Amidst the whirlwinds of doubt - 19 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 19

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 19

ફક્ત 4 દિવસ માં જ બદલાની ભાવના વાળા મેઘલ ના બા એ સોનાલી ની સાસુ ને સોનાલી પર વહેમ ની નજરે જોતી કરી હતી, કે સોનાલી તેનું રાજ કરી લેશે, તે સાસુ ને સારી રીતે નહીં રાખે, સોનાલી મન માં વિચારી રહી કે જો બા આવા હોય તો એમના સંતાનો ને એમણે શું આપ્યું હશે ? વિચારવા જેવી વાત હતી. સોનાલી ના સાસુ એ બધું બંધ બેસતું પોતાના પર લઈ લીધું, હવે તે સોનાલી નો વિરોધ તો નહોતા કરતા પણ મેઘલ, મેઘલ ના પપ્પા અને તેના ભાઈ પર બોમ્બ ફોડતા હતા, કે આટલા વર્ષો માં તેઓ એ ક્યારેય આટલા હરખ થી કે મોજ થી જમ્યા નહોતા કે ઘરમાં આટલા ખુશ રહેતા પણ નહોતા, અને સોનાલી ની સાથે કેમ આટલું સારું રહો છો? શું પોતે આટલા વર્ષ ખરાબ હતા? ઘર માં લગ્ન પછી નો પહેલો ઝઘડો મેઘલ ની મમ્મી એ શરૂ કર્યો, સોનાલી ની સાસુ હવે સવારે ભક્તિ કરવાની જગ્યા એ રસોડા માં જઈને સ્પેશિયલ બટાકા નું શાક બનાવી ને મેઘલ અને તેના ભાઈ ના ટિફિન માં ભરી દેતા, પછી સોનાલી ને પણ કશું બીજી વાર 12 :00 વાગે પણ બીજું શાક જે દાળભાત બનાવવાં દેતા નહીં, હવે દાળ –ભાત ઘર માં અઠવાડિયા માં એક જ વાર બનતા, સોનાલી રોજ બટાકા નું શાક મૂંગા મોઢે ખાઈ લેતી, પણ તેના પપ્પા ના ઘરે તેણે કોઈ દિવસ આવું એકધાર્યું બટાકા નું શાક ખાધું નહોતું, સોનાલી ને ગેસ થઈ જતો, એટલે એણે શાક ખાવાનું બંધ કરી દીધું, સોનાલી કોઈને ફરિયાદ પણ કરતી નહોતી, રોજ જમવા માં રોટલી, શાક અને છાશ રહેતું, સોનાલી શાક ને છોડી ને રોટલી અને ગોળ કે લીલી ચટણી સાથે 2 રોટલી જમી લેતી, પણ શાંત જ રહેતી, સોનાલી એ હજુ પણ પોતાના સાસુ ને સવારે પગે લાગવાનું કે બધી જ વાત માં પૂછી ને કરવાનું છોડ્યું નહોતું, એને એના મમ્મી અને બા ની શિખામણ બરાબર યાદ હતી તે પૂરા દિલ થી ફોલો કરતી, સોનાલી ની મમ્મી નો ફોન મોટેભાગે લેન્ડલાઇન પર જ આવતો જેથી મેઘલ ની મમ્મી સાથે વાત થઈ શકે, દિવસે ને દિવસે સોનાલી ની સાસુ નું બ્રેન વોશ મેઘલ ના બા કરતા જતા હતા, હવે મેઘલ ની મમ્મી સોનાલી ની મમ્મી સાથે વાત પણ કરતા નહોતા, મેઘલ ના બા વારંવાર સોનાલી ના સાંભળતા બોલતા કે જેટલું તમે વેવાણ સાથે ફોન માં વાત કરો એટલે એમની દીકરી પણ કરે અને એ પિયર ના ભૂલે, સોનાલી ની સાસુ એ પોતાની મમ્મી સાથે કઈ પણ થયા વગર અચાનક જ વાત કરવી બંધ કરી દીધી, સોનાલી ઘર માં જે થતું એ બધું જોયા કરતી કશું બોલતી નહીં, 
બીજા દિવસે સવારે મેઘલ ની મમ્મી રસોડા માં કામ નહોતા કરતા એટલે સોનાલી એ પૂછી ને રસોડાં માં જઈ રસોઈ બનાવવી શરૂ કરી, પાછું મેઘલ ની મમ્મી સોનાલી પાસે આવી ને ઊભા રહ્યા અને પૂછવા લાગ્યા કે પોતે શું કામ કરે ? સોનાલી શું જવાબ આપે ? એ પોતે એમની પાસે સંતાન જેવી હતી, એ કેવી રીતે કહે? વારંવાર પૂછવા લાગ્યા એટલે સોનાલી ગેસ બંધ કરી બહાનું કાઢી ઉપર જતી રહી, મન માં જ બોલતી જે કરવું હોય તે કરે, સોનાલી મેઘલ સાથે જ નીચે આવી, રસોડા માં અડધી રોટલી બનાવવાની બાકી હતી, સોનાલી જેમ મૂકી ને ગઈ હતી બધું જ એમનું એમ તેના સાસુએ રાખ્યું હતું, સોનાલી ને મન માં થતું કે ના કામ કરવું હોય તો આવું પૂછી ને ટોર્ચિંગ કેમ કરતા હશે, અને કરવું હોય તો કરતા કેમ નથી કોણે રોકી રાખ્યા છે? કોઈ લેવા –દેવા વગર આવા પ્રશ્નો પૂછી ને ત્યાં જ ઊભા રહી ને સોનાલીને ખોટી રીતે ટોર્ચર કરવાનો શું મતલબ ? સોનાલી એ સ્પીડ માં રોટલી બનાવી ને લંચ બોક્સ રેડી કરી ને મેઘલ ને હાથ માં આપી દીધું, મેઘલ ઓફીસ ગયા પછી, સોનાલી ની સાસુ મોટે થી રડવા લાગ્યા, સોનાલી એ પૂછ્યું શું થયું ? તો સોનાલી ની ફરિયાદ તેના સસરા અને દિયર ને કરવા લાગ્યા કે પોતે પૂછે છે કે તે શું કામ કરે ? તો સોનાલી કઈ જવાબ નથી આપતી, સોનાલી એ સ્પષ્ટતા કરી કે પોતે કેવી રીતે કહી શકે કે તમે આ કામ કરો તે કેવી રીતે ચીંધી શકે ? સોનાલી પોતે આ ઘર માં નવી હતી, એણે એની સાસુ પાસે ઘણું બધું શીખવાનું હતું, સોનાલી કામ કરવાની ના પડે તો એમને ના ગમે તો સોનાલી શું કરે ? સોનાલી ની વાત તેના સસરા અને દિયર ને સાચી લાગી એમણે સોનાલી ની સાસુ ને સમજાવવા નો ટ્રાય કર્યો એટલે સોનાલી ની સાસુ ગુસ્સા થી લાલઘૂમ થઈ ગયા, અને મોટે થી બોલવા લાગ્યા કે હવે તમને મારા જ વાંક આખી જિંદગી દેખાશે, આ નવી આવેલી ને કોઈ કઈ કેમ કહેતા નથી, બધા એક થઈ ને મને ઘર માં એકલી પાડવા માંગો છો, કોઈ કઈ બોલ્યું નહીં આ બોમ્બ ની કોઈએ કલ્પના કરી જ નહોતી, સોનાલી ની સાસુ ને મેઘલ ના બા એ પૂરેપૂરા સોનાલી પ્રત્યે નેગેટિવ કરી નાખ્યા હતા, એક અઠવાડિયા માં ઘર ની હાલત ખરાબ કરી હતી મેઘલ ના બા ને, આજે લાગ્યું કે તેમનું કામ થઈ ગયું છે એટલે એ બીજા દિવસે જ ગામડે જતા રહ્યા, સોનાલી ને શાંતિ થઈ, સોનાલી કશું બોલતી કે સામે રિએક્ટ કરતી નહીં, એને વિશ્વાસ હતો કે થોડા દિવસો માં તેના સાસુ નું માઈન્ડ પાછું પોઝિટિવ થઈ જશે, પણ સોનાલી એ જોયું કે મેઘલ ના બા ગયા એના બીજા જ દિવસ થી તેની નાની કાકાજી ગીતા કાકી શાક માર્કેટ માંથી શાક ની થેલી લઈ ને સ્પેશિયલ તેમના ઘરે બેસવા આવતા, સોનાલી એ પહેલી જ વાર માં સેન્સ કરી લીધું હતું કે મેઘલ ના બા કદાચ મેઘલ ના મમ્મી ની વાત કરી ને ગયા હશે, અને સોનાલી ની પણ વાત કરી હશે કે તે બપોરે માત્ર રોટલી અને ગોળ જ ખાય છે, ગીતા કાકી સોનાલી ને સ્પેશિયલ શાક કાઢી ને બતાવવા લાગ્યા અને શાક નું વર્ણન કરવા લાગ્યા બધું પતી ગયા પછી સોનાલી એ ધારદાર આંખો થી જોઈને ગીતા કાકી ને પૂછ્યું કે શાક બતાવવા તમે સ્પેશિયલ અહીંયા આવ્યા ? ભોંઠા પડેલા ગીતા કાકી એ વાત બદલી ને સોનાલી ની સાસુ સામે જોઈ ને કહે કે હું તો રસ્તા માંથી રસ્તો કરી ભાભી ને મળવા આવી હતી, દર ત્રીજે દિવસે ગીતા કાકી શાક ભરેલી થેલી લઈને સોનાલી ની સાસુ પાસે આવતા પણ શાક તે સોનાલી ને કાઢી કાઢી ને બતાવવા આવતા હતા, ત્યારે સોનાલી ને તે કાકીજી ઓછા અને શાક વાળા વધુ લાગતા હતા, શાકવાળા ને પણ બે વાર ભાવ પૂછે તો એક વાર કહે અને આ ખાસ બતાવવા આવતા હતા, સોનાલી સેન્સ કરી શકતી કે ગીતા કાકી સોનાલી ઘર માં બીજું શાક બનાવવા જીદ કરે અને સોનાલી ની સાસુ નો ઈગો હર્ટ થાય તો સાસુ –વહુ વચ્ચે સરસ મહાભારત થાય, મેઘલ ની બા એ કરેલો તણખો તેમને આગ માં ફેરવવો હતો, પણ સોનાલી પાસે કોઈ ફાવતા નહીં, કોઈ શબ્દ કે યુકિત સોનાલી પાસે કામ કરતી નહીં, તેને સામે વાળા ની ખરાબ ભાવના ઓળખાઈ જતી, સોનાલી ને ગુસ્સો તો આવતો કે તેના ઘર માં આગ લગાડવા કેવા હવાતિયા મારતા હતા, પણ જ્યાં સુધી સોનાલી ની સાસુ કોઈ એક્શન ના લે ત્યાં સુધી સોનાલી કઈ જ ન કરી શકે, આવું પાંચમી વાર ગીતા કાકી એ કર્યું હશે ત્યાં જ એના ગયા પછી સોનાલી ના સાસુ એ સોનાલી ની સામે જોઈને કહ્યું કે સારું કાકી શાક ની થેલી એ આવે એટલે મળાય પણ ખરું અને વાતો પણ થઈ જાય, સોનાલીને સરસ લાગ મળ્યો એટલે એણે એની સાસુ ની સામે એકદમ કટાક્ષ ભરી નજરે જોઈ આરપાર વીંધી નાખે એવું સ્માઇલ કરી ને કહ્યું કે બધાની દેરાણી ઓ જેઠાણી ને બ્રાન્ડેડ કપડાં બતાવે, મોંઘી જ્વેલરી બતાવે, અને તમારી દેરાણી તમને 5 –10rs નું શાક બતાવે અને બતાવવા સ્પેશિયલ આવે, સોનાલી એ પાછું ફરી તેની સાસુ સામે એ જ કટાક્ષ ભરી આંખો અને આરપાર વીંધી નાખે એવું સ્માઇલ કરી ને અંદર ગઈ, સોનાલી એ થોડીવાર પછી બહાર આવી ને જોયું તો તેના સાસુ ના મોઢા પર અપમાન ના ભાવ હતા, સોનાલી મનોમન ખુશ થઈ ગઈ એનું તીર પરફેક્ટ જગ્યા એ લાગ્યું હતું, બાણ આરપાર નીકળી ને હવે ગીતા કાકી ને વીંધી નાખશે સોનાલી ને વિશ્વાસ થઈ ગયો, બીજા દિવસે સાંજે સોનાલી એ જોયું તો એના સાસુ શાક ની મોટી થેલી લઈને ભરી આવ્યા હતા, નહીં તો છેલ્લા અઠવાડિયા થી ઘર પાસેથી પસાર થતા બટાકા ની લારીવાળા પાસે થી 6 kg, બટાકા એકવાર માં જ લઇ લેતા, સોનાલી ની સાસુ એ શાક જુદું કરવા છુટ્ટું કર્યુ સોનાલી સાફ સાફ કરાવવા બેસતી જ હતી ત્યાં તેના સાસુ એ તેને રોકી કે તમારે કઈ નહીં કરવાનું હું બધું મારી રીતે કરીશ, સોનાલી સામે બેઠી નહીં, એ શાંતિ થી ઘર માં જોયા કરતી સોનાલી ના સાસુ સવાર માં એના દેરાણી ના આવવા ના ટાઇમે બધું શાક બહાર કાઢી ને સાફ કરવા બેસતા, એ જાય પછી બધું ફ્રીઝ માં ભરી દે, અને બાકી નું બીજા દિવસે પરફેક્ટ એની દેરાણી ના આવવા ના ટાઇમે લઈ ને બેસતા, સોનાલી દેરાણી –જેઠાણી ની વચ્ચે ક્યારેય આવતી નહીં, પણ એ શાંતિ થી જોતી કે એના સાસુ જેઠાણી તરીકે ખિલાડી છે, એની દેરાણી ને પહોંચી વળે એમ છે, સોનાલી ની સાસુ ના હાવભાવ અને રીએકશન જોઈને ગીતા કાકી ની શાક ની થેલી એ આવવાનું બંધ થઈ ગયું હતું.સોનાલી ખુશ હતી શિકારી ખુદ શિકાર હો ગયા જેવો સીન થયો હતો. સાથે સાથે શાક નો પ્રોબ્લેમ પણ કામચલાઉ ધોરણે સોલ્વ થતો લાગ્યો.