AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 19 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -19

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -19

વિશ્વા ..હાટ પર જઈ બધું ખરીદ કરી થોડું નાનીનાં ઘરે આપી એનાં પાપા સાથે ઘરે પાછી આવી…પણ
એનાં મનમાં પ્રશ્નોની ઝડી હતી.. સોહમ મળ્યા વિના ગયો..વિરહની પીડા રોપીને ગયો..માંએ એને અને મને
બન્નેને કેટ કેટલું કીધું સંભળાવ્યું..કેમ માંએ એવું કીધું એને કે…હું માં નેજ પૂછું મારા મનનું સમાધાન નહીં થાય તો ચેન નહીં પડે મને..એણે બધો સામાન શાકભાજી રસોડામાં એકબાજુ મુક્યો.. ત્યાં એનાં પાપાની બૂમ પડી..”

વિશ્વા તારી માંને કહે હું વાડીએ જાઉં છું આ હાટમાં જવામાં મારે બધું મોડું થઇ ગયું..દાહડિયા બેસી રહયા
હશે..કામનો પાર નથી અને બસ સમય બરબાદ થાય છે હું નીકળું છું બેટા..તારી માં પાછળ વાડામાં લાગે છે..” “ભલેપાપા હું કહી દઉં છું માંને..હું ટિફિન આપી જઈશ..” ધર્મેશભાઈ ભલે કહી પગપાળા વાડીએ જવા નીકળી ગયા. વિશ્વાનાં મનમાં વિચાર વંટોળ હતો ત્યાં વીરબાળાબેન એની માં આવ્યા..” તમે લોકો આવી ગયા? બધું મળ્યું? નાનીના ઘરે બધું આપીને આવ્યા ને એની તબિયત ઠીક નથી..એનું એ કોઈ કરનાર નથી ..મને મારી માં પાસેથી પેટે લીધેલી.. એમને કોઈ સંતાન નહોતું. કેટલા લાડથી મને ઉછેરેલી.. ક્યારેય મને નથી લાગવા દીધું કે એ માસી છે માં નહીં.. માંથી વધુ છે મારી એ..” એમ કહેતા આંખમાં પાણી આવી ગયા..”તારા પાપા ક્યાં છે? વાડીએ જવા નીકળી ગયાં? મને…” વિશ્વાએ કહ્યું“ પાપા મને કહીને ગયા ..કીધેલું તારી માં ને કહેજે હું જઉ છું ..બાઈક મૂકી પગપાળા જ ગયાં છે. “ એની માંએ થોડીવાર વિશ્વા સામે જોયા કર્યું પછી બોલ્યા “ભગવાનનો માણસ છે તારો બાપ..મારાં નસીબ સાચેજ પાધરા છે..” એમ કહી જાણે કોઈ યાદમાં ખોવાયા હોય એમ મૌન થઇ ગયા..વિશ્વાએ એ સંવેદનાની નાજુક ઘડી પકડી..એને ખબર પડી ગઈ કે માં કોઈ ભૂતકાળની નબળી નાજુક ક્ષણોમાં ખોવાઈ છે જ્યારથી સોહમને કીધું છે એ ખોવાયેલીજ છે..તક ઝડપી વિશ્વાએ પૂછી  લીધું..” માં હું તને એક પ્રશ્ન પૂછું? હું તારી દીકરી છું તને સમજુ..ઓળખું છું..તું આટલી ક્યારેય ભગ્ન હૃદયની કોઈ સુસુપ્ત પીડામાં મેં જોઈ નથી ..તે કીધું કે..સોહુ દીકરા…તું પણ મોટો થઇ ગયો છે..આગળ ભણવાનું.. તારા પાપાને મોટો ધંધો છે તું.અહીંથી જતો રહીશ.. એક દિવસ એવો આવશે તું આફળિયું..ગામ તરફ જોઇશ પણ નહીં..તમે મોટા માણસમાં ગણાવ અમે
વળી ગામના રહયા..રાહ જોઈ જોઈ જીવ નીકળી જશે તમારા દર્શન નહીં થાય અને આ વિશુડીને કશું ભાન નથી..કાલે ઉઠી ગામમાં આડી અવળી વાતો થશે અને એનો હાથ ઝાલનાર નહીં મળે…વિશ્વા અક્ષરે અક્ષર માંનું બોલેલું બોલી ગઈ..” અને એ અહીં.. માં મને સમજાવ તે આવું સોહુને કેમ કીધું? એ કેટલો..”
“ તને એનો વિચાર આવે છે…સ્વાભાવિક છે.. મેં તમને જે રીતે હીંચકે જોયાં.મને ખબર છે તમે બેઉ જણા નિર્દોષતાની પાંખે બેસી એકમેકને પસંદ કરવા લાગ્યા છો..એજ ભયે મેં કીધું..હું મારા ભૂતકાળમાં ખોવાઈ
ગઈ..મારી સાથે થયેલો અન્યાય યાદ આવી ગયો…આજ હીંચકે મને પરમુકાકા ..યજ્ઞેશના પિતા.. પરમાનંદકાકાને અમે પરમુકાકા કહેતા.. એમણે મને અને યજ્ઞેશને આમજ જોયા હતા.. મારું કેટલું…યજ્ઞેશને લઢેલા..ભણવાનું છે હજી આમ હીંચકા નથી ખાવાના..નહિતર જીવનમાં હીંચકાજ ખાશો..એ
દિવસથી યજ્ઞેશને મારી સાથે બોલવા નથી દીધો..” વિશ્વાએ  પૂછ્યું “ પણ તું એ ઉંમરે અહીં ક્યાંથી ? તું અને સોહમના પાપા..શું કહે છે? “ વીરબાળાબહેને કોરી આંખોએ એ સમય યાદ કરતા કહ્યું “ વિશ્વા મારી નાની પહેલાં અહીં આ ફળિયામાંજ રહેતા હતા..હું નાનેથી મોટી અહીં આ ફળિયામાંજ થઇ છું પછી ભાગ્ય અમને બીલીમોરા લઇ ગયું નાની ત્યાં ગયા..પણ હવે આ બધી વાતોનો અર્થ નથી..પણ મારી સાથે થયું હું જીરવી ગઈ..જીવી ગઈ..તારી સાથે નથી થવા દેવું..”
“માં એમ મને અભમમાં ના રાખ બધીજ વાત કર મારે જાણવું છે શું થયેલું ખરેખર..તું આ ગામ ફળિયું છોડીને ગઈ તો પાપા સાથે..અહીં ..પછી બાજુમાંજ આવી રહી..કહેને માં આમ ઉખાણા ના બનાવ હવે
જાણ્યા વિના મને ચેન નહીં પડે માં..મને વહેમ પડ્યો જ કે તને સોહમ નાનપણથી ખુબ વહાલો..તને ગમતો તે ક્યારેય મને પહેલા અટકાવી નથી ટોકી નથી અને આમ ગઈકાલે અચાનક આટલું બધું બોલી ગઈ.. મને થયુંજ કોઈ ચોક્કસ કારણ છેજ.. કહેને માં..”

“ માંએ આમતેમ જોયું..એણે ફરી પૂછ્યું “તારા પાપા વાડીએ ગયા જ છે ને?” મને ખોટી ખોટી ગુસ્સે
થઇ બોલી “ તું પણ ક્યાં આવી વાતો કાઢીને બેસી ગઈ ? તારા માટેજે સારું છે મેં કીધું ટોકી..બસ ભરોસો રાખ હું તારા ભલા માટેજ બધું કહું કે ટોકું..તને.. તું મને ખુબ વહાલી છે વિશ્વા.. તારું ભવિષ્યે કઈ અહિત થાય મારાથી સહનજ ના થાય.” વિશ્વાએ માં ને કીધું“ માં કોઈ નથી પાપા વાડીએ મને કહીને ગયા..નથી રમલી આવી વાડામાં કોઈ નથી..આપણે બે એકલાજ છીએ માં અંગત વાત કરતા..તું મને બધું નહિ કહે તો કોને કહીશ ? માં મારું તારું અંગત આપણે એકબીજાજ છીએ.. તારું નંદવાયેલું હૈયું મારી પાસે ખાલી કર..હળવી થા માં.” વિશ્વાએ પ્રેમથી એની માંને હાથ ફેરવ્યો.. વીરબાળાબહેને કહ્યું“ જા ચાંપલી..તું તો મારી એ માં થાય છે પછી વિશ્વા સામે જોઈ કીધું.. કહું છું દીકરી.”

વિશ્વાએ કહ્યું “ દરેક છોકરીમાં માંનું હૃદય હોય છે સ્થિતિ સંજોગો પ્રમાણે એ કરુણા છલકાવે છે
સાંત્વન આપે છે માં ભગ્ન અત્યારે તું છે.. બધું કહી હળવી થા..મારે પણ જાણવું છે..હવે હું મોટી થઇ ગઈ છું તેજ કીધું છે ને..તો જણાવ મને હવે આપણે સખીઓ પણ છીએ..કાલે ઉઠીને મારે કશું અંગત કહેવું હશે હું તનેજ કહીશને..માં તું મારી ખાસ સખી છો.. ભલે હું તને ધાવી નથી..તે પેટે લીધી છે પણ..તુંજ મારી સાચી જનેતા..સખી છો..હું તારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું..માં કહેને…”

વીરબાળાએ વિશ્વાને છાતી સરસી ચાંપી દીધી આંખોમાં અશ્રુ ધસી આવ્યા..” બોલ્યા સાંભળ
મારી ડાહી દીકરી…”

વધુ આવતા અંકે પ્રકરણ-20. અનોખી સફર..