The first failed air journey from Britain to India in Gujarati Magazine by Gautam Patel books and stories PDF | બ્રિટેન થી હિન્દુસ્તાન પહેલી નિષ્ફળ હવાઈ યાત્રા

Featured Books
Categories
Share

બ્રિટેન થી હિન્દુસ્તાન પહેલી નિષ્ફળ હવાઈ યાત્રા

બ્રિટને પ્રવાસો માટેનાં જે કેટલાંક હવાઇ જહાજો બાંધ્યાં તે પૈકી R 100 તથા R 101 ખૂબ પ્રસિદ્ધ બન્યાં.ઘાટીલો આકાર, ૫૬ યાત્રીઓ માટે ડબલબેડ ધરાવતી કેબિનો, બે મજલાઓ, મનોહર સજાવટવાળો ડાઇનિંગ રૂમ,પરસાળમાં કાચની હરોળબંધ બારીઓવગેરે સુવિધાઓ તેમને આસમાની લકઝરી હોટલ બનાવી દેતી હતી.બ્રિટિશ શાસન હેઠળનાભારત વચ્ચે હવાઇ જહાજની સર્વિસ માટેR 101 ને પસંદ કરવામાં આવ્યું. વિમાનની માફક હવાઇ જહાજો માટે રનવે હોય નહિ.જમીન પર તેઓ સ્થાયી પણ ન થાય, કેમ કે ભીત૨માં અત્યંત જ્વલનશીલ હાઇડ્રોજન વાયુ ભર્યો હોવાને લીધે જમીન સાથે પેટાળનું ઘર્ષણ કદાચ તણખો કાઢી તેને મશાલ બનાવી દે. આજોખમને ટાળવા ઝેપેલિન સહિતનાં બધાં હવાઇ જહાજોને ઊતરાણ કરાવવાને બદલે ઊંચા ટાવર સાથે બાંધી દેવાતાં હતાં અને તે મગરમચ્છો પોતાની તરલશીલતા થકી કેટલાક મીટર અદ્ધર રહેતાં હતાં.ઉપરાઉપરી ઘણી trial લેવાયા પછી R 101 ઉડ્ડયન માટે યોગ્ય જણાયું, એટલે તેના પ્રવાસો યોજવામાં આવ્યા.એક સફરમાં તે ઍટલાન્ટિક મહાસાગરને પાર કરી ન્યૂ યોર્ક પહોંચ્યું. બ્રિટનને અમેરિકા કરતાં તેની હકૂમતવાળા ભારતના પ્રવાસો યોજવામાં વધુ રસ હતો.બ્રિટિશ સરકારના બડા સાહેબો જહાજો દ્વારા સફર કરતા, પણ તે યાત્રામાં ૨૦-૨૧ દિવસ વીતી જતા હતા. કલાકના સરેરાશ ૧૦૦ કિલોમીટરના વધુમાં વધુ ૧૧૪ કિલોમીટરના) વેગેઅંતર કાપતું R 101 પાંચ દિવસમાં કરાચી પહોંચાડી દે.બ્રિટનથી આવનાર R 101 માટે કરાચીમાં હેંગર બાંધવામાં આવ્યું.એ માટે ૪,૦૦૦ મેટ્રિક ટન પોલાદ વાપરવામાં આવ્યું.ભારતમાં સારી ગુણવત્તાનું પોલાદ ઉપલબ્ધ નહોતું, એટલે બ્રિટનના ગ્લાસગો ખાતેના કારખાનાએ બનાવ્યું. હેંગર માટે કાળો પેઇન્ટ વપરાયેલો, એટલે સ્થાનિક લોકો તેને‘કાલા છપરા’ કહેતા હતા. (આજે પણ કરાચીના શાહરાહ-એ-ફૈઝલઅને ગુલિસ્તાન-એ-જોહર નામનાં બે સ્થળોને જોડતો રસ્તો કાલા છપરા રોડ નામે ઓળખાય છે.) બ્રિટિશ   સામ્રાજ્યમાં આવડું મોટું બાંધકામ ક્યાંય બીજે ન હતું.બ્રિટનમાં R 101 નો મુકામ બેડફોર્ડ પરગણાના કાર્ડિંગ્ટન ગામ પાસે Royal Airship Works ના સંકુલમાં હતો. અહીંથી તે ઓક્ટોબર ૪, ૧૯૩૦ની સાંજે ભારત આવવા ઊપડ્યું. બ્રિટિશ સામ્રાજ્યમાં ભારત સૌથી મોટો દેશ, એટલે પ્રવાસને ઘણું મહત્ત્વ અપાયું હતું. પ્રસંગને ઊજવણી બનાવી દેવામાં આવ્યો. યાત્રાના આરંભ વખતે ફ્લડલાઇટ R 101 ને ઉજાળતી હતી અને પ્રેસ ફોટોગ્રાફરો તસવીરો લેતા હતા. કેપ્ટન સહિત ૪૨ સંચાલકો તથા અન્ય કર્મચારીઓ ધરાવતા R 101 ને કુલ ૨,૯૨૫ હોર્સપાવર પેદા કરતાંપાંચ ડીઝલ એન્જિનો હતાં. પ્રવાસની નક્કી થયેલી તારીખે હવામાન ખરાબ હતું. બ્રિટનના હવામાનખાતાએ ચેતગણીઆપેલી કે વરસાદ બંધ પડે અને વાતાવરણ શાંત થાય ત્યાં સુધી પ્રવાસ મોકૂફ રાખવો જોઇએ. આમ છતાં બ્રિટનનાઉડ્ડયનમંત્રી લોર્ડ થોમસનના હઠાગ્રહને લીધે કાર્યક્રમમાંફેરફાર કરાયો નહિ. એક મહત્ત્વપૂર્ણ બાબત તેણે ધ્યાન પર ન લીધી. હવાઇ જહાજની ઉત્લાવક્તા સંતોષકારક ન હતી. ‘લિફ્ટ’ મર્યાદિત પ્રમાણમાં મળે, તેથી બોજવહનશક્તિ ઓછી હતી. હવામાન ચોખ્ખું હોય અને વાયરો ન ફૂંકાતો હોય ત્યારે સલામતી જોખમાવાનો સંભવ નહિ, પણ વેગીલો પવન નીકળે એવા સંજોગોમાં R 101 ૪.૯ મીટર (૧૬ ફીટ) વ્યાસનું પ્રોપેલર તેને સીધા માર્ગે રાખી શકે નહિ. પવનની દિશા હવાઇ જહાજની દિશા બને.કલાકો બાદ R 101 ફ્રાન્સના બ્યુવેઇ શહેરના આકાશમાં પહોંચ્યું ત્યારે સમય રાત્રિના ૨:૦૦ વાગ્યાનો હતો.શહેરીજનો નિદ્રાધીન હતા. સામટાં પાંચ ડીઝલ એન્જિનોની ઘરેરાટી સંભળાતાં અમુક જણા ઊઠ્યા. હવાઇ જહાજ પ્રત્યક્ષ ન દેખાતું હોવા છતાં ખ્યાલ આવી ગયો કે R 101 શહેર ઉપરથી પસાર થતું હતું. વરસાદ ચાલુ હતો. જોરાતો પવન વાતો હતો. ઊર્ધ્વગામી પવને અચાનક R 101 ના પૂંઠીરાભાગને ઊંચક્યો, જેને લીધે મોરો નમ્યો. પૂંઠીરા ભાગે ધૂમરાતું પ્રોપેલર રાબેતામુજબ થ્રસ્ટ પેદા કરતું હતું. આથી હવાઇ જહાજ ડૂબકી મારવા લાગ્યું. અચાનક પવનની થપાટે તેને ટેકરી સાથે ટકરાવ્યું.જોતજોતામાં આગના ભડકા ઊઠ્યા. જાગૃત શહેરીજનોને ત્યાર પછી રાત્રિઆકાશમાં ફક્ત જ્વાળાઓ દેખાતી હતી.જ્વલનશીલ હાઇડ્રોજન દહન પામતાં હવાઇ જહાજ તૂટી પડ્યું.સવારે જમીન પર તેનું માત્રહાડપિંજર દેખાવાનું હતું. હોનારતે ૪૮ જણાનો ભોગ લીધો. માત્ર ૬ જણા બચવા પામ્યા.હોનારતના ખબર કરાચીપહોંચતા ત્યાંના લોકોમાં હતાશા વ્યાપી. ઊડનખટોલા જેવુ કૌતુકજનક હવાઇ જહાજ નજરે જોવા મળે તે માટે તેઓ આતુરતાપૂર્વક ટાંપી રહ્યા હતા. ભારતના બ્રિટિશ રાજના મનોરથો પર પણ પાણી ફરી વળ્યું. બ્રિટન અને ભારત વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટાડવાની યોજના પડી ભાંગી એટલું જ નહિ, પણ કરાચી ખાતેના ‘કાલા છપરા’ અને mooring tower હવે માત્ર સ્મારક બની રહેવાના હતા. હાઇડ્રોજન સાથે કામ પાડવામાં જોખમ હોવાને લીધે બ્રિટન ફરી ક્યારેય હવાઇ જહાજ બનાવવાનું ન હતું.બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ લશ્કરે કાલા છપરા’ને સૈનિકોના પડાવ માટે લેખે લગાડ્યું તે પહેલાં ખેલકૂદમાટે પણ વાપર્યું, પણ તે બાંધકામ એકંદરે નકામું હતું. આમ છતાં તેનાં ‘અસ્થિ’ છૂટાં પાડવાનું કાર્ય છેક ૧૯૬૧માં હાથ ધરવામાં આવ્યું. પોલાદ વડે રેલવેના પાટા બનાવવામાં આવ્યા. પાકિસ્તાન સરકારે મિનારો પણ ‘ઉતારી’ લેવડાવ્યોઅને તેનું પોલાદ ભંગારમાં વેચ્યું. બ્રિટનના R 101 ની દુર્ઘટના પછી તે દેશ પૂરતો હવાઇજહાજોનો યુગ અસ્ત પામ્યો. હિટલરનું જર્મની તેમની હવાઇ સર્વિસ ચલાવતું રહ્યું. ૧૯૩૬માં તેના Hindanburn નામના હવાઇ જહાજે અમેરિકાના ન્યૂ જર્સી ખાતે અગ્નિસ્નાનક૨વાનું થયું તે પછી જર્મનીમાં પણ તે યુગનો સૂરજ ડૂબ્યો.આજે જ્વલનશીલ હાઇડ્રોજનને બદલે નિષ્ક્રિય અને સલામત હિલિયમ સુલભ છે.