવાડિયું........ જાય છે.

ધ્રુવ ને જવાનો સમય આવી જાય છે પણ જયારે જયારે એ જવાની તૈયારી કરે આંધી, તુફાન બધું આવી જાય છે અને ધ્રુવ જાયી નથી શકતો. 

ધ્રુવ ને હવે સાચે ના અજુગતું લાગે છે. એ પહેલા થી વિચારે છે કે આવું કેમ થાય છે જ્યારથી એ ચહેરો જોયો......

આટલુ બોલતા ધ્રુવ ને ફોન માઁ રિંગ વાગે છે પણ કોઈ સામેથી અવાજ નથી આવતો. ધ્રુવ બહુ પ્રયત્ન કરે છે પણ કોઈ જવાબ નથી આવતો.

હવે તો ધ્રુવ એ પડછાયા સાથે વાતો પણ કરે છે. એના પાછળ પાછળ પણ જાય છે....

હવે આગળ શું થશે એ આગળ ના ભાગ મા...

શું ધ્રુવ એની પાછળ જયીને પાછો આવી શકશે?

શું ધ્રુવ ને હકીકત સમજાશે કે ખબર પડશે?

વાંચો પડછાયો ભાગ - 3 મા

અને please like, share, and follow story