Chhello Prem - 6 in Gujarati Love Stories by Manojbhai books and stories PDF | છેલ્લો પ્રેમ - 6 - છેલ્લો પ્રેમ કેમ?

Featured Books
Categories
Share

છેલ્લો પ્રેમ - 6 - છેલ્લો પ્રેમ કેમ?

નમસ્તે મિત્રો કેમ મજામાં ને આગળનો ભાગ લખવામાં તો ગણો સમય હતો કેમ કે મારે આ ભાગ આંશુ ના જન્મદિવસ 5/9/*** પર લખવો હતો પણ મારા એક એવા મિત્ર માટે લખવા બેઠો જેને હું ઓળખતો પણ નથી.....
                                 મનોજ ભાઈ સોલંકી
                                  8401523670
               (છેલ્લો પ્રેમ કેમ?)
       હવે વાત એવી છે.
હું પાલનપુર થી અમદાવાદ જવા બસ માં બેઠો હતો ત્યારે મારી બાજુ ની સીટ પર 3 છોકરા બેઠા હતા મેં એમને ક્યારે જોયા ન હતા કે ઓળખતો પણ ન હતો અને એ પણ મને ઓળખતા ન હતા. .બસ હું તેમની 3 જણ ની વાત અને તેમની દલીલો સંભાળતો હતો..
એમાં એક છોકરો સૈયારા મૂવી ની વાતો કરતો હતો..
1 સૈયારા મૂવી જોરદાર છે...
2 હિરોઈન નું પાત્ર બરાબર નથી...
3 સૈયારા માં ભૂલવાનું એક નાટક છે..
4 સૈયારા મૂવી માં પ્રેમ નથી આજ ની વાસ્તવિકતા છે.
5 સૈયારા મૂવી માં જે બતાવવા માં આવ્યું ..એ સાચું છે..કે છોકરીયો આવી જ હોય છે....
આવા ગણા તર્ક અને એક બીજા દલીલ કરતા હતા. 
અને હું આ બધુ સંભાળતો હતો અને વિચાર આવ્યો હું પણ એકવાર સૈયારા મૂવી જોઈ લવ ...આમ મારો વિચાર ચાલે છે કે પેલા 3 માંથી 1 છોકરો બોલ્યો સૈયારા મૂવી બકવાશ મૂવી છે મેં જોઇ છે ખાલી એક્ટિંગ છે સાચા પ્રેમ નો એહસાસ નથી અને સાચો પ્રેમ જોવો હોય તો કે ગૂગલ પર સર્ચ કરો..(છેલ્લો પ્રેમ )..આટલું સંભાળતા જ મારું દિમાગ ,મારી નજર,મારું મન ,મારા વિચારો ...એ છોકરા તરફ વળ્યા હું જે બોલતા હતા બસ ધ્યાન થી સાંભળવા લાગ્યો....એક વાર ગૂગલ સર્ચ કર અને છેલ્લો પ્રેમ લેખક મનોજભાઇ છે..આજો મારા ફોન માં ...તું ગૂગલ ખોલ અને સર્ચ માર...હા..આવી...આ બુક...બુક તો કોણ વાચે...?...એક વાર વાંચ. પછી કેજે તેમની બીજી બુકો પણ અંદર છે જો આમ ટચ કર બીજી કેટલી બુક છે...પ્રેમ એટલે પ્રેમ.,..પ્રેમની પ્રતિજ્ઞા.....પ્રેમ માં મળ્યું જ્ઞાન ....વગરે....અને જો આ બાજુ તેમની નવલકથા..જેમ પ્રેમની પરિભાષા...સાચો પ્રેમ.... મારોપ્રેમ....અને છેલ્લો..પ્રેમ....વગેરે...એક બીજા ને બતાવી રહ્યા હતા ...
   હું ભગવાન નો આભાર માનવા લાગ્યો કે આ દુનિયા માં કોઈ એક તો મળ્યું કે આજે મારી બુક ની તારીફ..એ વાતો કરી રહ્યા છે...અને એ પણ મારી સામે અને હું તેમને ઓળખતો પણ નથી..મને કહેવાનું મન થયું હું મારો પરિચય આપું પણ ખુદ ને સમજાવ્યો કે શાંતિ ...પહેલા તેમની થોડી વાતો અને તર્ક ...વિશે જાણી અને સાંભળી લઉ.....
પછી તેમાંથી એક મિત્ર બોલ્યો આમાં શું કહાની છે..પહેલો મિત્ર કહે જોરદાર છે ખબર નથી સોલંકી મનોજભાઇ છે જે આ બુક લખે છે પણ મને એવું લાગે છે કે તે તેમના ખુદ ઉપર આ બુક લખે છે કેમ કે બુક માં આંશુ સાથે ની વાત અને આંશુ ની વાત તેમણે નાની નાની વાતો યાદ છે મને લાગે છે કે સાચે મનોજ ભાઈ ના છેલ્લો પ્રેમ આશુ જ છે પણ તેમની પ્રેમ કહાની પણ સમજવા જેવી છે આમ તો ડાયરેક્ટર અને હીરો ..ખોટી ફિલ્મ બનાવે છે જો આ બુક પર તેઓ ફિલ્મ બનાવે તો 100 ટકા સફળ જાય બસ આ બુક માં એક માં પ્રેમ સાચો છે પણ બુક નું નામ  છેલ્લો પ્રેમ કેમ ? .છે.? તે ખબર નથી ?અને સૌથી દુઃખ ની વાત એ કે આ મનોજ ભાઈ વર્ષ માં એક વાર આંશુ ના જન્મદિવસ દિવસ પર બુક નો આગળનો ભાગ કેમ લખે છે ..? ખબર નહીં !...આ વખતે તો મને ખબર છે જો આંશુ જન્મ દિવસ 5/9/**નજીક આવી રહ્યો છે એટલે ચોક્કસ બુક નો આગળ ના ભાગ લખશે ...અને જો ન લખ્યો તો હું તેમને સીધો કોલ કરી તેમની આખી સ્ટોરી સાંભળી ને જંપીશ....આમ તેમની ફની વાતો મને ખૂબ અંદર હિંમત આપતી હતી મન માં થયું કે હું તેમના પ્રશ્નો ના જવાબ આપી દવ.. 
હું હિંમત કરી તેમની પાછે ગયો અને તેમને મારો પરિચય આપું અને તેમના પ્રશ્નો ના જવાબ આપું તે પહેલાં જ તેઓ મારી અને મારા બુક વિશે વાત કરતા કરતા મહેસાણા સ્ટેશન ઉતરી ગયા ....એમના પ્રશ્નો અને મારા જવાબો બધું એક પળ માં બધું પૂરું થયું પણ તેમની વાતો હજી મારા દિમાગ માં હતી મારે મારા એવા 3 મિત્રો માટે આજે લખવા બેઠો એને તેમના પ્રશ્નો ના જવાબ પણ આપીશ...ખૂબ ખૂબ આભાર મિત્રો.હું તમને બસ માં મારો પરિચય ન આપી શક્યો મને માફ કરજો પણ આ બુક નો ભાગ મેં તમારા માટે જ લખ્યો છે તમારો પ્રશ્ન હતો
(1)મનોજ ભાઈ આશુ ના જન્મ દિવસ પર કેમ આગળનો ભાગ લખે છે?
જવાબ: તો સાંભળો મિત્રો મારો અને આશુ ના પ્રેમ થોડા દિવસો જ ચાલ્યો હતો અને તેમાં આશુ એ મને એક પળ માટેજ પ્રેમ કર્યો હતો પણ હું આશુ ને મારા અંતિમ શ્વાસ સુધી મારા દિમાગ અને મારા હૃદય માં જીવીત રાખવા માગું છું મને ખબર છે કે અમારી કહાની લખવા બેસું તો થોડા જ દિવસો માં અમારો પ્રેમ ની કહાની પુરી થઈ જાય અને આ બુક ક્યાંય ફોન કે જે ગૂગલ પર રહી જાય અને હું એવું કરવા નથી માગતો હું મારા છેલ્લો પ્રેમ ને છેલ્લા શ્વાસ સુધી જીવીત રાખવા માગું છું માટે હું આશુ ના જન્મ દિવસ પર એક ભાગ લખું છું ...
અને બીજી વાત કે મને હજુ આશુ ના કોલ નો ઇન્તજાર છે કેમ કે અમારી કહાની નો કોઈ અંત હજી નથી આવ્યો છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરવા ના વાયદા અને પ્રોમિસ ,કે વચન લીધા છે અને આંશુ એ કોઈ પણ પ્રશ્ન કે વાત , વજહ, બતાવ્યા વિના જ તે મારા થી દૂર થઇ ગઈ એ કારણ કે વજહ મને ખબર ન પડે ત્યાં સુધી કેવી રીતે મારી કહાની અને મારા પ્રેમ ને પૂરો કહું. બોલો..?એટલે જ્યાં સુધી મને મારા પ્રેમ નો અંત નક્કી ન થાય ત્યાં સુધી આશુ સાથે ની મારી કહાની નો ભાગ ની વાતો અને થોડી...થોડી. કહાની લખતો રહીશ....
તમને ખબર છે જ્યારે હું આશુ અને મારી કહાની લખું છું ત્યારે હું સૂમસામ અને એકાંત જગ્યા પર જઈ ને મારા આખા જીવન ને ભૂતકાળ માં લઇ જાવ છું અને ત્યાં મને મારી સામે બસ આંશુ જ દેખાય છે. કહાની નો ભાગ લખું ત્યારે સાચે જ હું આંશુ સાથે હોવ અને એવું લાગે છે અને હું ખુદ ને સમજાવી નથી શકતો અને પાછું મારે વર્તમાન માં આવતા આવતા ખૂબ દુઃખ થાય છે...હું આશુ ને નથી ભૂલવા માગતો એટલે વર્ષ માં તેના જન્મ દિવસ પર એક વાર ભૂતકાળ માં જાવ છું ...અને તે દર્દ,આશુ,,, ઇન્તજાર,,,ખુશી...વગેરે...મહેસૂસ કરું છું...આમ તો તેનું નામ હંમેશા મારા હોઠ પર હોય છે. સવારે ઉઠતા ને રાત્રે સૂતા પહેલા નામ તો આંશુ નું આવે છે. હું તેને ભૂલી નથી શકતો પણ પરિવાર અને જીમ્મેદારી મને વર્તમાન માં જ રાખે છે. તમારો બીજો પ્રશ્ન હતો
(2) બુક નું નામ છેલ્લો પ્રેમ કેમ છે..?
જવાબ : આનો જવાબ તમને મારા છેલ્લા પ્રેમ નો આખરી ભાગ માં મળશે કેમ કે જ્યારે મારો છેલ્લો ભાગ હશે ત્યારે તમને મારો છેલ્લો પ્રેમ બુક ની સમજ પડશે  અને છેલ્લા ભાગ માં બીજું કશું નહીં મળે બસ મારી ઉમર હશે અને આશુ ની ઉમર હશે એટલે તેના પરથી તમને ખબર પડી જશે કે બુક નું નામ છેલ્લો પ્રેમ કેમ છે અને જો વર્ષે વર્ષે આંશુ જન્મ દિવસ પર મારો ભાગ ન આવે તો એમ ન સમજતા કે કહાની ખતમ થઈ બસ એટલું સમજ જો કે પ્રેમ સાચો હતો પણ હું ખતમ થઈ ગયો મતલબ હું નહીં હોવ દુનિયા માં....
   ચાલો પાછા મળીશું આગળનો ભાગ માં અને ભાગ નું નામ છે (જીદ્દી આંશુ)આશુ ના જન્મ દિવસ નજીક આવે છે...
રાધે...રાધે....
                                     @પ્રેમ ની શોધ માં
                                      સોલંકી મનોજભાઇ 
                                      8401523670