Aekant - 15 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 15

Featured Books
Categories
Share

એકાંત - 15

રાજના બોલવાથી પ્રવિણ વિચારોમાંથી બહાર આવ્યો. તેણે રાજ સામે જોયુ. કશુંક કહેવા માટે તેના હોઠ ખુલ્યા.

"તુ મને મારા હાથમાં ચુટ્યો ભરને." પ્રવિણ જાણે સ્વપ્નમાં હોય એવી લાગણી અનુભવી રહ્યો હતો. 

પ્રવિણના બોલવા સાથે રાજ આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યો.

"હું ખીજમાં કે મસ્તીમાં કહેતો નથી. મે તને કહ્યું એમ કર."

"કાકા, હું તમને ચુટ્યો કઈ રીતે...!"

"એ હું તને પછી કહીશ. જલ્દી કર મારે આરતીમાં પહોચવું જરૂરી છે."

રાજ પ્રવિણના કહેવાથી તેને ચુટ્યો ભર્યો, ત્યાર બાદ પ્રવિણના મુખમાંથી રાજે ચુટ્યો ભર્યો તો એની એક ચીસ નીકળી ગઈ. 

"કાકા, આટલું જોરથી ભરાય. કેટલી બળતરા થઈ ?" પ્રવિણે રાજે હાથના જે ભાગમાં ચુટ્યો ભર્યો એને એ પંપાળવા લાગ્યો.

"મને માફ કરી દેજે. આટલુ સુંદર તે મને જ્ઞાન આપ્યું તો મને એમ કે તું સોમનાથ દાદા બનીને મારી સામે સાક્ષાત્ ઊભો તો નથી ! કે પછી હું કોઈ સપનામાં નથી ?"

"કાકા, તમે પહેલા પહોરે ભાંગ પીને આવ્યા લાગો છો ?"

"ના આજ મારે નિર્જરા છે. આજના દિવસે હું ચોવીસ કલાક પાણી પણ પીતો નથી." પ્રવિણ હસવા લાગ્યો, "હવે તારું નામ શું છે ? આજે તું મારા ઘરે ફરાળ કરજે હો. આ મારા ઘરનુ એડ્રેસ છે. બાકીની વાતો આપણે મારા ઘરે નિરાંતે કરશુ."

રાજે તેનું નામ કહ્યું. એ સાંભળીને પ્રવિણ તેના હાથમાંથી ફૂલનો હાર લઈને મોટા ડગલા ભરવા લાગ્યો. ત્યાંથી નીકળીને સોમનાથ દાદાની આરતીમાં હાજરી આપવા જોડાઈ ગયો.

રાજ તો સિંહની ફાળ ભરતો જઈ રહેલા પ્રવિણને જોતો રહી ગયો. એક મિનિટમાં પ્રવિણ રાજની નજરોથી બહુ દૂર જતો રહ્યો હતો.

પ્રવિણના ગયા પછી રાજ પ્રવિણે આપેલા વિઝીટીંગ કાર્ડને વાંચવા લાગ્યો. જેમાં લખેલુ હતુ કે, "મળો કર્મકાંડ, ધાર્મિક કાર્યો, પિતૃ કાર્યો અને ગૃહ પ્રવેશ માટે પંડિત પ્રવિણ કુમાર દલપત જોશી, નિવૃત સરકારી ઓફીસર, હાઉસ નંબર પાંચ, સોમનાથ મંદિરની પાછળની પહેલી શેરી." રેસિડેન્ટ નંબર સાથે કાર્ડમાં બધી વિગતો હતી. 

"આ કાકાનું નામ પ્રવિણ મારાજ હોવું જોઈએ. એમણે રેસિડેન્ટના નંબર લખેલા છે. આ સમયમાં દસ વર્ષથી સિતેર વર્ષના વૃધ્ધ વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે. નિવૃત સરકારી ઓફીસર રહી ગયેલા હોવા છતા કંજૂસ એક મોબાઈલ ખરીદીને પોતાની પાસે રાખી શકતા નથી.મારે શું મારે ક્યાં એમનું કોઈ કામ છે."

રાજ બિન્દાસપણે એ કાર્ડને પોતાના કાર્ગો પેન્ટના ખિસ્સામાં રાખી દીધુ. તેની સાથે રહેલ પોતાના સામાનની બેગને તેણે હાથમાં પકડીને ઘાટ તરફ જવા માટે પોતાના પગ ઊપાડ્યા.

"આ ચાલવામાં મને આળસ આવે છે. ઘાટ તરફ જો કોઈ સારી જગ્યા મળી જાય તો સવારના અગિયાર વાગ્યા સુધી સુઈ જાઉં છે. સૂરજ દાદા જ્યાં સુધી માથે ના આવે ત્યાં સુધી આ બંદો ઊઠવાનો જ નથી. ગઈકાલનો સવારેથી નીકળી ગયો છું. વધુ પૈસા મમ્મીએ વાપરવાં માટે આપી દીધાં હોય તો સારું હતું. રોયલ ગેસ્ટ હાઉસમાં એક મસ્ત મજાની એ. સી. રૂમ બુક કરીને સરખો આરામ કરી લીધો હોત. ઓછા પૈસાને કારણે મારે સસ્તા ગેસ્ટ હાઉસમાં રહેવું પડ્યું. સાલા, અહીયા મચ્છરોએ મારા પૂરા બદનમાંથી લોહીનું એક ટીપું ય રહેવા દીધું નથી."

રાજ એની ધૂનમાં બોલતો હતો અને હાથમાં મચ્છર કરડવાથી ખંજવાળને આંગળીથી ખંજોળી રહ્યો હતો. ધીરે ધીરે ચાલતા પોતાની સાથે વાતો કરતો રાજ ઘાટ સુધી પહોચી ગયો હતો.

સોમનાથ દાદાની આરતીનો અવાજ ઘાટ સુધી સંભળાય રહ્યો હતો. મોટા ભાગના શ્રધ્ધાળુઓ ઘાટમાં નાહીને મંદિરે આરતી લેવા પહોચી ગયા હતા. અમુક શ્રધ્ધાળુઓ મંદિરે જાવાની તૈયારી કરી રહ્યા હતા તો અમુક શ્રદ્ધાળુઓ નદીના ઠંડા પાણીમા કોઈ પહેરેલ કપડે તો કોઈ લંગોટ પહેરીને નાહી રહ્યા હતા.

રાજે એ તરફ વધુ કાંઈ ધ્યાન આપ્યુ નહિ. એ તો મનમાં ફિલ્મી ગીતો ગણગણાવતો સુવા માટે કોઈ એક સારી જગ્યા શોધવા લાગ્યો.

"હા, આ મસ્ત જગ્યા છે. અહી સવારનો સૂરજ દાદાનો તડકો નહિ આવે. ઊઠવામાં મોડું થઈ જશે તો કાંઈ વાંધો નહિ."

રાજે એક સારી જગ્યા શોધીને મનમાં સુવાનો વિચાર કરી લીધો. પોતાના સામાનની બેગનું ઓશિકું બનાવીને તેના પર માથુ રાખીને નદીની વિરુધ્ધ દિશાએ મોં ફેરવીને સુઇ ગયો. સુવાની બીજી મિનિટે એના નાકમાંથી ધીમા ધીમા નસકોરાના અવાજો સંભળાવવા લાગ્યા.

સવારની શરુઆત થાય એ પહેલાં જ આરતીમાં હાજરી આપવાની શ્રધ્ધાળુઓની સંખ્યા વધવાથી મંદિરનાં ટ્રસ્ટીએ અગાઉથો પોલીસ સિક્યોરિટીની વ્યવસ્થા કરી રાખી હતી.

દરેક શ્રધ્ધાળુઓને સોમનાથ દાદાની આરતીનો લાહવો લાઈનમાં ઊભા રાખીને આપવામાં આવતો હતો. દરેક ભક્તગણોએ ખૂબ જ શાંતિથી સોમનાથ દાદાની આરતીનાં દર્શન કર્યાં હતાં. 

આરતી પૂરી થતાં પ્રવિણે મંદિરનાં પૂજારી પાસેથી સોમનાથ દાદાની શિવલીંગને અભિષેક કરવાની દરેક સામગ્રી આપી દીધી. પૂજારીએ પ્રવિણ પાસેથી સામગ્રી લઈને શિવલિંગ પર ચડાવી દીધી. પ્રવિણે બે હાથ જોડી એનાં પરિવારની ખુશીઓની પ્રાર્થના કરીને સોમનાથ દાદાથી વિદાય લઈને મંદિરની બહાર નીકળી ગયો. 

પ્રવિણ ઘરે પહોચ્યો ત્યાં સાડા પાંચ થઈ ગયા હતા. આંગણામાં પારુલ બટેટા બાફીને એક મોટાં તપેલામાં બાફવા માટે શક્કરીયા મુકી રહી હતી. હેતલ નાહીધોઈને કિચનમાં સવારનાં ચાયની વ્યવસ્થા કરી રહી હતી.

દલપત દાદા મહા શિવરાત્રીના મહા રુદ્રભિષેકની વિશેષ પૂજા ઘરમાં કરતા હતા. જેના માટેની સામગ્રી તૈયાર કરવા લાગ્યા હતા. ધ્રૂજતા હાથે અને ધ્રૂજતા હૈયે લાકડીના સહારે એમના સ્વલંબે એક - એક વસ્તુઓ યાદ કરીને પૂજા કરવાની જગ્યાએ મૂકી રહ્યા હતા. પ્રવિણ ઘરે આવીને હાથ પગ ધોઈને તેમને કામમાં મદદ કરવા લાગ્યો હતો.

સાત વાગ્યે પારુલે બપોરનાં ફરાળની મોટા ભાગની તૈયારી કરી લીધી હતી. રવિ અને વત્સલ રુદ્રાભિષેકની પૂજા માટે વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા હતા. પૂજા માટે દલપત દાદાએ રવિ અને હેતલને આસન પર બેસાડ્યાં હતાં. પ્રવિણ અને વત્સલ એ લોકોની પાછળ સ્વચ્છ આસન પાથરીને બેસી ગયા. રુદ્રાભિષેકની પૂજા કરાવવા માટે દલપત દાદા એક ખુરશી પર આસન પાથરીને બેસી ગયા. ભગવાન સોમનાથ દાદાનુ નામ લઈને એમણે પૂજા કરવાની શરુઆત કરી.

પારુલ પૂજા પછી કરવામાં આવતી આરતી માટેની થાળી અને પ્રસાદની વ્યવસ્થા કરી રહી હતી. બધી વ્યવસ્થા થઈ ગયાં પછી એ પૂજાની સ્થાને આવીને પ્રવિણની બાજુમાં બેસી ગઈ હતી.

નવ વાગ્યા સુધી ચાલતી પૂજા સોમનાથ દાદાની આરતી કરીને પૂર્ણાહુતિ કરી. પારુલે પ્રસાદમાં માવાના લડ્ડુનો ભોગ ધરાવેલો હતો. જેનો પ્રસાદ તેણે પ્રવિણ સિવાય ઘરનાં દરેક સભ્યને આપ્યો. બાકીનો પ્રસાદ વત્સલ આસપાસના પાડોશમાં જઈને વહેંચી આવ્યો હતો.

રવિ ચા સાથે થોડીક બટેટાની વેફર ખાઈને પોતાના કામ માટે ઘરેથી નીકળી ગયો. પારુલ અને હેતલ ઘરનાં બાકીનાં કામો કરવાં લાગ્યાં. દલપત દાદા એમનાં રૂમમાં જઈને શિવપુરાણની ચોપડી વાંચવા બેસી ગયા. ઘરમાં બીજું કશુ કોઈ કામ હતુ નહિ. આથી પ્રવિણ ઘાટ તરફ એક લટાર મારવા નીકળી ગયો.

ઘાટમાં રોજ કરતાં વધારે ભક્તોની સંખ્યાઓને પ્રવિણ એની આંખોમાં ભરી રહ્યો હતો. નદીના નીર સ્થિર થઈને માણસોનાં શરીરનાં મેલને પોતાની અંદર સમાવી રહી હતી. પ્રવિણ ઘાટ પાસે બેસીને ક્યારનો એ જ નિરીક્ષણ કરી રહ્યો હતો. એવામાં તેને પહેલા પહોરે બનેલી ઘટના યાદ આવી.

"અરે, એ પહેલા જુવાને પોતાનું નામ શું બતાવ્યું હતું ? યાદ કરવુ જોશે.ખૂબ જ નાની ઉંમરનો લાગી રહ્યો હતો પણ તેની વાતોથી એવુ લાગી રહ્યું હતું કે તેને જાણે ! શાસ્ત્રોનુ વિપૂલ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય."

પ્રવિણ વિચાર કરી રહ્યો હતો ત્યાં પાછળથી એક વ્યક્તિએ તેના ખભા પર હાથ મૂકીને બોલાવ્યો. પ્રવિણ જે દિશા તરફ એ વ્યક્તિએ બોલાવ્યો એ તરફ જોવા લાગ્યો.

"બોલોને મહોદય ભાઈ." પ્રવિણે વિવેકથી એ વ્યક્તિને કહ્યુ.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"