Aekant - 64 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 64

Featured Books
Categories
Share

એકાંત - 64

ચાર કલાક પછી પ્રવિણના ઓપરેશનના રુમની લાઈટ બંધ થઈ.સૌ કોઈ ડૉકટરના બહારે આવવાની રાહ જોવા લાગ્યા.થોડીક મિનિટોમા ડૉકટર એમના હાથના ગ્લોવઝ અને માક્સ કાઢતા રુમની બહાર નીકળ્યા.એમની પાછળ બીજા જુનિયર ડૉકટર પણ હતા.

ડોકટરને જોઈને દલપત કાકા એમની પાસે પહૉંચી ગયા,"ડૉકટર પ્રવિણનુ ઓપરેશન કેવુ રહ્યુ?એ ખતરાની બહાર તો છે?"

દલપત કાકાના સવાલમા એમના દીકરાની ચિંતાઓ સાફ દેખાય રહી હતી.પ્રવિણની મમ્મી અને કુલદીપનાં પેરેન્ટ્સ ડૉકટરનાં જવાબ સાંભળવા માટે અધીરા થઈ રહ્યા હતા. 

"જુઓ અંકલ સોમનાથ દાદાની કૃપાથી પ્રવિણનુ ઓપરેશન સફળ થયુ છે.બીજી જરુરી વાતો હુ તમને અહી નહિ કહી શકુ.મારા કેબિનની અંદર જઈને તમને બોલાવીશ.બાકીની વાતો હુ તમને ત્યાં જ સમજાવીશ."

ડોકટર પ્રવીણની ઉંમરનો હતો.એણે આદર સાથે દલપત કાકાથી વાત કરતા આસપાસ રહેલા પ્બલીક તરફ નજર કરી લીધી.પ્રવિણનુ ઓપરેશન સફળ થયુ એ જાણીને સૌના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. ડૉકટર એટલુ કહીને એમના કેબિનમાં જતા રહ્યા.

કેબીનની અંદર જઈને એક નર્સ દ્રારા ડૉકટરે દલપત કાકાને એમની કેબીનમાં બોલાવવાં સંદેશ પહોચતો કરી દીધો.દલપત કાકા કુલદીપના પપ્પાને લઈને ડૉકટરની કેબીનમાં ગયા.

કેબીનની અંદર જતા ડૉકટરે એમની સામે પડેલી ખાલી બે ચેર પર એમને બેસવાનો ઈશારો કર્યો.દલપત કાકા ડૉકટરનો ઈશારો સમજીને ચેર પર બેસી ગયા.એમના બેસી ગયા પછી બીજી ચેરમાં કુલદીપના પપ્પા પણ બેસી ગયા.

"ડોકટર સાહેબ હવે પ્રવિણને ઠીક થતા કેટલો સમય લાગશે?"કુલદીપના પપ્પાએ દલપતકાકાના મનની મુંઝવણ વ્યક્ત કરી.

ડૉક્ટર થોડાક રિલેક્સ થયા.એમણે કુલદીપના પપ્પા સામે જોયુ અને પછી દલપત કાકા સામે જોઈને ટેબલ પર બે હાથ રાખીને જવાબ આપવા તૈયાર થયા.

"પ્રવિણ પર એસિડનો હુમલો થયો છે.એ એસિડ જવલનશીલ પદાર્થ છે.એ ભોંય પર પડે છે તો એમાંથી ધુમાડા ઉત્પન થાય છે.તમે જ કહો કે પ્રવિણના ચહેરાની હાલત કેવી થઈ હશે!"

"અમે બધુ જાણીએ છીએ.ડૉકટરને એટલે જ તો ભગવાનનુ બીજુ સ્વરુપ કહેવામાં આવે છે.તમે મારા દીકરાને બચાવી લીધો એનો ઉપકાર મને આજીવન યાદ રહેશે."

દલપત કાકાએ ડૉકટર સામે બે હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો.કોઈ વડીલે એમની સામે બે હાથ જોડ્યા એ ડૉકટરને પસંદ આવ્યુ નહિ.એમણે દલપત કાકાના હાથ પકડીને નીચા કરી નાખ્યા. 

"મને આભાર કહેવાની કોઈ જરુર નથી.પ્રવિણનો એક તરફનો ચહેરો સાવ દાઝી ગયો છે.વધારે દાઝેલો હતો એ ભાગ પર અમે નવી ચામડી લગાવી દીધી છે પણ બાકીના ભાગ પર રુઝ આવતા વાર લાગશે.બને એટલું એનુ તમારે વધારે ધ્યાન રાખવાનુ છે.એને એક મહિનો તો લિક્વીડ પર રાખવો પડશે.ખાસ તો એની ચામડીને દઝાડે એવુ ગરમ લિક્વીડ આપતા નહિ."ડૉકટરે જે હકીકત હતી એ દલપતકાકાને કહી.

"એસિડને લીધે એની આંખોને કોઈ નુકશાન..."કુલદીપના પપ્પા સવાલ કરતાની સાથે અટકી ગયા.

"ના એની આંખો બિલકુલ સ્વસ્થ છે.આંખોને કોઈ નુકશાન નથી.તમે થોડાક મહિના એને સાચવી લેજો.મારુ માનો તો એને જ્યાં સુધી બોલવાની જરુર ના પડે ત્યાં સુધી કશુ બોલવા પણ ના દેતા.એને કોઈ આઘાત લાગે એવી વાતો પણ એની પાસે ના કરતા."

દલપત કાકા ઝીણવટપૂર્વક ડૉકટરની દરેક વાત સમજી ગયા,"અમે પ્રવિણને ઘરે ક્યારે લઈ જઈ શકીએ છીએ?"

"આવતી કાલે સાંજે એને અમે ડિસ્ચાર્જ કરી દેશુ.તમે એ પછી એને તમારા ઘરે લઈ જઈ શકો છો."

દલપત કાકા અને કુલદીપના પપ્પા બન્ને આ વાત સાંભળીને ખુશ થઈ ગયા હતા.તેઓ ડૉકટરની રજા લઈને કેબિનની બહાર નીકળી ગયા.

પ્રવિણને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દીધો હતો.સૌ દલપત કાકાના આવવાની રાહ જોતા હતા.દલપત કાકા ત્યાં જઈને પ્રવિણનુ ઓપરેશન સફળ થયુ અને એને બીજા દિવસે રજા મળી જશે એવી જાણકારી આપી.પ્રવિણની મમ્મીને એ જાણીને ખુશી થઈ.તેઓ સોમનાથ દાદાને બે હાથ જોડીને આભાર માનવા લાગ્યા. 

"પ્રવિણે હંમેશા મારી મદદ કરી છે.ક્યારેક મારે બુક ખરીદવાના પૈસા ના હોતા એ સમયે પ્રવિણ એના બચાવેલા પૈસામાંથી મને પૈસા આપી દેતો.કહેવાય છે ને કે ભગવાનની ઘરે દેર છે પણ અંધેર નથી."પ્રવિણની ખબર પૂછવા સાથે આવેલ એના એક મિત્રે કહ્યુ.

એની વાત જાણીને દલપત કાકાને પ્રવિણ પર ગર્વ થયો.પ્રવિણ હજુ બેભાન અવસ્થામાં સુતો હતો.એના મિત્રની વાત એના કાન સુધી પહોચી ન હતી.

દલપત કાકાએ દરેકને એમના ઘરે જાવાની રજા આપી દીધી.કુલદીપના પેરેન્ટ્સને ઘરે જાવાની ઈચ્છા હતી નહિ તો પણ દલપત કાકા એમને વધુ તકલીફ ના થાય એના માટે ઘરે મુકી દીધા.

રાત થઈ ચુકી હતી.પૂરા દિવસના ભૂખ્યા દલપતકાકાને ભૂખ લાગી હતી.તેઓ હોસ્પિટલની બહાર અઢી સો ગ્રામ ગાઠીયા લેવા નીકળી ગયા અને સાથે તેમના અને તેમની પત્ની માટે બે કપ ચાય લઈ લીધી.

ગાઠીયા અને ચાય લઈને દલપત કાકા પ્રવિણ પાસે આવી ગયા.પ્રવિણની મમ્મી સુતા પ્રવિણને ટગર ટગર જોઈ રહી હતી.

"તારાં અને મારાં માટે ગાઠીયા અને ચાય લઈ આવ્યો છુ.પૂરા દિવસનું તે પણ કાંઈ ખાધું નથી.થોડુંક ખાઈ લે એટલે રાતનાં તને ટેકો મળી જશે."

એક સ્ટુલ પર દલપત કાકાએ ગાઠીયાનુ પડીકુ ખોલ્યુ અને ચાયની કોથળી તોડીને એની અંદરની ચાય સાથે લાવેલ બે ખાલી કપલીમાં રેડી દીધી.

"મને ચાય આપો બીજુ મારે કાંઈ ખાવાની ઈચ્છા નથી."પ્રવિણનાં મમ્મીએ પ્રવિણ તરફ નજર હટાવીને દલપતકાકા સામે જોતાં કહ્યું.

"સારું છે તો આ ગાઠીયા હુ સામે બેસેલા લોકોને આપી દઉં.મને બહુ જ ભૂખ લાગી છે પણ તારી ઈચ્છા ના હોય તો મારાંથી એકલાં કશું નહિ ખવાય."

દલપતકાકાએ પ્રવિણની બેડની સામે એક બિમાર પડેલા વૃધ્ધનો બેડ જોતા બોલ્યા.એ બેડની પાસે એ વૃધ્ધની પત્ની બેઠી હતી.બીજું એમની સાથે કોઈ આવેલું હોય એવું દલપતકાકાને દેખાયું નહિ.

"તમને ભૂખ લાગી હોય તો તમે ખાય લો.મારે કારણે તમારે ભૂખ્યું રહેવાનું ના હોય.ચિંતામાં નિંદર નહિ આવે.રાત બહું લાંબી છે.ખાલી પેટે રાત પસાર કરવી ભારે પડશે."

"તે જે કાંઈ કહ્યું એ તને પણ લાગું પડે છે.તું અત્યારે ચિંતામાં કહે છે કે તને ભૂખ લાગી નથી.ચિંતા કરવાથી પ્રવિણની વેદનાને આપણે આપણી માથે લઈ શકશું નહિ કે પછી તું ભૂખી રહીશ તો કાંઈ પ્રવિણ જલ્દી સાજો નહિ થઈ જાય. સોમનાથ દાદાને બે હાથ જોડીને થોડાંક ગાઠીયા ચાય સાથે ખાય લે.ખાલી ચાય પીવાથી એસીડીટી થઈ શકે છે."

દલપત કાકાની વાત સાંભળીને પ્રવિણની માંએ હિમ્મત રાખીને બેઠાં હતાં એ આંસુએથી બધી હિમ્મત બહાર નીકળી ગઈ.

"હવે આ આંસુ શેના માટે?"દલપત કાકા એની પાસે જઈને એના ખભે હાથ રાખીને સવાલ કર્યો.

"આપણા પ્રવિણે દરેકની મદદ કરી છે. કોઈ પણનુ દિલ દુભાય શકે એવાં કોઈ શબ્દો એણે કોઈને કહ્યાં નથી.એ છોરીએ મારાં દીકરા પર એસિડ ફેંક્યો ત્યારે એનાં હાથ ધ્રુજ્યાં નહિ હોય.એક માંનો એક છોરીને શાપ છે કે જે કારણે એણે એક માંનાં દીકરાની આવી હાલત કરી.સોમનાથ દાદા એને એનું સુખ કોઈ ક્ષણે નહિ આપે."આટલું બોલીને પ્રવિણની માં પ્રવિણનો હાથ પકડીને રડવાં લાગ્યાં.

"મારી પત્ની હોય એ કોઈની દીકરી વિશે આવાં ખરાબ શબ્દો બોલી જ ના શકે.તે પણ ક્રોધાવેશમાં એ જ બોલી જે એ છોરીએ આપણાં દીકરા પર કર્યુ.તમે સ્ત્રીઓને આટલો જલ્દી ગુસ્સો આવતો કેમ હશે.આવે તો ઠીક છે પણ ગુસ્સામાં તમે એ પણ વિચારતાં નથી કે તમારાં ગુસ્સાને કારણે લોકોને કેટલું સહન કરવાનું થશે.એણે જે કર્યુ એ એને ઠીક લાગ્યું હશે એટલે કર્યુ હશે.આપણે આપણાં કર્મો ચોખ્ખા રાખવાં જોઈએ.મન,વાણી અને વચનથી આપણી આસપાસનાં લોકોને આપણાંથી કોઈ તકલીફ પડવી જોઈએ નહિ.મને તારું એ છોરી વિશે આવું બોલ્યું એ ના ગમ્યું. પ્રવિણની માં મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી."

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"