Shimla Agreement in Gujarati Book Reviews by Gautam Patel books and stories PDF | શિમલા કરાર

Featured Books
Categories
Share

શિમલા કરાર

૧૯૭૧ના યુદ્ધમાંપાકિસ્તાનનો સંપૂર્ણ રકાસ થયા પછીઅમેરિકા ખાતે યુનોની સલામતીસમિતિમાં તેના વિદેશમંત્રી ઝુલ્ફિકારઅલી ભુટ્ટોની સિંહગર્જનાઓ શાંત પડીઅને ઘરઆંગણે ડામાડોળ રાજકીયપરિસ્થિતિનો લાભ ખાટવા તેઓ સ્વદેશઆવવા નીકળ્યા. વળ જોઇને ટાંકણું મારીલેવામાં તેમનો જવાબ ન હતો. હવે એમાટે સમય મોકાનો હતો. સરમુખત્યારજનરલ યાહ્યા ખાનનાં અળવીતરાં તેમજઆંધળુકિયાંને લીધે પાકિસ્તાને તેનીપૂર્વીય કુલ ક્ષેત્રફળના ૧૮% જેટલીપાંખ ગુમાવી દીધી હતી. આથીલોકનજરમાં ખલનાયક ગણાવા માંડેલાયાહ્યા ખાનને બાજુ પર હડસેલી તેમનીખુરશી પર બેસી જવાની ઝુલ્ફિકાર અલીભુટ્ટો માટે સરસ તક હતી.ન્યૂ યોર્કથી ૨વાના થતા પહેલાંભુટ્ટો વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખરિચાર્ડ નિક્સનને મળ્યા. આમ તો તેઓઅમેરિકાને પાકવિરોધી ગણાવી સતતવખોડતા, પણ વ્હાઇટ હાઉસ ખાતેમુલાકાત દરમ્યાન પોતાની વાક્પટુતાથકી ભારતવિરોધી નિક્સનનીસહાનુભૂતિ જીતી લીધી. અમેરિકાનો રાજકીય ટેકો મેળવી લીધો,જેમાં પાકિસ્તાનના સત્તાલોભી લશ્કરમાટે ભુટ્ટોની તરફેણમાં અમેરિકાનો‘સાઇડ પ્લીઝ !’નો સંકેત હતો.न्यू યોર્કથી લંડન, પછી રોમ અનેછેલ્લે તેહરાન ખાતે ટૂંકા રોકાણ બાદભુટ્ટોનું વિમાન ડિસેમ્બર ૨૦, ૧૯૭૧નીસવારે ૧૦:૩૦ વાગ્યે ઇસ્લામાબાદનાચલાલા વિમાનીમથકે પહોંચ્યું. ભાવિપ્રમુખ ધારી લેવાયેલા ભુટ્ટોને આવકારવાખીચોખીચ મેદની જામી હતી. વિમાનઆકાશમાં ડોકાયું ત્યારથી જે હર્ષનાદોશરૂ થયા તે ભુટ્ટો વિલે મોઢે વિમાનનીબહાર નીકળ્યા અને મોટરમાં બેસીકાફલા સાથે હંકારી ગયા ત્યાં સુધી શમ્યાનહિ. પાકિસ્તાનના ખંડનને લીધે હૃદયપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવાહાવભાવ ભુટ્ટોના ચહેરા પર હતા, પણમનમાં અંદરખાને કદાચ લાડુ ફૂટતા હતા.પાકિસ્તાનની હરકતમાં તેમના માટે કમસે કમ અંગત રીતે બરકત હતી.મોટરકાફલો સરમુખત્યાર જનરલ યાહ્યાખાનના બંગલે પહોંચ્યો. અઢી કલાક પછીઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો મોટરકાફલોયાહ્યાના નિવાસસ્થાનની બહાર નીકળ્યો.પત્રકારોએ ત્યારે જોયું ભુટ્ટો જેમોટરમાં બેઠેલા તેના બોનેટ પરદેશના પ્રમુખનો પાસત્તાવાર ધ્વજફરકતો હતો. થોડાવખત પછીજાણવા મળ્યું તેમજનરલ યાહ્યાખાને પોતે ભુટ્ટોનેપ્રમુખપદના અનેસાથોસાથ માર્શલલોના વહીવટકર્તાતરીકેના સોગંદલેવડાવ્યા હતા.પાકિસ્તાનનારેડિઓ પર ડિસેમ્બર ૨૦,૧૯૭૧ના એ જદિવસે બપોરે 2:30 વાગ્યે જાહેરાત કરવામાં આવી કે જનરલયાહ્યા ખાને પોતાની સત્તા ઝુલ્ફિકારઅલી ભુટ્ટોને સુપરત કરી દીધી હતી.પાકિસ્તાનના સર્વેસર્વા બન્યાપછી ડ્રામાબાજ ભુટ્ટોએ પહેલવહેલાંજે પગલાં ભર્યાં તે લોકહૃદયમાં વસીજવા માટેનાં હતાં. ભારત સામેપશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વપાકિસ્તાન એમ બન્ને મોરચે ભોપાળુંકરનાર લશ્કર પ્રત્યે લોકોને સખતઆક્રોશ હતો. આથી ભૂમિયુદ્ધ હાર્યાહમીદ ખાનને અને સાગરયુદ્ધ હાર્યાબદલ ખુશ્કીદળના સેનાપતિ અબ્દુલબદલ નૌકાસેનાપતિ વાઇસ-એડિમરલમુઝફ્ફર હસનને ભુટ્ટોએ રુખસત આપીદીધી. લોકોનું મનગમતું પગલું ભર્યું.લોકનજરમાં હાડોહાડ અળખામણાબનેલા જનરલ યાહ્યાના દરેક નિર્ણયનેઉલટાવી નાખવો એ તેમની બીજી ચાલ હતી. એક નિર્ણય બાંગલા દેશના નેતા શેખ મુજીબુર રહેમાનની ગિરફતારી અંગેનોહતો, જેને ભુટ્ટોએ પાકિસ્તાનનું ખંડનનોતરી લાવનાર યુદ્ધનું મૂળ કારણગણાવ્યો.જાન્યુઆરી ૩, ૧૯૭૨ના રોજકરાંચી ખાતે જાહેરસભામાં ભુટ્ટોએપોતાની તેજાબી જબાન વડે યાહ્યા ખાનનેવખોડ્યા પછી શ્રોતાવર્ગને પૂછ્યું : ‘શેખમુજીબુરને છોડી મૂકવા જોઇએ ?'સામુહિક જવાબ હકારમાં મળ્યો. અગાઉભુટ્ટો તેમના રેડિઓ પરના સંબોધનમાંવચન આપી ચૂકેલા કે પોતાના શાસન-કાળ દરમ્યાન તેઓ દરેક વહીવટી પગલુંજનતાને પૂછી તેની સંમતિ મેળવીને જભરવાના હતા, પરંતુ એ બાબત ગપચાવીકે ‘સંમતિ’ શબ્દનું અર્થઘટન તેઓ જાતેકરવાના હતા. કરાંચીની જાહેરસભામાંમળેલી અનુમતિને ભુટ્ટોએ બધાદેશવાસીઓની અનુમતિ ગણી પાંચદિવસ બાદ શેખ મુજીબુર રહેમાનને છોડીમૂક્યા અને ખાસ વિમાન દ્વારા લંડનમોકલી આપ્યા. લંડનથી વાયા દિલ્હીથતા મુજીબુર ઢાકા પહોંચ્યા અને બાંગલાદેશના વડા પ્રધાન બન્યા.હવે ભુટ્ટો સમક્ષ બે જટિલ કાર્યોહતાં, જેમને સમેસુતર પાર પાડવા માટેસલૂકાઇથી માંડીને ચતુરાઇ અને લુચ્ચાઇસુધીનાં તમામ ગુણો-અવગુણોનો ખપપડે તેમ હતો. એક કાર્ય ભારતનાકબજામાં રહેલા પાકિસ્તાનના ૯૨,૭૫૩યુદ્ધકેદીઓને મુક્ત કરાવવાનું હતું. આમાંપૂર્વ મોરચે એટલે કે પૂર્વ પાકિસ્તાનમાંગિરફતાર કરાયેલા યુદ્ધકેદીઓ૯૨,૨૦૮ હતા, જ્યારે બાકીના ૫૪૫પશ્ચિમ સરહદે ખેલાયેલા યુદ્ધ દરમ્યાનપકડાયા હતા. આની સામે પાકિસ્તાનેભારતના જે યુદ્ધકેદીઓને અટકાયતમાંલીધા તેમની સંખ્યા ૬૧૬ હતી--અનેતે બધા કચ્છ, રાજસ્થાન, પંજાબ અનેકાશ્મીર સરહદે દુશ્મનના સકંજામાંઆવ્યા હતા. આમ ભારતીય કરતાંપાકિસ્તાની યુદ્ધકેદીઓની સંખ્યા બરાબર૧૫૦ ગણી વધારે હતી, માટે એબાબતમાં પાકિસ્તાનનો હાથ ભારતનીએડી નીચે હતો.પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સમક્ષપહાડ જેવડું બીજું કાર્ય ભારતે પાકિ-સ્તાનનો બધું મળીને ૧૬,૨૭૯ચોરસ કિલોમીટરનો જે પ્રદેશ જીત્યો તેપાછો મેળવવાનું હતું. સૌથી વધુ પ્રદેશકચ્છ-રાજસ્થાન મોરચે સિંધનો જીતાયોહતો, જેનું ક્ષેત્રફળ ૧૪,૨૭૨ ચોરસકિલોમીટર હતું. પ્રમુખ ભુટ્ટો સિંધી હોવાને કારણે તેમનેઆવડો મોટો પ્રદેશ ગુમાવ્યાનો વસવસોજરા વધારે હોય એ સ્વાભાવિક વાતહતી. લડાઇમાં ભારતે કુલ મળી ફક્ત૩૫૯ ચોરસ કિલોમીટરનો પ્રદેશગુમાવવાનો થયો, જે મેળવેલા પ્રદેશનીસરખામણીએ ફક્ત ૪૫મા ભાગનો હતો.આ સરવૈયાનો દેખીતો સૂચિતાર્થ એ કેસમાધાનના ટેબલ પર આવવા માટે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કરતાં પ્રમુખઝુલ્ફિકાર અલી ભુટ્ટો વધુ મજબૂર હતા.પાક યુદ્ધકેદીઓને વહેલી તકે મુક્તકરાવવા લાખો આપ્તજનોનું ભુટ્ટો પરદબાણ પણ વધતું જવાનું હતું. સાથોસાથપાક લશ્કર પોતાના સૈનિકોને હેમખેમપાછા લાવવા તત્પર હતું. આ પેચીદાસંજોગો જોતાં ભુટ્ટોએ પોતાનાતુંડમિજાજને અને તોછડી જબાનનેઅંકુશમાં રાખી ભારત સાથે શાંતિમંત્રણાઅને શાંતિકરાર કર્યા વગર છૂટકો નહતો. આ તરફ ઇન્દિરા ગાંધીને કશીઉતાવળ ન હતી, એટલે તેમણે યુદ્ધમાંખુવાર થયેલા બાંગલા દેશને ફરી પગભરકરવા પર ધ્યાન આપ્યું.બાંગલા દેશની ૧,૪૪,૦૦૦ચોરસ કિલોમીટર પૈકી એકાદ ચોરસસેન્ટિમીટર જમીન પણ ભારત પોતાનેહસ્તક રાખવા માગતું ન હતું. આથી માર્ચ ૧૨, ૧૯૭૨ સુધીમાં તેણે પોતાના તમામ ૧,૩૧,૦૦૦ જવાનોને પાછા લાવીદીધા. સાથોસાથ ભારતની ૮૨૫ સરહદીરાહત છાવણીઓમાં આશરો લેનારબાંગલા દેશી ૯૮,૪૦,૧૨૭નિરાશ્રિતોને માર્ચ ૨૫, ૧૯૭૨ સુધીમાંટ્રેન દ્વારા સ્વદેશ મોકલી દેવામાં આવ્યા.બિમાર, વૃદ્ધો, અપંગો વગેરેને સહાયઆપવા ભારતીય જવાનો સરહદ લગીતેમની જોડે રહ્યા. હાઇ-સ્પીડ ડીઝલ,વાસણો, ચાદરો, દૂધનો પાવડર,બિયારણ, પગરખાં, લુબ્રિકેટિંગ ઓઇલ,બેબી ફૂડ, તંબૂઓ, પોલિફાઇબરપ્લાસ્ટિકના રોલ, ખેતી માટે બળદો,જીપગાડીઓ, ફોકર ફ્રેન્ડશિપ પ્રકારનાંબે પેસેન્જર પ્લેન, બે માલવાહક જહાજો,૯,૦૦,૦૦૦ મેટ્રિક ટન અનાજ વગેરેનાસ્વરૂપે જે સહાય મોકલી એ તો બેહિસાબહતી. વિશેષમાં અબજો રૂપિયા સખાવતઅને ધીરાણ તરીકે આપ્યા, જેમાં૫૦,૦૦,૦૦૦ પાઉન્ડના વિદેશીહૂંડિયામણનો પણ સમાવેશ થતો હતો.ભવિષ્યમાં જો કે ભારતને તેનીસહૃદયતાના વળતર તરીકે બાંગલા દેશની  સરકારો  દ્વારા ડફણાં જ મળવાનાં હતાં.શાંતિમંત્રણાના મુદ્દા પર આવતાપહેલાં શત્રુ યુદ્ધકેદીઓના સંદર્ભે ભારતનીસહૃદયતાનો ‘અતિથિ દેવો ભવઃ' જેવોઅતિરેક જોઇએ. બાંગલા દેશની મુક્તિવાહિનીના સશસ્ત્ર ક્રાંતિકારો પાકસૈનિકોને જીવતા છોડવા માગતા ન હતા.ભારતે એ સૈનિકોને બચાવી લેવા માટેતાબડતોબ પ્રયાસો શરૂ કરી દીધા. સૈનિકોએ કે જેઓ હજી આગલા દિવસ સુધીભારતીય જવાનો સામે લડી તેમનેગોળીએ દેતા હતા. નવાઇ તો એ કે પાકસૈનિકો મુક્તિ વાહિનીના હુમલા વખતેઆત્મરક્ષણ કરી શકે એ માટે ભારતેતેમને યુદ્ધકેદી બનાવ્યા પછીયે નિઃશસ્ત્રકર્યા નહિ, જ્યારે હકીકતમાં જિનિવાકરાર મુજબ તેમનાં હથિયારો જપ્તકરવાનો ભારતને અધિકાર હતો.બીજી નવાઇ : પાકિસ્તાનના૯૨,૭૫૩ યુદ્ધકેદીઓને તેમનીસલામતીને ખાતર બનતી ત્વરાએબાંગલા દેશની બહાર કાઢવા ભારતે ૮૦સ્પેશ્યલ ટ્રેનો દોડાવી અને દરેક ટ્રેન માટેસુરક્ષાનો બંદોબસ્ત ગોઠવ્યો. ભારતે આવુંપગલું માનવતાના નામે ભર્યું એ સાચું,પણ યુદ્ધકેદીઓ ભારતીય હોત અને તેઓઆવા જોખમી સંજોગોમાં મૂકાયા હોતતો પાકિસ્તાન તેમની સુરક્ષા અર્થેમાનવતાવાદી વલણ અપનાવત ખરું ?ડિસેમ્બર ૧૬, ૧૯૭૧ના રોજ બાંગલાદેશમાં પાક સેનાપતિ લેફ્ટનન્ટ-જનરલ આમીર નિયાઝી માત્રભારતીય લશ્કરને નહિ, પણ ભારત-બાંગલા દેશના સંયુક્ત લશ્કરીકમાન્ડના શરણે થયા હતા.શરણાગતિના દસ્તાવેજમાં તેનાઅંગેનું લખાણ સ્પષ્ટ હતું. પાકિસ્તાનીયુદ્ધકેદીઓને અટકાયતમાં લેવાનોજેટલો અધિકાર ભારતનો હતોએટલો જ બાંગલા દેશનો પણ હતો.આમ છતાં બાંગલા દેશને બાજુ પરરાખી એકલા ભારતે તેમને બચાવીલેવા માટે અટકાયતમાં લીધા.પાકિસ્તાની યુદ્ધકેદીઓનેતમામ સુવિધાઓ વચ્ચે સુખરૂપરાખવા માટે પ્રેમપૂર્વકનો જે પ્રબંધ કર્યોતે ૧૯૪૯ના જિનિવા કરાર મુજબઆવશ્યક ગણાય તેના કરતાં ઘણો વધારેહતો. યુદ્ધકેદીને બદલે અતિથિ ગણીલેવાયેલા પાકિસ્તાનીઓ માટેઅલાહાબાદ, મીરઠ, રૂડકી, આગ્રા,ફૈઝાબાદ, ગયા, રાંચી, ફતેહગઢ, ધાના,રામગઢ, બરેલી, ગ્વાલિયર તથાજબલપુર એમ ૧૩ સ્થળોએ કુલ ૪૯કેદછાવણીઓ તૈયાર રાખવામાં આવીહતી. આ બધી વાસ્તવમાં તો ભારતીયખુશ્કીદળની લશ્કરી છાવણીઓ, જેમનીફરતે તારની કાંટાળી વાડ બાંધી તેમનેPrisoners of War Campsનું સ્વરૂપઅપાયું હતું. પાકું બાંધકામ અને પલંગ- ખુરશી તથા પંખા સહિત બધી સગવડોધરાવતી બરાકોમાં રહેનારા ભારતીયજવાનો યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે સરહદેપહોંચવા નીકળી ગયા હતા. યુદ્ધવિરામબાદ તેઓ પાછા આવ્યા ત્યારે તેમણેનિરાશ્રિતોની જેમ કેદછાવણીની બહારકેનવાસના તંબૂઓમાં રહેવું પડ્યું, જ્યાંસુખાકારીને લગતી પ્રાથમિક સગવડોનોપણ અભાવ હતો. આ પડાવમાં તેમણેઉનાળાના કારમા તાપ અને શિયાળાનીસખત ઠંડી વચ્ચે ઘણા મહિનાઓવીતાવવાના હતા.પાકિસ્તાની યુદ્ધકેદીઓનીપરોણાગત કરવામાં ભારત સરકારેદાખવેલા ઉમંગના અને ઉદારતાના બીજાદાખલા જોઇએ. યુદ્ધકેદીઓમાં અનેકરઝાકારો હતા, જેમણે બાંગલા દેશમાંસ્ત્રી-પુરુષોનો અને બાળકોનો મોટા પાયેસંહાર કર્યો હતો. યુદ્ધને લગતાનીતિનિયમો તેમણે પાળ્યા ન હતા--એટલે કે જિનિવા કરારની 4-A(2) અગરતો 4-A(6) કલમને અનુસર્યા ન હતા.કાયદેસર રીતે તેઓ નિદોર્ષોની સામુહિકહત્યા કર્યા બદલ અપરાધી લેખાય, સૈનિકનહિ. આથી ફૌજી યુનિફોર્મ વગરના તેરઝાકારો જિનિવા કરારના અન્વયે યુદ્ધ-કેદીઓને મળવાપાત્ર સગવડોને લાયક નહતા. આમ છતાં ભારત સરકારે તેહિંસાખોરોને યુદ્ધકેદીઓની હરોળનાગણીને સમાન દરજ્જે સગવડો આપી.ભારતીય સૈનિકોને જે અને જેટલુંભોજન અપાય એ જ મુજબનું પાકબંદિવાનોને અપાતું હતું અને તેમાંનાઘણા ખરાએ ભારતીય અફસરોના મોઢેકબૂલ્યું કે પાકિસ્તાનની ફોજમાં પણ તેઓઆવું ભોજન પામતા ન હતા. છાવણીનીલશ્કરી કેન્ટિનમાં  વેચાતીરોજવપરાશની ચીજો ખરીદવા માટેતેમને મહિનાનો પગાર એડવાન્સમાંચૂકવી દેવાતો હતો. કોઇનો ટ્રાન્ઝિસ્ટરરેડિઓ જપ્ત નહોતો કરાયો એટલું જનહિ, પણ છાવણીના લાઉડસ્પીકર દ્વારારેડિઓ કરાંચીના સમાચાર તેમનેનિયમિત સંભળાવવામાં આવતા હતા.વાંચવા માટે ભારતીય ઉપરાંતપાકિસ્તાનનાં વર્તમાનપત્રો અનેસામયિકો ઉપલબ્ધ હતાં. દરેક છાવણીમાંદર થોડા દિવસે ફિલ્મ શો યોજવામાંઆવતો હતો. ઇનડોર તથા આઉટડોરરમતગમત માટે સાધનોની કમી ન હતી.પાકિસ્તાનમાં રહેતાં આપ્તજનોનેખબરઅંતર લખવા માટે પ્રત્યેક યુદ્ધકેદીનેમહિને બે પરબીડિયાં અને ચાર પોસ્ટકાર્ડ્ઝ વિનામૂલ્યે અપાતાં હતાં. યુદ્ધકેદીઓ માટે દરેક છાવણીમાં મસ્જિદો બાંધવામાં આવી હતી. બ્લોકકહેવાતા વિસ્તારદીઠ એક મસ્જિદ હતી.ધાર્મિક તહેવારો વખતે ભોજનમાંપકવાનો સામેલ કરાતાં હતાં. દરેકયુદ્ધકેદીને કુરાનની અકેક નકલ પણઆપવામાં આવી હતી.જિનિવા કરાર મુજબયુદ્ધકેદીઓનો આટલી હદે અતિથિ-સત્કાર કરવાનો થાય જ નહિ, છતાંદરિયાદિલી બતાવવામાં ભારત સરકારેપાછું વાળીને જોયું ન હતું. ઉલ્લેખનીયવાત એ પણ છે કે પાક યુદ્ધકેદીઓ પાસેથીલશ્કરી બાતમી કઢાવવા ઉલટતપાસવખતે તેમના પર સહેજ પણ દબાણ કરાયુંનહિ. જિનિવા કરારે માન્ય રાખેલા પ્રશ્નોજ તેમને પૂછવામાં આવ્યા.“ સરહદની પેલી તરફ પાકિસ્તાનમાં૬૧૬ ભારતીય યુદ્ધકેદીઓની હાલત શીહતી ? કસાઇવાડાના ઢોરો કરતાં બદતરહતી. ભારતીય ખુશ્કીદળના પકડાયેલાજવાનોને પાકિસ્તાનના લ્યાલપુર ખાતેબે છાવણીઓમાં અને ભારતીયવાયુસેનાના અફસરોને રાવલપીંડીખાતેની છાવણીમાં કેદ રખાયા હતા.પાકિસ્તાન તેમના પ્રત્યેની વર્તણૂંકમાંડગલે ને પગલે જિનિવા કરારનો ભંગકરતું હતું. ઘણા ખરાની આંખે પાટા બાંધીદેવાયા હતા અને પાક સૈનિકો તેમને ફરીફરીને રાયફલના કુંદા મારતા હતા. સૌનારોકડ પૈસા, વીંટી, કાંડા ઘડિયાળ વગેરેઆંચકી લેવાયું હતું. ઊનનાં વસ્ત્રો પણઉતારી લેવાયાં હતાં.  લડાઇમાં ઘવાયેલા ભારતીયજવાનો તેમજ અફસરો પૈકી અમુકને જતબીબી સારવાર મળી હતી. ભારતીયોનેટ્રેન તથા ટ્રક દ્વારા કેદછાવણીએ લઇ જતીવખતે જાણીબૂઝીને સ્થાનિક લોકો સમક્ષપ્રદર્શિત કરાયા, એટલે લોકોએ તેમનાપર બિભત્સ ગાળો ઉપરાંત પથ્થરોવરસાવ્યા. આ પણ જિનિવા કરારનોસરાસર ભંગ હતો. પાકિસ્તાનીઓ યુદ્ધમાંમળેલા હિણપતભર્યા પરાજયને લીધેભારત પ્રત્યે રોષે ભરાયા હોય એસ્વાભાવિક વાત, છતાં યુદ્ધકેદીઓનેસ્થાનાંતર વખતે પૂરી સુરક્ષા આપવાનીપાક સત્તાવાળાઓની ફરજ હતી.ભારતીય જવાનોને તથાઅફસરોને કેદછાવણીઓ ૫૨ લાવવામાંઆવ્યા પછી તો એમના પ્રત્યેનોગેરવર્તાવ હદ વટાવવા લાગ્યો. સવાર-સાંજ અપાતું ખાવાનું રીઢા ગુનેગાર કેદીનેઅપાય તે જાતનું હતું. શિયાળુ ઠંડીધ્યાનમાં લેતાં સીનિઅર ઓફિસર્સનેવ્યક્તિદીઠ અકેક ધાબળો મળ્યો, પણબાકીનો ક્વોટા દર ત્રણ જવાનોદીઠ બેધાબળાનો રાખવામાં આવ્યો. પાકિસ્તાનજિનિવા કરારનું પાલન કરે છે કે કેમતેની રૂબરૂ તપાસ માટે આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થાના નિરીક્ષકો આવ્યા ત્યાં સુધીબીજી સગવડોનો અભાવ હતો અથવાતો તે અપૂરતી હતી. નિરીક્ષક પ્રતિનિધિ મંડળની વિઝિટદરમ્યાન વૈશાખીના દિવસે (એપ્રિલ ૧૩,૧૯૭૨ના રોજ) પાક સત્તાવાળાઓએભારતના ગુરખા જવાનોને ફૂટબોલ મેચરમવાની ફરજ પાડી, જે રમતનો તેમનેઅનુભવ ન હતો. નિરીક્ષકોના સંતોષખાતર યુદ્ધકેદીઓને ટપાલ લખવા માટેદર અઠવાડિયે બે આંતરદેશીય પત્રોઅપાતા, પણ તેમની ટપાલો મહિને એકજ વખત ભારત મોકલાતી હતી.ભારતમાં રહેતાં તેમનાં પરિવારજનોએલખેલી ટપાલના પત્રો તેમને પહેલીવારઅઢી મહિને છેક માર્ચ ૫, ૧૯૭૨ના રોજસુપરત કરવામાં આવ્યા.આ બધી જે તે તારીખ સાથેનીવિગતો એ કે જેમનું વિવરણ ૧૯૭૨નાઅંતે હેમખેમ પાછા ફરી શકેલા જવાનોએઆપ્યું. એક વાત તેમણે એ જણાવી કેપાક સત્તાવાળાઓએ ભારતીયયુદ્ધકેદીઓને હિંદુ, શીખ, ખ્રિસ્તી, ગુરખાઅને પૂર્વોત્તર ભારતના પર્વતવાસી મિઝોએમ ધર્મવાર જુદા જુદા સમુદાયોમાંવહેંચી દીધા હતા અને દરેક જૂથને અલગરખાયું હતું. શીખો પાસેથી બાતમીકઢાવવા તેમણે શીખ રાષ્ટ્ર ખાલિસ્તાનસ્થાપી આપવાનું પ્રલોભન રજૂ કર્યું એટલુંજ નહિ, પણ કમ્પની કમાન્ડરે ના પાડ્યાછતાં શીખો માટે લાહોરના નાનકાનાસાહેબ ગુરુદ્વારાની મુલાકાતનું આયોજનકર્યું. મિઝો જાતિના ભારતીય જવાનોનેકહેવામાં આવ્યું કે પાકિસ્તાનનીશસ્ત્રસહાય વડે તેમણે ભારત સાથેનો છેડોફાડી નાખવો જોઇએ.પાકિસ્તાને જિનિવા કરારનોસરિયામ ભંગ તો ભારતના સીનિઅરઅફસરો પાસેથી લશ્કરી તેમજ વ્યૂહાત્મકબાતમી કઢાવવા જંગાલિયતભરી વર્તણૂંકદાખવીને કર્યો. જિનિવા કરાર મુજબયુદ્ધકેદીને તેના દેશનાં લશ્કરી મથકો,રેડાર કેંદ્રો, લડાયક પ્લેનની સંખ્યા,શસ્ત્રોની રચના, યુદ્ધનીતિ વગેરે અંગેસવાલો પૂછી શકાય નહિ. આમ છતાંપાક લશ્કરી અમલદારોએ તે બધા વિષયોઉપરાંત શસ્રો બનાવતાં કારખાનાંનીઉત્પાદનક્ષમતા વિશે અને ખાસ કરીનેરશિયન બનાવટનાં ભારતીય શસ્ત્રોનીરચના વિશે સવાલો પૂછ્યા. સૌથી વધુમાહિતી ભારતના સ્ક્વોડ્રન લીડર મેજરફલાઇટ-લેફ્ટનન્ટ વગેરે સીનિઅરકક્ષાના અફસરો પાસે હોય, એટલે ગુપ્તબાતમી કઢાવવા તેમને ટાંકણીઓભોંકવાથી અને લાઠીઓ ફટકારવાથીમાંડીને બરફના પાણીમાં કલાકોના કલાકોઊભા રહેવા સુધીના શારીરિક સિતમોગુજાર્યાં. આ હંમેશનો ક્રમ હતો. અધમૂઆથયેલા ભારતીય અફસરોનું સ્વાસ્થ્ય થોડુંઘણું ઠેકાણે પડે, એટલે તેમને ફરી ત્રાસઅપાતો હતો.પાકિસ્તાને તથા ભારતે આખરેડિસેમ્બર ૧, ૧૯૭૨ના દિવસે  એ યુદ્ધકેદીઓની પરસ્પરસોંપણી કરી કે જેઓ કચ્છ, રાજસ્થાન,પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરહદેપકડાયા હતા. ભારતીય યુદ્ધકેદીઓમાંફ્લાઇટ-લેફ્ટનન્ટ વી. વી. તામ્બે, મેજરકેવલજીતસિંહ, વિંગ કમાન્ડર એસ. એચ.ગીલ, સ્ક્વોડ્રન લીડરજાલમાણેકશા મિસ્ત્રી,ફ્લાઇટ લેફ્ટનન્ટએસ. સી. મહાજન,મેજર એ. કે. ઘોષવગેરે મળીને કુલ ૫૪જણા ખૂટતા હતા.આમાં ઘણા ખરા રાવલપીંડીની જેલમાંગોંધી રખાયેલા ભારતીય વાયુસેનાનાઅફસરો હતા. પાકિસ્તાને જણાવીદીધું કે તેણે ‘લાપતા’ ૫૪ જણાનેયુદ્ધકેદીઓ તરીકે પકડ્યા જ ન હતા,માટે પાછા સોંપવાનો પ્રશ્ન ન હતો. નવાઇછે કે ભારતે તેનો ખુલાસો સ્વીકારી લીધો,જે પોકળ હતો. યુદ્ધકેદીઓ કોટલખપતનીઅને બીજી પાક જેલોમાં સબડતાહોવાના સાંયોગિક પુરાવા વખત જતાંમળી આવવાના હતા.પાકિસ્તાનની દૃષ્ટિએ તાકીદનોપ્રશ્ન તેણે યુદ્ધમાં પશ્ચિમ સરહદેગુમાવેલો ૧૬,૨૭૯ ચોરસ કિલોમીટરનોપ્રદેશ પાછો મેળવવાનો તેમજ પોતાના૯૨,૭૫૩ યુદ્ધકેદીઓને મુક્તિ અપાવવાનો હતો. આ પ્રશ્ન અમુક કારણોસર પેચીદો બન્યો. એક તો ભારતઅને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો પડી ભાંગ્યા હતા, એટલે તટસ્થ દેશ સ્વિટ્ઝરલેન્ડ મારફત સંપર્કનો તંતુ જોડવો પડતો હતો અને કામ ધીમું પડી જતું હતું.પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ વળીઆગ્રહ રાખ્યો કે ભારતે અને પાકિસ્તાનેદ્વીપક્ષી વાટાઘાટો દ્વારા સમાધાન પરઆવવું જોઇએ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીબાંગલા દેશને ત્રીજા પક્ષ તરીકે મંત્રણામાંસામેલ કરવા માગતાં હતાં. આતેમની રાજકીય ચાલ હતી.ભારતે પહેલ કર્યા બાદ જગતનાબીજા દેશો વારાફરતી બાંગલાદેશને તરીકે સમર્થન આપીરહ્યા હતા. પાકિસ્તાન તેનેમાન્યતા આપવા તૈયાર ન હતું.બાંગલા દેશ વાટાઘાટોમાં સામેલથાય તો પાકિસ્તાને તેનું સ્વાયત્તઅસ્તિત્વ સ્વીકાર્યું ગણાય, જેભુટ્ટોને મંજૂર ન હતું. ઇન્દિરાગાંધી ધરાર ભુટ્ટોને સમર્થન માટેફરજ પાડવા માગતા હતા.ગણતરી એ કે ખુદ પાકિસ્તાનનીકબુલાત મુજબ પૂર્વ પાકિસ્તાનનુંઅસ્તિત્વ રહે નહિ.શાંતિમંત્રણા અને શાંતિકરાર ખોરંભે પડ્યાનું બીજુંકારણ યુદ્ધવિરામ રેખા અંગેનું હતું. પાકિસ્તાને ભાગલા પછી૧૯૪૭માં જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કર્યા બાદ પંડિત૧૯૪૯માં સામે ચાલીનેયુદ્ધવિરામ જાહેર કરી દીધો હતો.૧૯૭૧નું યુદ્ધ શરૂ થયું ત્યારે યુદ્ધવિરામરેખાની પેલી તરફ ‘આઝાદ કાશ્મીર’નાનામે ઓળખાતો ૭૮,૧૧૪ ચોરસકિલોમીટરનો પ્રદેશ પાક કબજામાં હતો.૧૯૭૧ના સંઘર્ષ દરમ્યાન ભારતે ત્યાંકારગિલ, ગુરેઝ, લિપ્પા ખીણ, તિથવાલઅને ચિકન્સ નેક મોરચે પાક કબજાનાવિસ્તારો પર અંકુશ જમાવી દીધો. શાંતિસ્થાપવા માટે પ્રમુખ ભુટ્ટોએ સામસામાલશ્કરોને ફરી યુદ્ધવિરામ રેખાએથીખસેડી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. ઇન્દિરા ગાંધીને હવે ૧૯૪૯ની યુદ્ધવિરામ રેખામાન્ય ન હતી. અંકુશની રેખાને તેમણેકાયમી બનાવવાનો આગ્રહ રાખ્યો. બાકી કચ્છ, રાજસ્થાન અને પંજાબમાં ભારતીય સૈન્યને પાછું આંતરરાષ્ટ્રીય સરહદે ખસેડીલેવામાં તેમને વાંધો ન હતો. ઇન્દિરા ગાંધીએ મક્કમ વલણઅપનાવ્યા બાદ ગરજાઉ ભુટ્ટોનેસળવળતા મૂકી દેવાની જરૂર હતી, પણસમય વીતતો ગયો એમ તેઓ કૂણા પડવાલાગ્યા. ફેબ્રુઆરી ૧૪, ૧૯૭૨ના રોજતેમણે પાકિસ્તાનને સ્વિટ્ઝરલેન્ડનીસરકાર દ્વારા પત્ર મોકલ્યો કે તેઓ કશીજ પૂર્વશરત વગર ગમે ત્યારે અને ગમે ત્યાં વાટાઘાટો યોજવા તૈયાર હતા.એપ્રિલ ૨૫, ૧૯૭૨ના દિવસે તેમણેપોતાના ખાસ દૂત ડી. પી. ધરનેવાટાઘાટોનો અજેન્ડા નક્કી કરવા માટેપાકિસ્તાન મોકલ્યા. આ પણ ઉતાવળિયુંપગલું હતું, કારણ કે ભારતનો હાથ ઉપર હોવા છતાં ભુટ્ટો હજી કૂણા પડ્યા ન હતા.પાકિસ્તાનના હિલ સ્ટેશનમુરી ખાતે ભુટ્ટોના અંગત દૂતઅઝીઝ અહમદ સાથે વાતચીતદરમ્યાન બન્ને પક્ષો વચ્ચેના દોનધ્રુવ જેવા મતભેદો સપાટી પરઆવ્યા. ભવિષ્યમાં ફરી યુદ્ધ નથાય એ માટે ભારત કાશ્મીરનોમુદ્દો વન્સ-ફોર-ઓલ થાળે પાડીદેવા માગતું હતું. પાકિસ્તાનેએવી દરખાસ્ત મૂકી કે કાશ્મીરનામુદ્દા અંગેની ચર્ચા ભવિષ્ય પરછોડી હાલતુરત યુદ્ધકેદીઓનેઅને પ્રદેશોના હસ્તાંતરનો પ્રશ્નહલ કરી નાખવો જોઇએ. ડી. પી.ધર સ્વદેશ પાછા ફરતા પહેલાંરાવલપીંડીમાં પ્રમુખ ભુટ્ટોનેમળ્યા ત્યારે વાતચીત દરમ્યાનભુટ્ટોએ ફરી ફરીને વગાડેલીરેકોર્ડ પણ એ જ હતી.દેખીતું છે કે ભવિષ્ય પરમુલતવી રખાતા કાશ્મીરનામૂળભૂત  પ્રશ્નઅંગે જતે દહાડે પાકિસ્તાનનું વલણ ‘રાતગઇ, બાત ગઇ' જેવું હોય, એટલે ડી.પી. ધરે ત્યાં જ ચર્ચાનો અંત લાવી દેવાનીજરૂર હતી. આમ છતાં તેમણે સચિવોનાલેવલે વાટાઘાટો યોજી શાંતિમંત્રણાનોઅજેન્ડા નક્કી કરવાનું સૂચવ્યું. ઇન્દિરાગાંધીએ આપેલી લાઇનદોરી અનુસારજ તેમણે સૂચન કર્યું એ તો સમજી શકાયએવી વાત હતી, પરંતુ ભારતનાં વડાપ્રધાને આટલી બધી ગરજ કેમ દેખાડીતે સમજવું મુશ્કેલ હતું. એપ્રિલ ૨૯,૧૯૭૨ના રોજ મંત્રણાના અજેન્ડા પરસહીસિક્કા થયા પછી જ વડા પ્રધાનનાદૂત ડી. પી. ધર નવી દિલ્હી પાછા ફર્યા.આ લેખિત સમજૂતી મુજબ પ્રમુખ ભુટ્ટોઇન્દિરા ગાંધી સાથેની શાંતિમંત્રણા વખતેકાશ્મીરનો મુદ્દો ચર્ચવા તૈયાર હતા.અસલમાં તે છોકરાંને ફોસલાવવા જેવીવાત હતી. ચર્ચાની તૈયારી બતાવ્યાનોઅર્થ સહેજે એવો તો ન થાય કે ભુટ્ટોકાશ્મીર પ્રશ્નનો અંત લાવવા તૈયાર હતા.શાંતિમંત્રણા જૂન ૨૮ અને જુલાઇ૩, ૧૯૭૨ના રોજ યોજવાનું નક્કી થયુંઅને ઉત્તર ભારતમાં ગરમીના દિવસોહોવાને લીધે મંત્રણાના સ્થળ તરીકેગિરિમથક સિમલા પસંદ કરવામાં આવ્યું.અહીં ૧૮૫૦માં બધાયેલું ૧૬ મોટા ઓરડાનુંતથા માત્ર લાકડાનું બનેલું Retreat રિટ્રીટનામનું ઐતિહાસિક મકાન હતું, જ્યાંભારતના રાષ્ટ્રપતિઓ દર વર્ષે ગ્રીષ્મઋતુ દરમ્યાન બે સપ્તાહ વીતાવતા હતા. રિટ્રીટની ચોતરફ ૩૦૦એકરમાં દેવદાર, ચીડ અને બાંઝ જેવાંવૃક્ષોની ગીચ વનરાજી હતી, જેમાં વાંદરા,શિયાળ, કાંકર હરણ, ચીર વનકૂકડા,તેતર, હિમાલયનું ગરુડ વગેરે પ્રાણી-પંખીઓનો વસવાટ હતો. ઇન્દિરા ગાંધીરિટ્રીટમાં રહેવાનાં હતાં.પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનાઉતારા તરીકે Barnes Court બાર્ન્સ કોર્ટનામનું બે માળનું આલિશાન મકાન પસંદકરાયું હતું, જેની એસ્ટેટ ૯,૬૪૭ ચોરસમીટરમાં પથરાયેલી હતી. ભુટ્ટોનાપ્રતિનિધિ મંડળના સભ્યો માટે એસંકુલમાં જુદા આવાસો હતા. બ્રિટિશરાજદરમ્યાન અંગ્રેજ સેનાપતિઓ બાર્ન્સકોર્ટમાં રહેતા, જેમની સૂચિમાં પહેલું નામકમાન્ડર-ઇન-ચીફ એડવર્ડ બાર્ન્સનું હતું.આઝાદી પછી ૧૯૬૬ સુધી તે મકાનપંજાબ રાજ્યનું ગ્રીષ્મ ઋતુનું રાજભવનહતું, જ્યારે ૧૯૭૨માં ભારત-પાકશાંતિમંત્રણા વખતે સરકારી ચોપડે તેનુંલેબલ હિમાચલ ભવન હોવા છતાંસ્થાનિક લોકો તેને બાર્ન્સ કોર્ટ તરીકે જઓળખવાને ટેવાયેલા હતા.ઇન્દિરા ગાંધી પ્રમુખ ભુટ્ટોનુંઆગમન થયાના આગલા દિવસે સિમલાઆવી પહોંચ્યા, બાર્ન્સ કોર્ટ ખાતેનીવ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને પછી[ભુટ્ટોના ડ્રોઇંગ રૂમ માટેસિમલાના બજારમાં નવી જાજમખરીદવા નીકળ્યાં. રાષ્ટ્રવાદી નેતાઅટલ બિહારી વાજપેયીનું પણએ દિવસે સિમલામાં આગમનથયું, પરંતુ એ જુદા કારણસર હતું.ઇન્દિરા ગાંધીને તેમણે મક્કમવલણ અપનાવવા જણાવ્યું અનેકહ્યું : ‘આપણા જવાનોએઆપેલાં બલિદાનોશાંતિમંત્રણાના ટેબલ પર ફોક નઠરે તેનું ધ્યાન રાખજો.' આબાબત પ્રજાજનોના કાનેપહોંચાડવા વાજપેયી સિમલામાંજાહેર સભા યોજવા માગતા હતા,પણ તે માટે વડા પ્રધાને મંજૂરી નઆપી. છેવટે વાજપેયીએ સિમલાના જૈનહોલ નામના સભાગૃહમાં પત્રકારોનેસંબોધ્યા અને પોતાનું મંતવ્ય રજૂ કર્યું.સોળ વર્ષની દીકરી બેનઝીર સાથેઆવેલા પ્રમુખ ભુટ્ટોનું હેલિકોપ્ટર બીજેદિવસે જૂન ૨૮, ૧૯૭૨ના રોજનિયત સમયે સિમલા ન પહોંચ્યું, કેમ કેભારે વરસાદ હતો. ઇન્દિરા ગાંધી હેલિપેડપાસે છએક કલાક સુધી મોટરમાં રાહજોતાં બેસી રહ્યાં. પત્રકારો તેમજરાજદ્વારી મહાનુભાવો સવારે ૬:૦૦વાગ્યાના હાજર થયા હતા અને ઘણાખરાએ સવારનો નાસ્તો પણ કર્યો નહતો. એક સ્થાનિક પત્રકારનું ઘરનજીકમાં હતું, એટલે તેણે અડોશપડોશનીમહિલાઓને બોલાવી ડઝનબંધ પરાઠાનોબંદોબસ્ત કર્યો. હેલિપેડ પાસે સૌને એનાસ્તો પીરસવામાં આવ્યો.અંતે ભુટ્ટોનું હેલિકોપ્ટર આવ્યુંત્યારે ભારતનાં વડા પ્રધાન લદબદમાટીવાળી જમીન પર ચાલી તેમનેસત્કારવા ગયાં. બન્ને નેતાઓના ચહેરાપર ચિંતાના ભાવ લગીરે નહોતા.માત્ર છ મહિના પહેલાં બન્ને દેશોજાણે ખૂંખાર યુદ્ધ ખેલ્યા જ નહોય એવું હળવું વાતાવરણ હતું.પત્રકારો માટે ભુટ્ટો કરતાં વધુતેમની દીકરી બેનઝીર આકર્ષણનુંકેંદ્ર બની અને વધારે ફોટા તેનાલેવામાં આવ્યા. પત્રકારો જાણતાહતા કે શાંતિમંત્રણામાં તાત્કાલિકકશું રંધાવાનું ન હતું.વાસ્તવમાં પણ એમ જબન્યું. વાટાઘાટનો પ્રથમ રાઉન્ડપાકિસ્તાનના અઝીઝ અહમદનીતથા ભારતના ડી. પી. ધરની ટીમવચ્ચે યોજાયો, જેમાં બન્ને પક્ષોનાંમંતવ્યો વચ્ચે ફરી ટકરાવ જામ્યો.ભારતની દૃષ્ટિએ અગ્રીમ મુદ્દો કાશ્મીરનેલગતા કથિત પ્રશ્નનો અંત લાવી દેવાનોહતો, જેથી એ બાબતે ફરી કદી યુદ્ધ થાયનહિ. પાકિસ્તાન એ પ્રશ્નને જતે દહાડેફુરસદે હાથ ધરવાનું જણાવી પ્રદેશો અનેયુદ્ધકેદીઓ પાછા માગી રહ્યું હતું. ડી.પી. ધર એ રાત્રે ગંભીર બિમારીમાંપટકાયા, એટલે બીજે દિવસે તેમનું સ્થાનવડા પ્રધાનના અંગત સલાહકાર પી.એન. હકસરે લીધું.  ઇન્દિરા અને ભુટ્ટો વચ્ચેઆમને-સામનેનો જે વાર્તાલાપ થયો તેપણ મતભેદના આવા જ મોડ પરઅવરોધ પામ્યો. ફરી ફરીને બેઠકોયોજવા છતાં વાત આગળ વધી નહિ.એક મિટિંગમાં ભુટ્ટોએ વળી નવો મમરોમૂક્યો. પાકિસ્તાની યુદ્ધકેદીઓને લગતીમાગણી તેમણે જતી કરી અને પ્રદેશોનાહસ્તાંતર માટે આગ્રહી બન્યા.આ વાત સોળ વર્ષીય બેનઝીરેજાણી ત્યારે તેને આશ્ચર્ય ઉપજ્યું, કેમ કેતેના મતે ૯૨,૭૫૩ પાક યુદ્ધકેદીઓનાછૂટકારાને પ્રાધાન્ય આપવું વધારે જરૂરીહતું. આના ખુલાસારૂપે ભુટ્ટોએ જે પેંતરોજણાવ્યો તે બેનઝીરે વર્ષ બાદ પોતાનાDaughter of the East નામના પુસ્તકમાંનોંધ્યો--અને તે ખુલાસાએ બતાવ્યુંભુટ્ટો કેવા ચતુર, ખંધા અને ચાલબાજહતા. દીકરીને રાજકીય મુત્સદીગીરીનો૭૮,૧૧૪ ચોરસ કિલોમીટરનો જે પ્રદેશહડપ કર્યો એ તો કદી પાછો મળવાનો નહતો, એટલે ૧૯૭૧ના યુદ્ધ પછીનીલગભગ ૭૪૦ કિલોમીટર લાંબી Lineજુલાઇ ૨ ની બપોરે પાકિસ્તાની મોવડીમંડળના નેતા અઝીઝ અહમદે જાહેર કર્યુંકે વાટાઘાટોનો દોર સમાપ્ત થયો હતો.પાકિસ્તાનને ભારત દ્વારા રજૂ કરાયેલોપાઠ શીખવતા હોય એમ તેમણે જણાવ્યું LOCને તેઓ આંતરરાષ્ટ્રીય સુધારાવધારા બાદનો ત્રીજો મુસદોકે યુદ્ધમાં જે પ્રદેશ ગુમાવ્યો હોય તે પાછોલેવાના મામલે વિશ્વમતનો સાથ મળીશકે નહિ--એટલા માટે તે પ્રશ્ન રાજકીયગણાય, માનવતાવાદનો નહિ. યુદ્ધ-કેદીઓનો પ્રશ્ન માનવીય હતો. ભારતઅચોક્કસ મુદત સુધી યુદ્ધકેદીઓનેહિરાસતમાં રાખી શકવાનું ન હતું.વિશ્વના બહુમતી દેશોનું તેના પર એટલુંદબાણ થાય કે તેણે સૌને વહેલામોડાછોડવા જ રહ્યા. આથી ભારત જો પાકયુદ્ધકેદીઓને હુકમનાં પત્તાં માનતું હોયતો બહેતર છે કે તેમના છૂટકારાની વાતનેકશું મહત્ત્વ જ આપવું નહિ.જૂનની ૨૮મી, ૨૯મી અને ૩૦મીતારીખ પણ વીતી, છતાં સામસામા પક્ષોસમજૂતી ૫૨ ન આવ્યા. ભુટ્ટોને જાણેલેશમાત્ર ગરજ ન હોય એવું તેમનું વલણહતું. ઇન્દિરા ગાંધીના દરેક નેહલા પરતેઓ દેહલાનું પત્તું ખેલી બાજી કાપીનાખતા હતા, જે રમતની તેમને જબરીફાવટ હતી. ઇન્દિરા ગાંધીએ જોયું કેપાકિસ્તાને ૧૯૪૯માં કાશ્મીરનોસરહદમાં ફેરવી નાખવા માગતાં હતાં.એક વાર અંકુશરેખા બે દેશો વચ્ચેનીઆંતરરાષ્ટ્રીય સરહદમાં ફેરવાય, એટલેપછી પાકિસ્તાન ભારતીય હિસ્સાનાકાશ્મીર પર દાવો ન કરી શકે અને તેમામલે કદી યુદ્ધ પણ થાય નહિ.કાશ્મીરના પ્રશ્નનો અંત લાવવાનો તેનાસિવાય બીજો માર્ગ ન હતો. ઇન્દિરાનીદરખાસ્તને ભુટ્ટોએ એમ કહી નકારી કેપાકિસ્તાનનો જનમત આવા ધરખમફેરફાર માટે તૈયાર ન હતું, છતાં ઇન્દિરાગાંધી જો થોડી ધીરજ રાખી તેમને થોડોકસમય આપે તો તેઓ એ દિશામાં જનમતકેળવવા તૈયાર હતા. ટૂંકમાં, દિશા સાચીહતી, પણ એ દિશામાં ધીમે ધીમે આગળવધવું જરૂરી હતું.આ તરફ સિમલાની ગ્રાન્ડહોટલમાં જેમણે મુકામ કરેલો એ પત્રકારો‘બ્રેકિંગ ન્યૂઝ’ માટે ક્યારના રાહ જોતાહતા, પણ ધ રિટ્રીટમાં કે બાર્ન્સ કોર્ટમાંનવાજૂની બનતી હોય એમ જણાતું નહતું. જુલાઇ ૧નો દિવસ પૂરો થયો અનેપણ માન્ય ન હતો, માટે આગળ ચર્ચાકરવાની આવશ્યકતા રહેતી ન હતી.પ્રમુખ ભુટ્ટોએ પોતે ત્યાર બાદતેમના ઉતારા બાન્સ કોર્ટ ખાતે ઊંચાપ્લેટફોર્મ પર ઊભા રહી પત્રકારોસહિતના ઉપસ્થિતો સમક્ષ જાહેરાત કરીકે સમજૂતી પર આવવાના પ્રયાસોનિષ્ફળ ગયા હતા. શિયાળવૃત્તિના ભુટ્ટોનુંએ માત્ર નાટક હતું. ઇન્દિરા ગાંધીનીધીરજને કસોટીએ ચડાવવા તેઓ છેલ્લાપાટલે બેસી ગયા હતા. બીજે દિવસેતેઓ અને તેમના?મુત્સદીઓ સ્વદેશ જવા નીકળી જવાનાહતા. હવે મઝધારે અટવાયેલીશાંતિમંત્રણાને કિનારે પહોંચાડવાભારતનાં વડા પ્રધાને કશીક બાંધછોડકરવી પડે તેમ હતી.પ્રમુખ ભુટ્ટો પોતાના ગર્ભિતઅલ્ટિમેટમની શી અસર થાય છે તેનીરાહ જોતા બાર્ન્સ કોર્ટના આવાસમાં બેસીરહ્યા. આખરે નમતી બપોરે તેમણે મેસેજપાઠવ્યો કે તેઓ ઇન્દિરા ગાંધીને ધ રિટ્રીટ પર મળવા ઈચ્છુક હતા. ઇન્દિરાએહકારાત્મક પ્રતિભાવ આપ્યો. સાંજે૬:૦૦ વાગ્યે બન્ને નેતાઓ ધ રિટ્રીટમાંમળ્યાં. પત્રકારો તો શાંતિમંત્રણા નિષ્ફળગયાનું સમજી ગ્રાન્ડ હોટલે જતા રહ્યાહતા. બન્ને નેતાઓવચ્ચે એકાદ કલાક મંત્રણા ચાલી. ભુટ્ટોએફરી એ જ વાતનું રટણ કર્યું કે કાશ્મીરનાપ્રશ્નનું ભવિષ્યમાં તબક્કાવાર નિરાકરણલાવવા માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી.અહીંના સંજોગોમાં પાક જનતાનો તથાપાક નેશનલ અસેમ્બ્લીનો યાને સંસદનોએવો મૂડ ન હતો કે યુદ્ધવિરામ રેખાનું કેLOC અંકુશરેખાનું આંતરરાષ્ટ્રીયસરહદમાં રૂપાંતર તેઓ સ્વીકારી લે.ઇન્દિરા ગાંધી તે માટે તેમની ‘ગૂડવિલ’જીતવા યુદ્ધકેદીઓને મુક્ત કરે એવોભુટ્ટોએ આગ્રહ રાખ્યો.પી. એન. ધરે પોતાના આશ્ચર્યવચ્ચે જોયું કે આંતરરાષ્ટ્રીય સરહદ અંગેભારતનાં વડા પ્રધાનનું વલણ બદલાયુંહતું. ‘રેખા’ને બદલે ‘સરહદ’ શબ્દકરારના દસ્તાવેજમાં વાપર્યાનો અર્થ એથાય કે પાકિસ્તાને ૧૯૪૭-૪૯માંઆક્રમણ વડે કબજે લીધેલા Pak-occu-pied Kashmir પર ભારતનો હક્કદાવોન રહે, જે વળી ભારતની પ્રજા સાંખી નલે. છેવટે થયું એવું કે મંત્રણાના અંતેભુટ્ટો ખુશખુશાલ ચહેરે બહાર આવ્યા.ભારતીય સલાહકારોને તેમણે જણાવ્યું :અમે સમજૂતી પર આવી ગયા છીએ.રાત્રિના ભોજન પહેલાં થોડુંક હોમવર્કકરવાનું છે.’ હવે કરારનો નવો મુસદોતૈયાર કરવામાં આવ્યો. પાકિસ્તાને તેપણ નકારી કાઢ્યો. મંત્રણા ફરી વખતપડી ભાંગી.ઇન્દિરા ગાંધીના માનમાં જુલાઇ૨, ૧૯૭૨ની એ તારીખે રાત્રિનું ભોજનપ્રમુખ ભુટ્ટો બાર્ન્સ કોર્ટ ખાતે આપવાનાહતા. મહેમાનોમાં બન્ને પ્રતિનિધિમંડળોના સભ્યો પણ સામેલ હતા.ઉપરછલ્લી સામસામા પક્ષે સદ્ભાવનાછલકાતી હતી, પણ મનોમન નારાજગીહતી. ભોજન બાદ છેલ્લી વારના પ્રયાસમાટે ઇન્દિરા તેમજ ભુટ્ટો બાર્ન્સ કોર્ટનાઅલાયદા રૂમમાં ચર્ચા કરવા બેઠાં. કોઇરાજકીય સલાહકાર હાજર ન હતો. ગમેત્યારે હાજર થવું પડે એમ સમજી પી.એન. ધર રૂમની બહાર ખડે પગે હતા.અમુક શબ્દો તેમને સંભળાતા હતા, પણસ્પષ્ટ રીતે નહિ.આ વખતે ભુટ્ટોએ જુદો ડ્રામારચ્યો. ભારતથી તેઓ ખાલી હાથે પાછાફરે તો ફૌજી યુદ્ધકેદીઓને ન છોડાવ્યાબદલ પાક લશ્કર તેમને પદભ્રષ્ટ કરે અનેજનરલ યાહ્યા ખાન જેવા માથાફરેલલશ્કરી સરમુખત્યાર જોડે ભારતે કામપાડવાનું થાય એવો ડર તેમણે ભારતનાંવડા પ્રધાનને બતાવ્યો. ઉપરાંતકાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે ફક્ત બેમહિનામાં ઘરઆંગણે યોગ્ય વાતાવરણસર્જવાનું વચન આપ્યું. વચન મૌખિક હતુંઅને મૌખિક જ રાખવું એવી તેમનીમાગણી હતી. કરારના દસ્તાવેજમાં તેનોલેખિત ઉલ્લેખ થાય તો પાકિસ્તાનમાંજબરો ઉહાપોહ મચે અને તેઓ ઘડીભરપણ સત્તા પર ટકી શકે નહિ .સિમલાની ગ્રાન્ટહોટલ પર રાત્રે ૧૦:૦૦વાગ્યે સમાચાર પહોંચ્યાકે શાંતિમંત્રણા આખરેસફળ નીવડી હતી.પથારી ભેગા થયેલા કેસામાન બાંધી રહેલા પત્રકારો તરત પેન અને નોટપેડ કાઢીબાન્સ કોર્ટ જવા નીકળ્યા, જ્યાં સિમલાકરારનો વળી નવો મુસદ્દો તૈયાર કરાતોહતો. ભુટ્ટોની લગભગ બધી માગણીઓતેમાં સામેલ કરવામાં આવી રહી હતી.દસ્તાવેજ પર સહીસિક્કા બાકી રહ્યા ત્યારેજાણવા મળ્યું કે ‘દૂરદર્શન’ની કેમેરા ટીમગાયબ હતી. ૧૯૭૨માં એકમાત્રટી.વી. નેટવર્ક ‘દૂરદર્શન’નું હતું. ઘણીતપાસ કર્યા બાદ ટીમનો પત્તો લાગ્યો.સહીસિક્કાની વિધિમાં ૪૦ મિનિટનોવિલંબ થયો અને મધરાત્રે ૧૨:૦૦ વાગ્યેતારીખ બદલાયા પછી જુલાઇ ૩,૧૯૭૨ની તારીખે ઇન્દિરા ગાંધીએઅને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ સિમલાકરારના દસ્તાવેજ પર સહી કરી તેનેકાયદેસરનું સ્વરૂપ આપ્યું. ઇન્દિરા પાસેએકંદરે પોતાના ધાર્યા મુજબનું લખાણકરાવી ભુટ્ટો સવારે તેમના પ્રતિનિધિમંડળ ભેગા વાયા ચંદીગઢ સ્વદેશ જવાનીકળી ગયા.સિમલા કરાર મુજબ ભારતેપાકિસ્તાનના તમામ ૯૨,૭૫૩યુદ્ધકેદીઓને મુક્ત કરી દેવાના હતા,પાકિસ્તાનનો કબજે લેવાયેલો ૧૬,૨૭૯ચોરસ કિલોમીટરનો પ્રદેશ તેને પાછોસુપરત કરવાનો હતો અને લગભગ૭૪૦ કિલોમીટર લાંબી ૧૯૪૯નીયુદ્ધવિરામ રેખાને નજીવા ફેરફાર સાથેઅંકુશ રેખા LOC એવા જુદા નામે ઓળખવાની હતી. બીજી તરફ પાકિસ્તાને યુદ્ધમાં જીતેલા ભારતના૩૫૯ ચોરસ કિલોમીટરના નગણ્યવિસ્તારને પરત કરવા સિવાયબીજો કશો ભોગ આપવાનો થતો ન હતો.બધા ટંટાફસાદના મૂળ જેવો કાશ્મી૨નોપ્રશ્ન સિમલા કરારના અન્વયે જેમનોતેમ રહેતો હતો. ટૂંકમાં, પાકિસ્તાન ‘કિંગપડે તો તમે હાર્યા અને સ્કેલ પડે તો અમેજીત્યા' એવી ઉક્તિ મુજબની રમતસફળતાપૂર્વક ખેલી ગયું હતું.સિમલા કરારે ભારતમાં ઉગ્રપ્રત્યાઘાતો જન્માવ્યા અને સંસદમાં વડાપ્રધાન સામે ભારે ઉહાપોહ જાગ્યો. અટલબિહારી વાજપેયીએ ભારતીય સૈનિકોનાંબલિદાનો એળે ગયાનું જણાવ્યું અનેબીજા આગેવાનોએ પણ સરકાર પરટીકાનો મારો ચલાવ્યો. સંસદમાં દિવસોસુધી ગરમાગરમીનું વાતાવરણ રહ્યું.વિરોધ પક્ષોના ધારાસભ્યોને સરકારનીઝાટકણી કાઢવાનું પૂરક કારણ એ વાતેમળ્યું કે સરહદની પેલી તરફ પ્રમુખભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ફરી ચગાવવાનુંઅને ભારત સામે ઝેર ઓકવાનું શરૂ કરીદીધું હતું. ઇન્દિરા ગાંધીએ છેવટે જુલાઇ૩૧, ૧૯૭૨ના રોજ લોકસભાને જણાવ્યુંકે, મેં સિમલા કરાર અંગે મોટા દાવાકર્યા નથી. અત્યારે પણ કરતી નથી.'આ બચાવ ન હતો. ભૂલો કર્યાનીઆડકતરી કબૂલાત હતી. ભૂલોની યાદીઆજે ૫૦ વર્ષેય યાદ કરો તો એમ થાયકે પાકિસ્તાન સાથે કામ પાડવાની બાબતેઇન્દિરા ગાંધી અને તેમના પિતાજવાહરલાલ નેહરુ વચ્ચે આખરે ફરકશો હતો ? > સિમલા મંત્રણા ભારતનાસંરક્ષણ જોડે સંકળાયેલી હતી, કારણ કેવ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા પ્રદેશોમાંથીભારતીય લશ્કરને પાછું ખેંચવાના તેમજઅંકુશરેખાનું સ્વરૂપ બદલવાના મુદ્દા તેમાંઅગ્રસ્થાને હતા. આમ છતાં વાટાઘાટોદરમ્યાન સલાહસૂચન લેવા એકેય લશ્કરીઅફસરને હાજર કેમ રાખવામાં આવ્યોનહિ ? ૧૯૬૫ના યુદ્ધ પછી તાસ્કંદમંત્રણા વખતે લાલ બહાદુર શાસ્ત્રીખુશ્કીદળના સેનાપતિ જનરલ કુમારમંગલને સાથે લેતા ગયા હતા.પ્રારંભમાં ભારતે બાંગલા દેશનેત્રીજા પક્ષ તરીકે મંત્રણામાં સામેલકરવાનું મક્કમ વલણ અપનાવ્યું હતું, કેમકે પાક યુદ્ધકેદીઓ ભારત-બાંગલા દેશનાસંયુક્ત લશ્કરી કમાન્ડના શરણે થયાહતા. બાંગલા દેશના નેતા મુજીબુરરહેમાનના અંદાજ પ્રમાણે પાકિસ્તાનીલશ્કરે તેમના ૩0,00,000 નાગરિકોનેરહેંસી નાખ્યા હતા. બાંગલાદેશ ૧૯૫પાક સૈનિકો સામે યુદ્ધગુના બદલ કાનૂનીપગલાં લેવા માગતું હતું. ઇન્દિરા ગાંધીએતો પછી બાંગલા દેશને બાજુ પર રાખીબધા પાક યુદ્ધકેદીઓને કેમ છોડી મૂક્યા?> તાકંદ કરાર વખતે લાલબહાદુર શાસ્ત્રી પર રશિયાનું સખતદબાણ હતું તેમ અમેરિકાનો પણ જરાયસાથ ન હતો. ભારત એકલું પડીનેભીંસમાં આવ્યું હતું. સિમલા મંત્રણામાંરશિયા જેવી મહાસત્તાની દખલગીરી કેદબાણ ન હતાં. મંત્રણા દ્વીપક્ષી જ હતી.પાકિસ્તાનનો હાથ બધી રીતે ભારતનીએડી નીચે હોય ત્યારે ભારતે મચકઆપવાની જરૂર ન હતી.> સિમલા ખાતે વાટાઘાટોદરમ્યાન ભારતે જે મુસદા ઘડ્યાતે દરેકમાં ભુટ્ટોએ સુધારા કરાવ્યા હતા.બધું મળીને ૬ મુસદા તેમણે નકાર્યા અને૭મો છેવટે સ્વીકાર્યો. સવાલ એ છે કેપાકિસ્તાનના જણાવ્યા મુજબનો જ કરારપત્ર જો તૈયા૨ ક૨વાનો હોય તો મંત્રણાયોજવાની આવશ્યકતા ક્યાં હતી?રાવલપીંડીમાં બેસીને ભુટ્ટો જે દસ્તાવેજલખી મોકલે તેના પર શેરો મારી દેવાસિવાય ભારતે બીજું શું કરવાનું હતું> કરારના દસ્તાવેજમાં કાશ્મીરઅંગે unsettled issue એવો શબ્દપ્રયોગસામેલ હતો, જેને લાલ બહાદુર શાસ્ત્રીએતાક્રંદ કરારમાં મક્કમતાપૂર્વક ટાળ્યોહતો. આ વાંધાજનક શબ્દપ્રયોગને ફરીપાછો ચિત્રમાં કેમ લાવવામાં આવ્યો?> સિમલા મંત્રણા વખતે ભારતીયલશ્કરનો એકેય પ્રતિનિધિ હાજર ન હતો,એટલે ભારતના જે ૫૪ જવાનો-અફસરોપાકિસ્તાનની જેલોમાં સબડતા રહી ગયાતેમને પણ એ વખતે કે પછી પ્રતિનિધિત્વ મળ્યું નહિ. આજે ૫૦ વર્ષે પણ તેઓ પાક જેલોમાં ગોંધાયેલા છે. આ પૈકીકેટલા જણા જીવંત હોય તે પણ આપણેજાણતા નથી. ડિપ્લોમેટિક રમતનાં પ્યાદાંબનેલાં તે કમનસીબોનો દોષ હોય તો  એ કે તેઓ માતૃભૂમિને ખાતર લડ્યા.ધ્યાન રહે કે આજે બરાબર ૪૦વર્ષ બાદ અહીં સિમલા કરારને લગતોજે ઘટનાક્રમ આલેખ્યો તેને રાજકારણસાથે કશું સ્નાતસૂતક નથી. કેંદ્રીય મુદ્દોદેશના સંરક્ષણ અંગેનો છે, માટે એ જદૃષ્ટિકોણે સિમલા કરારને મૂલવવા રહ્યા.ઇન્દિરા ગાંધીએ કરી એવી ભૂલો ૨ખેભારતીય જનતા પક્ષના કે ગમે તે બીજાપક્ષના આગેવાનો કરે તો તેમને પણકસૂરવાર ગણવા જોઇએ. સિમલાકરારનો બોધપાઠ એ છે કે દુશ્મનો પ્રત્યેજાનના ભોગે પૃથ્વીરાજ ચૌહાણ દ્વિતીયજેવા ઉદાર થવાને બદલે જેવા સાથે તેવાથવું જોઇએ.