Aekant - 120 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 120

Featured Books
Categories
Share

એકાંત - 120

રાતના રાજ ચતુર્ભુજ સાથે વાત કરતો હતો, ત્યાં રાજ હંસાના વિચારોમાં ખોવાઈ ગયો હતો. પ્રવિણના પૂછાયેલા સવાલથી એ મૂઝાંઈ ગયો.

 
"કાકા, આજે હું બહું થાકી ગયો છું. મારે સૂઈ જવુ છે."
 
રાજ આટલી વાત કરીને કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો. રાજનું આવું વર્તન આચકો પમાડે એવુ હતુ. વાત સાચી છુપાવી નહિ અને એણે જણાવી પણ નહિ.
 
સવારે રાજ નાહીધોઈને તૈયાર થઈ ગયો. ચાય અને નાસ્તો કરીને એ ઘરની બહાર નીકળી રહ્યો હતો. એના રૂમમાં બાઈકની ચાવી અરીસાની સામેથી પકડી. એક નજર એણે અરીસા પર કરી. ગાલ પર આછી દાઢી ઊગેલી હતી. આંખો થોડીક ઊંડી જતી રહી હતી. વાળનો ગ્રોથ મિડીયમ હતો.
 
"આજકાલની છોકરીઓને ક્લીન સેવ કરેલાં યંગ છોકરાંઓ બહું ગમે છે. આંખો તારો પહેલાં કરતાં ઝીણી થઈ ગઈ છે હો. વાળનો ગ્રોથ થોડોક વધુ કરવો જોશે."
 
અરીસો હંસાની નજરે જાણે રાજને જોઈ રહ્યો હોય ! રાજને મનની વાતો એવી કંઈક હતી.
 
હાથ ઊંચો કરીને બગલને રાજે નાક વડે થોડું સુંઘ્યું, "બોડિ પરફ્યુમની જરૂર હાલ તો લાગી રહી નથી. એક કામ કરું થોડુંક પરફ્યુમનો છંટકાવ કરી જ લઉં. થોડોક છંટકાવ બપોર પછી ગામડે જઈશ ત્યારે કરીશ."
 
રાજે વર્ષોની સંઘરેલ પરફ્યુમ નાના કબાટમાંથી કાઢીને બન્ને બગલમાં છંટકાવ કર્યો. સોમનાથ ગયો ત્યારે હાથમાં લીધી અને હવે પછી એણે હાથમાં પકડી. પરફ્યુમ પણ થોડીક વાર એનાથી નારાજ થઈ ગયો હતો. સ્પ્રે બોટલની બહાર નીકળવામાં લાડ કરતો હતો.
 
રાજ કમળાબેન પાસેથી રજા લઈને ઘરની બહાર નીકળી ગયો. આગલે દિવસે એક હજાર અને બસોની આવક થયેલી હતી. હંસા સાથે સમય વધુ વ્યતિત થઈ ગયો હતો. એનું એક આ કારણ હતું. બેન્કમાં ઈન્કમ ડિપોઝીટ કરાવીને બાઈક કેબિન તરફ લઈ ગયો.
 
રમેશભાઈ એના સમયે કેબિન ખોલીને બેસી ગયાં હતાં. એક ગ્રાહક એની સાથે વાતચીત કરતા હતા. વસ્તુ લેવી નહિ અને વાતચીતમાં કોઈનો સમય વધુ વેડફવો.
 
"તમે નાના ભુલકાઓનો નાસ્તો વહેંચવાનો ચાલુ કરી જ દ્યો. મા કસમ એ ધંધો તમારે જોરદાર ચાલશે."
 
એ ગ્રાહક રમેશભાઈ પાસે આવી કોઈક સલાહ આપી રહ્યાં હતાં. રાજના કાન ચોખ્ખી વાતો આપવામાં હજુ દગો આપ્યો ન હતો. રાજ એ ગ્રાહકની નજીક ઊભો રહી ગયો.
 
"વડીલ, તમે નાસ્તાની શું વાતો કરી રહ્યાં હતાં ?" રાજની મોટી ઉંમરના હતા એટલે કહેવા ખાતર માન આપ્યું. 
 
"આપણે માર્કેટમાં તૈયાર નાસ્તા પેકેટ મળે છે. અલગ અલગ રમકડાના ભાતના હોય છે. ખાવામાં એવાં ચટાકેદાર હોય કે નાનાથી મોટા સુધીના એ ખાઈ શકે છે. તમારે આવા નાસ્તાનો વ્યપાર કરી દેવો જોઈએ."
 
"તમને ખબર છે એવા પેકેટમાં બાળકો માટે કેટલું બધુ ઝેર ભરેલું હોય છે ? આજકાલ બાળકો આવા નાસ્તા કરીને કુપોષિત થઇ ગયા છે. એકવાર જીભને એનો ચસકો લાગી જાય છે પછી ઘરનો કોઈ ખોરાક એને ભાવતો નથી. ટુંકમાં કહું તો તમાકુ જેવું જ એક વ્યસન."
 
"તમે તમાકુનો વેંચાણ કરો જ છો. એ પણ બંધ કરી દેવું જોઈએ. હું તો તમારા ધંધા માટે કહી રહ્યો હતો. બાકી માનવુ કે ના માનવુ એ તમારી મરજીની વાત છે."
 
"એ તમાકુ અમારું ડુપ્લીકેટ નથી. અમે ગર્વમેન્ટ પાસેથી પ્રુફ ઓર્ડર લઈને વેંચાણ કરીએ છીએ. જેથી આપ નિશ્ચિંત જ રહો."
 
રાજ સાથે વધુ દલીલબાજીમાં ગ્રાહકને ઊતરવાની મજા આવી નહિ. રમેશભાઈ પાસેથી તાજા બે પાન પેક કરાવીને એ નીકળી ગયા.
 
"શું રાજ, તું પણ આવી દલીલો કરે છે ? ગ્રાહક એ ભગવાન કહેવાય. ગ્રાહક સાથે દલીલ કરીએ તો ભગવાન નારાજ થઈ જાય. એમની હામાં હા કરી લેવી; એ ધંધાનો એક નિયમ છે." ગ્રાહકના ગયા પછી જ રમેશભાઈ રાજને સમજાવી શક્યા.
 
"માફ કરજો. આવી રીતે એમની સાથે દલીલમાં ઊતરવાની જરૂર ન હતી." રાજ કેબિનની અંદર ચઢી ગયો, "ગઈ કાલે જે આવક થઈ એ મેં બેન્કમાં ડિપોઝીટ કરાવી આવ્યો છું."
 
"કેટલી આવક થઈ હતી ગઈ કાલે ?"
 
"એક હજાર અને ઉપર બસો."
 
"તને આટલી આવક ઓછી ના લાગી ?"
 
"ક્યારેક ઓછી આવક થાય તો નિરાશ નહિ થવાનું. તમે તો મને કહ્યું હતું."
 
રમેશભાઈએ હકારમાં માથુ હલાવતા પાન બનાવવા લાગ્યા, "આજે તું આવો ગંધાઈ કેમ રહ્યો છે ?"
 
રાજ એના બન્ને બગલ સુંઘવા લાગ્યો. પરફ્યુમની તાજી સુગંધ હજુ યથાવત હતી. રાજને હાશ થઈ.
 
"શું તમે પણ ? આજ તો મસ્ત મારી પાસે પરફ્યુમની સ્મેલ આવી રહી છે."
 
"તું આ સુગંધથી ભરેલો છે. એની મને એલર્જી છે. આથી તો તને પૂછ્યું. કોઈ ખાસ કારણ ?" માથુ નીચુ રાખીને રમેશભાઈને સરખો જવાબ ના મળ્યો એટલે બીજીવાર પૂછાય ગયું.
 
"અરે ખાસ કોઈ કારણ નથી. બપોર પછી ગામડે જાઉં છું તો રાત્રે પુરું શરીર વાસ મારતું હોય છે. આજે વિચાર્યું પરફ્યુમ લગાવવાનું ચાલું રાખું."
 
"એક મહિના પછી તને તારા શરીર પર વાસ આવે એની જાણ થઈ ! બહુ વહેલી જાણ થઈ ?"
 
રાજ રમેશભાઈ પાસે વધુ કશુ ના બોલી શક્યો. એ મૂંગે મોઢે ફાકી બનાવવાનું ચાલું કરી દીધું.
 
બપોર પછી જમીને રાજ ગામડે જવા માટે તૈયાર થઈ ગયો. રોજ કરતા એ દિવસે એનામાં વધુ હરખ દેખાઈ આવતો હતો. સવારની પરફ્યુમની બોટલ લીધી. બન્ને બગલમાં એક બે સ્પ્રે છંટાવી દીધા. પરફ્યુમ તો બીજી વારમાં ઊછળીને એની રીતે બહાર નીકળી ગયો.
 
કેબિનથી એના બન્ને બેગ રાજે બાઈકના હૂંકમાં ભરાવી દીધા.
 
"ગઈકાલ જેવું આજે મોડું ના કરતો. એવુ થશે તો તારું ગામડે જવાનું બંધ કરી દઈશ." બાપની જેમ રમેશભાઈ રાજને થોડાંક કડક અવાજમાં કહ્યું.
 
રાજે હકારમાં માથુ હલાવીને બાઈકને કીક મારીને ગામડે જવા રવાના થયો.
 
ગામડે એની નક્કી હોય એ જગ્યાએ રાજ પહૉંચી ગયો.
ગ્રાહકો એની રાહ જોઈ રહ્યા હતા. ટોળાઓની વચ્ચે રાજ હંસાના બાપને શોધી રહ્યો હતો.
 
આધેડને એ દિવસે ટોળાની વચ્ચે રાજની આંખોએ જોયા નહિ. રાજે બાઈકના હૂંકમાંથી બન્ને બેગ ઊપાડીને ઓટલા પર મૂક્યા. એક પછી એક ગ્રાહકને ફાકી અને પાન વહેચવા લાગ્યો. એકાદ ગ્રાહકને રાજે આધેડ વિશે પૂછા કરી લીધી. ગ્રાહક પાસે રાજને સંતોષકારક જવાબ ના મળ્યો.
 
બે કલાક રાજને ત્યાં થઈ ગઈ. ચારે તરફ રાજે નજર ફેરવી. દૂરથી આવતા છોકરીઓનાં ટોળાની વચ્ચે રાજે નજર કરી. હંસા એમની વચ્ચે આવતી દેખાણી નહિ. રાજને આધેડને મળવાથી વધારે ઉત્સુકતા હંસાને મળવાની હતી.
 
હંસાને મળવાનું દૂર રહ્યું પણ દૂરથીય હંસાનાં દર્શન ના થયાં. રાજનો દિવસ નિરાશામાં ગયો. રમેશભાઈ એની રાહ જોતા હશે એ યાદ આવતા રાજે એના બેગ બાઈકના હૂંકમાં ભરાવ્યાં.
 
પંદર દિવસ સતત રાજ એ રીતે એના માલનું વેચાણ કરતો રહ્યો. આધેડ કે હંસાનાં કોઈ સમાચાર રાજને આટલાં દિવસોમાં મળ્યાં નહિ. એની મનોવ્યથા એ કોઈને કહી શકતો ન હતો. એની પરફ્યુમની સ્મેલ એના બદન સુધી રહીને રાત પડતાં ઊડી જતી હતી. 
 
હંસાને એક વાર જોયાં પછી રાજને તેણીને મળવાની ઈચ્છા રોજ પ્રગટ થયાં કરતી. સોળમાં દિવસે રાજ બાઈક સાથે ગામડે પહોંચી ગયો.
 
એનો સાથ આપનાર બાઈક અને એની બેય બેગ જ હતી. રાજે માથુ નીચું રાખીને ઓટલા પર બેગ મૂક્યા. 
 
"ભાઈ ! મને આજે પાંચ પાન આપી જ દે."
 
જાણીતો અવાજ સાંભળતા રાજે એનું માથુ ઊંચુ કર્યું. સામે આધેડ, હંસાનાં બાપા પાન લેવાં ઊભા હતાં.
 
"ના હો કાકા...હું તમને પાન નહિ આપું. તમારે પાનની સુગંધ પણ લેવાની તમારી દીકરી ના પાડીને ગઈ છે. એને ખબર પડશે તો મારો અહીંયાનો ધંધો બંધ થઈ જશે." રાજને આધેડને જોઈને કોઈ ઉત્સાહ દેખાયો નહિ.
 
"એ અહીં ગામડે હશે તો જાણ થશે." આધેડ બોલ્યો.
 
"એટલે ?"
 
"એ આગળનું ભણતર પૂરું કરવાં શહેરનાં કોલેજમાં ગઈ છે. ત્યાં જ હવે એનો વસવાટ રહેશે. થોડાંક દિવસ રજા હતી એટલે જ આવી હતી. એને લીધે મારાં પાન પણ ખાવાનાં બંધ રહ્યાં."
 
"એ ભાઈ ! આજે તમારે વાતો જ કરવી છે. બે ફાકી આપી દો. એ પછી તમે વાતો કરજો."
 
રાજ અને આધેડને વાતો કરતા જોઈને વચ્ચમાં ગ્રાહક બોલ્યો. રાજે એને બે ફાકી આપી દીધી. બીજાં ગ્રાહકોને પણ એની ઈચ્છાએ વસ્તુઓ આપવા લાગ્યો. ગ્રાહકો ઓછા થયા.
 
"હવે તો તું મને પાન આપને. ક્યારનો હું અહીં ઊભો છું."
 
(ક્રમશઃ...)
 
✍️મયુરી દાદલ "મીરા"