આગળના ભાગમાં આપણે જોયું કે અચાનક વીજળીનો કડાકો થાય છે અને બે જવાન તન એકબીજાને આલિંગનમાં લઈ લે છે.. વીજળીનો કડાકો જાણે આકાશમાંથી નહીં પરંતુ બંને જવાન હૃદયમાં થઈ રહ્યો હતો..હવે વાંચો આગળ...            
             વિશ્વા અને વિવાન બન્ને જમીન પર વરસાદી પાણીમાં લથબથ હતા.. અને થોડીક વાર માટે એકબીજાના આલિંગનમાં ખોવાઈ ગયા હતા. ત્યાં અચાનક ફરી વીજળીનો કડાકો થયો. અને બંને જવાન હૈયા જાણે સ્વસ્થ થયા. બંને જણા સંભાળીને ઊભા થયા વિશ્વા પોતાના કપડા જે કીચડથી ગંદા થયા હતા. તે હાથથી સાફ કરવાની કોશિશ કરી રહી હતી..           
      પછી વિવાન બોલ્યો શું હવે આપણે જઈશું ?       
      પછી બન્ને જણા ત્યાંથી નીકળી જાય છે.         
           લગભગ આખા દિવસથી વિશ્વા અને વિવાન જમ્યા ના હોવાથી વિવાન વિશ્વાને પૂછે છે. શું આપણે કંઈક જમી લઈશું ? વિશ્વા હજી નશામાં હોય છે. તેથી જવાબ ચોખ્ખો નથી આપી શકતી. અને કહે છે. હમમ્ ....ભૂખ નથી..  
              વિશ્વના આવા જવાબથી વિવાન મનોમન સવાલ કરે છે..  કે ભગવાન આ વિશ્વાનું શું થશે ?          
            થોડા આગળ જઈ એક ઢાબા પર બંને જણા ઉતરે છે. ત્યાં આટલી રાત્રે આટલા વરસાદમાં બીજું કશું મળતું ન હોવાથી નુડલ્સ ઓર્ડર કરે છે.. બંને જણા શાંતિથી નુડલ્સ ખાઈ રહ્યા હોય છે. વિશ્વા ખાતી હોય છે. પણ વ્યવસ્થિત રીતે ખાઈ શકતી નથી. તેથી તેના હોઠની સાઈડમાં નુડલ્સનો નાનો એવો ટુકડો ચોટે છે.             
          વિશ્વા જે રીતે ખાઈ રહી હોય છે. તેને જોઈને વિવાન હસવા લાગે છે.         
           અને તેને હસતા જોઈને વિશ્વા બોલે છે. શું થયું કેમ હશે છે ? આમ...
વિવાન : જો તારું મોઢું કેવું funny લાગે છે.. તેમ કહી ફરી હસવા લાગે છે..
વિશ્વા : ( જરા ચિડાઈને બોલે છે. ) કેમ શું થયું..?
વિવાન : ( પોતાના હોઠ આગળ આંગળી મૂકી ઇશારો કરતાં કહે છે. ) તારા મોઢા પર કંઈક લાગેલું છે.વિશ્વા હાથથી સાફ કરે છે. પણ left side લાગેલું હોય છે. તે right side સાફ કરવા જાય છે..          
             તેથી વિવાન ફરીથી હસવા લાગે છે.. અને કહે છે. " લાવ હું સાફ કરી દઉં. " અને વિશ્વા અચાનક નશાની હાલતમાં પોતાનો ચહેરો વિવાનને ધરી છે..            
             વિવાન તેના હોટ પાસેથી તે ચોટેલો ટુકડો હટાવવા જાય છે. ત્યાં તેની નજર વિશ્વાના ચહેરા પર જ જાણે અટકી જાય છે. જેવો હોઠ પાસેથી તે ટુકડો હટાવ્યો તેની નીચેથી કાળો તલ દેખાયો. જે તેના રસભર્યા ગુલાબી હોઠની સુંદરતામાં ખૂબ વધારો કરી રહ્યો હતો.. તેની આંખો જે ખૂબ જ નશીલી હતી.. હલકા હલકા પવનથી લહેરાઈને વાળ તેના ગોરા ગાલ પર મીઠું ચુંબન આપી રહ્યા હતા..  વિવાન વિશ્વાના ચહેરાને બસ માત્ર જોતો જ રહી જતો હતો.. ત્યાં વિશ્વા અચાનક બોલી ... " વિવાન સાફ થયું કે નહીં ? " 
વિવાન : ( સ્વસ્થ થતા બોલ્યો... ) હમમ્.. હા..
વિશ્વા : તો જઈશું હવે..?
વિવાન : હા ..               
           ને પછી બંને જણા ત્યાથી નીકળી જાય છે. રસ્તામાં વરસાદ બંધ હોય છે. અને વિશ્વા ગાડીની સીટ પર જ બેઠાં બેઠાં સુઈ જાય છે. વિશ્વા આ રીતે સુતેલી કેટલી માસૂમ લાગતી હોય છે. તે વિવાન જોઈને મનોમન વિચારી એકલા એકલા પોતાના ચહેરા પર હળવું સ્મિત લાવે છે..   
         થોડીક જ વારમાં બંને જણા વિશ્વાના ઘરે પહોંચી જાય છે.. વિવાન વિશ્વાને સાચવીને એક હાથ પકડીને અને બીજો હાથ ખભે કરીને ઘરમાં મૂકવા જાય છે..ગાડીનો અવાજ સાંભળીને રાધિકા આંટી દરવાજે આવીને ઊભા હોય છે.              
           વિવાનને મનમાં લાગતું હોય છે. કે રાધિકા આંટીને વિશ્વાસ છે. કદાચ હું વિશ્વાની નશાની આદત છોડાવી શકીશ. પણ આજે ફરીથી વિશ્વાની આવી હાલત જોઈને રાધિકા આંટીને મારી પરથી વિશ્વાસ ઉઠી જશે..         
            તેમ વિચાર કરતા કરતા ઘરમાં જઈને વિશ્વાને તેના રૂમમાં સુવડાવી દે છે. ત્યાર પછી..          
            વિવાન રાધિકા આંટીની સામે માફી માગતા કહે છે.. " Sorry  આંટી અમે ખૂબ લેટ થઈ ગયા.. "            
રાધિકા આંટી : કશો વાંધો નહી બેટા. હું તો તારો આભાર માનીશ કે તું સાચવીને વિશ્વાને ઘરે લઈને આવ્યો. એટલું જ ધણું છે. બાકી આવી કન્ડિશનમાં તે ઘણીવાર એકલી આવતી હોય છે.. 
વિવાન : અરે ના આંટી એ તો મારી ફરજ છે..Ok ચલો હું નીકળું ઘણું લેટ થઈ ગયું છે.. 
       તેમ કહી વિવાન નીકળવા જાય છે. ત્યાં જ રાધિકા આંટીએ વિવાનને ફરી બોલાવતા કહ્યું.. 
રાધિકા આંટી : વિવાન શું બેટા તું એક માં ને મદદ કરીશ ?
વિવાન : અરે આંટી બસ હુંકુમ કરો..
રાધિકા આંટી : શું તું વિશ્વાનો મિત્ર બનીશ..? તેની નશા ભરી અંધકારમય જિંદગીમાંથી એક વિશ્વાસ ભર્યા સાચા મિત્રની ઉજાશ લાવીશ ?
વિવાન : રાધિકા આંટી હું promise તો નહીં કરી શકું. પણ કોશિશ જરૂર કરીશ.. 
અને તેમ કહી તે ત્યાંથી નીકળી જાય છે..        
            બીજે દિવસે ઓફિસમાં વિશ્વાનું વર્તન પહેલા જેવું થઈ ગયું હતું. આજે સવારે ઓફિસ આવી ત્યારે તે ખુશ હતી. પણ પછી અચાનક જ વાતવાતમાં તે બધા પર ગુસ્સે થઈ જતી હતી..           
         વિશ્વા કેમ અચાનક આવું વર્તન કરતી હશે ? જાણીશું આવતા ભાગમાં..               
                       ત્યાં સુધી વાંચતા રહો                                                   ખુશ રહો સ્વસ્થ રહો
                       મસ્ત રહો ધન્યવાદ.. 🙏