chello Prem - 5 in Gujarati Love Stories by Manojbhai books and stories PDF | છેલ્લો પ્રેમ - 5 - પત્ની કે પ્રેમિકા

Featured Books
Categories
Share

છેલ્લો પ્રેમ - 5 - પત્ની કે પ્રેમિકા

નમસ્તે મિત્રો કેમ મજામાં..
તમે તો મારા પ્રશ્ન નો જવાબ ના આપ્યો પણ એક મિત્ર મને વોટસએપ કરી પૂછ્યું આગળ શું.... થયું ....ભાઈ ? તમે તો જોર દાર ફસાય....એક બાજુ તમારી પત્ની બીજી બાજુ આંશુ શું થયું કહો ને......
સોલંકી મનોજભાઇ
પ્રેમની શોધ માં..
(8401523670)
     મિત્રો આ ભાઈ ની જે મ તમારે પણ જવાબ ની રાહ હસે .. થોડો સમય લાગ્યો અને તેમને રાહ જોઈ માટે તમારો આભાર આતો ફેબ્રુઆરી મહિનો ચાલું થયો એટલે આંશુ ની પણ વધુ યાદ આવવા લાગી...એટલે આજે પાછો લખવા બેઠો...
ચાલો આગળ આપણે દુકાને હતા મારી પત્ની ને 2 વાત કહી તેને ઘરે મૂકી હતી પણ હજુ મારા જીવન માં કાઈ શાંત ના હતું મે તરત મારી પત્ની ઘરે ગઈ ને આંશુ ને ફોન કર્યો પણ આંશુ ફોન ના ઉપડિયો ...મારી પત્ની અનેઆશું વચ્ચે શું વાત થઇ કે લગભગ 20 ....25 કોલ કર્યા પણ આંશુ મારો ફોન નો કોઈ જવાબ ન આપ્યો મે msg કર્યા તોય કોઈ જવાબ નહિ તે દિવસે આંશુ ખૂબ ડરી ગઈ હતી ....અને ડર કોને ના હોય હું ખુદ ડરી ગયો હતો .,કે હવે ઘરે જાય શું કરીશ. .આંશુ વાત નથી કરતી ....તેને શું થયું?
હવે કોઈ આરો ના દેખાણો એટલે શીધો હોસ્પિટલ સામે જવા નીકળ્યો જેવો હોસ્પિટલ પાછે જાવ તેના પહેલા તો આંશુ તેની બેગ લયને તૈયાર થતી હતી ને મને જોય ને ફટાફટ હોસ્પિટલ ના બહાર આવી ગઈ હવે બધા ની સામે હું તેના થી વાત ના કરી શક્યો અને તે જોત જોતા માં તેમના સ્ટાફ ના એક ભાઈ ના બાઈક પર બેસી ત્યાંથી નીકળી ગઇ આજે તો તેને મારી સામે જોયું પણ ના મને ખૂબ દુઃખ થયું કે આજે તો આંશુ મારી સાથે કેમ આમ કર્યુ એક તો મારી સાથે જમવાનું જૂઠું બોલી અને બીજું કે જે મારા એક ફોન અને msg થી મને જવાબ આપતી ...એને આટલા ફોન અને msg નો જવાબ ના આપ્યો અને જે મને નથી ગમતું કે તે કોઈ ના બાઈક પર બેસે તેને આજે કેમ મારી સામે બીજા ના બાઈક પર બેસી ગઈ અને સૌથી વધુ કે તેને મારી સામે જોયું પણ ના.
    મારાં મન માં ખુબ બધા સવાલો ઉઠવા લાગ્યા ...જેના જવાબ મારી પાસે એક પણ ના હતો..તેના ગયા પછી પાછો મે કોલ કર્યો તો આંશુ તેના ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હવે શું કરું સમજાતું ના હતું એટલા માં તો મારી પત્ની ચાય લય ને દુકાને આવી અને હોસ્પિટલ સામે જોવા લાગી ક્યાં ગઈ ****ખૂબ ગંદી ગાળો બોલવા લાગી મે મારી પત્ની ને શાંત કરી દુકાન પર ગાળો ના બોલ અને આશુ જતી રહી છે...મારી પત્ની મારા પર ગુસ્સા ની નજર થી હોય બોલી એનું નામ તમારા મોઢે ના આવવું જોઈએ અને કાલ તો આવશે અહી જ નોકરી કરે છે ક્યાં જસે મને પણ મન માં વિચાર આવ્યો હા આંશુ તો કાલે આવશે હું તેના થી વાત કરીશ...પણ હાલ મારી પત્ની ને સમજાવવાની કોશિશ કરું મે મારી પત્ની સાથે આડી અવળી વાતો કરવાનું ચાલુ કર્યું મારી પત્ની મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. બસ મને મારા પિયર મુકવા આવો નહિ તો મને કાળશા ને મારવા દો તમારી પાછે આ 2 ઓફસન છે જલ્દી નકી કરો....સારું તું ઘરે જા હું તને વિચારી ને કહું મે સાજ સુધી વિચાર કર્યો પણ કોઈ જવાબ ના મળ્યો દુકાન પણ ખૂબ રાત સુધી ચાલુ રાખી આખરે વધુ માડું થવા લાગ્યું એટલે મારો ભાઈ દુકાને આવ્યો કેમ હજી બંધ કરી નહિ બસ એક વેપારી ની વાટ જોતા હતો સારું હવે બંધ કરું સવાર ની વાત સવારે. ....આમ કહી દુકાન બંધ કરી અને વિચાર કરતો કરતો ઘરે આવ્યો કાલ સમાન નું બહાનું કરી હાઇવે પર આંશુ સાથે મુલાકાત કરી બધું બરા બર થય જસે. અને આમ ઘરે આવી ગયો મારી પત્ની તો તૈયાર બેઠી હતી બોલો શું નક્કી કર્યું હું બોલ્યો plz મહેરબાની કર મને ખૂબ માંથુદુઃખે છે અને આરામ કરવા દે તું ત્યાં સુધી ચૂપ રહે તો સારું આમ ખાધા વિના આખી રાત વિચારો માં કાઢી નાખી .....
   સવારે ઉઠીને એક વિચાર કે આજે ગમે તે થાય હાઇવે પર આંશુ થી વાત કરી આગળ કોઈ કદમ ઉઠાવી સવારે ચાય પીવા બેઠો ત્યાં હું અને મારી પત્ની બંને આંશુ ને લયને થોડો ઝગડો.....તું ...મે.... થય મે મારી પત્ની ને શાંત કરતા કહ્યું હું તને વિચારી ને સાંજે કહું છું મને ખબર હતી કે હું વધારે મારી પત્ની સાથે જૂઠું નહિ બોલી સકુ અને હવે વધારે સમજાવી શકાય એમ પણ ના હતું ....મારી પત્ની મને ખૂબ પ્રેમ કરે છે અને મને ચિંતા અને ટેન્શન માં આમ જોય કહેતી ના હતી તેને મારી ઉપર તો ગુસ્સો હતો પણ તેનાથી વધારે આંશુ પર હતો બસ એક જ વાત કે અહી નોકરી કરવા આવે છે કે લફડા કરવા આવે છે ....મે મારી પત્ની ની બધી વાત સાંભળી પણ બોલવા માટે અને ઝઘડવા માટે હાલ યોગ્ય સમય ના હતો બસ મારા મન માં એક જ વાત મે આંશુ ને પ્રોમિસ કરી હતી કે તને કદી ચાવી નહિ કરું.....
હવે જો મારી પત્ની ને વધારે કાઈ કહું તો ઝગડા માં કા..!.. તો.,..આંશુ નું નામ આવી જાય અને ઘરમાં અને મહોલ્લા માં ખબર પડી જાય..અને જો પિયર કદાચ જાય તોય આખરે સાસરી અને અમારા ઘરે આંશુ જ વજહ બંને માટે હું કોઈ પણ બોલી શકું એમ ના હતો બસ એક વાર આંશુ થી વાત થાય પછી આગળ...હું ઘરે થી નીકળી ગયો દુકાન માં સમાન નું બહાનું કરી બહાર હાઇવે પર બાઈક લય ને આંશુ ના ઇન્તજાર માં ઉભો હતો ..કોલ અને msg નો તો કોઈ જવાબ જ ના આપ્યો મે વધારે પડતાં ફોન કર્યા તેથી મારો નંબર બ્લોક લીસ્ટ માં ,અને વોટ્સેપ માં બ્લોક કરી નાખ્યો એટલે હવે હાઇવે પર ઇન્તજાર કરવા સિવાય કોઈ ઉપાય ન હતો મારો 2 કલાક ઇન્તજાર કર્યા પસી સવારના 9:59 આંશુ બસ માં થી ઉતરી અને મારી સામે જોઈ નીચું મોં કરી ચાલવા લાગી ...મે બૂમ મારી આશુ,.....આંશુ.....પણ તેને જવાબ ના આપ્યો હું મારું બાઈક ને ચાલુ કરી તેની પાસે ગયો આંશુ બેસ .....જલ્દી બેસ...પણ તેને મારા એક પણ વાત નો જવાબ ના આપ્યો અને ચાલતી થઇ હું તેને વધારે કહું તેના પહેલા તો ગામની રિક્ષા આવતી જો ય તેને હાથ મારી ઊભી રાખી અને રિક્ષા માં બેસી ગઈ રીક્ષા માં ગામના વ્યક્તિ હતા અને કોઈ ને શક ના પડે માટે હું પણ કાઈ બોલ્યો નહિ ... સીધો દુકાન પર આવી ગયો... કેમ કે કદાચ આંશુ ત્યાં પહોંચે એના પહેલા મારી પત્ની ત્યાં ના હોય માટે જલ્દી આવી ગયો અને સામે હોસ્પિટલ તરફ જોતો રહ્યો આંશુ આવતી જ હસે ....પણ આંશુ ના આવી તે બાજુ ના ગામમાં જતી રહી મે બીજા નંબર પર રિચાર્જ કરવી ફોન કર્યો આશુ શું થયું મારા થી વાત તો કર ....મારી પત્ની ની તરફ થી sorry બસ...મારે તારા થી એક વાત કરવી છે બસ એક વાર મળ તું કહે ત્યાં આવું બોલ.....પણ આંશુ મારી વાત તો સાંભળી પણ સામે થી એક પણ જવાબ ના આપ્યો...અને ફોન કાપી નાખ્યો અને બીજી વાર ફોન કરું તો બ્લેક લીસ્ટ માં ખબર નહતી પડતી કે શું કરું"દુનિયા માં બધા વ્યક્તિ ને સમજાવી ,અને સમજી શકાય...પણ મૌન વ્યક્તિ ને ના તો તમે સમજી શકો,કે ના સમજાવી શકો.
એટલા માં તો મારી પત્ની દુકાન પર આવી ગઈ અને કહેવા લાગી આવી પેલી કાળશા.આવી..... પાછું અમારા વચ્ચે તોડી તું.....તું...મે... મે થવા લાગી મે શાંતિ રહી તેને સમજાવી પાછી ઘરે મૂકી ભગવાન ને પ્રાથૅના કરવા લાગ્યો...કે "જેને બોલવાનું હતું તેને તમે મૌન કરી નાખી અને જેને મૌન રહેવાનું હતું તેને બોલતી રાખી....આ તમારી કેવી લીલા છે સમજાતું નથી plz મને રસ્તો બતાવો
શરૂ થી પાછો વિચાર કર્યો કે આ બધા ની વચ્ચે હકીકત માં ગલતી કોની.....અને કોઈ ની ગલતી પણ ના દેખાણી...કોને દોષ આપું અને કોના થી સંબંધ બગાડવો ખબર ના પડી બસ હવે ગમે તે થાય સાંજે આંશુ થી વાત કરી પછી આગળ ખબર પડે કે શું કરવું....પણ સાંજે આંશુ ના આવી એ ક્યારે અને કેવી રીતે બાજુના ગામમાં થી શીધી ઘરે જતી રહી ખબર પણ ના પાડવા દીધી આખરે રાત પડી દુકાન બંધ કરી ઘરે આવ્યો આ બધા માં મને એક વાત તો સમજાય ગઈ કે આ મારા પ્રેમ નો પહેલો પડાવ હતો ભય જેને પાર કરવો ખૂબ કઠિન છે મને એટલું જાણવા મળ્યું કે આંશુ હાલ જો આ ભય નો સામનો નહિ કરી શકે તો અમારા પ્રેમ નો અંત આવી જશે એટલે ગમે તે કરી આંશુ ને ભય મુક્ત કરવી જોઈએ અને તેના ભય નું કારણ મારી પત્ની હતી....રાત્રે ઘરે આવી મારી પત્ની સાથે થોડી પ્રેમ થી વાત કરી તેને સમજાવ વાની કોશિશ કરી અને આખરે મારી અને આંશુ ની આખી પ્રેમ કહાની તેને કહી સંભળાવી અને કહ્યું કે હું એક સચ્ચા અને પવિત્ર પ્રેમ ની શોધ માં છું મે આજ સુધી ખરાબ રીતે આંશુ ની સામે જોયું પણ નથી કે કોઈ ખરાબ વાત પણ નહતી કરી મારો પ્રેમ પવિત્ર છે અને હું પ્રેમ ને સમજવા માટે પ્રેમ કર્યો છે મારી પત્ની મને કહ્યું કે કાળશા તો એવું નહીં વિચાર્યું હોય ને તેને તો તમારી સાથે નાગાઈ થી જ જોયું હસે ને ....!....તમે સાચું બોલિયા એટલે તમને માફ કરું છું અને રડવા લાગી અને કહે ...કેમ ! બહાર ફોફા મારો છો ?મને પ્રેમ કરો હું તમને ખુબ પ્રેમ કરું છું...મે પણ તે ને સમજાવાત કહ્યું કે હું પણ તને ખૂબ પ્રેમ કરું છું પણ આપનો પ્રેમ એક લગ્ન ના બંધન માં બંધાય ગયો છે અને તું તો આખી જીદગી માટે મારી છે બસ મને પ્રેમ ને સમજ વો છે અને તેને પ્રોમિસ કરું છું કે પહેલા પણ હું પત્નીવ્રતા હતો અને આગળ પણ પત્નીવ્રત રહીશ હું કોઈ પણ પરિણીતા કે અપરણિત સ્ત્રી સાથે ખોટો સંબંધ નહિ રાખું અને તેને પ્રોમિસ આપું છું કે જો આંશુ ના મનમાં એવી ભાવના હસે તો હું તેને એકી ઝાટકે તેને મારા જીવન માંથી કાઢી નાખીશ અને હું ખુદ આંશુ ને ભુલાવી નાખીશ કેમ કે મને તેની સાથે આવી કોઈ ઉમીદ નથી...મારી પત્ની કહ્યું મને તમારા પર ગુસ્સો નથી બસ પણ એક વાર કાળશા ને મને એક જોર થી થપ્પડ મારવા દો બસ કેમ કે મે તેને એવી છોકરી ન હતી ગણી હું તેને સારી છોકરી ગણતી હતી. તેને આવી રીતે કેટલાંય નું ઘર ખરાબ કર્યું હસે....હાલ મારી પત્ની સામે મારે એક પણ વિરૂદ્ધ વાત કરાય એવી સમય ના હતો અને આખરે મારી પત્ની ને "હા "કહેવુ પડ્યું....પણ સાધે સાધે..મે મારી પત્ની પાસે થી પણ એક પ્રોમિસ લય લીધી અને તેને કહ્યું કે મે આંશુ ને પ્રોમિસ આપેલી હતી કે તેને ચાવી નહિ કરું એટલે તારે પણ મને એક પ્રોમિસ આપવી પડશે કે તું આંશુ ની સાથે જે કરવું હોય તે કરજે પણ તે એકલી હોય ત્યારે આ વાત કોઈ બીજા વ્યક્તિ ની સામે તું આંશુ ને કોઈ દી બદનામ નહિ કરે અને જો આવું થશે અને મને ખબર પડી તો તે દિવસે મારો આખરી દિવસ હસે .....મારી પત્ની ને ખબર છે કે હું કોઈ ને પ્રોમિસ આપું પછી ગમે તે થાય પણ મારી પ્રોમિસ ને તોડતો નથી અને આ બધી વાત ની ખબર જાણ હવે મારે આંશુ ને કરવાની હતી કે plz બધું શાંત ના થાય ત્યાં એકલી કદી મારી પત્ની ના મળે....
પછી હું અને મારી પત્ની સાથે બેસી ને જમવાનું જમ્યા અને ને મારી પત્ની નો આભાર માન્યો કે મને સમજવા માટે ખૂબ આભાર i love you Manu
અને આખરે 2 દિવસે મારું મન શાંત થયુ ને મારા વિચારો બંધ થયા...

"મારો આ લીધેલો નિર્ણય સારો હતો કે ખોટો...જવાબ જરૂર આપજો.."

કાલે 5/2/2024 ના દિવસે અમારા લગ્ન ના 13 વર્ષ પૂરા થશે....અને હું ખુશ છું કે મને સમજવા વાળું અને મને પ્રેમ કરવા વાળું પાત્ર મને ભગવાને આપ્યું છે....
  શું આંશુ અને મારી પત્ની ની મુલાકાત થશે..?
   શું આંશુ મને વાસના મુક્ત પ્રેમ કરતી હસે..?
આગળ ના ભાગ માં જલ્દી મળીશું...
રાધે...રાધે.....
                            સોલંકી મનોજભાઇ
                           8401523670
                          (પ્રેમ ની શોધ માં)