Amidst the whirlwinds of doubt - 18 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 18

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 18

લગ્ન નો ત્રીજો દિવસ, સોનાલી અને મેઘલ વહેલા ઉઠી ને તૈયાર થઈ ને રાંદલ માતા ની પૂજા માં ટાઇમસર બેસી ગયા હતા, સવારે 8 :30 પૂજા પૂરી થઈ પછી સોનાલી એ નીચે જઈને બધા માટે ચા બનાવી, આજે આખા કુટુંબ નું જમવાનું હતું, એટલે સોનાલી ની સાસુ એ સોનાલી ને પહેલા થી જ ના પાડી હતી કે તેઓ ઉપર એમના રૂમ માં જ રહે, જમવા ના સમયે તેઓ બોલાવવા આવે ત્યારે જ નીચે આવવાનું, સોનાલી એ તેમ જ કર્યું હતું, આખો દિવસ તે મેઘલ ની કઝીન સાથે ઉપર રહી રાત્રે બધા જમી ને છૂટા પડ્યા, બીજા દિવસે સવારે રાંદલ વળાવવા ની પૂજા કરી, સોનાલી નીચે ગઈ ,ઘર માંથી બધા મહેમાનો એ વિદાય લઈ લીધી હોવાથી તેઓ ઘર ના કામ માં પરોવાઈ ગયા, સોનાલી ના સાસુ એકલા કામ કરે અને સોનાલી ને બેસી રહેવું ન ગમે એટલે સોનાલી સાથે સાથે કામ કરાવવા લાગી, આમ ને આમ 2 –3 દિવસ ખૂબ સારું ચાલ્યું, સોનાલી એ નોટિસ કરતી કે જ્યારથી તે લગ્ન કરી ને આવી છે ત્યારથી એક પણ વાર એક પણ મિનિટ માટે તેણે તેના વડસાસુ એટલે કે મેઘલ ના બા ને ક્યારેય પૂજા નાં રૂમ માં ભગવાન ને પગે લાગતા કે માળા કરતા કે આરતી કરતા જોયા નહોતા, તે પગ પણ મૂકતા નહીં, સવારે ઉઠી નાહી ધોઈ ને મોટા મોટા ઓડકાર ખાતા, અને છાપું વાંચી ને છાપામાંથી નિંદા કૂથલી થાય એવા જ ન્યૂઝ વાંચતાં અને જેવા સોનાલી ના સાસુ પૂજા માંથી ઉભા થાય કે તરત કૂથલી ચાલુ કરી દેતા અને પંચાત આખા ગામ ની ચાલુ કરી દેતા, મેઘલ ના બા સવારે એમના ઘરે ચા –નાસ્તો કરી બપોર નું જમવાનું નૃભંગ સોસાયટી માં મેઘલ ના નાના કાકા હિરેન કાકા ને ત્યાં રાખતા ત્યાંથી બપોરે 2 વાગે નીકળી એ શ્યામવાડી માં બીજા બે ઉપર –નીચે રહેતાં કાકા ને ત્યાં જતા બધા ના ઘર વોકિંગ ડિસ્ટન્સ માં હતા એટલે ચાલતા ચાલતા જતા રહેતા પાછા સાંજે સોનાલી ની સાસુ પાસે આવતા અને રાત્રે અહીંયા જ સુતા આ એમનો રોજ નો ક્રમ હતો સોનાલી એ નોટિસ કર્યું કે સાંજે જ્યારે બા આવતા એ પછી આખા દિવસ ની નિંદા –કૂથલી સોનાલી ની સાસુ સામે બેસી ને કરતા, કે નૃભંગ માં ગીતા કાકી એ શું કર્યું ? શ્યામ વાડી માં નીચે રહેતા લલિતા કાકીએ શું કર્યું? અને ઉપર રહેતા સોનલતા કાકીએ શું કર્યું ? તેમના પડોશીઓ એ શું કર્યું ? કેવી રીતે ? કેવા છે ? એ બધું જ નિંદા –કૂથલી ની ભાષા માં જ બોલતા, ક્યાંય પોઝિટિવ કે સારી વાત નો અભિપ્રાય રહેતો નહીં, અને વાત કરતા વચ્ચે વચ્ચે નાની ગાળો પણ બોલતા, સોનાલી ને બહુ નવાઈ લાગતી એને એના બા યાદ આવી ગયા, તેના બા કેટલા આધ્યાત્મિક હતા સોનાલી ના બા સવારે રોજ 4 :00 વાગે બ્રહ્મમુહૂર્ત માં ઊઠતા, પછી નાહી– ધોઈ પૂજા કરતા, મેડિટેશન કરતા, અને છેલ્લે અગણિત માળા કરતા અને બધી માળા નું પુણ્ય સંકલ્પ મૂકી ને પોતાના દાદા ને અર્પણ કરતા જેથી ઘર માં પિતૃદોષ ના પડે, અને પોતાના સંતાનો શાંતિ થી રહી શકે, તેમનું માનવું હતું કે ઘરડા ની ભક્તિ થી તેમના બધા જ સંતાનો નું જે તે સમયે રક્ષણ થાય, જેમ જેમ બધા ઊઠે અને નાહી – ધોઈ ને ફ્રેશ થાય તેમ –તેમ બધા માટે સોનાલી ના બા અલગ થી દીવા તૈયાર કરી રાખતા, અને ઘર ના બધા જ સભ્યો ભગવાન ને દીવા કરી પ્રાર્થના કરીને જ દિવસ ની શરૂઆત કરે એનું ખાસ ધ્યાન રાખતા, સોનાલી અને એના ભાઈ બહેન ને યાદ પણ નહોતું આવતું એટલા નાના હતા ત્યાર થી તેઓ ઘર માં ભગવાન ને દીવા કરી પ્રાર્થના કરી ને પછી જ ચા –દૂધ પીતા, સોનાલી ના બા એ ઘર માં બધાને આવી રીતે ઘડ્યા હતા, પછી બા 8 :00 વાગે નજીક ના મંદિર માં જઈ પ્રભુ સેવા અને પૂજા કરતા, આવી ને સારા ધાર્મિક પુસ્તકો વાંચતા ,બપોરે જમી ને આડે પડખે થતા, ઉઠી ને ચા પીને પાછા પુસ્તક વાંચે, અને કોઈ ને આજુ –બાજુ માં દીવા ની વાટો બનાવવી હોય તો વણી આપતા, સેવા ના કામ કરવા સોનાલી ના બા ને ખૂબ ગમતા, કોઈ કામ ન હોય તો ધાર્મિક પુસ્તક જ વાંચતા, 5 :00 વાગે એટલે એમના ગ્રુપ માં મંદિર માં જઈને ભક્તિ કરતા, કથા સાંભળતા, ભજન કરતા, સાંજે ઘરે આવી ને જમી ને પછી રાત્રે સૂતી વખતે પાછી માળા ફેરવતા, અને 10 :00 વાગે સૂઈ જ જતા, આ સોનાલી ના બા નો 365 દિવસ અને 24*7 નો નિત્ય ક્રમ હતો, આમાં કોઈ વાતે આઘું પાછું તેઓ કરતા નહીં અને થવા દેતા નહીં, સોનાલી ના બા નું જીવન એકદમ સહજ સરળ અને સરસ હતું, સોનાલી મન માં સરખામણી કરતી કે પોતાના બા એ ક્યારેય કોઈના વિશે ખરાબ કર્યું નહોતું કે ખરાબ બોલતા પણ નહોતા, એ પોતાના ઈશ્વર ભક્તિ માં લીન રહેતા, હંમેશા પોતાના સંતાનો માટે સારી પ્રાર્થના કરતા, કોઈ જાત ની ખટપટ તેના બા કરતા નહોતા, અને છતાં પણ તે ઘર માં અને બહાર પાડોશી માં કે પછી તેમના ગ્રુપ માં સગા –વ્હાલા બધા માં એ પ્રિય હતા, પોતાનું વર્ચસ્વ રાખવા તેમણે ક્યારેય પ્રયત્નો કરવા પડતા નહીં, બધા સામે ચાલી ને એમને પૂછતા છતાંય રસ લેતા નહોતા, એમને બધું મોહ, માયા, અને ઝંઝાળ જેવું લાગતું, સોનાલી ના લગ્ન ની તૈયારી માં પણ સોનાલી એ અનુભવ્યું હતું, સોનાલી ની મમ્મી તેના બા ને ખરીદી કરવા જાય ત્યારે હંમેશા પૂછતા, અને સોનાલી ના બા એક જ જવાબ આપતા કે જમાનો બદલાયો છે, જમાના પ્રમાણે કરો, બસ આપણી દીકરી નું મન ક્યાંય ના દુખાવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું, મુહુર્ત માં પણ તે બ્રાહ્મણ પર છોડતા ક્યારેય દખલગીરી કે સલાહ સૂચન આપતા નહીં, સોનાલી ની મમ્મી ને ખાલી એટલું જ કહી રાખ્યું હતું કે રીત – રિવાજ માં ખબર ન પડે તો હું તને સમજાવીશ, બાકી કઈ જ માથાકૂટ તેમની નહોતી, તે ગણવા –ગણાવવાથી, માન –સન્માન થી અલિપ્ત રહેતા, અને એક આ મેઘલ ના બા છે જે રોજ 4 ઘર ફરે અને ચારેય ઘર માં એકબીજા ની નિંદા –કૂથલી ફક્ત અને ફક્ત પોતાનું વર્ચસ્વ રાખવા અને પોતાનો સ્વાર્થ પૂરો કરવામાં કરતા, ક્યારેય ભગવાન નું નામ લેતા નહોતા, વૃદ્ધાવસ્થા માં પણ તે પોતાના સ્વાર્થ પૂરો કરવાની બળતરા કરતા, રોજ આ રીતે 4 ઘર ફરવામાં ગમે એવા યુવાન હોય તોય આવી પ્રવૃતિ થી માનસિક રીતે પણ થાકી જાય સોનાલી વિચારતી કે શારીરિક તો ઠીક પણ માનસિક રીતે પણ તેમને એવું નહીં થતું હોય કે હું ભક્તિ કરી મારું અને મારું સંતાનો નું સારું કરવાની પ્રાર્થના કરું.ગમે તેટલું પકડી રાખો અંતે તો એક દિવસ છૂટવાનું જ છે, અને છોડી ને જવું જ પડશે, એ અંતિમ સમય ને યાદ કરી ને બધી બળતરા મૂકી ને ભક્તિ કરવાનું મન મેઘલ ના બા ને નહીં થતું હોય ? સોનાલી મન માં સરખામણી કરી રહી કે એક સોનાલી ના બા હતા જે 365 દિવસ 24 *7 માત્ર અને માત્ર તેમની વૃદ્ધાવસ્થા ની દરેક પળ એન્જોય કરતાં, જેમને મન બધું છૂટવાનો આનંદ જ આનંદ રહેતો, સોનાલી સામે સોફા માં બેઠી બંને સાસુ –વહુ ને કૂથલી કરતા જોઈને તે પોતાના બા ને મનોમન યાદ કરી રહી, સોનાલી ઊભી થઈ તેના સાસુ ને રસોઈ શું બનાવવી છે એ પૂછી ને રસોડા માં ગઈ, તેણે રસોઈ બનાવવા ની ચાલુ કરી, સોનાલી ને આઘી –પાછી સાંભળવાનો કોઈ જ રસ નહોતો, કોઈ શું કરે ? કેમ કરે ? એની એને કોઈ જ પડેલી નહોતી અને રાખવા માંગતી પણ નહોતી, દરેક પોતાનું જીવન પોતાની રીતે બેસ્ટ જ જીવતા હોય, ખોટી વાતો કરી ને કર્મ ખરાબ કરવામાં સોનાલી માનતી નહોતી , સોનાલી ની ઉંમર નાની હતી , પણ તેણે બહુ નાની ઉંમર માં ઘર માં રહેલા ધાર્મિક પુસ્તકો ઉપરાંત 10 માં ધોરણ ના વેકેશન થી લગ્ન સુધી તેણે લાયબ્રેરી માંથી અનેક પ્રકાર ના પુસ્તકો લઈ ને વાંચી નાખ્યા હતા, એણે જૈન શાસ્ત્ર ના પુસ્તકો બહુ ઊંડાણ થી વાંચ્યા હતા, ભગવદગીતા ને તેણે લોહી માં ઉતારી હતી, તે સ્કૂલ માં ભણતી ત્યાર થી ભગવદગીતા ની શ્લોક હરિફાઈ માં 5 થી 12 ધોરણ સુધી નિયમિત હરિફાઈ માં ભાગ લેતી હતી, નાનપણ થી ભગવદગીતા તેણે એ આશ્રમ ના સંત ની વાણી માં સાંભળી હતી, નાનપણ થી તે નિયમિત ભગવદગીતા ના પાઠ કરતી હતી, સોનાલી મહાન વિદ્વાન તો નહોતી પણ એને ખાસ્સું બધું નોલેજ હતું, એને ખબર હતી કે નિંદા –કૂથલી અને બુરાઈ સાંભળવાથી કેવી રીતે પોતાના શરીર માં સૂક્ષ્મ થી અતિસૂક્ષ્મ ભાવકર્મ બંધાય અને તે કર્મ માં રૂપાંતર થઈ જાય, તે આવી બધી પ્રવૃતિ થી દૂર રહેતી, સોનાલી રસોડા માં જઈને રસોઈ બનાવવા લાગી, તે જે કોઈ કામ કરતી તેમાં ધ્યાનસ્થ થઈ જતી, એ કામ સાથે તે મન થી જોડાઈ જતી, પરિણામે એ જે પણ કામ કરતી એ અમેઝિંગ થતું, સાવ સામાન્ય કામ અદ્ભુત રીતે ઉભરી આવતું, રસોઈ માં પણ એવું જ હતું, સોનાલી ની રસોઈ થોડી વધારે જ બધા જમતા, આંગળા ખાઈ જવાય એવી મધુરતા, સુગંધ અને સ્વાદ રહેતો, બધા જમવા બેઠા, જમતા જમતા તેના સાસુ એ સોનાલી ને કહ્યું કે તેની પગફેરા ની વિધિ કાલે કરી દેવી છે, એમણે બરોડા ફોન કરી ને કીધું એટલે બીજે દિવસે સવારે સોનાલી ના ભાઈ –બહેન અને બધા કઝીન આવી ને સોનાલી ને તેડી ગયા, તે વડોદરા પપ્પા ના ઘરે પહોંચી, ઘરે જઈને તેણે આરામ થી શરીર લંબાવ્યું, તેના મમ્મી –પપ્પા ભાઈ –બહેન સાથે એણે આખો દિવસ વાતો કરી, રાત્રે પણ મોડે સુધી જાગી ને તેણે તેના ભાઈ –બહેન સાથે ખૂબ મજાક મસ્તી કરી હતી બીજા દિવસે પાછા તેના સાસુ –સસરા તેડવા આવ્યા, સોનાલી તેમની સાથે પાછી અમદાવાદ આવી, લગ્ન ના સાત દિવસ માં બધી વિધિ અને રીત –રિવાજો પૂરા થઈ ગયા, મેઘલે પાછી જોબ શરૂ કરી, એણે એક અઠવાડિયા ની જ રજા લીધી હતી, સોનાલી અને એની સાસુ મધુરતા થી ઘર માં રહેતા, સોનાલી તેની સાસુ ને કોઈ જ કામ ન કરવા દેતી, બધું જ તે પૂછી –પૂછી ને કરતી, સાથે સાથે તે સવારે ભક્તિ પણ જોડે બેસી ને કરતી, સવારે નીચે આવીને સાસુ ને અને બા ને પહેલા પગે લાગતી, તેના મમ્મી અને બા એ આપેલી શિખામણ ને તે પૂરે પૂરી નિભાવતી, સોનાલી થી આખું ઘર ખુશ હતું, તેના સાસુ તેના વખાણ કરતા થાકતા નહોતા, દિવસો પસાર થતા હતા, ચારેક દિવસ થી આ બધું જ મેઘલ ના બા જોતા અને નોટિસ કરતા, તેમણે ધીમે રહી ને સોનાલી ને કહેવાનું ચાલુ કર્યું કે તેમની 4 વહુ ઓ પરણી ને આવી પણ 4 માંથી એકેય મેઘલ ના બા ને પૂછી ને કામ કરતા નહીં, બસ મેઘલ ના બા નું ડુંગળી, લસણ અને મરચા વગર નું મોળું જમવાનું જુદું કાઢી દે પછી બધા પોત પોતાની રીતે જેમ ફાવે એમ રહેતા, કોઈ કઈ પૂછવાનું નહીં કશું જ અહીં આપણે આપણી રીતે કરી લેવાનું, સોનાલી આ સાંભળી મેઘલ ના બા ની સામું જોઈ રહી, સોનાલી ને પહેલે થી જ કોઈ વાત કરે તો એના ભાવ અને ઇરાદા સેન્સ થઈ જતા, એટલે સોનાલી નાનપણ થી ક્યારેય કોઈ ના શબ્દ પર ફોકસ કરતી જ નહીં , અત્યારે પણ આવું જ થયું, સોનાલીએ મેઘલ ના બા ની બળતરા અને બદલો લેવાની ભાવના સેન્સ કરી લીધી , સોનાલી બા સામું જોઈ ને હસી, અને પોતાનું કામ કરવા લાગી, હવે રોજ આ બા સોનાલી ને તેની સાસુ ની સામે પણ આવું કહેવા લાગ્યા, પણ સોનાલી એ પૂછવાનું કે પગે લાગવાનું બંધ કર્યું નહીં, સોનાલી ને તેની મમ્મી અને બા ની શિખામણ બરાબર યાદ હતી લગ્ન પહેલા સોનાલી ને શિખામણ આપી હતી કે તે લગ્ન કરી ને જાય તો કોઈ પણ કામ ગમે તેટલું નાનું હોય તો પણ સાસુ ને પૂછી ને જ કરવાનું , જ્યાં સુધી સોનાલી ને આત્મવિશ્વાસ ના આવે કે તે તેની સાસુ ની જેમ પરફેક્ટ કરે છે ત્યાં સુધી પૂછવાનું પછી જાતે કરે તો ચાલે, રસોઈ પણ પૂછી ને બનાવવાની, અને બનાવ્યા પછી ટેસ્ટ પહેલા ચખાડવાનો, એમણે કેટલા વર્ષો થી એ ઘર સાચવ્યું હોય એટલે પોતે એકદમ કશું જ નહીં બદલવાનું, સોનાલીને આ શિખામણ બરાબર યાદ હતી અને તે ફોલો કરતી તેનાથી મેઘલ ના બા સિવાય બધા જ ખુશ હતા, મેઘલ ના બા એ 2 –3 દિવસ સોનાલી પર ટ્રાય કર્યો પણ ફાવ્યા નહીં, સોનાલી પોતાને જે કરવાનું હતું એ જ કરતી, બધું પૂછી પૂછી ને, સોનાલી એ જોયું કે સવાર માં મેઘલ ના બા ના ઓડકાર વધી ગયા હતા, એમને વિચાર વાયુ થતો હતો, હવે મેઘલ ના બા એ સોનાલી ને સાઈડ માં મૂકી મેઘલ ની મમ્મી પર ટ્રાય ચાલુ કર્યો, તે મેઘલ ની મમ્મી ને વારંવાર કહેતા કે આવતી વહુ ને બધું કામ માથે ના નાખી દેવાય એ તો બાળક કહેવાય, થોડું તમારે કરવું પડે, બધું ના સોંપાય, સોનાલી આ સાંભળતી, અને સોનાલી એ નોટિસ કર્યું કે મેઘલ ના મમ્મી પર ફક્ત એક જ દિવસ માં તે સફળ રહ્યા હતા, બીજા દિવસે જ્યારે સોનાલી મેઘલ અને એના દિયર માટે ટિફિન સવાર માં બનાવતી ત્યારે તેના સાસુ રસોડા ના પ્લેટફોર્મ પાસે આવી ને ઊભા રહ્યા અને હાથ ની બંગડીઓ ચડાવતા કહે કે મને કહો કે હું શું કામ કરું? સોનાલી આ ધડાકા થી અવાચક થઈ ગઈ, આ તે કેવુ એ પોતે બીજા ફેમિલી માંથી આવી હતી, એ તેની સાસુ ને પૂછી ને કરતી હતી, અને આજે એની સાસુ આવું વર્તન તેની સામે કરી રહ્યા હતા, સોનાલી એ જવાબ ના આપ્યો , એટલે ફરી થી પૂછ્યું, સોનાલી એ પ્રેમ થી જવાબ આપ્યો કે તે બઘું જ કામ કરી લેશે જરૂર લાગશે તો મદદ લેશે પણ તે આરામ કરે અથવા તેમનું માઇન્ડ ફ્રેશ થાય એવું જે પણ કરવું હોય તે કરે, કામ ની ચિંતા ના કરે, સોનાલી કરી લેશે, પણ આ શું ?????? સામે મેઘલ ના બા તર્ક કરવા લાગ્યા કે બધું તમારા માથે થોડું નાખી દેવાય હજુ તો મેઘલ ની મમ્મી ની ઉંમર નાની છે તે ભલે ને ઘર માં કામ કરે અત્યાર થી શું બેસી ને આરામ કરવાનો, સોનાલી એ સેન્સ કર્યું કે મેઘલ ના બા મેઘલ ની મમ્મી કામ માં દખલગીરી કરે અને સાસુ વહુ ના ઝઘડા થાય એટલે આ વિચાર મેઘલ ની મમ્મી ના મગજ માં નાખે છે, છતાં સોનાલી કઈ ના બોલી, આ ઘર સોનાલી કરતા પહેલા મેઘલ ની મમ્મી નું છે, એમને જે કરવું હોય તે કરે એમને પૂર્ણ સ્વંત્રતા છે, સોનાલી એમને પૂછી ને કરવા લાયક છે, એમને કામ બતાવવા ને લાયક જરા પણ નથી, સોનાલી ને મેઘલ ના બા ની ઘર માં ઝઘડા કરાવવાની વૃતિ જરાય પસંદ ના પડી, સોનાલી ચુપ રહી, બપોરે 12 :00 વાગ્યા એટલે બધા જમવા બેઠા, આજે સોનાલી વહેવારે મેઘલ ના બા માટે લસણ –મરચા વગર નું મોળું જમવાનું કાઢવાનું ભૂલી ગઈ હતી, એ સાચે વહેવારે ભૂલી હતી, સોનાલી ને ગુસ્સો એ વાત નો હતો કે ખાવા પીવા માં સંયમપાળે છે કે તીખું નહીં, લસણ – ડુંગળી નહીં એવી રીતે વિચારો માં સંયમ પાળતા હોય તો, પોતાના આચરણ માં સંયમ પાળતા હોય તો, પોતાની વાણી અને હૃદયભાવ માં સંયમ પાળતા હોય તો, બસ ખાલી ખાવા માં જ સંયમ ની ખબર પડે, બાકી બધી વાતે અંગારો બની ને જીવે, આજે સોનાલી એ રસોઈ માં વધારે લસણ અને મસ્ત મજાનો લાલ મરચા નો વઘાર કરી લાલઘૂમ ચટાકેદાર ગરમ મસાલો ભરપૂર વાપરી રસોઈ બનાવી હતી, શું સુગંધ અને લૂક હતો, મજા પડી જાય એવી રસોઈ હતી, પણ બા ને કોઈ જ કામ ની નહોતી, એમને રોટલી, છાસ અને દહીં થી કામ ચલાવવું પડ્યું હતું, સોનાલી ને કોઈ અણગમો નહોતો, પણ ખોટી દખલગીરી પસંદ નહોતી, બા થી સોનાલી ની સાસુ નું સુખ ના જોવાય તો એ બા નો પ્રોબ્લેમ હતો સોનાલી નો કે એની સાસુ નો નહીં, મેઘલ ના બા સતત સોનાલી ની સામું જોતા જમી રહ્યા હતા, જાણે ધમકી આપી રહ્યા હોય કે હું આગળ શું કરી શકું તમને બતાવી દઉ અને સોનાલી પણ તેમની સામે જોતી રહેતી. સોનાલી ને સેન્સ થઈ ગયું કે તેણે રસોઈ ભલે લાલચટક બનાવી હોય, પણ ખરા મરચા મેઘલ ની બા ને લાગ્યા હતા, હવે બીજા દિવસ થી મેઘલ ની મમ્મી રસોડા માં કામ કરવા લાગ્યા, સોનાલી કઈ બોલતી નહીં હસતા મોઢે બીજું કામ કરી લેતી, મેઘલ ની બા ની બળતરા સોનાલી એ સેન્સ કરી લીધી હતી એટલે સોનાલી નો સ્વભાવ હતો કે જે બળે એને પૂરેપૂરા બાળી ને રાખ કરીને હવા માં ઉડાવી દેવાના, તે મચક આપતી નહોતી, તે ઉલટું બે વાર વધારે તેની સાસુ ને પૂછતી, અને હવે તો તે તેના સાસુ ને રેગ્યુલર માથા માં મસાજ અને પગ માં પેડીક્યોર કરીને મોજા પહેરાવી દેતી, મેઘલ ના બા બળતરા કરતા કે સાસુ ને આટલા લાડ ના કરાવાય, સોનાલી હસી ને જવાબ આપતી કે તે રોજ સવારે પગે લાગે અને એ પગ ક્રૅક વાળા હોય એ કેમ ચાલે? મેઘલ ના બા એ કીધું કે તેમને પણ પગ દુઃખે છે સોનાલી એ મોંઢે ચોપડાવી દીધી કે તેમણે કોઈ પાર્લર માં જવું પડે મેઘલ ના બા સમજી ગયા કે સોનાલી એ આવો જવાબ કેમ આપ્યો હતો.