સારાએ જોયેલું…સાવી એનું પેજ..ફેન ફોલોવર લિસ્ટ ..ફોટા..રીલ..બધું જોઈ રહી છે..એ મગ્ન થઇ ગઈ
હતી..સારાએ કહ્યું“ સાવી તું જે જોઈ રહી છે એ સત્ય નથી..એ ભ્રમને પોષવાનો પર્યાય માત્ર છે..હકીકત જુદીજ છે પણ હમણાં એ બધુંસમજાવવા મૂડ નથી..એ ખાસ મૂડમાં બધું કહીશ.. સમજાવીશ એય..તને રસ હશે તો.. હમણાં તું મને કહે તું ત્યાં બારમાંથી દોડીને બહાર કેમ આવી ગઈ ? મને ખુબ નવાઈ લાગી..તું કોઈને ઓળખે નહીં..પેલો છોકરો તનેજ જોઈ ગઝલ ગાઈ રહેલો અને તું...
સાવીએ કહ્યું“ અરે મનેજ નથી ખબર.હું એ છોકરાને નથી ઓળખતી નથી એને.. કોઈ કદી નથી મળી.. ના
ઈન્ટ્રો..જબરો ચાલુ થઇ ગયો..મને કેમ ટાર્ગેટ કરી એ મને નથી ખબર..પણ હું બહાર દોડી આવી કારણ..મને
ભૂતકાળનો આવોજ કોઈ પ્રસંગ યાદ આવી ગયો..સાવી યાદોમાં ઉતરી ગઈ..એ બોલી “ મારી કોલેજમાં મારાથી એક વર્ષ સિનિયર છોકરો મને ફોલો કરતો..હું મારી ફ્રેન્ડ્સ સાથે કોલેજ કેન્ટીનમાં હોઉં એ એના ગ્રુપ સાથે અચૂક હાજર હોય બધા ભેગા થઇ મસ્તી કરતા હોય હું બધું નોર્મલ લેતી..સમજતી ખબર નહીં એ છોકરાને કેવી રીતે ખબર પડી કે મારી બર્થડે છે. સારા…હું મારી ફ્રેન્ડ્સ સાથે એ દિવસે કેન્ટીનમાં હતી..એ એના ફ્રેન્ડ્સ સાથે ત્યાં આવ્યો એનાં હાથમાં
ગિટાર હતી..મને નવાઈ લાગી પણ હશે કંઈ …એણે કેન્ટીનમાં બધાને એટેનશનમાં રહેવા કીધું પછી એ મારી
સામેજ જોઈ રહેલો એણે આજ ગઝલ મારી સામે જોઈ ગાવાનું શરૂ કર્યું હતું ...” આપકી આંખોમેં કુછ …એ એટલો તન્મય થઇ ગાઈ રહેલો..મારી નજરથી નજર હટાવતો નહોતો..ગઝલ પુરી થઇ..બધાએ એને બિરદાવ્યો..હું કશુંજ ના બોલી.મારી ફ્રેન્ડ્સ બોલી ..હેપ્પી બર્થ ડે ડીયર સાવી..મેં થેન્ક્સ કહ્યું.., એ મારી તરફ આવ્યો મને વિશ કરી કીધું..”હાય સાવી..હેપ્પી બર્થડે..હેવ એ નાઇસ ડે..ગઝલ ગમી ? હું પવન મલ્હોત્રા..”મેં હેલો કહી ફરી થેન્ક્સ કહી બોલી “આઈ એમ..સાવી ..તમને કેવી રીતે ખબર કે આજે મારી બર્થડે છે?” પેલાએ કહ્યું“ હું રેગ્યુલર બેડમિન્ટન રમું છું ..તું પણ ત્યાં રમવા આવે છે..ટુર્નામેન્ટમાં તે નામ નોધાવેલું એનું ફોર્મ મારા હાથમાં આવેલું એમાં તારી બર્થડે…”સાવીએ તરત કીધું “ઓહ ઓકે” પેલાએ કીધું “તું સરસ રમે છે હું ઘણીવાર તારી ગેમ જોઉં છું..સર તારામાં ખુબ રસ લઇ ટ્રેઈન કરે છે.. “તારામાં” શબ્દ પર ભાર મુકેલો…સારું છે..પણ….પછી કશું કહેવું હતું પણ એ અટકી ગયો.” ત્યાં એના નામની બૂમ પડી એ કહે ઠીક છે હું જાઉં ફરી ક્યારેક વાત આજે બર્થડે.. એન્જોય કર.”.એમ કહી ત્યાંથી નીકળી ગયો.
સારા ધ્યાનથી સાંભળી રહેલી એણે પૂછ્યું“ ઓહ પછી ફરી ક્યારે મળેલા ? આગળ શું થયેલું? “ સાવીએફિક્કું કહ્યું“ કદી નથી મળ્યાં..મને પાછળથી એટલું જાણવા મળેલું કેએ દિલ્લીથી આવેલો..કોઈ
કારણસર પાછો જતો રહેલો..આવું પણ થાય.. જીવનમાં કોણ ક્યારે ટકોરા મારી અદ્રશ્ય થઇ જાય.. પણ આજે એજ ગઝલ આ અજાણ્યાં છોકરાએ ગાઈ..એજ રીતે..મારી નજરમાં નજર મેળવી.. મને નવાઈ લાગી..થોડું અગમ્ય અનુભવ જેવું ફીલ થયું..આ પણ હવે અદ્રશ્ય થઇ જશે“ એમ કહી જોરથી હસી પડી..
સારાએ કહ્યું “ ઓહ..કેવું કેવું બને છે..એનીવે ચલ જમી લઈએ જે તારે ખાવું હોય એ..મેં કીધેલું આજે મારા તરફથી ટ્રીટ છે..બોલ શું મઁગાવું? “ સાવી થોડીવાર સારા સામે જોઈ રહી પછી બોલી ..એ બોલવા જાય ત્યાં એની નજર રેસ્ટોરાંમાં પ્રવેશતાં આંગુતક પર પડી..એણે સારાને કહ્યું“ સારા જો..પેલો અંદર આવી રહ્યો છે..મેં કીધેલું એવુજ થયું પેલો આવ્યોજ અહીં..હવે તું પાર્સલ કરાવી લે ઘરે જઈને ખાઈશું મારે..સાવી આગળ બોલે પહેલાં સોહમ એલોકો નજીક આવી ગયો બોલ્યો “ હાય સાવી..એણે સારાને પણ હેલો કર્યું..પછી બોલ્યો “ સાવી તને ગઝલ નહોતી ગમી? તું બહાર દોડી ગયેલી..એની..વે.. મને તો તમને જોઈ કોઈ બીજો ચહેરો યાદ આવી ગયેલો..સોરી..પણ હું નજર ના હટાવી શક્યો..ના ગઝલ રોકી શક્યો..તમે નિમિત્ત બની
ગયેલા..” સોહમ પહેલાં તુંકારે પછી તમે કહી બોલવા લાગ્યો..હું પણ બહાર નીકળી દરિયે આંટો મારી..હવે અહીં કંઈક ખાઈ ઘરે જઈશ..આજે હું..” સોરી..તમને જોઈ બિલકુલ અજાણ્યું ફીલ નથી થતું એટલે..સારા તમને તો ઓળખું છું..તમને તો બધા બહુ ઓળખે છે ઇન્સ્ટા પર..” સારાએ કહ્યું“ એ મારો શોખ..પેશન છે હું એન્જોય કરું છું..તમે મુંબઈથીજ છો ને? હું અને સાવી પણ મુંબઈથી છીએ..હું અંધેરી..સાવી શાંતાક્રુઝ..તમે..તું? સોહમે હસીને કહ્યું ઓહ બધા લાઈનમાંજ છીએ હું વિલે પાર્લે..હું અને મારી બહેન તલ્લીકા ..પાપા મમ્મી અને દિગુકાકા સાથે.. ત્યાં સારા એ કહ્યું“ બેસને આજે સાથે ડિનર કરીએ.નવી ઓળખ નવો સઁબઁધ ..પછી સાવી તરફ જોઈ કહે શું કહે છે સાવી ? “
સાવીએ સારા તરફ જોઈ કહ્યું“ ઓકે જેમ કરવું હોય..પછી એણેજ સોહમની સામે જોઈ કહ્યું“ આજે મારી બર્થડેજ છે આજે મારા તરફથી ટ્રીટ..” સારાએ અશ્ચ્રર્યથી સાવી સામે જોઈ કહ્યું“ તારી બર્થડે છે? તેતો કશું કીધું નહિ ..સાચેજ ? “ સોહમે તરત શેકહેન્ડ કરી સાવી ને વિશ કર્યું અને બોલ્યો “એટલેજ તમારા તરફ મારુ ધ્યાન ખેંચાયું હશે” કહી હસી પડ્યો.. સારાએ કહ્યું“ તો ટ્રીટ રંગે ચંગે ઉજવીએ..હું ઓર્ડર કરું છું..” સોહમે કહ્યું“ આજની ફ્રેન્ડશીપ નિમિત્તે ટ્રીટ હું આપીશ..” સારા અને સાવી એકબીજા સામે જોઈ રહ્યા.. સોહમે પૂછ્યું શું ઓર્ડર કરું બોલો”...સારાએ કહ્યું “સોહમ આપણે બન્ને થઇ સાવીને ટ્રીટ આપીએ.. હું લિકર ઓર્ડર કરું છું તું.જે ડીશ પસંદ કરે એ..”
ત્રણેજણના નવી ઓળખ નવા સબંધ..સાવ અજાણ્યા..જાણે કેટલોય સબંધ..ઓળખ..એમ ત્રણે વર્તી રહેલાં..ત્રણે માટે સુખદ આશ્ચર્ય હતુ…ં .
વધુ આવતા અંકે..પ્રકરણ -12 અનોખી સફર..