Aekant - 89 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 89

Featured Books
Categories
Share

એકાંત - 89

નિસર્ગે હિમજા અને નીલ સાથે રાતનાં નવ વાગ્યાનાં શો પર મુવી જોવાનો પ્લાન બનાવી લીધો હતો. શો શરૂ થવાને બે મિનિટની જ વાર હતી. તેઓ સિનેમાગૃહમાં સારી સીટ શોધીને બેસી ગયાં. 

રેખાબેન કિચનમાં એમની રીતે જમીને બેઝીનમાં વાસણ સાફ કરવાં લાગ્યાં. મનમાં કૃષ્ણનું નામ બોલતાં હરખેથી એમનું કામ કરી રહ્યાં હતાં. એવામાં અચાનક એનાં ડોરની ઘંટડીનો અવાજ એમનાં કર્ણપટલ પર અથડાયો. નવ વાગ્યે સંજયભાઈને નિસર્ગે બોલાવ્યો હતો, પણ રેખાબેનની યાદશક્તિ માનસિક દવાનાં ડોઝને કારણે મંદ પડી ગઈ હતી. એ સમયે સંજયભાઈ આવવાનાં હતાં એ સાવ ભૂલી ગયાં. નળ ચાલુ કરીને પાણીથી હાથ ધોઈને કોણ દરવાજાની બહાર આવ્યું હશે એ જાણવાં દરવાજો ખોલવા ગયા.

રેખાબેને મેઈન દરવાજો ખોલ્યો. દરવાજાની બહાર સંજયભાઈને અચાનક સામે જોઈને એમનાં હૃદયના ધબકાર વધવા લાગ્યા. ક્યારે એમનું હૃદય બહાર નીકળીને હાથમાં આવી જાય એ કહેવું અશક્ય હતું. રેખાબેન સંજયભાઈને જોઈને ભાન ભુલી ગયાં.

એમનાં હાથ અને પગ ઠંડા થવાં લાગ્યાં. પેટમાં ફાળ પડતાં શબ્દો હોઠે આવતાં અટકી ગયા. આ પહેલાં તેઓ નિસર્ગની ઘરે આવેલા હતા પણ એ સમયે રેખાબેન નિસર્ગ અને હિમજાની સાથે સંજયભાઈ સાથે મળ્યાં હતાં.

વર્ષો પછી તેઓ બન્ને એકાંતમાં આમને સામને હતાં. ઘરમાં રેખાબેન સિવાય બીજું કોઈ હતું નહીં. બારણે ઊભા આવનાર વ્યક્તિ એમનો ચહેરો જાણીતો હતો પણ વર્ષો પછી તેઓનો ચહેરો અજાણ્યો લાગવાં લાગ્યો. ઘરમાં પોતે એકલાં હોવાથી આવનાર વ્યક્તિને આવકાર આપવો પણ કેમ ? બારણે રહેલ વ્યક્તિ તો અતિથિ કહેવાય અને અતિથિ દેવ સમાન કહેવાય. એમને જાકારો આપ્યો એટલે ભગવાનને જાકારો આપ્યો બરાબર છે. રેખાબેને સંજયભાઈને અંદર આવકારતાં બોલ્યાં. 

"આવો,...અં..દર..હું સાવ ભૂલી..ગ..ઈ હતી કે...ત..મે..આવવાનો છો."

રેખાબેન એમની સામે એટલું માંડ બોલી શક્યાં અને દરવાજાની વચ્ચેથી ખસી ગયાં. સંજયભાઈએ તેણીનાં શબ્દોના સાંભળ્યાં વગરનાં કરીને મોં મચકોડીને અંદર આવીને હોલ પર ગોઠવેલ સોફા પર બેસી ગયા. રેખાબેને દરવાજો બંધ કરીને કિચનમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવ્યાં.

એક ટ્રે પર ગોઠવેલ પાણીનો ગ્લાસ રેખાબેને સંજયભાઈને પીવાં માટે સામે ધર્યો. સંજયભાઈએ તેણીની સામે જોયાં વિના થોડાંક ગુસ્સા સાથે ગ્લાસ લઈને એક બે ઘુંટ પીને ટ્રે પર મૂકી દીધો. સંજયભાઈએ ઘરમાં ચારે તરફ નજર કરી. રેખાબેન સિવાય એમને બીજું કોઈ દેખાય રહ્યું ન હતું. 

"તારા સિવાય આ ઘરમાં કોઈ દેખાઈ રહ્યું નથી લાગતું. તારાં દીકરાં અને વહુ મને બોલાવીને ક્યાં છુપાઈ ગયાં ?"

ઘરમાં કોઈને ના જોતાં સંજયભાઈએ રેખાબેનને સવાલ કર્યો. રેખાબેને ગ્લાસ વાળી ટ્રેને સોફા પાસે રહેલ કાચની ટિપોઈ પર મૂકીને એમની સામે રહેલ સોફા પર બેસી ગયાં. પોતાની સાડીનો પાલવ અસ્ત વ્યસ્ત થઈ ગયો હોવાથી એને સરખો કરતાં બોલ્યાં.

"નિસર્ગ અને નીલની ઈચ્છા આજે મુવી જોવાની હતી. સાંજે શોપીંગ કરવા ગયા ત્યાં જ તેઓએ થિએટરમાં મુવી જોવા માટે જતા રહ્યા છે."

"એટલે, હું અહીં નવરી બજાર છું. તારો દીકરો મને અહીં બોલાવે છે અને હવે ત્યાં આરામથી મુવી જોવા બેસી ગયો. હવે, મારે એની રાહ જોઈને બેસી રહેવું પડશે." સંજયભાઈએ રેખાબેનનો ગુસ્સો નિસર્ગ પર ઉતાર્યો. 

"તમે...તારો દીકરો તારો દીકરો કે..મ ..કહો છો ? મારો જેટલો દીકરો છે એટલો....એ...તમારો પણ.." રેખાબેને ડરને કારણે આટલું બોલવાની હિંમત માંડ કરી.

"એ મારો દીકરો ત્યાં સુધી હતો જ્યાં સુધી એ મારા ઘરે રહેતો હતો. તને મેં ઘરની બહાર કાઢી મૂકી અને એ તારી પાછળ નીકળી ગયો એ પછી એ મારો નહીં ફક્ત તારો જ દીકરો રહ્યો છે."

સંજયભાઈના ચહેરા પર ગુસ્સાનો મુખવટો પહેરેલો હતો. સંજયભાઈના આકરા શબ્દોથી રેખાબેનને માઠું લાગી આવ્યું. તેણીનાં આંખમાંથી ગરમ આંસુ રડીને ગાલને સ્પર્શી ગયું. સંજયભાઈનો કડક સ્વભાવ એ સુધરી શકે એમ ન હતો એવું તેઓ જાણી ગયા હતા.

"તમને રાત્રે કોફી પીવાની આદત છે. હું તમારા માટે કોફી બનાવીને આવું છું." રેખાબેને આંસુ સાફ કરીને વાત ફેરવી નાખી એ સાથે એમણે ભૂતકાળને સ્થાયી કરી દીધો.

"મને કોફી સત્યાવીસ વર્ષ પહેલાં પસંદ હતી. મેં અમુક વ્યક્તિની સાથે આદત પણ ભૂલી ચુક્યો છું. તારી કોફી તને મુબારક. તારા દીકરાને કોલ કરીને જણાવ કે એને અત્યારે આવું હોય તો આવે નહિતર હું અહીંથી જાઉં છું."

સંજયભાઈનાં કહેવાથી રેખાબેને પોતાનાં મોબાઈલમાંથી નિસર્ગને કોલ લગાવ્યો. રીંગ પૂરી થઈ ગઈ પણ એણે કોલ ઊપાડ્યો નહીં. એમણે હિમજાનો નંબર ડાયલ કર્યો તો સેમ એ જ તેણીએ એવું કર્યું. 

"બન્નેને કોલ કરું છું પણ કોઈ કોલ ઊપાડી રહ્યાં નથી. શાયદ એમણે એમનાં મોબાઈલ સાયલન્ટ કરી રાખ્યા હોય." રેખાબેને વાસ્તવિકતા જણાવી.

"તો હવે મારે જાઉં જોઈએ. એ લોકોનો આવવાનો સમય ફીક્સ નથી. તું તારા દીકરા પાસેથી ડિવોર્સના કાગળ લઈને જેમ બને તેમ જલ્દી સહી કરાવીને મને પહોચતાં કરી દેજે." સંજયભાઈએ સોફા પરથી ઊઠવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં રેખાબેને એમને રોક્યાં.

"તમને સત્યાવીસ વર્ષ સુધી આપણાં લગ્નનાં છુટાછેડાની આટલી જલ્દી હતી નહીં. અચાનક છૂટાછેડાનું અંગત કોઈ કારણ ?" રેખાબેને હિંમત એકત્ર કરીને સવાલ કર્યો.

"અંગત શું કારણ હોય શકે ?"

"કોઈ લગ્ન માટે મારાથી પણ સારી મળી પણ ગઈ હોય..!"

"એવું હોય તો આટલાં વર્ષો હું એકલો રહ્યો ના હોય. છુટાછેડાની રાહ જોયાં વિના એને મારી રખેલ બનાવીને પણ મારાં ઘરમાં અલાયદું સ્થાન આપી દીધું હોત. તને તો વર્ષો પહેલાં પણ મારા પર જે શંકા હતી એ શંકાને તે હજું પણ અકબંધ રાખી છે. તને ખબર છે કે મેં તને ઘરથી બહાર જ એટલે કાઢી મૂકી હતી કારણ કે તે મારાં ચરિત્ર પર આંગળી ઊઠાવી હતી."

"ત્યારની મારી પરિસ્થિતિ તમને જાણ હતી. મારી માનસિક હાલત પણ સારી હતી નહીં. તમે મારી સાથે નિસર્ગને પણ મોટાં કરતાં રહ્યાં હતાં. એક સાથે તમારાં પણ અમારાં બન્નેની જવાબદારી આવી ગઈ હતી."

"અને તે શું કર્યું ? મારાં પર આપેક્ષ મૂક્યો કે મારું કોઈની સાથે ઘરની બહાર લફડું ચાલી રહ્યું છે. હું તો ઘરનાં કામો માટે બહાર જતો હતો. ખાસ કરીને તારી રોજની કચકચ સાંભળીને હું કંટાળી ગયો હતો. એક પુરુષ સહન કરી શકે તો પણ કેટલું સહન કરે ?"

"આટલું તને અને નિસર્ગને સાચવતાં પણ મને તે ચરિત્રહીન કહી દીધો હતો. આબરુ તો સ્ત્રી અને પુરુષની બન્નેની સરખી હોય છે. ફરક એટલો છે કે કોઈ સ્ત્રી પર લાંછન લગાવે તો તેણીનો પક્ષ લેવાં પૂરો સમાજ આવી જશે. વાત જ્યારે પુરુષની આબરુની આવે તો કોઈ એનો સાથ આપતું નથી. તારા દીકરાએ પણ મારો સાથ છોડીને તારી સાથે હાલતો થઈ ગયો હતો."

"એક પિતા અને માતાના પ્રેમમાં એટલો ફરક હોય છે. પિતા કહી શકતા નથી કે એને એના દીકરાની કેટલી જરૂર છે અને માતા આંખમાંથી બે આંસુ પણ સારી લેશે તો સંતાનને એમની મા હેતાળી લાગવાં લાગે છે. એ સમયે તારી જગ્યાએ હું નિસર્ગની સામે રડ્યો હોય તો આજ મારી જગ્યાએ તું બેઠી હોત અને તારી જગ્યાએ હું હોત. જો દિખતા હૈ વોહી બીકતા હૈ. હમકો આપકી તરફ કમજોર હોકર રોના નહી આયા."

આટલુ કહેતા સંજયભાઈ ગળગળા થઈ ગયા. એમની અંદર વર્ષોની વેદનાને એમણે માંડ કરીને હૃદયની સાથે આંખમાં પણ ઝીલી રાખી. અડધા પાણીથી ભરેલો ગ્લાસ રેખાબેને એમની સામે ધર્યો. સંજયભાઈ લાગણીમાં ઓગળીને ગ્લાસમાનું બધું પાણી પી ગયાં.

"ભૂતકાળને ભૂલશું તો ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશું. મારી તબિયત સારી થઈ ગઈ અને અમે તમારી પાસે આવ્યાં તો પણ તમે મને ઘરની અંદર આવવાની પરવાનગી તો આપેલી ન હતી." રેખાબેને યાદ અપાવ્યું. 

"કારણ કે મને તારાં અસ્તિત્વથી પણ નફરત થઈ ગઈ હતી. જે સ્ત્રીને મારાં પર શંકા હોય એનાં પર વિશ્વાસ પણ કરી શકાય નહીં."

"નિસર્ગનો શુ દોષ હતો ?"

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"