AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 7 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -7

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -7

સોહમના પિતા યજ્ઞેશભાઇ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયા હતા. એમની સાથે એમના મોટાભાઈ દિવ્યાંગભાઇ દેસાઈ પણ રહેતા હતા. મૂળ વલસાડ ધરમપુરનાં…ત્યાં પણ બાપીકું ઘર જમીન બીજી મિલ્કતો હતી..એમની કેસર હાફુસની મોટી વાડીઓ વતનમાં હતી.એમાં પણ ખુબ બરકત હતી.મોટું અસલ ઘર દેસાઈ ફળિયામાં હતું તેઓ કેરીઓ તથા ચીકુ ચિપ્સ પાવડર વિદેશમાં એક્સપોર્ટ કરતાં.. શરૂઆતમાં વલસાડથીજ મુંબઈના એજન્ટો મારફત કામ કરતા. પછી એમનાં પિતાએજ કહ્યું હતું યજ્ઞેશ હું અને દીગુ અહીં વાડીઓ જોઈશું તું મુંબઈ જઈ જાતે બધું કરવાનું ધીમે ધીમે શરૂ કર. એમના પિતા પરમાનંદકાકા ખુબ આધુનિક વિચારના ઉદ્યમી અને સાહસિક હતા. એમનાજ ગુણ યજ્ઞેશભાઈમાં ઉતર્યા હતા..

એમના મોટાભાઈ દીગુભાઈએ લગ્ન નહોતાં કર્યા ..તેઓ વાડીઓ સંભાળતા અને યજ્ઞેશનું કુટુંબજ એમનું કુટુંબ હતું.યજ્ઞેશભાઇ શરૂઆતમાં બોરીવલીમાં મકાન ભાડે લીધેલું એકલાજ રહેતા. ફેમિલી લાવ્યા નહોતા દર શનિ રવિ મુંબઈથી ગામ જતા રહેતા જવામાંમાંડ 3 કલાક થતા. એમણે ધીમે ધીમે વ્યવસાય ચાલુ કરેલો. જયારે ધંધામાં જમાવટ થઇ એમનાં પાપાનાં કહેવાથી ત્રણ વર્ષ પછી વિલે પાર્લેમાં મોટો ફ્લેટ લઇ લીધો અને ત્યારે સોહમ 5 વર્ષનો અને તલ્લિકા માંડ 2 વર્ષની હતી. થોડા સમયમાં એમના પિતા પરમાનંદભાઈનું અવસાન થઇ ગયેલું. એમની માંતો તેઓ 12 વર્ષના હતા ત્યારેજ સ્વર્ગ સિધાવી ગયેલા. દીગુભાઈ એમની સાથેજ રહેતા.

યજ્ઞેશભાઇએ ધંધામાં બરાબર પગ જમાવી દીધેલો.. ફ્લેટમાં રીનોવેશન કરી બધીજ સુખ સાહેબી
સવલતો ઉભી કરી હતી .બીજી પણ મિલ્કતો વસાવી હતી..એમાં દીગુભાઈની સલાહ કામ કરતી હતી.તેમો
દીગુભાઈને ખુબ માન આપતા એમની બધીજ સલાહ માનતા.બેઉ ભાઈઓ વચ્ચે માત્ર 3 વર્ષનોજ ફર્ક હતો પણ બધા દિગુકાકાને વડીલનું માન અને પ્રેમ આપતા એમની કાળજી લેતા. હવે છોકરાઓ ભણીગણી મોટા થયા હતા.
કુસુમબેન સોહમના મમ્મી કુટુંબ એમનો સંસાર બરાબર સાચવતાં..એમનું પિયર બીલીમોરા વલસાડ
નજીકજ હતું એમના પિયર પક્ષે એક બહેન હતી જે ઉદવાડા પરણાવી હતી.એની સાથે ખુબ સારો સબંધ
હતો.એમને ગરબાનો ખુબ શોખ..લેટેસ્ટ ગરબા સ્ટાઇલ  એમને ખબર હોય આવડતી હોય નવરાત્રીમાં માતાજીનું વ્રત રાખે ખુબ ગરબા ગાય..ગરબી તેડાવે.. શરૂઆતમાં ધરમપુર એમના દેસાઈ ફળિયામાંજ ગરબા રમવા જતા ત્યાંજ રહેતા..ધીમે ધીમે મુંબઈ નવરાત્રી કરતા થયા છોકરાઓ મોટા થયા એમ જવાબદારી વધી બધું મુંબઈજ ઉજવવાનું શરૂ કરેલું..
સોહમ..દિગુકાકા સાથે નાનપણથીજ ધરમપુર જતો..ત્યાંના વડીલોપાર્જિત ઘરમાં રહેતા.ફળિ યામાં બધા સાથે ખુબ સારા સબંધ... વળી યજ્ઞેશભાઇ અને દીગુભાઈ મુંબઈ જઈ સ્થાયી સમૃદ્ધ થયા હતા એટલે ગામમાં માનમરતબો પણ ખુબ હતો. દીગુભાઈ એમનાં પડોશી વાડીઓવાળાની સારી કેરીઓ પાકેતો ખરીદી લેતા સારો ભાવ આપતા એને એક્સપોર્ટ કરતા. આજુબાજુ વાડીવાળા સારા પૈસા મળતાં હોવાથી બીજે કેરી ના આપતા દીગુભાઈનેજ આપી દેતા. દીગુભાઈ કેરી કલમ ચીકુફલોદ્યાન વિષેખુબ જાણતા …એમની સલાહ આંબા ઉછેર કેળવણી અને સારા ઉતાર માટે ખુબ ઉપયોગી થઇ પડતી.
સોહમ નાનપણથી વેકેશનમાં દિગુકાકા સાથે અહીં ગામજ આવી જતો.એમની સાથે વાડીએ જતો. આજુબાજુના છોકરા એના ખાસ મિત્રો બની ગયા હતા એમાં ગૌરાંગ ગામીત, નરેશ પટેલ, ગૌતમ આહીર,
તેજલ ગામીત, ધાત્રી ,એમના શાખ પાડોશી ધર્મેષકાકાની દીકરી વિશ્વા …વિશ્વા એની ખાસ સહેલી હતી એ કાયમ પડછાયાની જેમ એકબીજાની સાથેજ રહે..રમે..વિશ્વા તો સોહમને લઈને આજુબાજુના ડુંગરા ખુંદવા નીકળી પડતી..એ કહેતી સોહમ તું મુંબઈ કેમ રહે? અહીં રહેતો હોય દિગુકાકા સાથે તો..સોહમ એની સામે જોઈ રહેતો કહેતો..હું તારી સાથે રમવા તો અહીં આવી જાઉં છું દરેક રજામાં..
વિશ્વા ..સોહમને નાનપણથી ખુબ પસંદ કરતી..એનો કાયમ ખ્યાલ કરતી..જયારે જયારે સોહમ દિગુકાકા
સાથે આવે એ સ્કૂલે કે બીજા કામે જવા પસંદ ના કરતી..દિગુકાકા અહીં આવે ત્યારે એલોકો વિશ્વના ઘરેજ સવાર બપોર સાંજ જમતાં..બેઉના ઘર બાજુબાજુમાં હતાં. પાછળ વાળો એકજ હતો..વિશ્વાના પાપા અને માં વીરબાળાબેન બધું સંભાળતા.દિગુકાકાને કોઈ ચિંતા નહોતી બંને ઘર જાણે એકજ હતા..દિગુકાકા અને વિશ્વાના
પાપા ધર્મેશભાઈ નાનપણથી સાથે રહેલા ભણ્યાંહતાં…યજ્ઞેશભાઇ લોકો મુંબઈ ગયાંત્યારથી દિગુકાકા
ધર્મેશભાઈના ઘરેજ જમતાં…દિગુકાકા મુંબઈથી આવે બધું જરૂરી એમના ઘર માટે લઇ આવતા તેઓ એટલું
પૈસે ટકે ઘસાતા કે બદલો વાળી દેતા..
સોહમને બાર બોર્ડની પરીક્ષા પુરી થઈ એ દિગુકાકા સાથે ગામ આવી ગયેલો આવ્યો એવો વિશ્વાનાં ઘરે
દોડી ગયેલો..” વિશ્વા..વિશ્વા..એ વરંડાથી પાછળ વાળા સુધી દોડી જોઈ આવ્યો..વિશ્વા ક્યાંય ના દેખાઈ …ત્યાં વીરબાળાકાકીએ કહ્યું..” આવી ગયો સોહમ ? અરે વિશ્વા તો એના પાપા સાથે વાડીએ ગઈ છે કેરીઓ ઉતારવાનું કામ ચાલે છે..” સોહમે કહ્યું “કાકી તો હું પણ વાડીએ જાઉં છું દિગુકાકા પૂછે તો કહેજો હું વાડીએ ગયો છું” એમ કહી એ વાડાથી બહાર નીકળે ત્યાં કાકીએ કહ્યું “ સોહમ બેટા તું વાડીએ જાય છે તો આ કેરી વેડવા વેડી લેતો જા
હું પછી ચા ને બધું લઈને આવું છું 6 થી 7 દહાડિયા આવ્યા છે હું બધા માટે ચા લઈને આવીશ. દીગુભાઈતો વાડીએ જવા નીકળી ગયા છે મેં કીધું..વિશ્વાના પાપા વાડીએ સવારથી કેરીઓ ઉતરાવે છે..” સોહમે કહ્યું “ભલેકાકી હું વેડી લઈને જાઉં છું.”.એમ કહી બીજું સાંભળ્યા વિના વેડી લઇ ઉતાવળે વાડીએ પહોંચ્યો..એણે જોયું વિશ્વા ક્રેટમાં કેરીઓ ભરી રહી છે નોટમાં લખી રહી છે.. એણે દૂરથીજ બૂમ પાડી “ વિશ્વા..વિશ્વાએ સોહમ તરફ જોયું એની આંખો હસી ઉઠી એ બોલી “ પાપા આ મુંબઈથી દહાડિયો કેરી ઉતારવા આવી ગયો..એમ બોલતા એ હસતી હસતી ઉભી થઈ ગઈ.. એની આંખો સોહમને જોતા ધરાઈ નહોતી રહી..

વધુ આવતા અંકે..પ્રકરણ - 8