સિડનીની ભીની ભીની ઠંડી શાંત.. સવાર પડી…બધુંજ રોજની જેમ સુમસામ..એકાદ કાર રોડ પરથી
પસાર થઇ જતી..સુંવાળા ગાદી તકિ યા રેશમી લીસા બ્લેન્કેટમાંથી હાથ કાઢવો ગમે નહીં એટલી ઠંડીમાં ભૈરવી થોડા કંટાળા સાથે બેડમાં બેઠી થઇ..ગાઉન સરખો કર્યો ..લાંબા વાળ સરખા કરી અંબોડો વાળ્યો..બાજુમાં ઘસઘસાટ ઊંઘતા ધનુષ સામે જોયું.. એક મારકણું સ્મિત હોઠ પર આવી ગયું..એનો હાથ આપોઆપ એનાં કપાળ પર ગયો..વાળ સરખા કરી ઝૂકીને એક ભીની કીસ કરી..એને થોડીવાર નીરખતી રહી..પછી રાત્રિનાં સંવાદ યાદ આવ્યા..ફરી હસી.. શરમાઈ ગઈ..પાછળને પાછળ આઈ સાથે થયેલી બધી વાત યાદ આવી ગઈ.. ચહેરાં પર હાવભાવ બદલાઈ ગયાં..એ પછી ચિંતામાં પડી..પગ પરથી બ્લેન્કેટ હટાવ્યો બેડ પરથી પગ નીચે કાર્પેટ પર મુક્યા..પોતાનાં સુડોળ સુંદર તન પર નજર ગઈ પાછી શરમાઈ ગઈ.. બધાં રોમેન્ટિક વિચારો ખંખેર્યા અને ઇન્ડિયા જવાની તૈયારી કરવાની છે..આઈ એ અલ્ટીમેટમ આપ્યું છે..ફરી એને આઈ સાથે કરેલો સંવાદ યાદ આવી ગયો .. આઈને એણે કીધુંજ છે કે એ બને એટલી વહેલી પુના આવવા પ્રયત્ન કરશે..થોડી ધીરજ રાખ..બધી વ્યવસ્થા કરવી પડે..જોબમાં રજા મુકવી પડે..આઈ..આટલો સમય કાઢ્યો..થોડો વધુ કાઢી નાખ હું બને એટલી જલ્દી આવુંજ છું..એણે પોતાનામાં સ્ફૂર્તિ વધારી સવારની નિત્ય ક્રિયાઓ કરવાનું શરૂ કર્યું..
ભૈરવીએ આજે વાળ ધોયા..નાહીં ધોઈ ચા બનાવી લઈને બેડરૂમમાં આવી..ટ્રે ટીપોય પર મૂકીને ધનુષને ઉઠાડ્યો..” ધનુ..ઉઠો..હવે સ્ફૂર્તિ રાખી પરવારવું પડશે..આજે જોબમાં લિવ મુકું..બધું શોપિંગ પતાવીએ
..ઉઠોને..” ધનુષ ભૈરવીનો અવાજ સાંભળી તરત ઉભો થઇ ગયો..બેડ પર બેસી ભૈરવીને પોતાની તરફ ખેંચી
એક તસતસતું ચુંબન આપી કીધું ” સવાર સવારમાં અપ્સરાનાં દર્શન કરું પછી હોંશ ક્યાંથી રહે? “ સાચું કહું તને? હમણાં સુધી તું બીજી છોકરીઓ જોડે શેરિંગમાં રહેતી.. તારું આત્મસન્માન રાખી ત્યાં રહી.. મેં એ બધું સમજી તને ક્યારેય દબાણ નહોતું કર્યું..પણ આપણાં દિલ મળ્યાં વિચાર મળ્યા..પછી તન એક થયા એકમેકમાં ભળ્યાં હવે મને તારો નશો ચઢે છે.. ભલે ભોગવ્યું બધું પણ..તારી આઈ પાસે કહી એમના આશીર્વાદ લઇ..ત્યાં લગ્ન કરીનેજ પાછા આવીશું..”
“ બીજું ખાસ કહું તને ભલે…પ્રણયમાં આપણે બધું માણી લીધું લગ્ન પહેલાં.. પણ…માંબાપનાં
આશીર્વાદ પછી એનો રોબ જુદોજ હોય છે એ પ્રણયને ચાર ચાંદ લાગે છે..આપણે બને એટલી જલ્દી તૈયારીઓ કરીએ..હું પરવારું ફટાફટ..” ભૈરવી ધનુષ સામે જોઈ રહી પછી બોલી..” ધનુ…તનેજે રીતે બધા ઓળખે છે એનાથી તું સાવ જુદો છે અંદરથી તું ખુબ લાગણીશીલ..ધાર્મિક અને પ્રેમાળ છે..બધાને કેટલી મદદ કરે છે.આઈ લવ યુ..લવ યુ..” ધનુષે ભૈરવીનો હાથ પકડી એના હાથ હથેળી ચૂમી લીધી બોલ્યો” હું દુનિયા માટે જુદો..તારાં અને આપણાં લોકો માટે જુદો છું..પણ હું મારાં કુટુંબ માટે કશું પણ કરી શકું કોઈ પણ જોખમ ઉઠાવી લઉં…હવેથી મારું સર્વસ્વજ તું છે..” ભૈરવીએ કહ્યું..” આ મને બહુ મોટાં આશીર્વાદ છે..ચલો.. ચા ગરમ છે પીને પરવારો હું બધી તૈયારી કરું..”
ધનુષે કહ્યું“ ભીરુ…તું બધું લિસ્ટ બનાવી દે..એક સાથે શોપિંગથઇ જાય..કે માર્ટ ,કોલ્સ, વેસ્ટફિલ્ડ ,
પીટ સ્ટ્રીટ ,લિવર પૂલ..” ત્યાં ભૈરવી અટકાવતા કીધું“ ઓ મહારાજ એવું કેટલું શોપિંગ કરવાનું છે? કેટલા નામ લઇ લીધા ? આઈ અને માહી અને બીજું થોડું ઘણું આજુ બાજુવાળા માટે અને તમારા ફેમિલી માટે..લઇ લઈએ બસ..વધુ કશુંજ નહીં..” ધનુષે કહ્યું“ ભીરુ આપણાં માટે કશું નહીં આપણે ત્યાં…” ભૈરવીએ કહ્યું“ આપણે બધુંજ આપણું મુંબઈ..પુનાથીજ લઈશું..ટ્રેડિશનલ..આપણા દેશનું..અહીંનું લોકોને આપવાજ.. એવુંના કહે કશુંના લાવ્યા..પણ આપણું તો ત્યાંથીજ લેવાનું છે.. ધનુ ત્યાં ફરીશું શોપિંગ કરીશું મજા કરીશું..મને તારી સાથે આવું કરવું ત્યાં ખુબ ગમશે..અહીં સમય અને પૈસા નથી બગાડવા.. ધનુષ ભૈરવીની સામેજ જોઈ રહ્યો..બોલ્યો..” વાહ..ભીરુ..મારા દિલની વાત કીધી..લગ્ન કરીને આવીએ પછી તારી ફાઈલ મૂકી દઈશ..અહીં..તું કહે છે એમ ત્યાંજ શોપિંગ કરીશું ખુબ મજા કરીશું..પહેલા માહીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ..આઈને સંતોષ થાય..માહી ,આઈને પણ લઈને મુંબઈ જઈશું..એલોકોને ફેરવશું સાથે મજા કરીશું જાન ..” આવું સાંભળી ભૈરવીની આંખો ભીંજાઈ ગઈ દોડીને ધનુષને વળગી પડી..બોલી “ એય લવ યુ ધનુ.. તું કેટલી કાળજી લે છે મારી..અમારી..લવ યુ.”. ધનુષે ચૂમી લેતા કહ્યું“ હવે તારું ફેમિલીજ મારું ફેમિલી છે ભીરુ.. મારું તો…જોઈએ પુના જઈને બધી વાત..ત્યાં જઈ જોઇશ મારા લેણ દેણ મારું ઋણાનુબંધ…પણ તારી સાથેજ બંધાઈ ગયું છે..આટલાં વર્ષો થી ઓસ્ટ્રેલિયા છું પણ તું મારી સાથે રહેવા આવી ત્યારથી લાગે છે હું જિંદગી જીવું છું..બાકી તો…જિંદગીમાં કોઈ લક્ષ્ય નહોતું.બસ સ્થિતિ સંજોગ પ્રમાણે જાતને ઘસડતો હતો..જાનવરની જિંદગી જીવતો..કોઈ મારો..હું કોઈનો ઉપયોગ કરતો..બધું..છોડ..ભૂત ભૂતાવળ જેવું છે
યાદ નથી કરવું..તારો ચહેરો જોઉં છું..ખીલી ઉઠું છું.. જિંદગી જીવવી ગમે છે..”
ભૈરવીએ એનું માથું છાતીએ વળગાવી ચૂમી લીધો.. બોલી “ ચલો હવે તૈયાર થઇ જે વિચાર્યું છે બધું
અમલમાં મૂકીએ…ઉઠો..પછી આખો વખત વાતોજ કરીશું..” એમ કહી હસી..ધનુષે કહ્યું“ તારી સાથે વાતો શરૂ કરું.એનો અંતજ નથી આવતો..એમ થાય હજી વાતો જ કરીએ..ચલ પરવારું...”એમ કહી એકી શ્વાસે ચાનો મગ પૂરો કર્યો અને બાથરૂમમાં ઘુસ્યો..
નાહીં ધોઈ બહાર આવી ધનુષે મોબાઇ લીધો..બધાને ફોન કરવા માંડયા...મનોજ..એજન્ટ, સોહમ… કોઈએ ફોન ઉચક્યો નહીં..એણે ફોન મુક્યો ત્યાં રિંગ આવી…એણે નામ જોયું..
વધુ આવતે અંકે પ્રકરણ-36 અનોખી સફર..