Ajab Premni Gazab Kahaani - 1 in Gujarati Love Stories by ︎︎αʍί.. books and stories PDF | અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1

Featured Books
Categories
Share

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1

જય શ્રીકૃષ્ણ મિત્રો...💐🙏              

              હું આજ એક નવી ધારાવાહિક વાર્તા લખવા જઈ રહી છું. આપ સહુએ મને આગળ ઘણું પ્રોત્સાહન આપ્યું છે અને આશા રાખું છું કે આ વાર્તામાં પણ પ્રોત્સાહિત કરશો...😊🙏...         

            તો આ એક પ્રેમ પ્રકરણની વાર્તા છે... એક અમીર લેડી બોસ અને તેની ઓફીસનો સામાન્ય એમ્પ્લોય વચ્ચેની પ્રેમ કહાની છે ..           

આ કહાની વિશ્વાથી શરૂ થાય છે..             

               વિશ્વાના પરિવારમાં તેના માતા-પિતા તેમજ તેના બે મોટા ભાઈ તેમજ ભાભી હતા. વિશ્વા નાનપણથી જ લાડકોડમાં ઉછરેલી તેમજ ખૂબ મસ્તીખોર અને જીદ્દી છોકરી હતી. તે ઘરમાં સૌથી નાની તેથી નટખટ પણ ખૂબ જ હતી. તેની મસ્તીથી આખું ઘર જાણે ગુંજી ઉઠતું હંમેશાં..   

           પોતાના પરિવારની ખુબ સંપત્તિ હોવા છતાં તેને પોતાની અલગથી ઓળખાણ બનાવવાની તેમજ પોતાની લાઈફમાં પોતે જાતે જ કંઈક કરવાની હંમેશાથી ખૂબ જ મહેચ્છા હતી. જે તેણે પૂરી પણ કરી હતી..         

              અત્યારે પોતાના પગ પર હતી. કોઈની સામે હાથ ફેલાવો પણ તેને પસંદ ન હતું. આજે તે આત્મનિર્ભર છે. પોતાની મહેનત અને કાબેલિયતના કારણે આજે વિશ્વા પોતાના businessમાં સારું નામ કમાઇ ચૂકી હતી.   

              પણ આજે તેનો સ્વભાવ બિલકુલ બદલાઈ ચુક્યો છે. એવું શું થયું હતું કે જેને કારણે વિશ્વા આટલી શાંત થઈ ગઈ ? જે હંમેશા હસતી ફુદકતી રહેતી તે અચાનક આટલી ગુસ્સેલ થઈ ગઈ..?       

          ➡ તો વિશ્વાની જિંદગીમાં નજર કરીને જોઈએ તો શું બન્યું હતું વિશ્વાની સાથે કે તે આટલી બદલાઈ ગઈ..? 

          આજે સવારથી જ ઓફિસમાં ખુશીનો માહોલ હતો. આખા ઓફિસના મીઠાઈઓ વહેચાઈ રહી હતી. કારણ કે વિશ્વા જે કોન્ટ્રાક્ટ માટે મહેનત કરી રહી હતી તે તેને મળી ગયો હતો.. અને આનો શ્રેય ઓફિસમાં આવેલો નવો એમ્પ્લોય વિવાનને જતો હતો.          

               સાંજે વિશ્વા ઓફિસનું કામ પતાવી ઘરે જવા નીકળે છે. પણ રસ્તામાં તેની ગાડી બગડે છે. થોડીવાર ચાર રસ્તા આગળ ઉભા રહે છે. પછી તે વિવાનને ફોન કરીને બોલાવે છે. અને થોડી વારમાં વિવાન ત્યાં પોતાનું બાઇક લઇ હાજર થઈ જાય છે.        

             વિવાન વિશ્વની ગાડીને જોઈ અને કહે છે " કોઇ કારીગરને બોલાવો પડશે.." 

વિશ્વા : હા મિકેનિકને ફોન કર્યો છે. તેને વાર લાગશે તેમ કહ્યું છે. તો શું કરશું હાલ.. ?

વિવાન : મેમ્ જો તમને ખરાબ લાગે તો હું તમને મારા બાઈક પર ઘરે છોડી દઉ ? અને પછી ગાડી ઠીક થઈ જાય ત્યારે હું ઘરે મૂકી જઈશ..

વિશ્વા : અરે એમાં શું ખરાબ લાવવાનું હતું. એ બહાને ચાલ આજે bike ride કરવાનો મોકો મળી જશે..         

વિશ્વા બાઈક પર બેસી જાય છે.. વિવાન આગળ બાઇક ચલાવી રહ્યો હોય છે. વિશ્વા પાછળ ઘણા લાંબા સમય પછી બાઇકની સવારીને માણી રહી હોય છે. અચાનક વિશ્વાએ પોતાની બેગમાંથી બોટલ કાઢી અને drink કરવાનું શરૂ કરી દીધું. વિવાન મનોમન વિચારે છે. મેમ્ આટલા કામયાબ છે આખો દિવસ એક સ્ટ્રિક બોસના કિરદારમાં હોય છે. અને સાંજ પડતા આમ drink કરે છે.ત્યાં વિશ્વા બોલે છે. " stop the bike.."

વિવાન : what ?

 વિશ્વા : I said stop the bike..

વિવાન : ok mam ( અને વિવાન સાઈડમાં બાઈક ઊભી કરી દે છે. )

વિશ્વા : હું બાઈક ચલાવીશ..

વિવાન : but mam you are drunk..

વિશ્વા : don't worry I'll manage..       

અને વિવાનને બાઈકની પાછળ બેસાડી વિશ્વા બાઈક ચલાવવા લાગે છે.. ખુલ્લા આકાશ નીચે અને થોડા નશામાં વિશ્વા બાઈક ચલાવી જાણે પોતાના દર્દથી દુર ભાગતી હોય તેવી રીતે જતાવાની કોશિશ કરે છે..       

                 ત્યાં એક બ્રિજ પર સાઈડમાં વિશ્વાએ બાઈક ઊભી કરી .. બ્રીજની રેલિંગ આગળ જઇને ઊભી થઈ જાય છે. અને બંને હાથ ફેલાવીને જાણે ઠંડા પવનને જાણે પોતાની બાહોમાં ભરતી હોય તેમ મહેસૂસ કરે છે.  

             વિવાને પહેલીવાર વિશ્વાને આ રીતે ખુશ થતા જોઈ હતી. બાકી હંમેશા કામને લઈને બધાની ઉપર તેને ગુસ્સે થતા જ જોઇ હતી. વિવાન વિશ્વાની પાસે જઈને ઊભો રહે છે. અને વિશ્વાને સવાલ કરે છે. " મેમ્ તમે આમ તો આટલા સ્વીટ છો. અને તમે મસ્તીખોર સ્વભાવના પણ લાગો છો.. તો આમ આ drink શા માટે કરો છો ? " 

             આ સવાલથી વિશ્વાના ચહેરા પર ઉદાસી આવી ગઈ. અને પોતાના હાથમાં હતી તે બોટલ મોઢે લગાવી અને જાણે એક ઘૂંટમાં જ પી જાય છે.. અને પછી વિવાનને કહે છે. " ચાલ મને ઘરે મૂકી જા.. "

            વિશ્વા પછી શાંત થઈ જાય છે. અને વિવાન તેને ઘરે છોડી આવે છે.        

                વિશ્વને ઘરે મૂકી પાછા ફરતા વિવાન મનોમન વિચારી રહેલો હોય છે.. મેમ્ ને એવી શું તકલીફ હશે ? કે જેના કારણે આમ શરાબનો સહારો લે છે.. અને આ સવાલ કરતાની સાથે જ તેમના ચહેરા પર ઉદાસી છવાઈ જાય છે ?       

               શું થયું હોય છે વિશ્વા સાથે ? વધુ જાણીશું આપણે આવતા ભાગમાં...               

                      ત્યાં સુધી વાંચતા રહો ખુશ રહો..                                         સ્વસ્થ રહો મસ્ત રહો                                                        ધન્યવાદ.. 🙏