Kuppi - 10 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | કુપ્પી - પ્રકરણ 10

Featured Books
Categories
Share

કુપ્પી - પ્રકરણ 10

કુપ્પી ભાગ ૧૦

બસ વસઈ માં આવેલા વિક્રાંત ગોખલેના ફાર્મ હાઉસ પર આવી પહોંચી .

કુપ્પી અને મિત્રોના હાથ પગ ખોલ્યા અને બધાને ચાકુની ધાર પર ડરાવતા ફાર્મહાઉસના એક રૂમમાં લઈ ગયા . 

" વિક્રાંત ભાઈ આવશે એટલે તમને બોલાવશું . ત્યાં સુધી અહીં શાંતિથી બેસો . ફ્રિજમાં બિયર છે જોઈએ એટલી પીવો થોડીવાર માં જમવાનું પણ આવશે . પણ જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી છે યા હિંમત દેખાડી છે તો પછી આ ફાર્મ હાઉસ ની પાછળ જંગલમાં એવી જગા પર જીવતા દાટી દઈશું કે કોઈનો બાપ નહીં શોધી શકે " એક ગુંડા એ ધમકી આપી અને દરવાજો બહારથી બંધ કરીને જતો રહ્યો .

કુપ્પી ને ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. એ ઉભો થઈ ગુસ્સામાં રૂમમાં આંટા મારવા લાગ્યો . ભાગવાનો કોઈ જ રસ્તો દેખાતો નહોતો . કોઈની પાસે ફોન પણ નહોતો કે જેથી ઘરે સમાચાર મોકલી શકાય અને રીટા સાથે વાત થઈ શકે . કુપ્પી મનોમન ખૂબ અકળાઈ ગયો હતો પણ એનાથી કાંઈ જ થાય એમ નહોતું .

" સોરી યાર બધી ભૂલ મારી જ છે મારા લીધે તમે બધા મુસીબતમાં મુકાઈ ગયા . કુપ્પી માટે તો આજે કેટલો મોટો દિવસ હતો સોરી યાર મારા લીધે તું અહીં ફસાયો છે " જીગલો આ બધા માટે પોતાને જવાબદાર સમજી રહ્યો હતો .

" ફાલતુ વાત ના કર જીગલા . તારી બેન એ શું મારી બેન નથી ? અને જો મારી બેન સાથે કોઈ એ આવું કર્યું હોત તો તું મારો સાથ ના આપત ? આ તો પોલીસ આવી ગઈ નહીં તો સાલા ને પૂરો જ કરી નાખત . તારે દુઃખી થવાની જરૂર નથી . બેન નું માન ના જાળવી શકે એ ભાઈ શું કામનો ? " કુપ્પી નો ગુસ્સો શાંત થવાની બદલે વધી રહ્યો હતો .

" કુપ્પી યાર તું મગજ શાંત રાખ . અહીંયા બળથી નહીં કળથી કામ લેવાની જરૂર છે . આ વિક્રમ ગોખલે બહુ પહોંચેલી માયા છે " દિલીપે કુપ્પી ને શાંત કરવાનો પ્રયત્ન કર્યો .

" આટલું ડરવાની કાંઈ જરૂર નથી . એ આપણને માર મારી શકે છે પણ મારી નહીં શકે . આપણને કાંઈ થશે તો આખું આશાનગર એની વિરોધમાં જશે અને એનું પોલિટિકલ કેરિયર મુશ્કેલીમાં મુકાશે એ માંડવાલી ની વાત કરશે . આપણે ખોટા નથી એ પણ એ જાણે છે . ફક્ત ડરાવવાનો પ્રયત્ન કરશે પણ આપણે ડરવાનું નથી અને જો વાત બગડી તો બે-ચાર ને પતાવીને જ પતસુ " ભૂરો લડી લેવાના મુડ માં હતો .

" ભૂરા તું આગમાં ઘી નાખવાનું કામ ના કરીશ . કાંઈ થવાનું નથી .બહુ બહુ તો વાતચીત કરશે અને આપણને છોડી દેશે . અત્યાર સુધી તો ચાલી વાળાઓને પણ ખબર પડી ગઈ હશે અને બધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હશે . થોડી ધીરજ રાખો બધુ બરાબર થઈ જશે " વિનાયકે ભૂરા અને કુપ્પી ને સમજાવવાનો પ્રયત્ન કર્યો .

" વાત જ કરવી હતી તો પછી પોલીસ સ્ટેશનમાં જ કેમ ન કરી ! આપણને અહીં ચાકુની ધાર પર શું કામ લાવ્યો છે . જરા વિચાર કરો વિનાયક તું સમજે છે એટલું આસન નથી . એના મનમાં શું ચાલી રહ્યું છે એ તો સામે આવે એટલે ખબર પડે . પણ હા આ વખતે મરવા મારવા તૈયાર રહેજો " કુપ્પી પર કોઈની પણ વાતની અસર નહોતી થઈ રહી .

"આપણું જે થવાનું હોય તે થાય . મને રીટા ની ચિંતા થાય છે . એ ક્યાં હશે? શું થયું હશે ? અને જો આપણે સવાર સુધી પાછા ન પહોંચ્યા તો શું થશે . આપણા માટે આ નવુ નથી . મને એ છોકરી ની ચિંતા છે અહીં મારામારી સમય ની છે . જો આપણે સમય પર ના પહોંચ્યા છે તો એ છોકરીની જિંદગી ખરાબ થશે અને સાથે કુપ્પી ની પણ .રીટા ના બાપા એ આખી ચાલી માથા ઉપર લીધી હશે " જીગલાને કુપ્પી  ની ચિંતા હતી એ જાણતો હતો કે કુપ્પી રીટા ને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે .

ભૂરાને ખુબ ગુસ્સો આવ્યો અને એણે દરવાજા પર જોરથી લાત મારી .

વધુ આવતા પ્રકરણમાં
 ધન્યવાદ 
પંકજ ભરત ભટ્ટ

વાચક મિત્રો સમયની મારામારીને કારણે રેગ્યુલર પ્રકરણ અપલોડ નથી કરી શકતો એ માટે માફી આપશો .