AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 31 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -31

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -31

કાકાએ અનુભવી આંખે બન્નેને જોયાં ત્યારથી સમજી ગયેલાં આ નવું નવું પ્રેમી યુગલ.. જોડકું છે.. એમને એમની યુવાની યાદ આવી ગયેલી..એમણે કહ્યું“ ભાઈ શાંતિ થી આ ખાટલે બેસો..આ ગરમા ગરમ ચા લો..એમ કહી ગારો લીપેલી કીટલીમાંથી ગરમ ચા નાના બે કપમાં કાઢી આપી સાથે બે રકાબી પકડાવી બોલ્યા “ આદુવાળી કડક મીઠી ચા છે શાંતિ થી પીઓ..હાં.” .એમ બોલી હસતા હસતા ત્યાંથી દૂર જતા રહ્યાં..
સોહમે હસીને કીધું“ લે કાકાએ મસ્ત આદુવાળી ચા બનાવી આપી છે ટેસડો કર..” એમ કહી ચાનો જોરથી
સબડકો લીધો..મોટો અવાજ કર્યો ..ચા પીતી પીતી વિશ્વા બોલી “ કેમ આવો અવાજ કરે?” સોહમે કહ્યું“ આવી ચા આમજ પીવાય.. મારે તને ઘણું શીખવવું પડશે ક્યારે શું કરાય.. ” એમ કહી આંખ મારી હસ્યો..વિશ્વાએ કહ્યું“ વાહ મારા ગુંડા હમણાં સુધી મૂડ નહોતો હવે જો રંગ ચઢ્યો છે મારા રાજાને.”. સોહમ હસી રહ્યો..બન્નેએ ચા પીધી કપ બાજુમાં મૂકી સોહમે ખાટલા ઉપરજ લંબાવ્યું અને માથું વિશ્વાનાં ખોળામાં મૂકી દીધું..

વિશ્વાએ સોહમના કપાળ પર હાથ મૂકી વાળ પર ફેરવવા માંડ્યો ..બોલી “ સોહમ મારે તને એક ખાસ વાત કહેવાની છે પણ આજે નહીં સમય ઓછો પડશે..કાલે ડુંગર દર્શન કરવા જઈએ ત્યારે બધું કહીશ..ઘણાં સમયથી કાળજે દાબી રાખી છે ફક્ત તનેજ કહેવાની છે.” .સોહમ બોલ્યો “ તો કહેને એવી શું વાત છે જે કાળજે દાબી રાખી છે? બોલને..” એમ કહેતા બેઠો થઇ ગયો..વિશ્વા સામે જોવા લાગ્યો..” આપણી વાત છે કે બીજી ? બોલને..હવે એની ધીરજ ખૂટી ગઈ..” વિશ્વા કહે..” આજે નહીં પ્લીઝ..પહેલા હું મારી કોલેજની વાત કરું..માં માની ગઈ મને કોલેજ ભણાવવા કદાચ હું જે કહેવાની છું એ વાતજ કારણ છે..”
સોહમ કહે“ એમ તું ઉખાણા ઉભા ના કરીશ ફરી..જે કહેવાનું છે સ્પષ્ટજ કહી દે..નહીં કહે તનેય નહીં ઊંઘ
આવે નહીં મને આવે..મારે શું કહેવાનું કોલેજનું..?” વિશ્વા કહે“ મેં વલસાડ કોલેજમાં એડમિશન લીધું છે ગામમાં બસ આવે છે એજ લઇ જાય અને… . માં બદલાઈ ગઈ છે પહેલાં કરતા..મારી બધી વાત પૂછે  છે મારી કાળજી લે છે વારેવારે છાનું રડે છે સોહુ..છોડ કાલે વાત..તું તારું કહેને..તારે મુંબઈ તો કેવી કોલેજ હશે..છોકરીઓ ફેશનેબલ હશે રૂપાળી ફટાફટ ઈંગ્લીશ બોલતી.હેને? .મને યાદ છે એકવાર દિગુકાકા સાથે હું મુંબઈ આવેલી..યજ્ઞેશ કાકુ ખાસ બોલતા નહીં પણ કુસુમકાકી બધે ફરવા લઇ ગયેલાં કેટલા વર્ષો થઇ ગયા..હવે તો કેવું બદલાઈ ગયું હશે..શહેર. શહેરમાં રહેતાં માણસો પણ ક્યારે બદલાઈ જાય ખબર ના પડે..શહેરની હવાજ જુદી છે..હવામાં પ્રદુષણ.. લોકોના મનમાં પણ પ્રદુષણ..પણ બોલને કોલેજની વાતો.” . સોહમે કીધું“ હા સાચી વાત ગામની હવા નિરાળી ..પ્રદુષણ મુક્ત..પણ બધે માણસ સરખા ના હોય..એવું બને..મેં કોલેજમાં એડમિશન લઇ લીધું 3 વર્ષનો કોર્સ છે પછી આગળ વિદેશ જઈ માસ્ટર્સ  કરવા કહે છે પાપા..જોઈએ આગળ શું થાય છે..પણ એકવાત નક્કી વિશ્વા..હું ગમે ત્યાં ભણવા જાઉં તું મારીજ હોઈશ હર પળ હું તારોજ રહીશ..પાપા કહે એમ ભણવા જઈશ પણ..તું મારામાં હું તારામાંજ હોઈશ..બધું નક્કી કરી વિદેશ જઈશ જોજે.. બધામાં હું વડીલોનું સાંભળીશ પણ..આપણા સંબંધમાં કોઈનું કશું નહીં ચાલે..તારે પણ 3 વર્ષમાં કોલેજ પુરી થશે પછી લગ્ન કરી લઈશું..સાથેજ વિ દેશ જઈશું.. દિગુકાકા મારા પક્ષેજ છે..આ વખતે મુંબઈથી
આવતાં મારી સાથે એમને વાતો કરેલી…આપણી…”
“ દિગુકાકાને આપણી બધીજ ખબર છે..મને કહે તું ગામ પહોંચવા ઉતાવળો છે..મને ખબર છે..હું તારા
સાથમાંજ છું સોહમ..ભૂતકાળની ભૂલ સુધારી લઈશું..મનેનથી ખબર કેમ એવું બોલેલા પછી વાત બદલી નાખી એમણે.મને.મારી માં પર વિશ્વાશ છે એ મારી પસંદગી નહીં નકારે…પાપા પણ મને..પણ એ ખુબ મહત્વાકાંક્ષી છે બસ ભણો વિદેશ જાઓ વધુ ભણો અનુભવ લો ખુબ પૈસા કમાવ.. એટિટ્યુડમાં રહો..પણ મારી વાત આવશે ત્યારે એપણ ના નહીં પાડે..વિશ્વાએ જાણી લીધું પણ વાતને ટર્ન આપી બદલી..સોહું કોલેજનું કહેને..કેટલી બહેનપણી બનાવી ? શું નામ છે?” સોહમ ખિજાયો..” શું બહેનપણી બહેનપણી કરે છે? હું કેટલી આપણી અગત્યની વાત કરું છું મારા મનની બધું વાત કરું છું અને તું. ખીજમાંને ખીજમાં બોલ્યો..” મેં બહુ બધી બનાવી છે એમાં એક તો ખુબ ખાસ છે ખુબ સુંદર છે..એટીટ્યુડ વાળી છે. લાખોમાં એક છે..ખુબ મીઠડી છે..બોલ ક્યારે નામ કહું? ઓળખાણ તને
આપું? બોલને…મોટી બહેનપણી વાળી..”
વિશ્વા ખિજાઈ ગઈ..રિસાઈ ગઈ..” એટલું પૂછ્યું એમાંતો છેડાઈ ગયો..તો અહીં આવ્યોજ શું કામ ? ત્યાંએ રૂપાળી છછૂંદરી પાસેજ રહેવું જોઈએ ને..ગામડાની ગમાર પાસે કેમ આવ્યો? અહીં તો ઇંગ્લીશના પણ ફાંફા છે અને અમેતો દેશી કહેવાઈએ.. પણ દિલનાં ચોખ્ખા..સમજ્યો..એમ કહી ખાટલેથી ઉભી થઇ ગઈ..એનાં પર્સમાંથી ચાનાં પૈસા ચૂકવી  દીધાં..અને બોલી ચલો..સાહેબ..માં-પાપા ઘરે આવી ગયા હશે કોઈને કીધા વિના આવ્યા છીએ..” એમ કહી બાઈક પાસે ઉભી રહી.. સોહમેં કાકા સામું જોયું..એ હસતાં હતા બોલ્યા “ ભાઈ હવે મનાવી લેજે.. બૈરાને લાંબો સમય નારાજ ના રખાય નહિતર..” પછી આગળના શબ્દો ગળી ગયા..હસવા લાગ્યા.. સોહમે બાઈક ચાલુકરી..વિશ્વા મોં ચઢાવી પાછળ બેઠી પણ દૂર બેઠી.. સોહમે બાઈક દોડાવતા હસીને કીધું..” બૈરાને વતાવાય નહીં..” એમ કહી રોડના ખાડા ટેકરામાં હાથેકરી બાઈક ચલાવી ઓચિંતી બ્રેક મારી..વિશ્વા ખસીને સોહમની પીઠ પાસે સાવ નજીક અડીને
બેસી ગઈ જોરથી એને પકડી લીધો..સોહમે કીધું“ હવે બરાબર..” વિશ્વાએ કહ્યું“ જાને લુચ્ચા…”

વધુ આવતા અંકે પ્રકરણ-32 અનોખી સફર..