આધેડ ગ્રાહકોની ભીડ ઓછી થઈ ગયા પછી પોતાના માટે પાન માંગ્યું. રાજે કશું બોલ્યાં વિના એમણે જેટલાં પાનની માગણી કરી, એટલાં પાન આપી દીધાં. રાજનો મૂડ સાવ બગડી ગયો હતો. એનું મેઈન કારણ હંસા શહેરમાં ભણવા જતી રહી એ હતું. પહેલી વાર હંસાને મળ્યાં પછી બીજીવાર હંસાને મળવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી.
રાજની સાંજ કેવી ગઈ ? એ એનું મન જાણતું હતું. સાંજ પૂરી ગઈ અને રાત મોટાં પગલાં ભરતી આવતી હતી. રાજે એના ઘર તરફ જવા માટે નીકળી ગયો. બાઈક ચલાવતા રાજને બસ હંસાના જ વિચારો આવવાના ચાલુ થઈ ગયાં. એની બોલતી આંખો અને એના ફડફડ થતાં હોઠ પૂરે રસ્તે રાજને દેખાવાના ચાલુ થઈ ગયાં.
માધાપર આવી ગયું. રાજે પાદરથી બાઈકને લઈને એની કેબિન તરફ બાઈકનું હેન્ડલ ફેરવ્યું. રમેશભાઈ રાજની રાહ જોઈને કેબીને બેઠા હતા. રાજનો ચહેરો ઊતરી ગયો હતો. રમેશભાઈએ રાજને જોઈને નોટિસ કર્યું. એક એને આશ હતી કે, આજ હંસા ના મળી પણ બીજે દિવસે એને જરૂર મળશે. હંસા શહેરમાં ભણવાં જતી રહી હતી. ફરી ક્યારે એની મુલાકાત થશે ? એ નિયતિ પર રહ્યું હતું. રાજ કોઈ નિરાશામાં છે એવો અણસાર રમેશભાઈને આવી ગયો.
"રાજ ! આજે આવક ઓછી થઈ લાગે છે ? "
"એવુ તો કાંઈ નથી. ધંધો છે ઉપર નીચે તો થયા કરે."
"આજે તારો ચહેરો પહેલાં જેવો ચમકી રહ્યો નથી."
"અરે, એ તો થાકી ગયો છું. ભૂખ પણ લાગી છે. ચાલો, હું હવે મારે ઘરે જાઉં છું." રાજનો મૂડ રમેશભાઈ સાથે વાત કરવામાં જરાય લાગી રહ્યો હતો.
બાઈકના હૂકમાંથી બન્ને બેગ કાઢીને રાજે કેબિનમાં મુકી દીધી. રમેશભાઈની કેબિન પણ એણે બંધ કરી નહિ. નીચુ માથું રાખીને એના ઘર તરફ બાઈકને ઘુમાવી દીધી.
રાજની પીઠ પાછળ રમેશભાઈ એને જોતા રહી ગયા. રાજના આવા વર્તનથી રમેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા.
"હંમેશાં રાજ કેબિન બંધ કરે છે. કેબિનની ચાવી મને આપીને પછી એ ઘરે જાય છે. લાગે છે કે રાજ કોઈ મોટા વિચારોમાં ખોવાઈ ચુક્યો છે."
રાજના વિચાર કરીને રમેશભાઈએ કેબિન બંધ કરી નાખી. કેબિનની ચાવી પેન્ટના ખિસ્સામાં નાખીને પગપાળે ઘરે જવા નીકળી ગયા.
વહેલી સવારે રાજ તૈયાર થઈને બેંક તરફ નીકળી ગયો. બેંકમાં પૈસા ડિપોઝિટ કરી દીધા. પાસબુકમાં ઘણા સમયથી એન્ટ્રી પડાવી ન હતી. સાથે એ કામ રાજે પતાવી લીધું. બેન્કમાંથી નીકળીને રાજ કેબિને જતો રહ્યો.
બાઈકને સ્ટેન્ડ પર લગાવીને રાજ કેબિનની અંદર જતો રહ્યો. રમેશભાઈને રાજ પાસે રોજ જેવી પરફ્યુમની કોઈ સુગંધ આવી રહી ન હતી.
"આજે ગંધ વાળું અતર છાંટીને કેમ નથી આવ્યો ?" રમેશભાઈ બોલ્યા.
"તમને પરફ્યુમની સુગંધ પસંદ નથી.. એ કારણે. "છેલ્લા શબ્દો ધીમે બોલીને રાજ મનમાં બોલ્યો, "જેને મળવાની તાલાવેલી થતાં હરખથી રોજ બે વાર પરફ્યુમનો છંટકાવ કરતો હતો. હવે એ ગામડે જ નથી. ખાલી ખોટી પરફ્યુમની બોટલને ખાલી કરીને રૂમમાંથી મારે ભાર હળવો કરવાનું નિમિત્ત બનવું."
"શુ વિચારે છે ?" રાજને વિચારતા જોઈને રમેશભાઈએ સવાલ કર્યો.
રાજે માથુ નકારમાં હલાવીને પોતાનું કામ કરવા લાગ્યો. જાણે રમેશભાઈને કશી ખબર ના પડી હોય !
રાજ ધીરે ધીરે કામમાં હંસાને ભુલી ગયો. એનું કામ પણ વધવા લાગ્યું હતું. સમય ઘડીકમાં પકડમ પટ્ટી રમતો ભાગવા લાગ્યો.
મહા શિવરાત્રીને બે દિવસની વાર હતી. મહા શિવરાત્રીને દિવસે ચતુર્ભુજ સોમનાથ ભેગા થવાના હતા. પ્રવિણે અગાઉથી એ લોકોને આવવાનું જણાવી દીધું હતું.
રાજ ગામડે જવા માટે એની બેગ ભરી રહ્યો હતો. રાજ બેગ ભરીને એના બાઈકના હૂંકમાં ગોઠવી નાખી. રમેશભાઈની રજા લઈને રાજ બાઈક પર બેસી ગયો. બાઈક ચાલુ કરે એ પહેલા એના મોબાઈલ પર રીંગ વાગી. રાજે કોલ ઊપાડ્યો.
"હેલો હાર્દિકકાકા, કેમ છો ?" નામ લેતા ખબર પડી ગઈ કે, હાર્દિકે એની સાથે વાત કરવા કોલ લગાવ્યો.
"રાજ ! ઊભો રહેજે. કોન્ફરન્સમાં નિસર્ગ છે. એની સાથે લાઈન કનેક્ટ કરું છું."
એક મિનિટની અંદર નિસર્ગનો અવાજ સાથે આવવા લાગ્યો.
"તમે બન્ને આજે એક સાથે કોલ કર્યો ? કોઈ સારા ન્યુઝ આપવાના લાગે છે ?" રાજે બે સવાલ એક સાથે કરી નાખ્યા.
"પરમ દિવસે મહા શિવરાત્રી છે. તું હમણાં કામમાં પડી ગયો છે. તને યાદ પણ નહિ હોય." નિસર્ગે જવાબ આપતા બોલ્યો.
"સાચે જ નિસર્ગભાઈ, તમે બોલ્યા ત્યારે મને યાદ આવ્યું."
"નિસર્ગ, મેં તને પહેલાં જ કહ્યું હતું કે આ આજકાલ બધુ ભૂલતો જાય છે." ટોનના અવાજે હાર્દિક બોલ્યો.
"શું કાકા, તમે. એક વર્ષ પહેલાં હું કામચોર બનીને સોમનાથ રખડતો હતો. તમે જ મને કામ કરવાની સલાહ આપી હતી. હવે તમે મને આવા મૈણા મારો છો !" નારાજગી રાજના ચહેરા પર દેખાઈ આવી.
"અરે યાર, હું તો મજાક જ તારી કરું છું. મને પણ તું કામ કરે છે એ જોઈને ખુશી થાય છે." હાર્દિકે રાજને શાંત કર્યો.
"એ બધુ મૂકો. આપણે સોમનાથ કઈ રીતે જવાનો પ્લાન બનાવશુ ?" નિસર્ગ મુદ્દાની વાત કરી.
"ગયા વર્ષે આપણે આપણી રીતે ગયા એમ જ." હાર્દિક બોલ્યો.
"હા, પણ આ સરપ્રાઈઝ છે. આપણે પ્રવિણકાકાને કહેવાનું નથી."
"હું પ્રવિણકાકા સામે ખોટું બોલી શકતો નથી. એમની સામે કોઈ વાત પણ છુપાવતા આવડતી નથી."
નિસર્ગના કહેવાથી રાજ બોલ્યો. રમેશભાઈ કેબિનની અંદર બેઠા બેઠા રાજ કોઈ સાથે ફોન પર વાત કરતો હતો એ જોઈ રહ્યા હતા.
"રાજ, એ તારે કોઈ ચિંતા કરવાની નથી. એમનો કોઈ કોલ આવે તો તું એમનો કોલ રિસિવ ના કરતો બસ." હાર્દિકે આઈડિયા આપ્યો.
"એ ચિંતા કરશે."
"નહિ કરે રાજ. અમે બધુ સંભાળી લેશું." નિસર્ગ બોલ્યો.
"નિસર્ગભાઈ, તમે શું બહાનુ કાઢશો ?"
"હું એમને કહી દઈશ કે તમને મેં વડોદરા બોલાવ્યા હતા. તમે અહી ના આવ્યા તો હું પણ ત્યાં આવી નથી શકતો."
"હમ્મ.." રાજે હાર્દિકને પૂછ્યુ, "હવે તમે તમારુ બહાનુ કહેવાનું કષ્ટ કરશો ?"
"મારે કેટલાય બધા કામ પેન્ડિંગ પડેલા છે. હું ઈચ્છુ તો પણ સોમનાથ આવી શકું એમ નથી."
સૌની વાતો સાંભળીને એક સાથે બધા હસવા લાગ્યા.
"આપણે આવતી કાલે નીકળી જવુ પડશે. જેથી પરમ દિવસે સવારે ચાર વાગ્યે આપણે પ્રવિણકાકાને સરપ્રાઈઝ આપી શકશું." રાજે યાદ કરાવ્યું.
"હા ! એવું જ કરશું. જે પહેલાં પહોચી જાય એ ગેસ્ટ હાઉસમાં એક રાત માટે રૂમ બુક કરાવી લે. એ પછી બીજાં બે મિત્રોને જાણ કરી દે." હાર્દિકે વિચાર જણાવ્યો.
નિસર્ગ અને રાજને પણ હાર્દિકનો વિચાર ગમ્યો. બીજી કોઈ વાતો કરી નહિ અને સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો. રાજે બાઈકની કીક મારીને ગામડે જતો રહ્યો.
રાતના સમયે રાજે એનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો. એને જાણ હતી કે પ્રવિણ કોલ કરીને આવવાનું જરૂર જણાવશે. રાજ પ્રવિણ પાસે કોઈ વાત છુપાવી શકે એમ ન હતો.
પ્રવિણે રાજને કોલ કર્યો પણ ખરા. સતત કોલ કર્યા પછી પ્રવિણને એ સાંભળવવા મળ્યું કે, 'આપ જીસ વ્યક્તિ કો કોલ લગા રહે હો, વો અભી સ્વીચ ઓફ હૈ.'
રાજે રાત્રે જમીને જ એનો કોલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. એ પ્રવિણને ઓળખતો હતો કે, સોમનાથ આવવાનું કહેવા માટે કોલ કરશે. એવું જ થયું. પ્રવિણે કોલ કર્યો પણ રાજનો મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"