સુરેશભાઈ રાજને બિઝનેસ કરવા માટે મંજુરી આપી દીધી અને એ સાથે એમણે બિઝનેસમાં રોકાણ કરવા માટે પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરી. રાજ એટલામાં પણ વધુ ખુશ થઈ ગયો. નોકરી પર બપોરના જમવાના સમયે રિસેશ પડતા રાજે રમેશની ઘરે જઈને એની સાથે પાર્ટનરશીપમાં ધંધો કરવાની વાત કરી.
રાજની વાત સાંભળીને રમેશ વિચારમાં પડી ગયો. રાજના પ્રપોઝલનો હાલ એની પાસે કોઈ જવાબ ન હતો, "રાજ, તને ખોટું ના લાગે તો હું તને ત્રણ ચાર દિવસ પછી જવાબ આપુ ? તારો પ્રસ્તાવ એ નાનો નથી. એના માટે મારે શાંતિથી વિચારવું પડશે."
"તમારે જેટલો સમય જોઈએ એટલો લઈ શકો છો. મારી પાસે મારી નોકરી છે એટલે બિઝનેસની મને એટલી ઊતાવળ નથી."
રાજ રમેશને આટલું કહીને એના ઘરે જવા નીકળી ગયો. એના ઘરેથી જમીને એ પરત બેન્ક પર જતો રહ્યો. પૂરા દિવસમાં નોકરી પર હોવાથી રાજે રાતના સમયે રમેશે વિચારવા માટે જે સમય માંગ્યો એ જણાવી દીધું. સુરેશભાઈએ એમના કહ્યા શબ્દો પરથી બેન્કમાંથી પચાસ હજારનો ઊપાડ કરીને ઘરે લઈ આવ્યા હતા. એ વાત પણ રાજે પ્રવિણને જણાવી દીધી.
"તારે ચિંતા કરવાની જરૂર નથી. તારાથી વધુ રમેશને રૂપિયાની જરૂર છે. એ ચાર દિવસના આઠ દિવસ વિચારવા માટે લઈ લેશે તો પણ એ તારા પ્રસ્તાવનો અસ્વીકાર નહીં કરે." પ્રવિણે રાજને હિમ્મત આપી.
"તમે કહો છો એવું જ કદાચ થશે. તમારા કહેવાથી સારુ મેં આજથી નોકરી છોડી દીધી નહીં. બિઝનેસ હજુ ચાલુ ના થયો હોય ત્યાં સુધી મારે ફરી પહેલાંની જેમ રખવાનું થયું હોત. ઉપરથી રોજ પપ્પાની વઢ ખાવી પડે એ અલગની વાત હતી."
રાજની વાત સાંભળીને પ્રવિણ હસવા લાગ્યો. પ્રવિણનો હસવાનો અવાજ સાંભળીને રાજ પણ થોડોક ખીલ્યો.
"સારુ, હવે હું પણ કોલ મુકું છું. આવતી કાલે સવારે તારા બેન્ક એકાઉન્ટમાં પચાસ હજાર ટ્રાન્સફર કરું છું. ઓકે, જય સોમનાથ." પ્રવિણે આટલું કહીને રાજ સાથે સંપર્ક વિચ્છેદ કરી દીધો.
બીજે દિવસે વડોદરામાં એક નવી સવાર સાથે રસ્તાઓ પર વાહનોની અવર જવર ફુલ જોરથી થઈ રહી હતી. શોરબકોર વાળા શહેરના ગીચ વિસ્તારમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ચાર ટાવરના બનેલા ફલેટના બી બ્લોકમાં ચોથા ફલોરે ત્રણ બેડ રૂમ, હોલ અને કિચન ધરાવતા નિસર્ગનો ફલેટ આવેલો હતો.
હિમજા નિસર્ગની પત્ની કિચનમાં ચાય અને નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી. નિસર્ગ ડાયનિંગ ટેબલ પર મોબાઈલ જોતા ચાયની રાહ જોઈ રહ્યો હતો .રેખાબેન મંદિરમાં પૂજા કરીને આરતીની થાળી ઘરની ચારેય દિશા તરફ ફેરવીને નિસર્ગ પાસે થાળી લઈને આવ્યાં. નીલ નિસર્ગનો દીકરો એના રૂમની અંદર સૂઈ રહ્યો હતો.
"નીલ...હવે તારે કેટલી વાર સુવું છે ? ઘડિયાળ તરફ એક નજર કર. સૂરજ પણ હવે માથે ચઢવાની તૈયારીમાં છે."
હિમજાએ ઘડિયાળનાં કાંટે નાસ્તો બનાવી રહી હતી. નીલની સ્કુલનો સમય અગિયાર વાગ્યાનો હતો. સવારે સાડા આઠ વાગી ચુક્યા હતા. હિમજા કિચનમાં જ ઊંચા અવાજે એને ઊઠાડી રહી હતી.
"કિચનમાં અવાજ પાડીને તું એને ઊઠાડીશ તો એ ઊઠે એવો નથી. સુવામાં તો એ એના બાપથી વધે એવો છે. હું પૂજાની થાળી લઈને એનાં રુમમાં જઈ રહી છું. એને ઊઠાડતી આવીશ." રેખાબેન નીલને ઊઠાડવાં એના રૂમમાં ગયા.
હિમજા એક ટ્રેની અંદર ચાયની કિટલી અને એની સાથે પ્લેટ પર મુકેલો સેન્ડવીચનો નાસ્તો લઈને ડાયનીંગ ટેબલ પર રાખ્યો. ચાયની સોરમ જોઈને નિસર્ગે મોબાઈલ મૂકીને ટેબલ પર સ્ટેન્ડ પરથી કપ લઈને પીવા માટે ચાય નાખી. હિમજા કિચનમાં બાકીનું એકસ્ટ્રા કામ પતાવીને નિસર્ગની બાજુમાં ચાય પીવા બેસી ગઈ.
રેખાબેન નીલના રૂમમાંથી હજુ બહાર નીકળ્યા ન હતા. નિસર્ગ સાથે વાત કરવાની સારી તક જોઈને હિમજાએ નિસર્ગને કહ્યું, "બે દિવસ પહેલાં પપ્પા ડિવોર્સના કાગળ લઈને ફરી પાછા આવ્યા હતા તો તમે હવે આગળ શુ વિચાર્યું ?"
નીસર્ગે ચાયની એક ચુસકી લેતા બોલ્યો, "એમાં વિચારવાનું શું હોય. વન પૂરાં કરીને એમને મમ્મીથી અલગ થઈને બીજાં મેરેજ કરવા છે. એમનો દીકરો હોવાનાં સંબંધે હું એવું હરગિજ નહીં થવા દઉં. ઘરડી ઘોડીને લાલ લગામ જોઈએ છે એમને. આઈ હેટ ધીસ મેન."
નિસર્ગ એના પપ્પા સંજયભાઈને હજુ નફરત કરી રહ્યો હતો. એણે ચતુર્ભુજને પ્રોમિસ તો આપેલું હતું કે, એનાં મમ્મી અને પપ્પાના સંબંધ સુધરે એના માટે એ એનાથી બનતો પ્રયાસ જરૂર કરશે, પરંતુ એ જેટલી વાર સંજયભાઈનો ચહેરો જોઈ લેતો એટલી વાર એને એનો દર્દભર્યો ભૂતકાળ સામે આવતો હતો.
"તમે તમારા મિત્રોને પ્રોમિસ તો આપેલું હતું કે તમે મમ્મીની ખુશી માટે પપ્પાને સ્વીકારી લેશો." હિમજા ચતુર્ભુજ ગ્રુપ વિશે બધું જાણતી હતી.
"હા બટ...ઓકે, એમને આજે સાંજે ફરી આપણી ઘરે બોલાવી લેજે. મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે."
નિસર્ગે કાંઈક વિચારીને ચાયનો છેલ્લો ઘુંટ પીને હિમજાને જણાવી દીધું. એ ઊભો થઈને હિમજાનાં કપાળે હળવું પ્રેમનું ચુબન કરીને ઓફીસ જવાં નીકળી ગયો. રેખાબેન નીલને ઊઠાડીને મંદિરમાં પૂજાની થાળી મૂકવાં જતાં રહ્યાં.
હિમજા નિસર્ગને આવજો કહીને બાકીનો અધુરો નાસ્તો કરીને કામમાં આટોપવાં લાગી. નીલ એના રૂમમાં નાહવા જતો રહ્યો હતો.
સાંજનાં સમયે હિમજાએ રેખાબેનને કહ્યું કે નિસર્ગનાં કહેવાથી તેણીએ સંજયભાઈને કોલ કરીને રાતનાં નવ વાગ્યે ઘરે આવવાં માટે જાણ કરી દીધી. સંજયભાઈને થોડાંક અંતરે રેખાબેનની સામે જાઉં ગમતું નહીં, પણ જ્યાં સુધી ડિવોર્સ ના થાય ત્યાં સુધી એ આવવાની ના પાડી શકતાં ન હતાં. સંજયભાઈએ કચવાતા શબ્દે હિમજાને આવવાં માટે હા કરી દીધી.
નિસર્ગ ઓફીસેથી સાંજનાં સાત વાગ્યે આવી પહોંચ્યો હતો. ફ્રેશ થઈને એ હિમજા અને નીલ સાથે થોડીક શોપીંગ કરવાં નીકળી ગયો.
"તેં પહેલાં મિસ્ટર સંજયને આપણી ઘરે કેટલાં વાગ્યે આવવાનું જણાવ્યું છે ?"
નિસર્ગ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. એની બાજુની શીટ પર હિમજા બેસેલી હતી. નીલ નીસર્ગની પાછળની સીટ પર મોબાઈલ જોઈ રહ્યો હતો. તેણીને ઊદ્દેશીને સ્ટેરીંગ પર હાથ ફેરવતાં નીસર્ગે સવાલ કર્યો.
"મેં એમને નવ વાગ્યાનો સમય આપ્યો છે. આપણે હવે ઘરે જાઉં જોઈએ. ઘરે પહોંચતાં મારે રસોઈ બનાવી પડશે." હિમજાએ વાત કરી.
"મારે આજે મુવી જોવાનો મુડ છે. ઘણો સમય થઈ ચુક્યો છે. આપણે સાથે થિએટરમાં મુવી જોવા ગયા નથી. હું કારને આરાધના થીએટર પર લઈ જાઉં છું."
નિસર્ગના મુખ પરથી થીએટરનું નામ સાંભળતા પાછળ બેસેલો નીલ હરખાઈ ગયો. એણે થીએટરની બૂમ પાડીને ઉત્સાહમાં આવી ગયો. હિમજાનો મૂડ મુવી જોવાનો બિલકુલ હતો નહીં.
"ઘરે આપણે મમ્મીને કહીને પણ આવ્યાં નથી. પપ્પા નવ વાગ્યે આવશે. આપણે ત્યાં રહેવું ખૂબ જરૂરી છે."
"ના, મારે મુવી જોવી છે. પપ્પા, આપણે અત્યારે મુવી જોવા નીકળવું છે."
"નીલ, હવે પછીનો મુવીનો શો નવ વાગ્યે ચાલુ થશે અને બાર વાગ્યે પૂરો થશે. તેં આજે પણ ઊઠવામાં મોડું કર્યું હતું. આવતી કાલે તારી સ્કુલ છે. આપણે સેટર ડેના દિવસે આવશું." પાછળ વળીને હિમજાએ સમજાવ્યું.
"ધીસ ઈઝ નોટ ફેર, મમ્મા. તો પપ્પાને મુવી જોવાનું બોલવું જ ના જોઈએ ને.." નીલ ઉદાસ થઈ ગયો.
"મારે મુવી જોવાં જાઉં જ છે એટલે જ હું મુવીનું નામ બોલ્યો. આજ તો હું મુવી જોઈને જ રહીશ."
નિસર્ગ આટલું કહીને કારને આરાધના થીએટરના ગ્રાઉન્ડમાં ઊભી રાખી. નિસર્ગની જીદ્દ પાસે હિમજાનું કોઈ દિવસ કાંઇ ચાલ્યું ન હતું. તેણીએ કાર પરથી ઊતરીને રેખાબેનને મુવી જોવાં જવાનો પ્લાન જણાવી દીધો.
થીએટરની અંદર પહોંચતા મુવીનો શો ચાલુ થવાને ચાલીસ મિનિટની વાર હતી. નિસર્ગે દરેક માટે સમોસાની પ્લેટ મંગાવીને કેન્ટીનમાં નાસ્તો કરી લીધો.
આ તરફ મુવીનો શો ચાલુ થવાને થોડીક મિનિટોની વાર હતી, તો બીજી તરફ નિસર્ગના ઘરે ડોરબેલનો અવાજ કિચનમાં કામ કરતાં રેખાબેનને સંભળાયો. રેખાબેને એમનું કામ સાઈડ પર રાખીને ડોર ખોલવા ગયા. ડોર ખોલતા જ સામે જોયું તો રેખાબેનનાં હાથ અને પગ ધ્રૂજવાં લાગ્યાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"