Tandav ek Prem Katha - 7 in Gujarati Detective stories by Sanjay Sheth books and stories PDF | તાંડવ એક પ્રેમ કથા - 7

Featured Books
Categories
Share

તાંડવ એક પ્રેમ કથા - 7

છલની પાંખો અને પ્રેમના પાંદડાં

હર્ષિત આજે ખુબજ ખુશ હતો કેમ કે તેને આજે પોતાના પ્રેરણામૂર્તિ શિવ મહેતા સાથે ડિનર કરવાનું હતું. તેણે પોતાની પેન ઉપાડી અને લખવાનું શરૂ કર્યું. હર્ષિત ને ગાવા ની સાથે સાથે લખવાનો પણ એટલો જ શોખ હતો. તેણે લખ્યું :

લંડન ના દિવસો ની યાદો ભરી મન માં
મિત્રતા તરફ પગલું ભર્યું છે
નિજાનંદ નો ઘૂંટ ભરી ને
તારી મસ્તી મે પીધેલી છે
હું સાચી મિત્રતા કરીશ
જ્યાં સુધી હું સ્વપ્ન જોઈ શકું છું
જ્યાં સુધી વિચારી શકું છું
જ્યાં સુધી તું મારી યાદો માં સમાયેલી છો
હવે પડી રહેવા દે ઓ દુનિયા મને
બદનામ થવાની ફૂરસદ નથી
હું મિત્રતા નીભાવિશ
જ્યાં સુધી મારી પાસે અનુભવવા જેવું હૃદય છે
જ્યાં સુધી સમય છે
જ્યાં સુધી શ્વાસ છે તારું નામ બોલવા માટે
હવે તો એક દિવસ સમય ભૂલીને મન મૂકી મળવું છે
દુઃખ ની સવાર હોય
દર્દ ની સાંજ હોય
બધું મંજૂર છે મને
બોલ વિશાખા તારે મારુ આ સપનું સાચું કરવું છે?
હું મિત્રતા નિભાવિશ કેમ કે લાગણી છે દિલ થી .


આ લખી ને હર્ષિત વિશાખા ના સ્વપ્ન માં ખોવાઈ ગયો અને સુંદર ભવિષ્ય ના ખ્યાલો માં ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ નો પડી. 

થોડી વાર માં મોબાઈલ ની રીંગએ તેની ઊંઘ ઉડાડી દીધી તેણે જોયું કે વિશાખા નો ફોન છે. 

વિશાખા :- હેલ્લો 

હર્ષિત :- હાય, વિશાખા આજે તો ઈશ્વર પાસે જે માંગ્યું હોત તે મળી જાત, તારા જ વિચાર કરતો હતો અને તારો ફોન આવી ગયો. 

વિશાખા :- વાહ શું વાત છે ગાયક સાહેબ તો આજે બહુ રોમેન્ટિક મૂડ માં છે. 

હર્ષિત :- હા મેડમ આ બધો આપનો જાદુ છે જે મારા દિલો દિમાગ માં છવાઈ ગયો છે. બધો વાંક આપના ખૂબસૂરત દિલ અને ચહેરા નો છે. 

વિશાખા :- ઓહો શું વાત છે? આજે તો મજનું સાહેબ શાયરાના મૂડ માં છે. 

હર્ષિત :- હા, પણ વિશાખા તને ખબર છે સંગીત, ક્રિકેટ પછી લખવું પણ મારુ પેશન છે . અને હા અત્યારે પણ તારી સાથે વાત કરતાં કરતાં તારા માટે બે ચાર લાઇન મગજ માં આવી રહી છે. 

વિશાખા :- ઈર્શાદ ઈર્શાદ 

હર્ષિત :-    

નઝર પડે જો મને, તારી આંખની પાંખી ઝાંખીથી,
એમ લાગે, હું જ ક્યાંક ખોવાઈ ગયો છું તારી યાદમાં.
કંટક ભરી દિશા ય પસંદ છે હવે તો આપણાં પગલાંને,
કારણ કે વિશ્વાસ છે – મળે માર્ગ જો હૃદયમાં રાહદારી હોય નામમાં.
તોફાન પણ આવશે, આભ ફાટી પડશે જો,
પણ પાછું હસતાં પાછું ફરી જશે – જો સાથે દૃઢતા હોય વચનમાં.
અમે ન ઝૂકીએ, ના ભાંગીયે એક લહેરથી પણ,
અલગ પાડવાની કોશિશ જો દુશ્મનનાં ઇરાદાંમાં હોય કલામાં.
પ્રેમ તો એ છે – જેના અસ્તિત્વને તણાવ ન ખાઈ શકે,
દિલથી દિલ જોડાય જ્યાં, ત્યાં અંતરાળ પણ ન હોય વચ્ચે.
હવે તો એ બળ આપણી વચ્ચે વસે છે –
જે સાથેને પાળે અને સ્નેહને શાશ્વત બનાવી દે છે.

વિશાખા :- ઓહો શું વાત છે, મહાશય આપના માં હજી કોઈ ખૂબી ઑ હોય તો જણાવજો. હર્ષિત તું આટલું સુંદર લખી શકે છે તે જાણી ખુબજ આનંદ થયો. આજે પપ્પા તને મળી ને ખુબજ ખુશ થશે. મહાશય આપ તૈયાર થાવ હું થોડી વાર માં જ આપને લેવા પહોંચી રહી છું. 

હર્ષિત ફોન મૂકી ને મનોમન ખુશ થઈ રહ્યો હતો કેમ કે તેને કવિતા ને બહાને પોતાના દિલ ની વાત વિશાખા ને જણાવી દીધી હતી હવે વિશાખા પર હતું કે તે આ વાત ને એક મહેઝ કવિતા તરીકે લે છે કે હર્ષિત ના દિલ ની વાત તરીકે પણ હર્ષિત આજે ખુબજ ખુશ હતો અને તૈયાર થવા ગયો.  

*-*-*-*-

આલમ ખાન આજે બહુ ખુશ હતો તેના ઊભા કરેલા સોર્સ થી કેરન ગામ માં આજે બધા આતંકવાદી ઑ માર્યા ગયા હતા અને બે પકડાઈ ગયા હતા. રો ના ચીફ વિજય કપૂર ના આદેશ પર તે કેરન ગામ જઇ રહ્યો હતો પકડાઈ ગયેલા બને આતંકી ઑ ને લેવા માટે, તેને વિજય કપૂર એ સૂચના આપેલી હતી કે તેને ચાકોઠી બોર્ડર થી નજીક આવેલ હેલીપેડ થી સીધો હેલિકોપ્ટર માં દિલ્હી લઈ ને આવી જવું અને ત્યાં કોઈ લોકલ ઓથોરિટી ની કાનોકાન ખબર પાડવાની નથી કે કોઈ પકડાઈ ગયું છે અને તેને લઈ ને દિલ્હી લઈ ને આવ્યો છે. તેની પૂછપરછ પણ દિલ્હી માં જ કરવાની છે તો ત્યાં કોઈ પણ જાત ની હલચલ વગર આવી જવું. આલમ ખાન એ પણ એમ જ કર્યું અને બંને આતંકી ઑ ને કોઈ ને કાનો કાન ખબર નો પડે તેમ દિલ્હી લઈ ને પહોંચી ગયો. 

*-*-*-*-*-

અસલમ ખાન ના વેશ માં રહેલ શ્રેય એ આઈએસઆઈ ના એજેંટ ને ફોન કર્યો અને પૂછ્યું કે તે કેમ નથી આવ્યો. ત્યારે તેણે તેને થયેલા અકસ્માત વિશે કહ્યું અને કાલે મળશે. 

શ્રેય એ તેને કહ્યું કે તેની પાસે જે માહિતી છે તે ઘણી વિષ્ફોટક છે, જેનાથી તમને ઘણી મદદ મળશે જો તમે મને આજે પૈસા નહીં આપી શકો તો મારી પાસે આજે બીજા પણ ખરીદાર પણ છે, કેમ કે કાલે જો કોઈ ને ખબર પડશે સેના ની આટલી મોટી માહિતી ચોરી થઈ ગઈ છે તો બધા પાછળ પડી જશે અને જાસૂસી સંસ્થા ઑ એક જ દિવસ માં શોધી લેશે કે આ માહિતી કોણે ચોરી છે અને કોની પાસે છે એટલે જ મને આજે જ પૈસા જોઈએ છે કે જેથી હું કાલે બીજા દેશ માં પહોંચી જાવ તો મને આજે જ મારા ૧૦૦ કરોડ રૂપિયા જોઈએ છે અને તને ખબર જ છે કે મારા દ્વારા આપેલ માહિતી ૧૦૦% સાચી જ હોય છે. તો મને ફક્ત દસ મિનિટ માં જ જવાબ જોઈએ છે. 

એજન્ટ :- માહિતી માં શું છે?

અસલમ ના વેશ માં રહેલ શ્રેય :- ભારત ની અણુ બોમ્બ ની માહિતી, સૈનિક મુવમેન્ટ, નેવી ની પણ સ્ફોટક માહિતી પણ છે જે બધુ એક ચિપ માં સ્ટોર છે અને ભારતીય આર્મી ના કમ્પ્યુટર ના બધા જ સોર્સ કોડ પણ તેમાં જ છે એટલે જ આટલા રૂપિયા માંગ્યા છે. પૈસા તમારે મારા માટે ક્રિપ્ટો કરન્સી માં હું કહું તે રીતે મારી સામે રોકાવાના રહેશે. 

એજેંટ :- મારી પાસે એટલી ઓથોરીટી નથી જો તું કહે તો ૫૦ કરોડ સુધી હું કરી શકીશ કેમ કે મને આજ માટે આટલા જ પૈસા ફાળવવા માં આવ્યા છે જો તું વધુ કહેશે તો આજે થવું કઈ શક્ય નથી. 

અસલમ :- ઠીક છે અત્યારે તું ૫૦ કરોડ આપી દે અને બાકી ઉપર વાત કરી ને હું કહું ત્યારે આપી દેજે. અને જો તને આ મંજૂર હોય તો તું અડધી કલાક માં મારી ફેવરિટ જગ્યા એ પહોંચી જાય. હું પણ ત્યાં પહોંચી જાવ છું. 

 આ વાત પૂરી કરી ને શ્રેય તેના બોસ વિજય કપૂર પાસે પહોંચ્યો અને તેને આઈએસઆઈ એજન્ટ સાથે જે વાત થઈ હતી તેની માહિતી આપી અને પૂછ્યું કે બોસ આપણે સામે થી કેમ આવી માહિતી આપવી છે, મને સમજાતું નથી આપણે તેને પકડવો હોય તો હોસ્પિટલ માં જઇ ને હમણાં પકડી શકાય તેમ છે, તો ત્યાં બોલાવી માહિતી આપવી અને પકડવો પણ નથી તો આપનો પ્લાન શું છે?

વિજય કપૂર :- આ બધી માહિતી એવી માહિતી છે કે જે આપણે તેને પહોંચાડવી છે અને કોમ્પ્યુટર ના સોર્સ કોડ એવા છે કે તે લોકો ને તેમનું આર્મી નું સુપર કોમ્પ્યુટર વાપરવું પડશે અને એક વાર જો તે લોકો તે યુઝ કરશે તો બસ આસાની થી આપણ ને તેમના કોમ્પ્યુટર નો કબજો મળી જશે અને તે લોકો પણ ખુશ થશે કે તેમણે આપણી સાઇટ અને કોમ્પ્યુટર નો કબજો મેળવી લીધો છે જે હકીકત માં તેમના લોકો માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલું છે જે તેમને ભ્રામક માહિતી આપતું રહેશે અને આપણ ને તેના સર્વર નો કબજો જ્યાં સુધી તેમને અંદાજો નહીં આવે ત્યાં સુધી આપણી પાસે રહેશે અને તે દરમ્યાન આપણે તેમના અણુ કાર્યક્રમ થી માંડી ને સૈન્ય હિલચાલ મળતી રહેશે. 

આ વાત થઈ રહી હતી તે દરમ્યાન આઈએસઆઈ અજેંટ નો ફોન ની રિંગ વાગી અને શ્રેય એ ફોન ઉપાડ્યો તે સાથે સામે થી એટલો જવાબ મળ્યો done. 

શ્રેય એ વિજેતા ની દ્રષ્ટિ થી વિજય કપૂર જી સામે જોયું અને હસ્યો એટલે વિજય કપૂર એ કહ્યું ચલ તું રેસ્ટોરન્ટ પર પહોંચ અને ફતેહ કર અને એક માઇક્રોચિપ આપી. 

શ્રેય પણ તુરંત રેસ્ટોરન્ટ પહોંચી ગયો અને આઈએસઆઈ એજન્ટ ની રાહ જોવા માંડ્યો તેની આસપાસ બધે રો ના એજન્ટ ગોઠવાઈ ગયા હતા થોડી વાર માં આઈએસઆઈ એજન્ટ પણ પહોંચી ગયો અને અસલમ ખાન ગેટઅપ માં રહેલા શ્રેય પાસે પહોંચ્યો અને બોલ્યો સલામ વાલેકકુમ મિંયા. 

અસલમ ખાન :- વાલેકકુમ મિયાં. તો શું વિચાર્યું મારી વાત પર? 

એજન્ટ :- ઉપર ૧૦૦ કરોડ માં ના કહે છે પણ ૭૫ નું કહે છે અને હા કહો તો તે પણ અત્યારે જ ટ્રાન્સફર આપી દઇશ. 

અસલમ :- ઓકે આપણાં વર્ષો ના સંબંધો જોઈ ને હું હા કહું છું. તું જલ્દી થી ક્રીપ્ટો કરન્સી મારા આ એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી આપ અને આ ચિપ લઈ ને જલ્દી થી નીકળ. 

એજન્ટ એ તુરંત તે રીતે કરી આપી ને ચિપ લઈ ને નીકળી ગયો. શ્રેય એ પણ એક મેસેજ તુરંત વિજય કપૂર ને કરી આપ્યો કે done. 

-*-*-*-*-*

જય મહેતા સવાર માં દસ વાગતા જ ચીન ના વાણિજ્ય મંત્રાલય માં પહોંચી ગયો અને ત્યાંનાં વાણિજ્ય મંત્રી વાંગ ચૂ ને મળવા માટે પોતાનું કાર્ડ મોકલ્યું. થોડી વાર ના ઇંતેજાર પછી તેને મળવા માટે અંદર બોલાવવા માં આવ્યો. 

જય :- નમસ્કાર મંત્રીજી 

વાંગ ચુ :- નમસ્કાર જય મહેતા, શું વાત છે આજ આપ મળવા આવી ગયા?

જય :- મંત્રીજી આપની સાથે સલાહ મશવરા પછી જ અમે લોકો એ સિકયાંગ માં અમારું યુનિટ ચાલુ કર્યું હતું પરંતુ ખબર નહીં કેમ હમણાં આપની પોલીસ અને આર્મી અમને લોકો ને ખુબજ હેરાન કરી રહી છે. અમે લોકો અંહિયા ના બધા કાયદા નું પાલન કરી રહ્યા છીએ અને નિયમ મુજબ અંહી ના લોકો ને રોજગારી પણ આપેલ છે. અમારા તરફ થી કોઈ ભૂલ થતી હોય તો અમને જણાવો તો અમે તે ભૂલ નો કરીએ.

વાંગ ચુ :- મિસ્ટર મહેતા તમને તો ખબર છે કે અમારો દેશ તો તમારા જેવા ઇન્વેસ્ટર્સ ને હમેશા આવકારે છે અને અમારા પીદેશ ની પોલિસી પણ તે રીતે જ બનાવી એ છીએ, આપ જે વાત કહો છો તે વિશે મને કોઈ ખ્યાલ નથી. છતાં આપને ત્યાં કોઈ તકલીફ લાગતી હોય તો અમે આપને નવી જગ્યા પણ આપવા તૈયાર છીએ અને યુનિટ ઊભું કરવા માં પણ તરત મદદ કરીશું અને આપને કોઈ નાણાકીય ખોટ પણ નહીં થવા દઈ એ, તમારો બધો ખર્ચો પણ અમે ઉપાડી લેશું. તમને તો ખબર જ છે અમારો દેશ હમેશા ઇન્વેસ્ટર ફ્રેન્ડલી જ છે. 

વાંગ ચુ એ બેલ મારી ને પ્યૂન ને બોલાવ્યો અને કહ્યું આપણાં માનવંતા મહેમાન માટે આપની સ્પેશિયલ ચા પીવડાવો પછી જય સામે ફરી ને કહ્યું કે અમારી ચા આપના જેવી દૂધ વાળી નો હોય પણ ટેસ્ટ માં બેસ્ટ હશે. 

પછી ખંધા રાજકારણી ની જેમ આડી તેડી વાતો કરી ને જય ને વિદાય કરી દીધો. 

ક્રમશ: