આજે સવાર થીં સોનાલી ખૂબ ખુશ હતી કેટલા દિવસ પછી તે તેના મમ્મી અને પપ્પા ને મળશે, સોનાલી ના મમ્મી – પપ્પા બપોરે 4 વાગ્યા ની આસપાસ આવવાના હતા, સોનાલી સવાર થી રાહ જોતી, સોનાલીને ઘણું બધું તેના મમ્મી –પપ્પા માટે કરવું હતું, ગરમ નાસ્તો બનાવવો હતો, રાત ની રસોઈ માં સરસ મેનૂ રાખવું હતું, પણ તેના સાસુ તેને કાંઈ જ કરવાની રજા આપતા નહોતા, સોનાલી પૂછતી તો કહેતા કે એ થોડા ભગવાન છે, તે એમના આવવાની તૈયારી કરવાની હોય, સોનાલી ઉપર રૂમ માં જઈ ને રડી પડી, તેને માટે તો તેના મમ્મી –પપ્પા ભગવાન થી પણ વધારે હતા, સાસરે આવ્યા પછી સોનાલી આટલું બધું થવા છતાં રોજ તેની સાસુ ને પગે લાગી દિવસ ની શરૂઆત કરતી, તેને માટે તો માં –બાપ જ ભગવાન હતા, સોનાલી ને પહેલીવાર લાગ્યું કે તે પારકાં ઘરે છે, અહીંયા મેઘલ સિવાય એનું કોઈ જ નથી, એ આંસુ લૂછી ને બહાર ગઈ, કોમ્પુટર પર કામ કરતા મેઘલે સોનાલી નું રડેલું મોઢું જોયું એટલે પૂછ્યું શું થયું ? સોનાલી એ જવાબ આપ્યો કે કઈ નહીં એમ કહી તે નીચે જવા માટે આગળ વધી, મેઘલ સોનાલી નો હાથ પકડી તેને રૂમ માં લઈ જઈ પૂછવા લાગ્યો કે એમ નહીં જે થયું હોય એ કહે તું રડે છે કેમ ? સોનાલી એ મેઘલ ને તેની મમ્મી એ આપેલો જવાબ કીધો, મેઘલ ને ખરેખર તેની મમ્મી પર ગુસ્સો આવ્યો, પણ સોનાલી ને શાંત કરવા તેણે કહ્યું તને કેટલીવાર કહેવાનું કે તું વધારે પડતું એમ ને ના પૂછીશ, તું તારી રીતે તારે જે કરવું હોય એ કર, તું એમને પૂછીશ તો દુઃખી થઈશ, મેઘલે સોનાલી ને સમજાવી કે તેણે નાનપણ માં તેની મમ્મી અને પપ્પા ના જોયેલા ઝઘડા આટલા ડીટેઈલ માં કીધા તો પણ તું એમની પાસે દુનિયાદારી ના સમજદારીભર્યા પગલાં ની આશા રાખે છે ? જેની પાસે એ નોલેજ જ નથી કે કેવી રીતે શું કરવું ? એમને પૂછીશ તો આવું જ થશે, સોનાલી એ રડતા રડતા મેઘલ સામે તર્ક કર્યો કે તેના મમ્મી સગા વ્હાલા કે તેમના પિયર માં તો પ્રસંગ માં જતા જ હોય અને બધા વેવાઈ સાથે કેવી રીતે રહે એ જોતા જ હોય સાવ ઘર ની બહાર ના નીકળતા હોય એવું થોડું બને ? સાવ ખબર ના પડે એવું થોડું હોય ? અને એમણે એમના નાના ત્રણ દિયર ના લગ્ન પણ જોયા હોય, ભેગા રહેતા હોય તો દેરાણી ના પિયરીયા પણ આવતા જ હોય, સાવ નોલેજ ના હોય એવું તો શક્ય જ નથી, મેઘલ સોનાલી ની વાત સાંભળી લગભગ રડવા જેવો થઈ ગયો તે સોનાલી ને કહેવા લાગ્યો કે કેવી રીતે સમજાવુ તને ? સાચે તેની મમ્મી કોઈ દિવસ પિયર ના પ્રસંગ માં નહોતા જતા, ઘર માં ઝઘડા થાય પછી મેઘલ ના પપ્પા પ્રસંગ માં જઈ આવતા, અને રાત્રે ઘરે પાછા આવી જતા, અને એટલે જ તો તેમના એક પણ પિયરીયા રિસેપ્શન માટે લગ્ન માં બીજે દિવસે રોકાવા તૈયાર નહોતા, મેઘલે સોનાલી ને યાદ કરાવ્યું કે તું યાદ કર રિસેપ્શન માં આટલું મોડું થયું હતું છતાં બધા 10 :30 –11:00 વાગે રાત્રે રાજકોટ જવા જેટલા હતા એ બધા નીકળી ગયા હતા, એક પણ જણ રાત રહ્યું હતું ખરું ? મેઘલે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે બધા ભેગા રહેતા તો બધા કાકી ઓ જાતે જ તેની મમ્મી ને પૂછ્યા વગર પોતાના પિયરીયા ને સાચવી લેતા, મેઘલે સોનાલી ને સમજાવી કે તે પણ આવું જ માઇન્ડ રાખે, તેની મમ્મી પાસે બહુ અપેક્ષા રાખશે તો દુઃખી થશે એના કરતાં જે કરવું હોય એ જાતે પૂછ્યા વગર કરી નાખવું, સોનાલી ને આજે મેઘલ ના બા ના શબ્દો યાદ આવી ગયા કે બધું પૂછી ને નહીં કરવાનું , મેઘલ પણ આજ કહીં રહ્યો હતો , સોનાલી શાંત થઈ, મેઘલ સામે સ્માઇલ કરી, હસી તે નીચે જવા લાગી, દાદર ઉતરતા સોનાલી ને મન માં વિચાર આવ્યો કે મેઘલ અને તેના બા સાચું જ કહી રહ્યા હતા, એમ પણ સોનાલી તો હજુ નવી નવી હતી, અને બીજા કુટુંબ માંથી આવતી હતી પણ તેની સાસુ સાથે વર્ષો થી રહેનારા અને ખાસ તો મેઘલ કઈ ખોટું તો ના જ કહે, એમણે જોયું અને અનુભવ્યું હોય તો જ કહે, સોનાલી મૂડ સારો કરી રસોઈ બનાવવા રસોડા માં ગઈ, બપોરે બધાએ જમી લીધું પછી તે પરવારી ને પોતાના રૂમ માં ગઈ, આજે રવિવાર હતો મેઘલ ઘરે જ હતો, પણ રવિવાર ના દિવસે આખો દિવસ મેઘલ ઘરે કમ્પ્યુટર પર એક્સ્ટ્રા વર્ક કરતો, સોનાલી 4 વાગવા ની રાહ જોતી હતી, 4 વાગે તેના મમ્મી –પપ્પા આવવાના હતા, સોનાલી એ અત્યાર સુધી માં 2 ફોન તેના પપ્પા ને કરી લીધા હતા કે તેઓ ક્યાં પહોચ્યા? 4 વાગે સોનાલી નીચે આવી ગઈ, તેણે બધા માટે ચા બનાવી, ચા પીને સોનાલી બેઠી હતી ત્યાં થોડીવાર માં જ બહાર જાળી ખખડવાનો અવાજ આવ્યો, સોનાલી એ જોયુ તો તેના મમ્મી – પપ્પા હતા, તે દોડી ને બહાર ગઈ, તેણે જાળી ખોલી અને તેની મમ્મી ને ભેટી પડી તેની આંખ માંથી આંસુ વહી રહ્યા, કેટલા દિવસે તેણે તેના મમ્મી –પપ્પા ને જોયા, અવાજ સાંભળી ઉપર થી મેઘલ પણ નીચે આવી ને તેના સાસુ –સસરા ને પગે લાગી જયશ્રી કૃષ્ણ કર્યા, સોનાલી ના મમ્મી –પપ્પા ઘર માં આવી ને બેઠા, બધા સાથે વાતો કરતા હતા, ત્યાં સોનાલી એ પાણી આપી ફરી થી બધા માટે ચા બનાવી, અને તેણે બધાને બહાર ચા સર્વ કરી, તે ડ્રોઈંગ રૂમ માં ચા આપીને આવી તો રસોડા માં પાછા ફરતી વખતે તેણે નોટિસ કર્યું કે તેના સાસુ એ સોનાલી ના દિયર પપ્પુ ભાઈને ઈશારો કર્યો એટલે એ ઊભા થઈને પોતાનું પર્સ ડ્રોઅર માંથી લઈ ને ખિસ્સા માં મૂકતા બહાર બાઈક લઈને જતા રહ્યા, સોનાલી એ કંઇ ખાસ ધ્યાન માં ના લીધુ, કાંઈ કામ હશે એમ માની લીધું, સોનાલી ના મમ્મી –પપ્પા ચા પીને બેઠા હતા, ત્યાં થોડીવાર માં મેઘલ ના નાના કાકા હિરેન કાકા સામે ના સોફા માં આવી ને બેઠા અને કહેવા લાગ્યા કે મેઘલ ના નાના ભાઈ પપ્પુ એ ઘરે આવી ને કીધું કે બરોડા થી મહેમાન આવ્યા એટલે હું અહીં આવ્યો, સોનાલી ને હવે ખબર પડી કે તેના સાસુ એ પપ્પુ ભાઈ ને શેનો ઈશારો કર્યો હતો, સોનાલી ખુશ હતી, તેને એમ કે તેના મમ્મી –પપ્પા મળવા આવ્યા છે એટલે બધા એમને મળી શકે એટલે બોલાવ્યા હશે, સોનાલી તેના કાકાજી માટે પાણી લઈ આવી, ત્યાં તો શ્યામ વાડી માં ઉપર –નીચે રહેતા મેઘલ ના હરીશ કાકા અને શરદ કાકા બંને આવી ને સામે પલંગ પર બેઠા, સોનાલી બધા માટે પાણી લઈ આવી, સોનાલી એ નોટિસ કર્યું કે કોઈ ખાસ બોલતું નહોતું, 10 મિનિટ પછી અચાનક સોનાલી ના સસરા સોનાલી ના પપ્પા ને અંદર ની રૂમ માં લઈ આવ્યા, સોનાલી ના મમ્મી અને સાસુ તેના ત્રણ કાકાજી અને મેઘલ ડ્રોઈંગ રૂમ માં બેઠા હતા સોનાલી તેની સાસુ અને મમ્મી બેઠેલા એ સોફા ની બાજુ માં ઊભી રહી હતી, ધીમે ધીમે સોનાલી ના કાકાજી ઓ એ સોનાલી ની મમ્મી ને ફરિયાદ કરવાનું ચાલુ કર્યું કે તમારી છોકરી રસોડા માં બધું છૂટ થી વધારે વાપરે છે, ગીઝર ની માંગણી કરે છે , એવી બધી નાની –નાની વાતો ઉગ્રતા થી ગુસ્સા થી કહેવા લાગ્યા, સોનાલી ની મમ્મી તો આઘાત થી જ સડક થઈ ગયા તે કશું જ બોલી ન શક્યા, સોનાલી ના પપ્પા અવાજ સાંભળી તરત જ બાજુ ના રૂમ માં થી સીધા બહાર આવ્યા, અને કહ્યું બોલો શું કહેવું છે તમારે ? મારી સાથે વાત કરો, શું વાંક છે મારી દીકરી નો ? મને કહો એટલે સોનાલી ના ત્રણેય કાકાજી ઓ એ ફરિયાદો ચાલુ કરી કે લગ્ન પછી અમારો ભત્રીજો એના માં –બાપ ને પૂછ્યા વિના ગિઝર લઈ આવ્યો, ઘર માં સોનાલી માટે ખર્ચ કરે છે, સોનાલી ના હાથે રસોડા માં બધી વસ્તુ સમય કરતા અઠવાડિયું વહેલી ખલાસ થઈ જાય એ તે કેમ ચાલવી લેવાય ? અમારા ભાભી અમારી પાસે રડી રડી ને ઘર ના બજેટ ની ફરિયાદ કરે છે, અમે કેમ સાંખી લઈએ ? સોનાલી ના નાના કાકાજી હિરેન કાકા કહેવા લાગ્યા કે તેલ નો ડબ્બો 10 દિવસ વહેલો ખાલી થઈ ગયો, તો મારી ભાભી રડી રડી ને અડધા થઈ ગયા, તમે તમારી દીકરી ને તારીખ પ્રમાણે વસ્તુ વાપરતા નથી શીખવાડ્યું ? સોનાલી ને હવે ખ્યાલ આવ્યો કે રસોડા માં દરેક ડબ્બા નીચે તળીયે ચિટ્ઠી લગાડી તારીખ કેમ લખે છે, સોનાલી ના પપ્પા એ સામે જવાબ આપ્યો કે તેમના ઘર માં ક્યારેય તારીખ લખવાની રીત રહી નથી, એમના ઘરે વર્ષો થી સાંજ પડે 6 –7 જણ ચા પીનારા ના હોય તો દિવસ પૂરો ના થાય, તેઓ પોતે કોઈ દિવસ સ્ત્રી ઓ ની વાત માં કે રસોડા માં દખલગીરી ક્યારેય કરતા નહોતા, તેમના રસોડા માં કેટલું વપરાય છે, તેનો હિસાબ તેઓ ક્યારેય રાખતા નહોતા કે સોનાલી ની મમ્મી પાસે ક્યારેય માંગતા નહોતા, તારીખ તો બહુ દૂર ની વાત છે, સોનાલી ના પપ્પા એ સચ્ચાઈ કીધી કે ઘર માં એક સભ્ય વધે એટલે સામાન્ય ખર્ચ વધે જ, આ સામાન્ય ગણિત છે, એ ઘર તમારું હોય કે મારું હોય કે બીજા કોઈ નું હોય આ તો સાવ સામાન્ય વાત છે, આતો સમાજ માં સદી ઓ થી ચાલ્યું આવે છે, આમાં નવું શું? મારી દીકરી નો કોઈ વાંક હોય તો બતાવો, ઘર માં એક સભ્ય ઉમેરાય તો 500gm દૂધ વધારે લાવવું પડે, બધા ના ઘર માં એમ જ ચાલતું હોય, આમાં મારી દીકરી નો શું વાંક ? સોનાલી એ બધાની વચ્ચે ખુલાસો કર્યો કે તેણે મેઘલ ને બાથરૂમ નું ગીઝર લાવવાનું નહોતું કીધું, મેઘલે પણ સ્વીકાર્યું કે તે પોતાની મરજી થી લાવ્યો હતો, રોજ સવાર માં ગરમ પાણી ની ડોલ લઈ ને તેની મમ્મી આવે અને તે દરવાજો જોર થી ખખડાવે એ મેઘલ ને ગમતું નહોતું, એટલે તેણે જ સોલ્યુશન માટે કોઈ ને પૂછ્યા વગર બાથરૂમ માં ગીઝર ફિટ કરાવ્યું હતું. એમાં સોનાલી કે તેના મમ્મી –પપ્પા નું કોઈ જ સૂચન નહોતું, આટલી ચોખવટ અને સ્પષ્ટ વાત પછી પણ સોનાલી ના ત્રણેય કાકાજી સોનાલી ના પપ્પા સામે વળી વળી એક જ વાત પર મેઘલ ના ઘર ના બજેટ ને લઈ ને ઉગ્રતા થી જેમ –ફાવે તેમ બોલવા લાગ્યા, ગુસ્સો એકસાથે કરવા લાગ્યા, સોનાલી ના પપ્પા એકલા અને સામે ત્રણેય કાકાજી જેમ –ફાવે તેમ ગાળો બોલીને સોનાલી પપ્પા નું અપમાન કરવા લાગ્યા, સોનાલી એ જોયું તો મેઘલ નું કોઈ જ સાંભળતું નહોતું, એટલો ગુસ્સો અને ગાળો, અપશબ્દો અને અપમાનજનક ભાષા માં તેના કાકાજી ઓ સોનાલી ના પપ્પા ને જેમ ફાવે તેમ બોલતા હતા, અને એ પણ માત્ર રસોડા માં તારીખ ના 5 –6 દિવસ પહેલા વસ્તુ ખલાસ થઈ જવાને કારણે ઘર ના બજેટ ને લઈ ને જેમાં સોનાલી નો કોઈ ખાસ વાંક પણ નહોતો, સોનાલી છેલ્લા 15 દિવસ થી રોજ બનતું બટાકા નું શાક તેને માફક નહોતું આવતું તો બપોરે 3 રોટલી, લીલી ચટણી અને છાશ પીને ખાઈ લેતી, પણ કોઈ ફરિયાદ નહોતી કરતી, સોનાલી ઊભી ઊભી ખૂબ રડતી હતી, સાવ ખોટી રીતેબધ ભેગા થઈને પોતાના પિતા ને ગાળા –ગાળી કરતા હતા, સોનાલી ના પપ્પા ને છેક છેલ્લા લેવલ ની ગાળા –ગાળી કર્યા પછી તેના એક કાકાજી સોનાલી ના પિતા ને મારવા માટે ઊભા થયા, તેમને મેઘલે અને તેના પપ્પા એ રોકી લીધા, પોતાના વેવાઈ ને ત્યાં પહેલીવાર દીકરી ને મળવા આવનાર પિતા ને માત્ર લગ્ન ના 1 મહિના 3 દિવસ માં ઘર નું બજેટ વધી ગયું એ બાબત ને લઈ ને ગાળા –ગાળી અને મારવા પર ઉતરી આવેલા સોનાલી ના ત્રણેય કાકાજી નું આ સ્વરૂપ અને ગાળા – ગાળી કરતા પોતાના ભાઈઓ ને એક પણ શબ્દ નહીં બોલી રહેલા સોનાલી ના સાસુ –સસરા નું વર્તન જોઈ ને સોનાલી ના પપ્પા ત્યાં જ બેભાન જેવા થઈ ગયા, સોનાલી ના પપ્પા ની ખરાબ હાલત જોઈ ને ગાળા –ગાળી કરતા અને મારવા પર ઉતરી આવેલા ત્રણેય કાકાજી તરત ઘર ની બહાર જતા રહ્યા, જેથી કઈ થાય તો તેમને અપયશ ના મળે, અને શ્યામ વાડી માં ઉપર ના માળે રહેતા શરદ કાકા કે જેમને પોતાને બે દીકરી ઓ હતી તે જતા જતા સોનાલી ની નજીક આવી સોનાલી ની સામું જોઈને ધમકી આપતા ગયા કે જોઈ લેજો જો હવે પછી રસોડા માં બજેટ નું ધ્યાન નહીં રાખો અને એકપણ વાર અમારા ભાભી રડીને ઘરના ખર્ચા ની અમને ફરિયાદ કરશે તો આવું અનેક વાર થઈ શકે છે, કહી ને તેઓ બહાર નીકળી ગયા, સોનાલી ને હવે ખ્યાલ આવ્યો કે તેના સાસુ છેલ્લા 12 દિવસ થી રોજ રાત્રે તેમના દિયર અને દેરાણી સાથે ઉપર અગાસી માં શેની ગુસપુસ કરતા હતા, સોનાલી અને એની મમ્મી સતત રડતા હતા, તેમણે સોનાલી ના પપ્પા પર થોડું પાણી છાંટ્યું અને આંખો ખોલવા માટે કહેવા લાગ્યા, મેઘલ ના પપ્પા નજીક ના ડોક્ટર ને બોલાવવા સ્કૂટર લઈ ને નીકળી ગયા, સોનાલી ના પપ્પા એ પાંચ મિનિટ પછી આંખો ખોલી તેમણે સોનાલી સામે જોયું અને કહ્યું ચલ અમારી સાથે, તે લથડતા પગે જ ઘર ની બહાર નીકળી ગયા, તેની પાછળ સોનાલી ની મમ્મી નીકળી ગઈ અને સોનાલી ના પપ્પા નો હાથ પકડી લીઘો જેથી તે બેલેન્સ ગુમાવી પડી ના જાય, સોનાલી તેના પપ્પા ની પાછળ જવા લાગી તે ચપ્પલ પહેરતી હતી ત્યાં તો તેના સાસુ એ જોર થી તેને પકડી લીધી બળજબરી કરી ને, કે તારે નથી જવાનું, પાછળ થી મેઘલે આવી ને પણ સોનાલી ને પકડી રાખી, સોનાલી ને તેના પપ્પા સાથે જવા ના દીધી, સોનાલી ના પપ્પા જતા રહ્યા તેમણે પાછું વળી ને એકપણ વાર જોયું નહોતું, સોનાલી ઉપર પોતાના રૂમ માં ગઈ, અને મેઘલ ને ધમકી આપી કે તે સોનાલી ને તેના પપ્પા સાથે જવા દે, નહીં તો સોનાલી અત્યારે જ પોલીસને બોલાવી સાચે સાચું કહી ને તેના પપ્પા સાથે જતી રહેશે, મેઘલે સોનાલી ને શાંત થવા કહ્યું કે તું શાંત થઈ જા હું પોતે તને તારા પપ્પા પાસે લઈ જઉ છું, પણ 10 મિનિટ થોડી શાંતિ રાખ, મેઘલ પણ રડતો હતો, આ મારી જાણ બહાર મારા જ ઘર માં મારી સામે થયું છે, એના માટે પણ સ્વીકારવુ અસહ્ય હતું. 20 –25 મિનીટ પછી ખૂબ રડી ને શાંત થયેલી સોનાલી ને પાણી પીવડાવી મેઘલ સોનાલી ની બહેન ને ત્યાં સોનાલી ને લઈ ગયો, ત્યાં પહોચ્યા ત્યારે ખબર પડી કે રિક્ષા માં જ સોનાલી ના પપ્પા ને ગભરામણ અને પરસેવાથી રેબઝેબ થઈ જતા તેમની તબિયત વધુ બગડતા સોનાલી ની મમ્મી એ સોનાલી ના જીજાજી ફોન કર્યો અને ડાયરેક્ટ નજીક ની હોસ્પિટલ માં સોનાલી ના પપ્પા ને લઈ ગયા હતા, ડોક્ટરે બધા રિપોર્ટ કર્યા, ECG કર્યું, ચેક કરી ને કીધું કે સોનાલી ના પપ્પા ને આઘાત લાગતા બેભાન થઈ ગયા છે, અને હૃદય પર પણ અસર પડી છે, તેમને ત્યાં જ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, આ સાંભળી સોનાલી ખૂબ જ રડી, તે અને મેઘલ સીધા હોસ્પિટલ માં ગયા, જઈ ને જોયું તો તેના પપ્પા સાવ બોલ્યા ચાલ્યા વગર બેભાન હાલત માં પડેલા બેડ પર હતા, સોનાલી તેની મમ્મી સાથે રૂમ માં બેસી રહી, સોનાલી તેના પપ્પા ને જોઈ ને રડતી હતી, જેમણે મેઘલ ના બાથરૂમ નો નળ કેવો છે એ પણ નહોતો જોયો, મેઘલ ના રસોડા ની ડબ્બા ઓ નીચે મારેલી તારીખ ની ચિઠ્ઠી ઓ નહોતી જોઈ, કોઈ વસ્તુ ને જોઈ પણ નહોતી ફક્ત પોતાની દીકરી ને મળવા આવ્યા ને બેભાન થઈ ને હોસ્પિટલ માં ખાટલા માં પડયા હતા, રાત્રે સોનાલી મેઘલ સાથે જઈને તેના બે –ત્રણ જોડી પહેરવાના કપડા બેગ માં લઈ ને પાછી હોસ્પિટલ માં આવતી રહી, હોસ્પિટલ માં સોનાલી ની મમ્મીએ નજીક ના સગાને ફોન કરી ને વિનંતી કરીને કીધું કે અમદાવાદ માં રહેતા બીજા બધા સગા –વ્હાલા ને હમણા કોઈ જ જાણ ના થાય નહીં તો હોસ્પિટલ માં એક ની એક વાત થતી રહેશે, અને સોનાલી ના પપ્પા ને સારું થવાની જગ્યા એ વધારે તબિયત બગડે તો ? વધારે તણાવ થાય તો ? જેટલા ને ખબર પડી એ બધા હોસ્પિટલ માં આવી ગયા હતા, બરોડા થી સોનાલી નો ભાઈ તો તેના 7 –8 જણ ને ગાડી માં લઈ ને આવ્યો હતો, તે પોતાના પિતા ને આવી રીતે હોસ્પિટલ માં જોઈ ને ઊકળી ઊઠ્યો, તેની સાથે આવેલા પણ ઉકળી ગયા, તેઓ ગુસ્સા થી રૂમ ની બહાર નીકળી સોનાલી ના કાકાજી ઓ સાથે મારા મારી કરવા નીકળ્યા, સાથે ત્યાં હાજર હતા એ બધા સગા પણ તેમની સાથે જોડાયા, એમના માં એટલું ઝનૂન હતું કે સોનાલી ના પપ્પા ની આ હાલત કરનાર ત્રણેય કાકાજી ને પણ હોસ્પિટલ માં પહોંચાડી દઈએ, સૌથી પહેલા બહાર નીકળી ને મેઘલ ને કોલર થી પકડી મારવા લીધો, કે લગ્ન કરતા પહેલા તારા માં –બાપ ને ખબર નહોતી કે એક સભ્ય વધે તો સામાન્ય ખર્ચ વધે પણ ઘટે નહીં? ઘર ના બજેટ ની આટલી બધી ચિંતા હતી અને ત્રેવડ નહોતી તો પરણવા શું કામ આવ્યા ? મેઘલ ને ટોળું વળી ને ઘેરી ને મારવા લીધો કે તેના કાકા તેના ઘર માં આવી ને આટલું બધું કર્યું તો એણે કેમ કશું કર્યું નહીં ? એ બોલ્યો કેમ નહીં ? મેઘલ ને માંડ માંડ સોનાલી ના મમ્મી ના કહેવાથી છોડ્યો, સોનાલી ના મમ્મી એ હાથ જોડી ને પગે લાગી ને બધાને શાંત રહેવા કહ્યું કે ગુસ્સા માં કાળ કાળ નું કામ કરી જાય, અત્યારે કોઈ કંઈ જ ના કરે જે કરવું હોય એ સોનાલી ના પપ્પા ને સારું થાય પછી જ કરે, સોનાલી ની મમ્મી એ રડતા રડતા બે હાથ જોડ્યા અને પોતાના સમ આપ્યા ત્યારે સોનાલી નો ભાઈ માંડ માંડ શાંત પડ્યો, બધા હોસ્પિટલ ની બહાર સોનાલી ના પપ્પા ને સારું થવાની રાહ જોતા બેઠા હતા, રાત્રે 11 વાગે સોનાલી એ હોસ્પિટલ ની બહાર ઊભેલા મેઘલ ને ઘરે જવા કહ્યું, સોનાલી ની મમ્મી એ પણ બીજા બધા સગા ને ઘરે જવા કહ્યું, હોસ્પિટલ માં સોનાલી, તેના મમ્મી, જીજાજી અને ભાઈ અને તેની સાથે આવેલા 2 જણ ને રોકી ને બીજા બધા ને ઘરે જવા વિનંતી કરી, બીજા દિવસ થી સોનાલી આખો દિવસ હોસ્પિટલ માં રહેતી ફક્ત સવારે ફ્રેશ થવા માટે તે તેની બહેન ના ઘરે જતી, સોનાલી હોસ્પિટલ માં આવતા મેઘલ સાથે કશી જ વાત કરતી નહોતી, એને કશું જ બોલવું નહોતું , હોસ્પિટલ માં ખબર જોવા આવતા સોનાલી ના સાસુ –સસરા સાથે પણ કોઈ બોલતું તો શું સામું જોવા માટે પણ તૈયાર નહોતા, બસ સોનાલી ના પપ્પા સારા થઈ જાય અને જલ્દી થી બધા બરોડા જતા રહીએ એક જ વાત બધા ના મન માં હતી. બીજા દિવસે સાંજે સોનાલી ના પપ્પા ના ખાસ 3 અંગત મિત્રોને જાણ થતા ની સાથે જ અમદાવાદ ની હોસ્પિટલ માં આવી ગયા, સોનાલી અને તેની મમ્મી ને ઘરે મોકલી દીધા, બાકીના બધાને તેઓ એ ઘરે જવા કીધું, હોસ્પિટલ માં હવે તે 3 જણ અને સોનાલી ના ભાઈ એમ 4 જ વ્યક્તિઓ સોનાલી ના પપ્પા પાસે હતા, બધા સોનાલી ના પપ્પા ભાન માં આવે તેની રાહ જોઈ રહ્યા હતા, સોનાલી અને તેની મમ્મી સોનાલી ની મોટી બહેન ના ઘરે ગયા, ખુબ રડ્યા, રડી રડી ને તેમની આંખો સૂઝી ગઈ, તેમણે નજરે જોયેલું દૃશ્ય કેમેય ભૂલાતું નહોતું, સોનાલી ના પપ્પા ને દીધેલી ગાળો અને અપશબ્દો કાન માંથી કેમેય જતા નહોતા, ગઈકાલ થી નોન – સ્ટોપ બંને રડતા હતા, સોનાલી ની મોટી બેને ડોક્ટરે લખી આપેલી ગોળી આપીને સોનાલી અને તેની મમ્મી ને બેડ માં સુવડાવ્યા, ટેબ્લેટ ની અસર થતા, સોનાલી અને તેના મમ્મી કયારે સૂઈ ગયા તેની ખબર ન પડી, સોનાલી સવારે ઊઠી ત્યારે 10 :00 વાગ્યા હતા, આટલું મોડું તે પહેલી વાર ઉઠી હતી, સોનાલી ને ઊઠતા ની સાથે જ માથું દુઃખતું હતું, સોનાલી ફ્રેશ થઈ ને પાછી હોસ્પિટલ માં જવા તૈયાર થઈ, ત્યાં સોનાલી ની બેને અને મમ્મી એ કીધું કે સોનાલી ના પપ્પા હજુ ભાન માં નથી આવ્યા, હોસ્પિટલ માં બધા છે અને તેમણે સોનાલી ને આરામ કરવા કહ્યું હતું, સોનાલી ની મમ્મી એ કીધું કે તું આરામ કર એવું હશે તો બપોરે 4 વાગે તું આવજે, સોનાલી બેડ માં ખુલ્લી આંખે આકાશ ને તાકતી પડી રહી, બપોરે 3 વાગે હોસ્પિટલ માંથી ફોન આવ્યો કે સોનાલી ના પપ્પા ભાન માં આવી ગયા છે, બધાના ફેસ પર ખુશી ની સ્માઇલ અને આંસુ આવી ગયા, સોનાલી, તેની મમ્મી અને બેન ત્રણેય દવાખાને ગયા, તેના પપ્પા ભાન માં આવેલા જોઈ ને રડી પડ્યા, તેઓ અનેકવાર ભગવાન બે હાથ જોડી રડતા રડતા થેંક્યું કરવા લાગ્યા, હોસ્પિટલ માં લગભગ બધા ની આંખ માં આંસુ હતા, સોનાલી ના ભાઈ એ ડોક્ટર સાથે વાત કરી લીધી ડોક્ટર એ કહ્યું હતું કે 2 દિવસ હોસ્પિટલ માં રાખો, અને જે વાત નો આઘાત લાગ્યો હોય એ રિલીઝ કરી લેવા દો, એકવાર રડી ને હળવા થાય પછી સોનાલી ના પપ્પા ને તેઓ રજા આપી દેશે, સોનાલી ના પપ્પા ભાન માં આવ્યા પછી પણ રડ્યા નહોતા કે રિએક્ટ નહોતું કર્યું, રાત્રે 8 :00 સોનાલી ના પપ્પા ના ત્રણેય મિત્રો એ બધાને ઘરે મોકલી ને રાત્રે હોસ્પિટલ માં તેમની સાથે રહ્યાં, બીજા દિવસે બધા એ જોયું તો સોનાલી ના પપ્પા એકદમ નોર્મલ હતા, તેમના મિત્રો પાસે એ ખાલી થઈ ગયેલા લાગતા હતા, ડોક્ટરે પણબહુ તણાવ ન થાય તેનું ધ્યાન રાખવાનું કહી ને બીજા દિવસે સવારે ઘરે લઈ જવાની રજા આપી દીધી હતી, બીજા દિવસે ગાડી માં બધા સોનાલી ના પપ્પા ને લઈ ને બરોડા પહોંચ્યા.